નવા સત્રનો આજે પહેલો દિવસ હતો. સાક્ષી પોતાના વર્ગખંડમાં કંઈક અદમ્ય અપેક્ષા સાથે ભાવિ જીવનના ઘડવૈયા સમી પેઢીને ઉજાગર કરવા જઈ રહી હતી, એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વને ઉજાગર કરતો એનો પરિવેશ. શિક્ષક છતાં જાણે કોઈ તપસ્વીની જેવું તેનું રૂપ હતું. સત્રના પ્રથમ દિવસે રોજની જેમજ મંદ હાસ્ય-સ્ફુરિત મુખમંડળ લઈને પોતાના ક્લાસમાં દાખલ થાય છે.
બધા વિદ્યાર્થીઓ તેને અભિવાદન કરીને આવકારે છે અભિવાદનના શબ્દોથી આખાે વર્ગ ગુંજી ઊઠે છે. સાક્ષી તેનો યોગ્ય પ્રત્યુત્તર વાળી મંદ-હાસ્ય સાથે બધા સમક્ષ વારાફરતી જુએ છે. યોગ્ય ઉત્તર આપી સહુને આવકારે છે. આમ,તો સ્વભાવે ખૂબ શાંત હતી.પણ પ્રથમ છાપ એવી જમાવવા માગતી હતી કે બધા તેનાથી ડરે; એટલે પહેલા જે કોઈ શિસ્ત-ભંગ કરશે તેને પોતાની છાપ જમાવવા પણ કંઈક બનાવટી ગુસ્સો બતાવવાનું નક્કી કરે છે. તે તકની રાહ જુએ છે.આમ, થોડા દિવસ પસાર થઈ જાય છે.
ઘણી વખત બહુ સમજદાર વ્યક્તિ પણ કેટલાક એવા નિર્ણય કરી બેસે કે તેને પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.સાક્ષી સાથે પણ આવું જ બને છે.એક વખત મેરિટ-લિસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું હોય છે.તે વર્ગખંડમાં લિસ્ટ ફાઈનલ કરવા યાદી વાંચે છે.આ યાદીમાં બીજા જ ક્રમે આવતી વિદ્યાર્થીનું નામ તે બોલતી નથી કોઈ કારણસર તેનું નામ યાદીમાં છપાયું હોતું નથી.પરંતુ, સાક્ષીનું આ તરફ ધ્યાન જતું નથી.અચાનક તેનું ધ્યાન કોઈ બાબતે ચાલુ ક્લાસમાં ચર્ચા કરતા એક વિદ્યાર્થીની તરફ જાય છે.સાક્ષીને ત્યારે જ જાણે ધાક જમાવવાનો મોકો મળી જાય છે. તુરંત પેલી વિદ્યાર્થીને ઊભી કરી દે છે.. અને ખુલાસો સાંભળ્યા વગર જ તેને બેંચ પર ઊભા રહેવાની સજા કરી દે છે. પહેલી વિદ્યાર્થીની મનોમન શરમ અને સંકોચ અનુભવતી સજાનો સ્વીકારતો કરે છે. પરંતુ, એકદમ રડી પડે છે!? છતાંય ખબર નહીં કેમ પણ?..સાક્ષીને તેની કોઈ દયા આવતી નથી. બીજી તરફ સાક્ષી પેલું મેરીટ લીસ્ટ એમજ ઓફિસમાં જમા કરાવી દે છે.
સાક્ષીનું ભૂલ તરફ ધ્યાન જતું નથી. એ બાબતો તરફ ધ્યાન દોરવા માટે જ પહેલી વિદ્યાર્થીની અન્ય સાથે ચર્ચા કરતી હતી. જેથી પોતાના શિક્ષકથી થતી ભૂલ અટકી જાય પરંતુ,પરિસ્થિતિગત તેનો આ સંવાદ સજામાં પરિવર્તિત થઈ ગયો. આમ, વિષાદમાં તે દિવસ વીતી જાય છે.બીજા દિવસે સાક્ષી ઓફિસમાં સહી કરવા માટે ગઈ ત્યારે તેના લિસ્ટમાં રહેલી ભૂલ બદલ તેને પ્રિન્સિપાલ તરફથી ઠપકો આપવામાં આવ્યો. આજ પહેલી વાર સાક્ષીને ઠપકો સહન કરવો પડ્યો.એ છોભીલી પડી જાય છે.ભૂલ સ્વીકારી ક્લાસ તરફ જાય છે.રસ્તામાં પોતે કાલે કરેલી ભૂલ બદલ ઘણો પસ્તાવો થયો. ક્લાસમાં જઈને લિસ્ટ સુધારવા નામની યાદી બોલવા લાગે છે.અને કોનું નામ ભૂલવાની એને ભૂલ કરી તે જુવે છે . પેલી સજા પામનારીના વિદ્યાર્થીનીનું નામ બાકી હોય છે.
આજ પહેલીવાર સ્વભાવથી વિપરિત કામ કરવા બદલ સાક્ષીને પસ્તાવો થયો. પેલી વિદ્યાર્થીનીને પણ કંઈક સાંત્વના મળે છે કે,પોતે હોશિયાર હોવા છતાં શિક્ષકનl સામે તેમજ આખા ક્લાસની સામે ન કરેલા ગુના બદલ સજા પામવાથી નિરાશ થયેલ તે ફરીથી પોતાના સ્વસ્થ વ્યક્તિત્વને ધારણ કરે છે. સામાપક્ષે શિક્ષક સાથેના તેના સંબંધો વધુ સારા,મજબુત બને છે. બંને જાણે એકમેકના પૂરક હોય તે રીતે તેને નવી દિશા મળે છે.જાણે ગુરુ-શિષ્ય સંબંધને સાર્થક કરતા હોય, તેવું ઉદાહરણ તેઓ સ્થાપિત કરે છે.
જીવનમાં વ્યક્તિથી અજાણતા કોઈ ભૂલ થાય તેને સહર્ષ સ્વીકારી લેવાથી સબંધો વિખેરાતા અટકી જાય છે. ઘણીવારતો કોઈ નવો જીવનભરનો મજબુત અનોખો સબંધ બંધાઈ જાય છે. વ્યક્તિત્વથી વિરોધનું વર્તન કરવા આપણું મન ન માનેતો કરવું નહિ.
- ડૉ. સરિતા (માનસ