ના
🔹તમે મારી દીકરીને તમારી ઇચ્છા પ્રમાણે ન રાખી શકો.
🔹મેં સાંભળ્યું છે કે કેટલાક પિતા જમાઇને અને એમના પરિવારને કહે છે કે
🔹મારી દીકરી હવે તમારી થઇ,
તમે એને તમને ગમે એમ રાખજો.
🔹પણ ના,
✅તમે હમેશા યાદ રાખજો કે
મારી દીકરી હજીય મારી જ દીકરી છે.
જેમ તમારો દીકરો એક યોગ્ય જીવનસાથી પામવા પરણ્યો છે એમ જ મારી દીકરી પણ સારા સંગાથીને પામવા તમારા દીકરાને પરણી છે
તમે જેમ ઇચ્છો છો કે મારી દીકરી તમારી ઇચ્છાઓ પૂરી કરે એમ હું પણ ઇચ્છું છું કે તમારો દીકરો પણ મારી અપેક્ષાઓ પૂરી કરે.
તમે જેમ ઇચ્છો છો કે મારી દીકરી તમારા દીકરાની માગણીઓ સંતોષે એ જ રીતે હું પણ ઇચ્છું કે
તમારો દીકરો પણ મારી દીકરીના સપનાં પૂરાં કરે.
મારી દીકરી પાસે જે અપેક્ષા રાખો છોએ જ અપેક્ષા
હું પણ તમારા દીકરા પાસેથી રાખું છું.
હું ઇચ્છું છું કે મેં જેમ મારી દીકરીને રાખી છે એમ જ તમે પણ મારી દીકરીને રાખો. તમે એને ગમે તેમ રાખી ન શકો મારું એના પર ધ્યાન રહેશે.
મારી દીકરી એના વરના સમય માટે તરસશે નહીં. એ એના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. એ તમારા દીકરાને એનો સંપૂર્ણ સમય આપે એનો હું વિરોધ નહીં કરું.એ જ રીતે કોઇ મારી દીકરી અને જમાઇના સમયમાં વચ્ચે નહીં આવે
એ તમારા ઘરનાં ખૂણે એના વરના સમય ને સાન્નિધ્યની રાહ જોતાં રડશે નહીં. ને એની આ અપેક્ષા બદલ કોઇ એને ગુનેગાર હોવાની લાગણીનો અનુભવ પણ નહીં કરાવે.
જમાઇબાબુ,એની પાસે તમે હો તો એ એકલી શું કામ પડે ? એ તમારી અર્ધાંગિની છે તો એ કોઇ બહારની વ્યક્તિ હોવાની ઉપેક્ષા શું કામ સહન કરે ?
એને કદીય એ જે છે જેવી છે એ માટે સંકોચ કે શરમનો ભાવ ન થવો જોઇએ.એ હસમુખી છે તો મોકળા મને હસશે.એ સીધી છે, સરળ છે,સ્વતંત્ર છે.
દીકરાને તમે જે સંસ્કાર આપ્યા છે એ મેં પણ મારી દીકરીને આપ્યા જ છે.એને એ માટે કદીય શરમાવશો કે સંભળાવશો નહીં.
તમ
તમારા દિકરા ને ભણાવ્યો છે તો મે પણ મારી દીકરી ને ભણાવી ગણાવીને એના પગ પર ઊભું રેતા શીખવ્યું છે.
યાદ રહે ,એ માત્ર ઘર બદલે છે,એનું વ્યક્તિત્વ નથી બદલતી.એને ખડખડાટ હસવાનો હક છે.નવા ઘરમાં પોતાના વિચાર વ્યક્ત કરવા એ સ્વતંત્ર છે. તમારા દીકરા કરતાં લગીર પણ ઓછું મહત્વ એનું નથી.
મારી દીકરી એ જીવન નહીં જ જીવે,જે એનું નથી અને હા,એવું કદી ન માનતા કે હવે એનું કોઇ નથી. એ દિવસો ગયા જ્યારે પરણે એટલે દીકરી પારકી થઇ જતી .અલબત્ત, મેં એને સ્વતંત્રતા આપીને ઉછેરી છે.પણ જ્યારે જ્યારે એને
લાગણીના સધિયારાની જરુર પડશે ત્યારે એનો આ બાપ એની પડખે છે ને એ બાપના ઘરના દરવાજા એને માટે સદાય ખૂલ્લા છે.એ પણ તમારા પરિવારની સભ્ય છે ને એનો એ રીતે જ સ્વીકાર કરજો,
કાળજી લેજો.
એને એકલી ન પાડતા,
અપમાનિત ન કરતા
ને એવું કદી ન લાગવા દેતા
કે કોઇને એની પડી નથી.
મારું હૈયું , મારું ઘર ને મારું જીવન
એને આવકારવા સદાય તત્પર છે.
એ કદી ન ભૂલતા કે એ સ્વતંત્ર છે પણ એકલી નથી.
મારી દીકરી અણમોલ છે.એ જન્મી ત્યારથી એના આગમને અમારું ઘર પ્રસન્ન અને ઉલ્લાસમય બન્યું છે.એ સઘળું એ તમારા દીકરા અને તમારા ઘર પરિવાર માટે પણ કરશે. એ છે જ એવી. પણ એ માટે એનું આજીવન સન્માન કરજો, જેમ હું કરું છું.
છેલ્લે એક વાત સ્પષ્ટ કહી દઉં ...
એને રડાવતા નહીં.
એની આંખમાં આંસુ આવશે
તો આખું જગત રડશે એ યાદ રાખજો.