Mudi no prachin itihaas - 1 in Gujarati Mythological Stories by Aksha books and stories PDF | મુળી નો પ્રાચીન ઈતિહાસ.. - 1

The Author
Featured Books
Categories
Share

મુળી નો પ્રાચીન ઈતિહાસ.. - 1



" પૃથ્વી પરમાર તણી, અને પૃથ્વી તણો પરમાર
એક આબુગઢ બેસણો,દુજી ઉજૈન ધાર"

એક પુરાતન સમય એવો હતો કે પરમારોને પૃથ્વીપતિ કહ્યા છે... જેમની ઉત્પતિ જ અગ્નિ માંથી થયેલી છે. અખંડ ભારતમા એમ કહેવાયું હતું કે પૃથ્વી પરમાર તણી..સમગ્ર રાજપૂતોની ઉત્પતિ આબુ પર્વત પર એક યજ્ઞ કરવા માં આવ્યો, કુલગુરૂ વશિષ્ટજી દ્વારા એટલે પરમારો અગ્નિવંશી કહેવાય છે..પરમાર રાજપૂત વંશની ઉત્પતિનું કાવ્ય....,

" અનલકુંડ ઉત્પત્તિ-વશિષ્ઠ ગૌત્ર લખાણ,
નીલ ધવલ અરુ અશ્વ પવર ત્રણ પ્રમાણ,
એક દંત ગુણપત શાખ મધ્યાદિની સોહવે,
યજુર્વેદ શુભ જાણ ફળદેવ ધાર કહાવત એખ,
આદ્યદેવી અધા ગોરો વૈભવ ત્યું ગણા, મમ્મા દેવી પૂજક મહા શૂરવીર..
મુળી ની સ્થાપના અને ઇતિહાસ...:...
એક સમય એવો આવ્યો સોઢા પરમાર 'લગધીરજી' અને મુંજાજી ના નસીબ જ કંઇક અલગ હતા , પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે ઉપરા છાપરી સતત સાત દુષ્કાળના કારણે પોતાનું વતન પારકર છોડવાનો સમય આવ્યો.તેમનાં જનેતાની સાથે રહીને પારકર છોડ્યું. કુટુંબ રાજતાજ છોડવાનો સમય આવ્યો. બધું જ પલવાર માં બદલાઈ ગયું. એક વહેલી સવારે પારકર રાજ સૂર્ય ભગવાનના દર્શન કરીને ચાલી નીકળ્યા.દિવસ દરમ્યાન ચાલીને રાત પડતાં રોકાઈ ગયા. સવારે સૂર્યનારાયણના દર્શન કરવા સ્નાનાદી પુરી કરીને જાય છે.
માં જોમબાઈ તથા કુંવર લગધીરજી અને મુંજાજી પારકર છોડીને પીલુની જાગીર છોડીને સૌરાષ્ટ્રના પાંચાળ વિસ્તાર માં આવ્યા અહીં આવતાં પહેલા એવી આકાશવાણી થઇ હતી કે સૌરાષ્ટ્રમાં માં તમે જશો ત્યાં તમારા ગાયોના ધણ માંથી એક કવલી ગાય છુટી પડીને માંડવ ડુંગર તરફ જશે ત્યાં આગળ સૂર્ય ભગવાનની મૂર્તિ દટાયેલી પડી છે.તેની પાસે તે ગાય જઇને ઉભી રહેશે અને "પોતાના આંચળ માંથી દુધની ધારાવાડી થી દૂધ નો અભિષેક કરશે, ત્યાં ખોદકામ કરશો એટલે સૂર્ય ભગવાન ની મૂર્તિ નીકળશે. આ વાત ને ધ્યાન માં રાખીને બધા ચાલી નીકળ્યા.
માંડવ ડુંગર હાલ "થાનગઢ" પાસે આવેલો છે.ત્યાં કવલી ગાય છુટી પડીને એક જગ્યાએ જઇને દુધથી અભિષેક કરવા લાગી ત્યાં જઈને ખોદકામ કરતાં ડુંગરમાંથી" સૂર્યભગવાન" આરસ પહાણ ની "સાત ઘોડા" રથે જોડેલાં અને તેમાં બિરાજતા સૂર્ય ભગવાન ની મૂર્તિ મળી આવી.આ અખંડ મુર્તિ ને રથ માં પધરાવવામાં આવી.
ખોદકામ દરમિયાન રાંદલ માં,વિષ્ણું ,પીંગલ દાદા અને બૃહસ્પતિ ની મુર્તિઓ પણ નીકળી. સૂર્ય ભગવાનની મૂર્તિ માંડવ ડુંગરમાંથી નીકળી એટલે બધાં "" શ્રી માંડવરાયજી દાદા"" તરીકે સંબોધન કરવા લાગ્યાં. જે મુળી ચોવીસીના પરમાર રાજપૂતો તથા અન્ય શાખાના જ્ઞાતિઓ બહુ માને છે.
માંડવ ડુંગકર થી પાંચ મુર્તિઓ ને
રથમાં પધરાવી ને ચાલી નીકળ્યા.આગળ જતા ભોગાવો નદી આવી.અહીં આ પરમાર કાફલા નો રથ ઝીણી રેતીમાં ફસાઈ જાય છે, બળદો અબે માણસો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ રથ નીકળતો નથી. અન્ય રથ તથા ગાડા નીકળી જાય છે,, અને દોરડા પણ તુટી જાય છે ત્યાં દેવો ની આકાશવાણી યાદ આવે છે.,પછી રથ ના પૈડાં ને શ્રી ફળ વધેરીને સીંચી ને ધૂપ કરવામાં આવે છે અને રથ ખરબચડી જગ્યા માંથી નીકળી જાય છે.
સૌરાષ્ટ્રમાં આવતા લગધીજી વઢવાણ ના રાજા વિશળદેવ વાઘેલા ને મળવા આવે છે અને એમની પાસે થી જમીન માંગે છે. રાજા વીશળદેવ પણ જમીન આપે છે પણ આ પહેલા એક શરત મૂકે છે કે રોજ શતરંજ રમવા આવવાનું,આ શરત રાજા લગધીરજી માન્ય રાખે છે અને ત્યાં થઈ વિદાય લે છે..., અને શરત પ્રમાણે સાંજે શતરંજ રમવા જાય છે...
લગધીરજી અને મુંજાજી સૌરાષ્ટ્રમાં આવીને સવંત ૧૮૧૫ ની સાલમાં "કારતક સુદ પાંચમ"ના રોજ "ઘાઘડી" ગામ નું તોરણ બાંધીને વાસાવ્યું હતું, અને વાઘેલા વીશળદેવ ની મંજૂરી બાદ મુળી ની સ્થાપના કરી. મુળબાઇ નામ ની ભરવાડના નામ ઉપરથી નવા વસેલાં ગામુ નું નામ "મુળી" રાખવામાં આવ્યું.. જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે..મુળી તાલુકા તરિકે પણ ઓળખાય છે..
લગધીરજી એ કુલ મળી ને ચાર ચોવીશા ની સ્થાપના કરી હતી. આજુ બાજુ ના ૯૬ ગામો જીતી ને ચાર ભાઈઓ ને સરખે ભાગે વહેંચી દીધાં હતાં. લગધીરજી ચાર ચોવીસી તરીકે પ્રખ્યાત થયાં હતાં...
માંડવરાયજી મંદીર:
આ વિશ્વ નું એકમાત્ર મંદિર એવું મંદિર છે ,જ્યાં મંદિર ના શિખર પર મોર આવી ને ટહુકાર કરે છે ત્યારે બાદ જ પરોઢ અને સંઘ્યા ની આરતી થાય છે.. મોર દરેક ઋતુમાં માં એના નિશ્ચિત સમયે આવે જ છે પણ આ રહસ્ય ની હજુ કોઈને ખબર નથી કે મોર ક્યાં થી આવે છે અને ક્યાં જાય છે..
(આ હતો સ્થાપના નો ઇતિહાસ બાકીનું આવતા પ્રકરણ માં))

ક્રમશઃ...