Proposal - 2 in Gujarati Fiction Stories by kamal desai books and stories PDF | પ્રેમ નો પ્રસ્તાવ - 2

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

પ્રેમ નો પ્રસ્તાવ - 2

આ વાત ના બે દિવસ પછી, મીલને ઓફિસ ના કામ માટે બહાર જવાનું થયું. એણે પારુલ ને ફોને કરી આ વાત જણાવીને કહ્યું કે બીજે દિવસે જવા પેહલા એક વાર મળયે.

"મારે કાલે મામા ને ત્યાં જવાનું છે, પછી અથવાડિયા પછી આવીશ, ત્યારે ગોઠવયે."

એ મન મારી ને રહી ગયો. ઓફિસ નું કામ પતાવી એ પાછો આવ્યો, તો એની બહેને કહ્યું કે એના માટે એક છોકરી ની વાત આવી છે. અને બે દિવસ પછી એ લોકો મળવા આવવાના છે. રાત્રે જમવાના સમયે એના પિતાએ વાત શરુ કરી,

"બેટા, તારા માટે એક છોકરી ની વાત આવી છે."

" પપ્પા મેં હજુ એ દિશા માં વિચાર્યું નથી, મને થોડો સમય આપો"

"ભલે ત્યારે, એલોકો પરમ દિવસે આવવાના છે, તું તારે, છોકરી જોય ન પછી તારો નિર્ણય જણાવજે. અમને તો પરિવાર અને છોકરી ગમી ગયા છે, પણ તારી મરજી વગર અમે હા નથી પડી"

જમીને એણે પારુલ ને ફોને કર્યો અને કાલે મળવા કહ્યું. પારુલ નો જવાબ સાંભળી એ હતપ્રદઃ થઇ ગયો.

"મીલન, મારા થી નહિ અવાય, કારણકે, એક દિવસ પછી અમે એક છોકરાને ત્યાં મળવા જવાના છે, અને જો એ હા પાડે તો મારા લગ્ન એની સાથે નક્કી થશે."

"પણ તું તો કેહતી હતી ને તારા ભાઈ ના વિવાહ પછીજ તારા માટે છોકરો જોવાશે"

"તું બહાર ગયો હતો તે સમય માં ભાય નું વેવિશાળ થઇ ગયું અને મારા માટે પણ છોકરો ગમી ગયો, શું થાય હવે."

ગુડ નાઈટ કહી એણે ફોન મૂકી દીધો.

મીલનને હવે પોતાની જાત પર ભયંકર ગુસ્સો આવતો હતો, તે દિવસે પારુલ ને મળ્યો , ત્યારે એને મારે મારા દિલ ની વાત જણાવી દેવી હતી. બબુચક જેવો હું એને કહી નહિ શક્યો ને બાજી બગાડી બેઠો. ત્યાં પારુલને માટે એન માં બાપે છોકરો શોધી કાઢ્યો ન અહીં એને મળવા છોકરી વાળા આવે છે. એને બીજા દિવસે ઓફિસે માં કામ માં મન લાગયુંજ નહિ.

પછી ના દિવસે સવારથી, ઘરમાં રામખાણ મચ્યું હતું, મમ્મી મેહમાન ના સ્વાગત માટે તૈયારી કરી રહી હતી, બહેન એની ટાંગ ખેંચી રહી હતી પ ણ એનુ મન ઉદાસ હતું. બરાબર સાંજે પાંચ વાગે, એક ઇન્નોવા ઘર ની બહાર આવી, એમાં થી એક આધેડ કપલ ઉતર્યું, એની પાછળ એક યુવાન ઉતાર્યો અને પછી એક યુવતી ઉતરી ને ઘર મા પ્રવેશ કર્યો. મીલને નક્કી કરી નાખ્યું કે એ લોકો જાય એટલે એ ના કહી દેશે. અલક માલિક ની વાતો પછી પપ્પા એ કહ્યું, હવે તમે છોકરા છોકરી એકબીજા સાથ જરા વાત કરો અમે વડીલ અમ્મરી રીતે વાતો કર્યે. છોકરી ઉભી થઇ ને મીલન ને કહ્યું

" ચાલો અપણે ઇન્નોવા માં બેસી વાત કરીયે"

મિલનને નવાય લાગી કે આ છોકરી કેવી છે, ઘર માં નહિ ને ગાડી માં બેસી વાત કરવા કહે છે. પપ્પા ના કહેવાથી એ એની સાથે ગયો. ગાડી નો પાછળ નો દરવાજો ખોલી ને મીલન કઈ સમ જે તે પેહલા એને ધક્કો લાગ્યો ને એ અંદર કોઈ ના પર જય પડયો, અને પાછળ થી દરવાજો બંધ થઇ ગયો. મિલાન નો ગુસ્સો સાતમા આકાશે જય ચડયો,

"આ શું મસ્કરી છે, અંદર એક છોકરી ને મળવાનું કહી ગાડી માં લવાય છે અને વાત કરવાની જગ્યા એ આવું બેહુદુ વર્તન કોઈ કરતુ હશે? માફ કરજો હું લગ્ન કરવા તૈયાર નથી."

" એ તો મારા ભાભી હતા, તમારે તો મારી સાથે વિવાહ બંધન થી જોડાવા નું છે." અવાજ સાંભળી મીલન ચોંક્યો,

એણે ઉપર જોયું તો એના માનવા માં ના આવે તે ચેહરો દેખાયો.

"પારુલ તું?"

"હા હું , બોઘારામ , તારા થી તો મને કહેવાયું નહિ, એટલે મેં વિચાર્યું ચાલ ને હું જ તને પૂછી લઉં."

"શું તુ મારી સાથે લગ્ન કરીશ?" અને બન્ને ભેટી પડયા . દરવાજો ખોલી બહાર નીકળ્યા તો આખું ઘર હસતું હતું.

મમ્મી એ કહ્યું," બેટા તને છોકરી ગમતી હતી તો કેવું જોયે ને, આતો પારુલ એના મમ્મી પપ્પા ને લઇ ઘરે આવી ને વાત કરી, ત્યારે અમને ખબર પડી."

"ચાલો બધા ઘરમાં જઇયે ને મોં મીઠું કરીયે."

છોકરી ની જગ્યા એ છોકરો શરમાતો હતો.