ચાંદની રાત ચારે કળાએ ખીલેલ હતી. બે દિલની ધડકન એકસાથે તે અંધારી રાતે અલગ અલગ શહેરમાં અલગ અલગ ઘરની અંદર પથારીમાં સુતા સુતા ધબકી રહી હતી. વાતોનો દોર શરૂ થયો. આજે તે વાતો નહોતી જે રોજ થતી. આજે પ્રેમની વાતો હતી જે પહેલીવાર શરૂ થઈ રહી હતી.
"ખરેખર મને વિશ્વાસ નથી આવતો કે તમે પણ મને...!!પણ હું આજે બહું જ ખુશ છું કે જે ફીલિંગ મને થઈ તે ફીલિંગ તમારા દિલમાં પણ છે." સ્નેહાએ તેમની ખુશી દર્શાવતા શુંભમને મેસેજ કર્યો.
"કોલ કરને વાત કરવી છે મારે." શુંભમે કહયું.
"ના, બધા સાથે સુતા છે. કાલે ઓફિસેથી કરી."
"ઓકે. બોલ...??"
"કંઈ નહીં તમે કહો..?"
"તું કે....."
"કેટલું અજીબ કહેવાય ને અચાનક આપણું મળવું, મને તમારી સાથે વાતો કરવાનું મન થવું, તમને ના પસંદ હોવા છતા પણ મારી સાથે વાતો કરવી. વગર કંઇ વિચારે આપણે કેટલી વાતો કરી ગયા. "
"આ બધી વાતો તારા કારણે જ શકય હતી ને....!બાકી ફરીવાર મારા દિલમાં પ્રેમની લાગણી કયારે પણ જાગી શકે એમ ના હતી. "
"દિલની લાગણી તો અહેસાસથી ધબકે છે. "
"મારા કરતા તો વધારે પ્રેમ ને તું સમજે છે. "
"ના તો. આ બધું તો મે તમારી પાસેથી જ શીખ્યું. આમ તો તમે મને બહું બધું શીખવ્યું. "
"મને તો કંઈ ના મળ્યું શીખવા."
"હા તો મારી પાસે ક્યા કંઈ છે એવું કે હું તમને શિખવી શકું. એક સવાલ પુછું..??"
"હમમ."
"તમે મને કેમ પ્રેમ કરો છો..??"
"ખબર નહીં. પણ તારો પ્રેમ જોઈ મને તારી સાથે પ્રેમ થઈ ગયો. "
"ઓ મતલબ તમે કોપી પેસ્ટ કર્યુ મારું. "
"હવે તારે જે સમજવું હોય તે."
મેસેજની આપલે આમ જ રાતના મોડે સુધી બંનેની ચાલતી રહી. કેટલી વાતો જે ખાલી પ્રેમ બની આવી હતી. દિલની ધડકન અને જિંદગીની રંગત વચ્ચે અહેસાસ બંનેના દિલમાં લાગણી વરસાવી રહયો હતો.
રાતના એક વાગ્યે ગુડનાઈટનો છેલ્લો મેસેજ કરી બંનેએ સુવાની તૈયારી કરી. પણ નિંદર એકબીજાની વાતો લઇ ગઈ હતી. આખી રાત બંને એકબીજાના વિચારોમાં જાગતા રહયા. સ્નેહા આજે વધારે ખુશ હતી. શુંભમના દિલની વાત જાણ્યા પછી તો તે એટલી ખુશ થઈ ગઈ કે જાણે તેમને બધું જ મળી ગયું. અત્યારે ના ઓફિસના વિચારો હતા ના કોઈ બીજા ના. અત્યારે ખાલી શુંભમના વિચારો હતા.
"કાશ શુંભમ આપણે પહેલાંથી એકબીજા સાથે હોત તો આજે આમ બધાથી છુપાઈ ને ફોન પર વાત ના કરવી પડત. આમ ખોખલી પ્રપોઝ પણ ના કરવી પડત. એકબીજાની બાહોમા ખોવાઈ જ્ઇ પ્રેમની મહેફિલ માણી શકત."વિચારો મનમોન જ શુંભમ સાથે વાતોમાં ખોવાઈ રહયા હતા ને સવાર વહેલું થયું.
ઉગતા સૂર્યની રોશની પ્રકાશની સાથે પ્રેમ લઇ ને આવી હતી. સ્નેહા રેગ્યુલર સમય પર ઊભી થઈ ઘરનું કામ પુરુ કરી ઓફીસ પર જવા નિકળી. કલાકો સુધી આજે પહેલીવાર તે પોતાના ચહેરાને આયના સામે ઊભા રહી જોઈ રહી હતી. હંમેશા જ સિપલ લુકમાં રહેતી સ્નેહા આજે શુંભમ માટે તૈયાર થઈ રહી હતી. તે ઓફિસે પહોંચી.
સ્નેહાના અલગ લુકને જોઈ બધાની નજર તેની સામે સ્થિર હતી. બ્લેક ટોપ ને લાઈટ બ્લુ જિન્સ તેના ફિગર પર વધારે ખુબસુરત લાગી રહયું હતું. આમ તો તે આવા લુકમાં ઓફીસ ઘણીવાર આવતી પણ આજે તે થોડિ વધારે રેડી થઈને આવી હતી એટલે નિરાલીએ કેબિનમાં આવતા તરત જ કહયું.
"અરે વાહ, ચહેરા પર નિખાર..!આટલું તે શું ખાસ છે કે મેડમ આજે ઓફિસ પર પોતાની ખુબસુરતી લઇ ને આવ્યા."
"એવું કંઈ નથી હો...!! ને કંઈ આજે પહેલીવાર આવી રીતે નથી આવી. મને મન થાય ત્યારે હું આવું જ છું."
"એમ તો તું આવે જ છે. પણ, આજે તારા ચહેરા પર ખિલેલ લાલીનો રંગ કંઈક બતાવે છે. "
"હમમ, ચલો તે કંઈક તો ગેસ્ટ કર્યું તો હવે એ પણ જાણી જ લે કે આ નિખાર અને આટલી ખુશી કેમ છે. "
"બતાવ યાર જલદી શુંભમે શું કિધું તને...??નિરાલી ખુશ થતા સ્નેહાની વધારે નજીક આવી બેસી ગઈ."
"અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ." થોડા ખામોશ અવાજે સ્નેહાએ કહયું.
"આ્ઈ યુ સિરિયલ કે તે પણ તને લવ કરે છે.....?? "
"મને પણ પહેલાં વિશ્વાસ તો નહોતો આવ્યો પણ એ હકિકત છે કે તે પણ મને.... "
"તો હવે આગળ શું વિચાર્યું...??"
"ખબર નહીં જોઈએ જે થાય તે પછી વિચારીશ."
"તને લાગે છે કે તે તને સાચો લવ કરતો હશે...??" નિરાલીએ પોતાની વાત મુકતા કહયું.
"મારું દિલ તો કહે છે. પછી વધારે મને નથી ખબર તેના વિશે."
"તો જાણવાની કોશિશ કર. જિંદગી ખાલી પ્રેમથી નથી જીવાતી તેમા એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હોવો જરુરી છે. હું તારા વિશ્વાસને તોડવાની કોશિશ નથી કરતી. બસ ખાલી તેના વિશે સમજવાનું કહું છું."
"પણ મારે તેના વિશે જાણવું કંઈ રીતે...??"
"એકવાર પુછી જો તે તારી સાથે સંગાઈ કરવા માગે છે કે નહીં. જો તે તને પ્રેમ કરતો હશે તો હા કહેશે નહીંતર તે વાતને એમ જ ઘુમાવી દેશે."
" પણ યાર આમ સીધું જ સંગાઈનું કંઈ રીતે પુછવું...????મને ડર લાગે છે. કંઈક તે મને હંમેશા માટે તેનાથી દુર ના કરી દેઇ. "
"જો તે તને સાચો લવ કરતો હશે ને તો તે તને કયારે પણ ખોવા નહીં માગે." બંનેની વાતો ચાલતી જ હતી ત્યાં જ તેમની કેબિનમાં બધા આવી ગયા ને નિરાલીએ વાત બંધ કરી દીધી.
નિરાલી તેમની કેબિનમાં જતી રહી ને સ્નેહા તેના કામમા લાગી ગઈ. લંચ ટાઈમ સુધી તે એમ જ વિચારતી રહી. લંચ પુરુ થતા તેમને શુંભમને ફોન કર્યો. શુંભમે તેમનો ફોન ના ઉપાડયો એટલે તેમને બીજી વખત કર્યો. બીજી વખત પણ ના ઉપાડ્યો એટલે તેના ચહેરા પર ખામોશી પથરાઈ ગઈ.
"શું થયું......??નિરાલીએ પુછ્યું.
"હજું પણ તે ના બદલ્યો. એકવાર ફોન ઉપાડીને કહી તો શકે ને કે હું કામમાં છું. મને ખબર જ છે તે બહું બીજી રહે છે પણ આટલું કહેતા કેટલો સમય લાગે...! "
સ્નેહાના ચહેરા પર ખામોશી પથરાઈ ગઈ હતી. જયારે હંમેશા શુંભમ તેમની સાથે આવું કરતો ત્યારે તેમને તકલીફ નહોતી થતી. પણ, આજે તેમને તકલીફ થઈ રહી હતી. તે નિરાલી સામે એ વાત જતાવી ના શકી પણ તે તેમની બેસ્ટ ફેન્ડ હતી તે તેનો ચહેરો જોઈ સમજી શકતી હતી કે તેના મનમાં શું ચાલે છે.
"ટેશન ના લે પ્રેમ એમ જ પુરો નથી થતો. હજું શરૂઆત જ છે તે તડપાવશે પણ ને રડાવશે પણ. "
લંચ ટાઈમ પુરો થતો તે બંને તેમની કેબિનમાં ગઈ. વિચારોથી મન ફરી ભારી થઈ રહયું હતું. એકપળ માટે તેનો વિશ્વાસ ડગમગી રહયો હતો. 'શું તેના માટે મારી સાથે વાત કરવી કોઈ ઈન્પોટન નહીં હોય..!તો મે કયાં તેમને જબરદસ્તી કહી હતી કે તે પણ મને પ્રેમ કરે..!! હું ખુશ હતી એકતરફા પ્રેમમાં, બંને બાજું પ્રેમનો અહેસાસ જગાવી તે શું કામ આટલી તકલીફ આપવા માગતો હશે. " મનના વિચારો એકીસાથે દિલને ખામોશ બનાવી રહયા હતા ને તે બસ વિચારે જતી હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું ખરેખર સ્નેહાના વિચાર પ્રમાણે શુંભમના વિચાર બદલી ગયો હશે...?? શું ખરેખર તેના માટે સ્નેહા ખાલી પ્રેમ જ હશે ઈન્પોટન નહીં...??જો તે તેના માટે ઈન્પોટન ના હોય તો પ્રેમ પણ કેવી રીતે હોય શકે...??શું સ્નેહા તેને સમજવાની કોશિશ કરી શકશે...??શું થશે આગળ હવે તેમની પ્રેમકહાનીનું તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"