રાહુલ - જો આ આખી કોલેજ નું કેમ્પસ છે.. તુ મારી સાથે ચાલ તને બતાઉ .
સેહેર - ok..
બંન્ને જણા કેમ્પસ માં ઘૂમી રહ્યા છે.. રાહુલ કોલેજ વિશે માહિતી આપી રહ્યો છે અને સેહેર બધું ધ્યાનથી સાંભળી રહી છે..
રાહુલ - આ તમારો ક્લાસ છે.. અહીંયા 1st year ના સ્ટુડન્ટસ સ્ટડી કરશે.. સ્ટડી માં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો..
સેહેર - તમને કહી દેવાનું એમ જ ને??
" ના રે.... મને નઈ કેવાનું.."
રાહુલ હસતા હસતા બોલ્યો
" હા હો.. "
સેહેર મોઢું ચડાવી ને બોલી
રાહુલ - મસ્તી કરું છું રે.... મને કઈ દેજે ok??
સેહેર - એક વાત પૂછું??
રાહુલ - હા પૂછ..
સેહેર - તમે ટોપર કેવી રીતે રહો છો દર વખતે??
રાહુલ - લોકો સ્ટડી બુક માં માથું નાખી ને કરે છે અને હું બુકમાં થી બહાર નીકળીને પ્રેક્ટિકલ life માંથી શીખું છું.. .. આખો દિવસ લોડ લઈને ભણવાથી માર્ક્સ જરૂર આવશે પણ knowledge નઈ..
સેહેર :- તમારો favorite subject કયો છે??
રાહુલ :- anatomy
સેહેર :- heard છે કે easy??
રાહુલ:- હાર્ડ છે પણ સ્ટડી કરીશ તો easy લાગશે..
સેહેર - અને.......
રાહુલ - બસ હો બસ question પૂછવાનું કહી ને તું તો interview લેવા બેસી ગઈ....
સેહેર - અરે ના આ last question છે...
રાહુલ -- ok ok પૂછી લે પણ સ્ટડી શિવાય નો હો.. મને કંટાળો આવે છે..
સેહેર - મને ઘરે જતાં લિફ્ટ મળશે?
રાહુલ - તું અને લિફ્ટ માગે છે!!! એ પણ મારા જોડે!!! સાચે??? સવારે તો મારા પર ગુસ્સો કર્યો તો...
સેહેર - મને શું ખબર તમે અમારા super senior છો....
રાહુલ - એટલે help કરવા માટે super senior થાઉં જરૂરી છે એમ ને?
સેહેર - મેં આવું તો નઈ કહ્યું ને?? (માથું નીચું કરીને )
રાહુલ - કેમ? મારી લિફ્ટ પણ.??
સેહેર - મારું કોલેજ માં કોઈ ફ્રેન્ડ નથી અને મારી એક ફ્રેન્ડ હતી એ પહેલેથી જ ઘરે જતી રહી છે.. મારો રાજકુમાર રસ્તામાં પડ્યો છે બંધ..
રાહુલ - રાજકુમાર??
સેહેર - અરે મારુ એકટીવા.. એનું નામ રાજકુમાર..
રાહુલ - ઓહ તું પણ અજીબ અને તારું એકટીવા પણ અજીબ..
સેહેર - લિફ્ટ ના આપવી હોય તો ના પાડી દો... આમ મારા એકટીવા પર ગુસ્સો ના નીકાળો હો..
રાહુલ - ok ok sorry sorry હું લિફ્ટ આપીશ ચાલ.. ( ખિસ્સા માંથી મોબાઇલ નીકળે છે ) Hello.. ચેતન.....
ચેતન - Hello સર..
રાહુલ - ક્યાં છે...?
ચેતન - ક્યાં હોય ભાઈ.. બસ પેટ્રોલ પંપ પર બેઠો છું..
રાહુલ - રાજકોટ આવવાના હાઈવે પર મારી એક ફ્રેન્ડ નું એકટીવા બંધ પડ્યું છે.. એમાં પેટ્રોલ ની જરૂર પડશે.. તું ત્યાં પહોંચ હું આવું છું...
ચેતન - ઠીક છે.... બાય..
સેહેર - તમે મને ફ્રેન્ડ કહ્યું..!!
રાહુલ -અરે તારી પ્રૉબ્લેમ શુ છે યાર.. ફ્રેન્ડ પણ ના કહું..!
સેહેર - નાના ફ્રેન્ડ કઈ શકે છે મેં જસ્ટ પૂછ્યું.. and આ ચેતન કોણ છે?
રાહુલ - મારો ફ્રેન્ડ છે એનો પેટ્રોલપંપ છે હાઈવે પર એ ત્યાં આવશે પેટ્રોલ લઈને.. આપડે ત્યાં પહોંચીએ.. તારા રાજકુમાર ની પેટ્રોલ ની તરસ છીપાવીએ
સેહેર -ફરી તમે એની મજાક ઉડાડી હો..
રાહુલ - મજાક અને હું ઉડાડું એમ?? એ પણ તારા રાજકુમાર ની... એટલી હિંમત નથી હો મારા માં..
સેહેર - હા તો.. ઠીક છે.....
રાહુલ - ચાલો જઈએ..?
સેહેર - હા જરૂર..
બંને કોલેજ ના પાર્કિંગમાં જાય છે અને રાહુલ ગાડીનો દરવાજો ખોલે છે.. સેહેર ને કાર માં બેસાડી ને દરવાજો બંદ કરીને પોતે ડ્રાઈવર સીટ પર બેસે છે..
- બંને રાજકોટ ના બજાર માંથી કાર માં બેસી ને નીકળી રહ્યા છે.. 1st time રાજકોટનું બજાર સેહેર એ જોયું છે.. એની ઈચ્છા થઈ ગઈ છે કે હાલ નીચે ઉતરું અને માર્કેટ માં ફરી લઉં પણ હાલ એ શક્ય નથી.. ધીમે ધીમે ગાડી રાજકોટના બહાર ના હાઈવે પર ચાલે છે.. ધીમે ધીમે ગાડી બંધ પડેલા રાજકુમાર બાજુ આગળ વધી રહી છે.... સેહેર બસ સાઈડ માં કાચમાં રહી બહારના નજારા નો અહેસાસ કરી રહી છે.. અને રાહુલ એને જોઈને smile આપે છે કે આટલી અકડું છોકરી આટલી શાંત પણ હોઈ શકે..
રાહુલ - કાલે કોલેજ વહેલા આવજે..
સેહેર - પણ મારી કોલેજ તો ૧૦ વાગે શરૂ થાય છે..
રાહુલ - કહ્યું એટલું કર.. કાલે ૯ વાગે કોલેજ માં જોઈએ..
સેહેર - પણ..
રાહુલ - super senior ની વાત માનવી પડે હો... આવી જજે..
સેહેર. - પણ ૯ વાગે.....
રાહુલ - તને question પર question કરવાની આદત છે કે બીમારી??
સેહેર - ok આવી જઈશ..
રાહુલ - આમ માની જતી હોય તો આટલી બહેસજ ના થાય..
સેહેર - હા હો......... દેખો પેલો રહ્યો મારો રાજકુમાર...
બંને જણા ગાડી માંથી ઉતરે છે એટલા માં ચેતન પણ કાર લઈને ત્યાં પહોંચે છે અને રાહુલ ને પેટ્રોલ ની બોટલ આપે છે. રાહુલ સેહેર જોડેથી એકટીવા ની ચાવી લઈ એમાં પેટ્રોલ ભરે છે અને જોત જોતામાં એકટીવા ચાલુ થઈ જાય છે..
સેહેર - કાલે ૯ વાગે છે શું એ કહી દો ને પ્લીઝ...
રાહુલ - અરે અજીબ છોકરી છે તું યાર.. કહ્યું ને તુ આવી જજે.. કામ છે તારું..
સેહેર ok આવી જઈશ..
રાહુલ - ok ધ્યાન થી ઘરે જજે ચલ byy..
સેહેર - ok by.....
સેહેર એકટીવા પર બેસે છે અને રાહુલ ગાડી તરફ આગળ વધે છે ... પાછળથી રાહુલ ને સેહેર નો અવાજ સંભળાય છે અને પાછળ ફરે છે..
સેહેર - રાહુલ સર.....
રાહુલ - રાહુલ કહી શકે હા તુ....
સેહેર - એક વાત કેવી હતી...
રાહુલ - જો હવે તે પૂછ્યું ને કે ૯ વાગે કેમ બોલાવી છે કોલેજ માં તને તો સાચ્ચે તું ગઈ હા.....
સેહેર.. - અરે વાત તો સાંભળો...
રાહુલ - હા બોલ ને..
સેહેર - thanks for help..
રાહુલ - ઓહો.. મેડમ thanks પણ બોલી શકે છે એમ !!
સેહેર. - હા જ તો.. કહેવું પડે તમે હેલ્પ કરી છે તો...
રાહુલ - it's OK ચલ જા તું હવે લેટ થયું છે.. કાલે મળીયે..
સેહેર - હા.. ચલો Byy take care..
સેહેર એના રૂમ તરફ અને રાહુલ એના ઘર તરફ આગળ વધ્યો..
રાત ના ૯ વાગ્યા છે.... સેહેર માટે બધા દિવસ કરતા આ દિવસ બહુ જ અલગ હતો.. અને યાદગાર પણ.. કારણકે આજે એનું સપનું સાકાર થઈ ગયું છે.. અને બીજી બાજુ રાહુલે એના એના રૂમમાં બેઠો બેઠો સેહેર વિશે જ વિચારી રહ્યો છે... કેવી અજીબ છોકરી છે.. આમ શાંત પણ એકદમ ચંચળ.. બસ એની યાદમાં જ રાહુલ ખોવાયેલો છે.. અને જોતજોતામાં એ સુઈ જાય છે...
બીજા દિવસે સવારે..
રાહુલ એની કાર ના આગળ ના ભાગ માં બેઠેલો છે અને એની ગાડી કોલેજ ના પાર્કિંગમાં ઉભી છે.. એ વારેઘડીએ એના મોબાઈલ માં time જોઈ રહ્યો છે.. હા.. ચોક્કસ એ સેહેર ના આવવાનો wait કરે છે.. સમય પસાર થઈ રહ્યો છે.. મોબાઈલ માં ૯ વાગી ગયા છે.. અને હવે રાહુલ નો ગુસ્સો અલગ જ લેવલ પર છે.. પણ અચાનક જ એના સામે સેહેર આવીને ઉભી થઇ જાય છે..
સેહેર - hello Dr.
.
રાહુલ - ઓહો time પર આવ્યા તમે ...
સેહેર - હા જ તો.. સેહેર ક્યારે late ના હોય..
રાહુલ - 19sec મોડી છે તુ...
સેહેર - ઓહ hello.. બસ હા બસ..
રાહુલ - ચલ મારા જોડે તને punishment આપવાની છે તુ ચલ....
સેહેર - પણ કેમ ??
રાહુલ - તુ ચલ મારા જોડે બોલ્યા વગર નહિ તો વધારે punishment મળશે..
સેહેર - મેં કાઈ નથી કર્યું પણ... ( રડવા જેવી થઈ જાય છે )
રાહુલ- ચલ ચૂપ ચાપ...
બંને જણા કોલેજ ના બીજા માળે એક રૂમમાં જાય છે ત્યાં કોઈજ છે નહીં.. સેહેર ને હવે રાહુલ થી ડર લાગવા લાગ્યો છે.. સેહેર અચકાવા લાગી છે અને રાહુલ સેહેર ને.....................!!!!!!!!!