*અજબ બદલાવ* વાર્તા.... ૧૩-૪-૨૦૨૦
આજનાં આધુનિક યુગમાં સાચાં સંબંધો તો મુશ્કેલી માં જ બને છે... અને જલસા હોય ત્યારે તો જગત આખું બાજુમાં જ હોય છે...
જ્યાં શ્વાસો ના સરવાળાએ જિંદગીના ય હિસાબ કરી નાખ્યાં, શેષ લાગણી પડી રહી ને દાખલા બેહિસાબ કરી નાખ્યાં...
અમદાવાદ ના એક જાણીતા વિસ્તારમાં રહેતા મમતા બેન...
નામ પ્રમાણે જ માયાળુ અને પ્રેમાળ હતાં..
નાની ઉંમરે વિધવા થયેલા... એક જ દિકરો હતો સુનીલ...
સુનીલ પાંચ વર્ષનો જ હતો જ્યારે એનાં પિતા નું આકસ્મિક મૃત્યુ થયું હતું ત્યારે...
મમતા બેને ને એક આધાર હતો કે રો હાઉસ પોતાનું હતું ...
મમતા બેને ઘરે ખાખરા અને નાસ્તો બનાવી ને ઘરે ઘરે ફરીને વેચાણ કર્યું....
એટલે ઓર્ડરો મળવા લાગ્યા... મમતા બેન સુનીલ ને ભણવા મૂક્યો અને ઘરથી નજીક માં એક ભાડાં ની દૂકાન લીધી ...
ખુબ મહેનત કરી ને પણ સુનીલ ની પરવરીશ માં મમતા બેન કોઈ કચાશ રાખતા નહીં...
આખાં એરિયામાં મમતા બેન નાં ખાખરા અને નાસ્તાના વખાણ થવા લાગ્યા અને ઘરાકી પણ વધવા લાગી..
મમતા બેને ખાખરા બનાવવા બે બહેનો રાખી..
ધીમે ધીમે કામ વધી ગયું એટલે મમતા બેને પોતાની દૂકાન ખરીદી અને કામ કરવાં માટે સ્ટાફ પણ રાખ્યો..
આ બાજુ સુનીલ નું ગ્રેજ્યુએશન પૂરું થયું અને એને ગાંધીનગર ની એક મોટી કંપની માં નોકરી મળી...
નોકરી કરવા રોજ બાઈક લઈને જતો આવતો..
ત્યાં કંપની માં સાથે કામ કરતી માધવી સાથે પ્રેમ થઈ ગયો..
રોજ બરોજ બહાર મળતાં એટલે સુનિલ ઘરે મોડો આવતો...
મમતા બેન પૂછે તો કેહતો કે કંપની માં કામ બહુ હતું...
માધવી એ શર્ત મુકી કે લગ્ન પછી આપણે જુદા રહીશું..
સુનીલ કહે છ મહિના પછી કોઈ સજ્જડ બહાનું ધરીને નિકળી જઈશું...
આમ પ્લાનિંગ કરી ને સુનિલે ઘરમાં વાત કરી કે મમ્મી હું માધવી ને પ્રેમ કરું છું..
મમતા બેન તો ખૂબ જ ખુશ થઈ ગયા એમણે માધવી ને મળવા બોલાવી અને આશીર્વાદ આપ્યા...
થોડાં જ સમયમાં સુનીલ અને માધવીનાં લગ્ન થઈ ગયાં..
મમતા બેન તો ખૂબ ખૂબ ખુશ થયાં...
માધવી અને સુનીલ નોકરી એ સાથે જતાં તો મમતા બેન જ ઘર સંભાળતા અને સાચવતાં ...
માધવીને રસોઈ ની પણ ચિંતા ના કરવી પડે પણ માધવી અને સુનીલ જમી ને પોતાના રૂમમાં જતાં રહેતાં...
મમતા બેન એકલાં એકલાં બેસીને પ્રભુ સ્મરણ કરતાં..
માધવીના આવ્યા પછી બહું મોટો ખાખરા નો ઓર્ડર મળ્યો
એટલે મમતા બેને માધવીને સોનું લઈ આપ્યું....
કે લક્ષ્મી રૂપ ધરીને આવી અને ધંધો વધ્યો તો આ મારાં તરફથી ગિફ્ટ...
આમ કરતાં છ મહિના પસાર થઈ ગયા...
હવે માધવી એ સુનિલ ને કહ્યું કે જુદા રહેવા ક્યારે જવું છે..
સુનીલ કહે હજુ છ મહિના નિકળી જવા દે હું મકાન ની તપાસ માં છું અને થોડું બેન્ક બેલેન્સ હોય તો આપણને તકલીફ નાં પડે..
આમ રોજ મમતા બેન ધંધો અને ઘર સંભાળતા પણ ના કોઈ ફરિયાદ કરી કે ના કોઈ માગણી છોકરા પાસે કરી.. ધંધામાં જ્યારે જ્યારે વધુ ફાયદો થતો મમતા બેન સુનીલ અને માધવી ને કંઈ ને કંઈ ભેટ સોગાદ આપતા..
એક વર્ષ થયું અને માધવી ને સારા દિવસો રહ્યા એટલે એ લોકો એ નક્કી કર્યું કે આવનારુ બાળક એક વર્ષ નું થાય ત્યાં સુધી અહીં જ રોકાઈ જવું જેથી આપણને કોઈ તકલીફ નાં પડે અને બાળક મોટું પણ થઈ જાય..
મમતા બેને આ જાણ્યું કે ઘરમાં એક નવાં મહેમાન આવવાના છે એમણે દાન ધર્મદા અને પૂજા પાઠ ચાલું કર્યા અને માધવીને સોનીને ત્યાં લઈ જઈ ને એક નેકલેશ અપાવ્યો..
ઘરમાં ખુશીઓ નો માહોલ છવાઈ ગયો..
દિવસો પૂરાં થતાં માધવીએ એક દિકરી ને જન્મ આપ્યો..
મમતા બેન ની ખુશી નો પાર ના રહ્યો એમણે આખા વિસ્તારમાં અને સગાંવહાલાં અને દુકાનમાં કામગીરી કરતા કારીગરો ને પણ મિઠાઈ નો ડબ્બો ગિફ્ટ આપ્યો...
દિકરી નું નામ વૈભવી પાડ્યું...
વૈભવી ને છ મહિના ની મૂકીને માધવી નોકરી એ લાગી ગઈ..
મમતા બેન વૈભવી ની સાર સંભાળ રાખતાં અને સારી રીતે પરવરીશ કરતાં...
આમ કરતાં વૈભવી એક વર્ષ ની થઈ...
મમતા બેને બર્થ-ડે પાર્ટી નું આયોજન કરીને ધામધૂમથી ઉજવણી કરી...
અને એક સપ્તાહ પછી મમતા બેન ને ગળાં માં ખુબ દુખાવો ઉપડ્યો અને તાવ પણ આવ્યો ..
ફેમિલી ડોક્ટરને બતાવી આવ્યા અને દવા ચાલુ કરી પણ કોઈ ફરક ના પડ્યો...
મમતા બેન તો પણ ઘરનું કામકાજ, વૈભવી ની સારસંભાળ અને ધંધો સંભાળતા પણ માધવી એ રજા લઈ ને મમતા બેન ને આરામ ના અપાવ્યો...
દિન પ્રતિદિન મમતા બેન ની તબિયત બગડતાં એમને મોટા ડોક્ટર ને બતાવ્યું...
અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરાવ્યા અને અંતે નિદાન થયું કે મમતા બેન ને ગળાં નું કેન્સર થયું છે...
મમતા બેન આ સાંભળીને થોડીવાર સ્તબ્ધ થઈ ગયા પછી પોતાની જાતને સંભાળી લીધી..
ઘરે આવી ને આરામ કર્યો...
સાંજે સુનીલ અને માધવી આવ્યા એમને રીપોર્ટ બતાવ્યા અને ડોક્ટરે કહ્યું હતું એ કહ્યું...
અને મમતા બેન કહે મારે કોઈ ઓપરેશન કરાવવું નથી..
જેટલું જીવાશે એટલું જીવીશ...
સુનીલ અને માધવી આ સાંભળીને વિચાર માં પડ્યા...
ઉપર રૂમમાં જઈને બન્ને ને દિલથી સાચો પસ્તાવો થયો કે..
આપણે આપણા જ સુખનો વિચાર કર્યો પણ મા નું ધ્યાન રાખ્યું નહીં...
મમ્મી ને હવે ખુબ ફેરવીશું અને સમય પણ આપીશું...
એ માટે સુનીલ અને માધવી નાની વૈભવી ને લઈને એક જાણીતા પ્રખ્યાત જ્યોતિષ પાસે ગયા અને કહ્યું કે અમે ઘણી બધી ભૂલો કરી છે બસ એવો ચમત્કાર કરી આપો કે એક વર્ષ વધુ જીવે મારી મમ્મી તો એની નાનામાં નાની ઈચ્છા પૂરી કરીએ... એને દેશપરદેશ ફેરવીએ... એને ખુબ સુખ આપીએ...
મારી મમ્મીએ તો પરવરીશ માં કોઈ કમી નહોતી રાખી પણ મને સમજણો થયો ત્યારથી એનું ખાખરા વેચવાનું પસંદ નહોતું એટલે હું એનાથી દૂર જ રહ્યો.
ક્યારેય મમ્મી પાસે બેસીને મેં વાત નથી કરી ..
મારો જ નિર્ણય હતો એનાથી દૂર જવાનો અને એમાં માધવીનો સાથ મળ્યો એટલે હું મારા મમ્મી ની પરવરિશ ની કિંમત સમજી શક્યો જ નહીં જ્યારે આપણી જ ભૂલ હોય છે, ત્યારે સામા પક્ષે શુ માઠી અસર થાય એ અનુભવતી નથી.. હવે અમે એની લાગણીઓ ને સમજ્યા છીએ... તમારુ બહું જ નામ સાંભળીને આવ્યા છીએ... કંઈક ઉપાય બતાવો.. અમે એની સાથે બેસીને ખુબ વાતો કરીએ એને સમય આપી ને હૂંફ આપીએ...
અને એ લોકો રડી પડ્યા....
ભાવના ભટ્ટ અમદાવાદ....