જિંદગીમાં એક-બે એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસે દિલની કિતાબ ખુલ્લી મૂકી શકાય.બધી વાત બધાને કહેવામાં પણ સરવાળે આપણે આપણું ગૌરવ ગુમાવતા હોઈએ છીએ.પણ આ તો તારા પ્રેમની વાત છે અનુપમ એ તારે જ ઉકેલ વાની છે અને તારે નંદિતાને કહેવું જ પડશે કે હું પલવીને પ્રેમ કરું છું.
**********************************
આ બધો ભાર સાથે રાખીને ફરવાની મારે શું જરૂર છે. અમુક ભાર જિંદગીમાં ખંખેરવો પડે છે.અમુક વાતો ભૂલવી પડે છે.હળવા ન થઈએ તો હળવાશ લાગવાની જ નથી.માટે તારે કોઈ પણ સંજોગોમાં નંદિતાને વાત કરવી જ પડશે.જે આજ થવાનું છે તે આવતી કાલે પણ થશે.
શું અનુપમ તું વિચારી રહ્યો છે?
કઈ નહિ પલવી બસ એમ જ,ચાલ હવે મોડું થઈ ગયું છે.હું તને તારા ઘરે મૂકી જાવ.થોડીજવારમાં પલવીનું ઘર આવી ગયું.થેક્સ પલવી..!!શા માટે થેકસ?આ લેપટોપની ગિફ્ટ માટે...!!ઓહ..!!!બાય કાલે સવારે મળીયે મેડીકોલ કોલસેન્ટર પર.
ઓકે પલવી..!!
હાય,માનસી શું કરી રહી છે?બસ તારી યાદોમાં જ ખોવાયેલી હતી કે તું કયારે મારી સાથે લગ્ન કરે.અને કયારે હું તારી સાથે રહેવા માટે તારા ઘરે આવું.કેમ આજ અડધી રાત્રે મને ફોન કરવાનું મન થયું.
બસ એ મ જ..!પણ સપનાં તો બોવ મોટા જોય રહી છે તું..!!કેમ ન જોવ મારી સાથે લગ્ન કરનાર માણસ એટલો અમીર છે તો મારે સપના શા માટે ન જોવા.
આજ મેં પાયલ સાથે છૂટાછેડા લઇ લીધા..!!
તું મારી સાથે અડધી રાત્રે મજાક ન કર.આમ પણ મને નિંદર નથી આવી રહી અને ઉપરથી તું મને મજાક બનાવી રહ્યો છે.
નહિ માનસી હું મજાક નથી કરી રહયો.સાચે જ મેં પાયલ સાથે આજે છૂટાછેડા લઇ લીધા.વાહ વિશાલ તારા મોં માં ઘી ગોળ.બસ હવે આપણે ટૂંક સમયમાં લગ્ન પણ કરી લેશું.આજ તારે ખુશ થવું જોઈએ.
હા,વિશાલ આજ હું ખુશ છું.હું મારા બેડ પર ઉભી થઈને વાત કરી રહી છું.બસ થોડો જ દિવસમાં તારા બંગલામાં તારી બાહોમાં હું લપેટાયને સૂતી હશ.મારુ સપનું હતું તે આજ સાકાર થયું.
સાંભળ માનસી હું કાલે ત્રણ દિવસ માટે બેંગ્લોર જઈ રહ્યો છું,મારી ડિલ જે લોકો સાથે થઇ હતી તેમણે મારી સાથે બિઝનેસ કરવાનું બંધ કરી દિધું છે.માટે તેમને રૂબરૂ મળી તેમની સાથે મારે ફરી ડિલ કરવી છે.હું ત્રણ દિવસ પછી આવીશ ત્યાં સુધીમાં તું આપણા બંનેના લગ્નની તૈયારી શરૂ કરી દે.તારે જે પણ ખરીદી કરવી હોઈ તે લઇ લે.હું તારા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી આપું છું.
ઓકે વિશાલ..!!!
આજ માનસી ખુશ હતી.તે મનોમન ધવલને કહી રહી હતી કે તું મને કહી રહ્યો હતો કે વિશાલ તને રમાડી રહ્યો છે,નહીં ધવલ વિશાલ મને સાચે જ પ્રેમ કરતો હતો,અને ત્રણ દિવસ પછી તે મારી સાથે લગ્ન પણ કરી રહયો છે.તે કાલ સવારે જ મેડીકોલ કોલસેન્ટર પર જઇને આ વાત ધવલને કહેવા માંગતી હતી.માનસી આ જ સમયની રાહ જોઈ રહી હતી.
ઓય નંદિતા..!!રાત્રીના બે વાગી ગયા હતા.પાછળના દરવાજેથી નંદિતા આવી અને અનુપમના મોં માંથી ઓય નંદિતા..!!! શબ્દ નીકળી ગયો.હજુ પણ તને પાછળનો દરવાજો યાદ છે?હું મારી જિંદગીનું બધું ભૂલી જાવ પણ આ ઇશ્કના દરવાજા કેમ ભુલાય.
પણ આ અડધી રાત્રે મને મળવા શા માટે આવી?
સરપ્રાઈઝ..!!હજુ પણ મારામાં એ જ ઉત્સાહ અને એ જ જોશ છે,હજુ પણ તારી તડપ મને એટલી જ છે.તને બતાવા માટે હું અહી આવી છું.કેનેડાથી આવી એ પછી મને તારી બાહોમાં રમવાનું મન થતું હતું.તે તો મને બોલાવી નહિ,પણ હું આવી ગઇ.
વાહ..!!તે અનુપમની થોડી નજીક આવી.અનુપમે ઉભા થઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો.ફરી તેની નજીક આવી બેસી ગયો.કેમ હું અહી આવી તને બીક લાગી રહી છે?
લાગે જ ને..!!અચાનક ઉપરથી મોટી ઉલ્કા ટપકી પડે તો કયારેક નીચે પુથ્વી પર આગ પણ લાગે.પણ એ આગ લાગે તે પહેલા દરવાજો બંધ કરી પાણી નાંખી દીધું.હવે તારા દિલમાં અને મારા દિલમાં ભલે ગમે તેટલી આગ લાગતી.
અનુપમને ધક્કો મારી નંદિતા અનુપમ પર આવી ગઇ.
તેના હોઠ પાસે હોઠ લાવીને બોલી આગ તો ઘણા સમયથી લગાવી હતી પણ એ આગને બુઝાવા વાળો પણ કોઈ હોવો જોઈએ ને?આગ કેનેડા લાગે અને બુઝાવા વાળો મુંબઈ હોઈ તો કેમ કરી બુઝાવી?
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup