પગરવ
પ્રકરણ – ૩૩
સુહાની : " અંકલ આ અવાજ ધ્યાનથી સાંભળજો...કોનો છે ..."
અવાજ આવ્યો, " પરમ તું મારી પંક્તિની પાછળ શું કામ પડ્યો છે ?? એ મારી પત્ની છે...અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ..."
પરમ : " મને એનાંથી કોઈ ફેર નથી પડતો...મને તો પંક્તિ ગમી ગઈ છે એટલે વાત પૂરી... હું મને ગમતી વસ્તુ કોઈ પણ રીતે મેળવીને રહું છું..."
ફરીથી સામેવાળી વ્યક્તિનો અવાજ આવ્યો, " પ્લીઝ...તારે મને જે કરવું હોય તે પંક્તિને કંઈ પણ કરીશ નહીં...એ અત્યારે પ્રેગનેન્ટ છે... અમારાં બાળકની માતા બનવાની છે..."
જે.કે.પંડ્યા : " આ તો સમીરનો અવાજ છે મારાં દીકરાનો..." એમનાં પત્ની પણ ભાવુક થઈને રડી પડ્યા.
ફરીથી સુહાનીએ રેકોર્ડિંગ ચાલું કર્યું.....
પરમ : " તારી પાસે બે વિકલ્પ છે... કાંતો તું એને કોઈ પણ રીતે ડિવોર્સ આપીને મારી નજીક એને લાવી દે....અથવા પછી હું જ તમને બંનેને દૂર કરી દઈશ...!! "
સમીર : " પરમ નહીં આવું શક્ય નથી !! નથી !! ને ત્યાં જ પરમ, " ફરીથી કદાચ નહીં મળીએ બાય ફોરેવર..."ને પછી અવાજ અવાજ બંધ થઈ ગયો.
જે.કે.પંડ્યા અત્યારે જાણે સંપૂર્ણ રીતે અસ્વસ્થ બની ગયાં હોય એવું લાગ્યું. સુહાની બોલી, " અંકલ આન્ટી સોરી હું તમને દુઃખી કરવાં નહોતી ઈચ્છતી...પણ આ તો આજે અનાયાસે સવારે પરમ મારી ઓફિસમાં હું આવી ત્યારે પ્રેઝન્ટેશન માટે કહેવા આવ્યો હતો. એ સમયે એ ઉભો થવાં ગયો ત્યારે એનાં ખિસ્સામાંથી એક પેનડ્રાઈવ પડી હતી. એ લેતી સમયે કદાચ નાનકડી ચીટ જાણ બહાર નીકળી ગઈ હતી એ ઓફિસમાંથી નીકળતાં મારાં હાથમાં આવી.
મને કંઈ શંકાસ્પદ લાગતાં મેં તરત જ ત્યાં પીસીમાં સ્ટાર્ટ કરી... થોડું સાંભળીને મને આ ત્યાં સાંભળવું યોગ્ય ન લાગતાં હું એ લઈને ઘરે આવી ગઈ. અને કદાચ હું ઘણાં દિવસથી તમારી સાથે વાત કરવા માટે યોગ્ય સમય શોધતી હતી...પણ ન એવું સેટ ન થયું ને અનાયાસે આજે કંપનીની બહાર નીકળતાં આપણી મુલાકાત થઈ ગઈ. આમ તો હું કોઈની પણ ગાડીમાં જતી નથી આ રીતે..ગમે તેટલું મોડું થાય પણ આ ઘટનાને કારણે મેં તમને ના પણ ના કહી...!!
મિસીસ પંડ્યા : " આમાં કોઈ તારીખ કે મહિનો બતાવે છે ??"
સુહાની : " હા...૨૫ નવેમ્બર, ૨૦૧૮ "
જે.કે.પંડ્યા : " શું ?? આ તો એજ દિવસ છે જે દિવસે રાત્રે સમીરને હાર્ટએટેક આવ્યો હતો... મતલબ કે એ દિવસે આ બન્યાં પછી ટેન્શનમાં તો હશે જ...એણે પંક્તિનાં પ્રેગ્નન્સીનાં છેલ્લાં દિવસો જતાં હોવાથી એણે પંક્તિને પણ કંઈ કહ્યું નહીં...અને કદાચ અમે ચિંતા કરીએ એટલે અમને પણ ન કહ્યું...ને એ પોતે ચિંતામાં જ કદાચ જીવ ગુમાવી બેઠો..." કહેતાં જ મિસ્ટર એન્ડ મિસીસ પંડ્યા બેય રડી પડ્યાં. "
સુહાની પોતે રસોડામાં જઈને પાણી લઈ આવી અને બંનેને પાણી આપ્યું. પછી બોલી, " સોરી મારો ઈરાદો તમને દુઃખી કરવાનો નહોતો..."
જે.કે.પંડ્યા : " કંઈ નહીં બોલ બેટા...અમે તને મદદ કરી શકીએ ?? "
સુહાની : " પણ તો પછી શું થયું ?? "
થોડાં સમય પછી એક દિવસ પરમે મને સામેથી બોલાવીને મારી પાસે પંક્તિનો હાથ માગ્યો. એ વખતે એ નવો નવો હતો આ કંપનીમાં મને એનાં વિશે એટલી જાણ પણ નહોતી. પણ વિનોદ અગ્રવાલ જેવાં ઉમદા વ્યક્તિનો ભાણિયો હોવાથી મેં વિચાર્યું કે સારું પંક્તિ હા કહી દે તો એનું જીવન સુધરી જાય. પણ એણે સ્પષ્ટ કહ્યું કે," એ એને એની દીકરી સાથે નહીં સ્વીકારે."
મેં પંક્તિને આ વાત કરી. પણ એ સમયે એની દીકરી ન્યાસા પણ હોવાથી એણે બીજાં લગ્નની ના કહી. એનાં પિયરમાં પણ પરિવારમાં એનાં માતાપિતા નાનપણમાં એને અને એનાં નાના ભાઈને મુકીને સ્વર્ગે સિધાવ્યા હતાં એનાં કાકાએ જ એને ઉછેરીને મોટી કરી હતી. એટલે એ પિયર જવાનું તો વિચારી જ નહોતી શકતી. મારાં ઘરે પૈસાની કોઈ કમી નહોતી. પણ આવી જુવાનજોધ દીકરી જેવી વહું અને નાનકડી પૌત્રીને જીવનભર કેવી રીતે આમ રાખી શકીએ... એનું આખું ભવિષ્ય એની આગળ હતું....!!
પછી બહું સમજાવ્યા બાદ એણે હા પાડી. પણ જો એ ન્યાસા સાથે પંક્તિને સ્વીકારે તો જ...કારણ કે નાનપણમાં માતા-પિતા ગુમાવી ચૂકેલી પંક્તિ પોતાની દીકરીનાં જીવનમાં એવી સ્થિતિ સર્જાય એવું એ જરાં પણ ઈચ્છતી નહોતી. એ પણ એની જગ્યાએ સાચી હતી.
મેં આ વાત પરમને આ બધી વાત કરી. પણ પરમ પોતાની વાત પર અટલ રહ્યો. એ ન માન્યો. પણ એ તો પોતાની અસલી ઓકાત પર આવી ગયો ને , " બોલ્યો હું જોઈ લઈશ કે એ મને ના કહીને કેવી રીતે ખુશ રહે છે..."
મને તો ચિંતા થવાં લાગી. આ વાત અમે પંક્તિને ના કહી. પણ અમે છેલ્લાં ઉપાય રૂપે વિનોદ અગ્રવાલને પણ બધી વાત કરી. એમણે પણ પરમને સમજાવ્યો પણ એ ના જ માન્યો. પછી થોડો સમય વીતતો ગયો. એ કંપનીની સીઈઓની પોસ્ટ પર આવ્યો. વિનોદ અગ્રવાલ બેંગલોરની કંપની સંભાળવા લાગ્યાં અહીંનું બધું જ પરમના હાથમાં આવી ગયું...
થોડો સમય બાદ એક સારી જગ્યાએથી પંક્તિનું માગું આવ્યું. એણે ન્યાસા સાથે પંક્તિને સ્વીકારવાની સંમતિ આપતાં અમે એને બીજે પરણાવી દીધી. અમે તો પરમની આ વાતને ભૂલી ગયાં હતાં. પણ એનાં મનમાંથી કદાચ એ ગયું નહોતું. એણે એ પછી પંક્તિને કદી હેરાન ન કરી પણ એણે એક દિવસ બધું નક્કી કરીને મને હું કામ નથી સંભાળી શકતો એ બહાનાં હેઠળ મને મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પરથી આસિસ્ટન્ટ મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર મૂકી દીધો. અને મારી જગ્યાએ સમર્થ પંડ્યાને લાવવાનું નક્કી કર્યું હતું...પણ એ પણ છેલ્લાં સમયે રાતોરાત બધું બદલાઈ ગયું અને અવિનાશ બક્ષીને મારી પોસ્ટ પર લાવી દેવાયો. પણ આ ઉંમરે હવે ક્યાં જવું એ વિચારીને મેં આ કંપની છોડી નહીં..."
સુહાની : " અવિનાશ બક્ષી પહેલાં ક્યા ડિપાર્ટમેન્ટમાં હતો ?? "
જે.કે.પંડ્યા : " એ તો કોઈ બીજી નાની કંપનીમાંથી ડાયરેક્ટ આ પોસ્ટ પર આવ્યો છે...એ પરમનો કોઈ ઓળખીતો છે... એવું જાણવાં મળ્યું છે..."
સુહાની : " તમે સમર્થ પંડ્યાને ઓળખો છો ?? "
જે.કે.પંડ્યા : " હા હું પહેલા મેનેજિંગ ડાયરેક્ટરની સાથે જ એનાં ડિપાર્ટમેન્ટનો હેડ હતો... બહું ડાહ્યો અને હોશિયાર છોકરો હતો... મારાં સમીર જેવો જ મને એ લાગતો. લગભગ એક મહિનામાં તો એ પાછો આવવાનો હતો ને એનાં મેરેજ પણ હતાં પણ બિચારો યુએસએ ગયો પોતાની પ્રગતિ માટે અને આ બનેલી મહામારીમાં બિચારો કાયમ માટે હોમાઈ..."
વાક્ય પૂરું થાય એ પહેલાં જ સુહાની બોલી, " ના અંકલ... એવું ન કહો એ આ દુનિયામાં જ છે...."
જે.કે.પંડ્યા : " તને કેવી રીતે ખબર ?? એ આવ્યો છે પાછો ?? "
સુહાની : " હું પોતે સમર્થની મંગેતર છું.... "
જે.કે.પંડ્યા : " શું તું જ સમર્થની મંગેતર છે ?? "
સુહાની : " હા...મને અંકલ ફોરેન રિટર્નસ અને કંપનીની એમ્પોલોયની ડિટેઈલ જોઈએ છે....એ મને મળી શકે ?? "
જે.કે.પંડ્યા : " કેમ શેનાં માટે ?? બધું હવે મારાં હાથમાં નથી રહ્યું..."
સુહાની : " સમર્થ આ દુનિયામાં જ છે એને કોઈ પ્લાન સાથે ગાયબ કરવામાં આવ્યો છે..." કહીને સુહાનીએ જે.કે.પંડ્યાને બધી વાત કરી....
" પણ તને પાકો વિશ્વાસ છે કે એ સમર્થ જ હતો ?? "
સુહાની : " હું એનાં અવાજને ઓળખવામાં ક્યારેય થાપ ન ખાઉં શકું...વળી એ વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું કોઈનાં પણ સંપર્કમાં ન આવું જેથી હું સમર્થ સુધી પહોંચી શકું...!! આથી હું અત્યારે પણ આ સાદો નવો નંબર વાળો ફોન જે કોઈની પાસે નથી એ લઈને આવી છું... હું એ વ્યક્તિને ગુમરાહ કરવા મારો ફોન બીજી જગ્યાએ મૂકીને અહીં બહું સાવચેતીથી આવી છું...ભગવાન કરે ને એ કોઈ પણ રીતે અહીં આવી ન પહોંચે...."
જે.કે.પંડ્યા : " પણ એ વસ્તુ કંપનીની વ્યક્તિ જ કરે એવું કેવી રીતે કહી શકાય ?? એણે સમર્થને હજું સુધી કંઈ કર્યું નહીં હોય એ પણ કેમ ખબર ?? "
સુહાની : " ના એવું ન કહો અંકલ... અહીં કંપનીનાં લોકો સિવાય અમે કોઈને ઓળખતાં નહોતાં. વળી કંપનીની ડિટેઈલમાં સમર્થનું નામ પણ નથી કે નથી એનો કોઈ ડેટા...વળી એની સાથે રહેતો મંથન થોડાં સમય પહેલાં યુએસએથી પાછો ફર્યો છે... આટલું બધું થયાં પછી તો એ પાછો ફરી શકે તો સમર્થ કેમ નહીં ?? એની બધી જ માહિતી બતાવે છે...તો પછી સમર્થ સાથે શું થયું ??"
જે.કે.પંડ્યા: " બની શકે કે બંને કોઈ કારણસર અલગ હોય ને આવું થયું હોય..."
સુહાની : " ના એ બંને સાથે જ હતાં એ પણ મને ખબર છે...મને બે વ્યક્તિ પર શક જાય છે એક અવિનાશ બક્ષી ને બીજો પરમ અગ્રવાલ..."
જે.કે.પંડ્યા : " અવિનાશ બક્ષી તો મને એટલો ચાલક કે આટલું બધું કરી શકે એવું નથી લાગતું ...પણ પરમ કરી શકે એની પૂરેપૂરી શક્યતા દેખાય છે...."
સુહાની : " પણ પરમે એનું શું બગાડ્યું હશે ?? વળી પરમ તો અમારો સિનિયર હતો કોલેજમાં...અને ફર્સ્ટ યરથી જ હું ને સમર્થ તો સાથે જ હતાં..."
જે.કે.પંડ્યા : "ઓહો...તો હવે કદાચ મને સમજાઈ રહ્યું છે બધું..."
સુહાની :" શું સમજાયું...મને કહો પ્લીઝ..."
એટલામાં મિસીસ પંડ્યા બોલ્યાં, " પહેલાં ચાલો જમી લઈએ...પછી બધી વાતો કરજો..." સુહાનીની વાત જાણવાની ઈચ્છા હોવાં છતાં એમનાં આગ્રહને માન આપીને ત્રણેય જણાં જમવા માટે ડાયનિગ ટેબલ પાસે પહોંચી ગયાં...!!
શું સમજ્યાં હશે જે.કે.પંડ્યા ?? એ સાચું સમજ્યાં હશે ?? એ સુહાનીને કંઈ મદદ કરી શકશે ?? શું કરશે સુહાની હવે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૪
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....