Doctor in Gujarati Health by PARTH DODIYA books and stories PDF | ડોક્ટર

Featured Books
Categories
Share

ડોક્ટર

"ડોક્ટર સાહેબ...કેમ છો મજામાં...." આવું કહી એક સ્વાર્થી સ્મિત સાથે રીંકેશ તેની પત્નીને લઈ ડૉ. ઉદયની કેબીનમાં ઘુંસ્યો...
ડો. ઉદય શહેરના શ્રેષ્ઠ, નિષ્ઠાવાન અને શિસ્તવાન ગાયનેક છે. એમણે પોતાની જિંદગીના 30વર્ષ અભ્યાસમાં જ ખર્ચ્યા છે. ખૂબ જ સંઘર્ષ કરી એ આટલે પોહચ્યા છે. એમને ત્યાં રોજ ઘણા દર્દી આવે છે એટલે આવા રીંકેશ જેવા માખણ ચોપડનારાને તે જલ્દી ઓળખી પડ્યો અને એટલે જ રીંકેશના કુત્રિમ સ્મિતને અવગણી સીધું પૂછ્યું "બોલો શુ સમસ્યા છે..."
રીંકેશે પણ સાહેબના મૂડને પારખી બીજા મલાવા કરવાને બદલે કહ્યું કે "મારી પત્ની પ્રિયાને પ્રથમ મહિનો ચાલે છે અટલે ચેક અપ કરવાનુ છે."

ડો. ઉદયે એમની કમ્પાઉન્ડરને કહ્યું કે આ બેન ને અંદર લઇ સોનોગ્રાફી માટે રેડી કરો હું આવું છું. કમ્પાઉન્ડર પ્રિયાને અંદર લઇ જાય છે.

સંઘર્ષથી આગળ પોહચેલા માણસને કરપ્શન બિલ્કુલના ગમે અને અહીં ડો.ઉદયને પણ રીંકેશે કરેલું નાનકડું કરપ્શનના ગમ્યું એટલે એને સહેજ ભારે અવાજે વાર્તાલાપનો પ્રારંભ કર્યો..

ડો.ઉદય: રીંકેશભાઈ તમે આવ્યા એ પેલા મેં કેમેરામાં જોયું કે વેઇટિંગમાં લગભગ 15 દર્દી હતા અને એમને અવગણી તમે સીધા અંદર આવી ગયા? બીજા દર્દીનું શુ? એ કઈ અહીં હવા ખાવા આવે છે?ઉપરાંત તમે કેશના પૈસા પણ નથી ચૂકવ્યા.

રીંકેશને જાણે હજુ વધુ સાંભળવાનો જાણે શોખ હતો એમ અદાથી એને જવાબ આપ્યો કે "લે સાહેબ આપણે એક જ સમાજના. સમાજના વ્યક્તિને વારો થોડી લખાવાનો હોઈ! અને સાઈબ કદાચ મેં કેશના પૈસા આપ્યા પણ હોત તો પણ તમે મને સમાજનો ગણી પાછા આપી દેત.."

"રોગ કાંઈ સમાજ જોઈને આવે રીંકેશભાઈ?, અહીં માનવની સારવાર થાઈ છે કોઇ "સમાજના માનવ" ની નહી.મારા માટે બધા દર્દી સરખા છે પછી ભલે તે ગમે તે સમાજના હોઈ. અને ક્યાં ગયેલો એ સમાજ જ્યારે મારા પપ્પાને ભણાવવા માટે 2 વીઘા જમીન વહેચી મજૂરી કરવા લાચાર બનેલા. કદાચ તારા ખેતરે જ મારી મા અને મારી બાપ મજૂરીએ આવતા હતા ત્યારે તને ના થયું કે મારા સમાજનો છોકરો છે તો આર્થિક મદદ કરું? અરે જમીન વેચતાં પૂરું ના થયું વ્યાજે પૈસા લીધા ત્યારે તમને મારી યાદ ના આવી? મારા mbbs પછી હું આગળ ભણવા પ્રવેશ પરીક્ષા આપવી પડે એની તૈયારી માટે હું બારના જય શક્યો અને ઘરે તૈયારી કરવામાં મારે 2 વરસ લાગ્યા ત્યારે સમાજને એમ ના થયું કે સમાજનો છોકરો છે તો ટ્યુશનના પૈસા ભરી દઈએ તો એક વર્ષ ના બગડે છોકરાનું? " આટલું બોલતા ડો. નું ગળું ભરાય ગયું.
"હા સાહેબ એ અમારી ભૂલ કહેવાય પણ તમારા માટે સમાજને બોવ માન કે હો હવે..."

"કેમ માન છે એ હું જાણું છે ભાઈ! લગભગ સમજણો થયો ત્યારથી સમાજના લોકો થી અળગો રહી ચોપડીમાં ઘૂસ્યો રહેતો અને આ યાત્રા 30 વર્ષ સુધી અવિરત ચાલી છે. કોઈ જાતના ટ્યૂશન વગર ધોરણ 12માં મે 90 ટકા લાવ્યા. અને હા ત્યારે પણ સમાજના ઘણા લોકોની પ્રાઇવેટ સ્કૂલો હતી હો ભાઈ રીંકેશ. સમાજના સામાજિક,ધાર્મિક પ્રસંગો હો બધા થી અળગો રહ્યો છું અને કદાચ ટાઈમ નીકાળી તમારા જોડે હું નવરાત્રીમાં દાંડિયા રમવા આવી જતો તો લોકો મારા દાંડિયા જોઈ હસતા, ગાંડો પણ કહી દેતા. M.B.B.S ની એક એક બુક પાડા જેવી હોય ભાઈ એમાંથી બાર નિકલી તમારી જેમ ફરીએ તો પાસ ના થવાય અટલે સમાજથી અમે વિખુટા પડતા અને સમાજ અમારા થી. આ હોસ્પિટલ જ્યારે ભાડાનમાં ચાલુ કરી ત્યારે શરૂવાતમાં તો નજીકના લોકો મારા પાસે ઈલાજ કરાવવા આવવાને પણ ડરતા હતા, તું પણ એમનો એક જ હતો.જ્યારે તમે લોકો કોઈના આવતા ત્યારે આ અન્ય લોકો આવતા. એમના લીધે મારુ કરજ ભરાયું,એમના લીધે મારા કામની સુવાસ તમારા સુધી પોંહચી અને પછી તમેં અહીં આવતા થયા. અને આવતા થયા પછી સમાજમાં મારા વખાણ થવા લાગ્યા!.

ડોક્ટર સાહેબ રીંકેશને હજુ કાઈ કહે ત્યાં કમ્પાઉન્ડરે એમને સોનોગ્રાફી માટે બોલાવ્યા એટલે સાહેબ ઉભા થયા અને કહેતા પણ ગયા કે "રીંકેશભાઈ ભૂલચૂક માફ પણ કેસના પૈસા આપતા જજો અને ફરી આવો ત્યારે વારા પ્રમાણે આવજો."

સોનોગ્રાફિ થઈ એટલે પત્ની અને વીલા મોઢે રીંકેશભાઈ ઘરે ગયા..

એ પછી તો રીંકેશભાઈ એમની પત્નીને લઇ ને દર મહિને ડો. પાસે આવતા. પ્રિયંકાને જ્યારે 6 મહિનાનો ગર્ભ થયો હશે ત્યારે ડો. એ સોનોગ્રાફી કરતા કહ્યું કે "રીંકેશભાઈ બાળકનો વિકાસ સારો છે પણ બાળકનું માંથી ઉપર છે એટલે જો બાળક પોઝિશન ના ફેરવે તો સિઝરીયનની શકયતા ખરી. પરંતુ જો તમારા પત્ની અમુક કસરતો કરશે તો કદાચ પોઝિશન બદલી શકે બાળક. અન્યથા સિઝેરિયન સિવાય વિકલ્પ નથી. કારણકે આવા કેસમાં નોર્મલ ડીલવરીથી બાળકને નુકસાન પોહચી શકે છે."

ડો સાહેબે આવું તારણ એમની ભણતરના નિચોડના આધારે કાઢ્યું પણ સામે વાળા પસાર એ સમજવાની દ્રષ્ટિ તો હોવી જોઈએને. હોસ્પિટલમાંથી નીકળતા વેંત જ પત્ની મેં કહ્યુ.." આ લોકોના ધંધા જ આ છે. કાપવા વાળી કરે છે. બધાંને સિઝેરિયન જ કરવાનું એટલે પૈસા વધુ મળે. સમાજને પણ નથી કોરા નથી મુકતા મારા બેટા!. એ ભલે સિઝેરિયનનું કે પણ હું એનો બાપ છું. હું નોર્મલ ડિલિવરી કરવા જ કઈશ"
પત્ની જાણે પતિ જ પરમેશ્વર હોઈ એમ એની હા માં હા ભરવા લાગી.
આમ કરતા કરતા 9 મહિના પુરા થવા આવ્યા અને ત્યારે સોનોગ્રાફી કરતા જણાવ્યું કે બાળકે પોઝિશન બદલી નથી. પણ રીંકેશ પોતાની વાત ને વળગી રહ્યો. છેવટે ડોકટરે રીંકેશના રિસ્ક પર નોર્મલ ડિલિવરી કરવા રાજી થયા. નોર્મલ ડિલિવરી માટે પોતાના પ્રદેશમાં નામના મેળવનાર ડોક્ટરનો આજે કુદરતે સાથ ના આપ્યો. બાળકની ડોક વળી ગઈ હતી. સર્જરીથી સારવાર થઇ શકે એમ હતી આગળ જતાં થઈ પણ ખરી પણ એ સમયે સાંભળે કોણ!

રીંકેશે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડોકરને હોસ્પિટલના સમગ્ર લોકોની વચ્ચે માર મારવાનો અને ગાળો દેવાની ચાલુ કરી, સાથે અન્ય લોકો પણ જોડાયા. મારતા મારતા લોકો કહેતા હતા કે "બોવ લૂંટતો સાલો! તારા લૂંટવાના ચક્કરમાં બાળકની જિંદગી બગલી ગઈ" આટલું ઓછું હતું એમ અમુક નમૂનાઓ એ વિડીઓ પણ બનાવી લિધો અને સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી દીધો અને આમ બોવ મહેનતથી ડો.ઉદયે ઉભી કરેલી આબરૂની ઇમારત પળવારમાં ખંડિત થઈ ગઈ.

રીંકેશ ફરી ભૂલી ગયો કે ડૉક્ટરતો એના સમાજનો છે! ડોક્ટરનો તેના જીવનનો આ પ્રથમ કિસ્સો હતો. 50 માંથી આવો એક કેસ ગણી શકો. પરતું લોકો 49 સફળ કેસ ભૂલી 1 કેશ માટે ડોક્ટરને કોસવા લાગ્યા. લોકો કહેતા કે ત્યાં ના જતા ત્યાં તો એ ધંધો જ કરે છે. હકીકત આનાથી કઈંક અલગ જ હતી. ડોકટર ની ફી ખૂબ જ સામાન્ય હતી, દવાઓ પણ જરૂર પૂરતી જ આપતા હતા. 9 મહિનાની દવા અને કેશનો ખર્ચ રીંકેશના માવા(મસાલા) અને તેના તથા તેની પત્નીના બ્રાન્ડેડ ફોન અને jioના રિચાર્જ ના ખર્ચ કરતા ઓછો હતો. તો પણ ડોક્ટર વિશે એવો દુષ્પ્રચાર કેમ થયો કે લૂંટે છે!.

રીંકેશ કદાચ આવું વર્તન કરે એવો નહીં હોય પણ ડોકટરો વિશે અત્યારે લોકો સારા અનુભવ કરતા ખરાબ અનુભુવ વધારે શેર કરે છે અને કદાચ આવા ખરાબ અનુભવોની વાતોની આડઅસર પણ રીંકેશને થઈ હશે અને તેણે આ ભલા ડોક્ટરનો ભોગ લઇ લીધો.

સંદેશ પેપરમાં એક લેખ છપાયો જેનું ટાઇટલ આ પ્રમાણે હતું "કોરોનાકાળમાં લૂંટફાટ માચાવતી ખાનગી હોસ્પિટલો" અહીં તે "...ઘણી ખાનગી હોસ્પિટલો" કે પછી "...મોટાભાગની હોસ્પિટલો" પણ લખી શકે.
વિચારો કે જેણે ખાલી આ આર્ટિકલેનું ટાઇટલ વાંચ્યું એના માનસપટ શી અસર થઈ હશે? જેણેે વાંચ્યું એને જ કદાચ કોરોના થયો હોઈ અને એ ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયો હોઈ ત્યાં ભલે તેને પોષાય તેવા ભાવમાં સારવાર કરી આપે તો પણ દર્દીના મગજમાં એજ રહેશે કે લૂંટયા હશે.
મેડિકલ ફિલ્ડ વેપારમાં પરિવર્તિત થઈ રહ્યો છે એમાં બે મત નથી પરંતુ બધા ડોક્ટર એવા જ હોઈ એ જરૂરી નથી. પરંતુ અહીં સૂકા ભેગું લીલું પણ બળે એવી સ્થિતિ ઉભી થઇ છે.

થોડી વાર માટે 5 સ્ટાર અદ્યતન સુવિધાવાળી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને એક 5 સ્ટાર પ્રાઇવેટ શાળા સમજી લ્યો અને એક તાજા M.D કે M.D થઈ ભાળે મકાન રાખી ચાલુ કરનાર હોસ્પિટલને ટ્યુશન કલાસ. પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીની ફી બોવ ઊંચી હોય છે પણ એ ફી માંથી મોટા ભાગની ફી સ્કૂલનો માલિક રાખે છે ને જે પોતાનું સર્વસ્વ રેડે છે એને મન્થલી પગાર પર રહેવું પડે છે. અહીં જો ફીનો વિરોધ હોઈ તો આપણે શાળાનો વિરોધ કરીયે છીએ નહીં કે શિક્ષકનો. તો પછી આપણે કેમ મોટી હોસ્પિટલોના પગાર પર કામ કરતા ડોક્ટરને લૂંટનારો કહી શકીએ?. જો કોઇ તજજ્ઞ શિક્ષકના ટ્યુશન ક્લાસની અંદર સુવિધાઓ મર્યાદિત હોઈ તેથી ફી મોટી શાળાની તુલનામાં ઓછી હોય તેથી આપણે બાળકને મોટી શાળા કરતા ત્યાં મૂકીએ તો આપણને પોષાય શકે અને સારું જ્ઞાન પણ મળી શકે. તો હવે અહીં જો ફી શોષણના વિરોધની બાબતમાં મોટી અદ્યતન હોસ્પિટલ અને નાની ભાડે રાખેલી હોસ્પિટલ બન્નેને સરખા ગણવાના?.

કોરોના કાળની અંદર 2-3 કિસ્સા એવા બાર પડ્યા જેમાં કોરોનાના દર્દી વાળા રૂમો સળગી ગયા એટલે એવી વાત બાર પડી કે એમના બોડીના અમુક પાર્ટ ડોકટરોએ નીકળી સળગાવી દીધા હશે! આ વાત પછી હવે જ્યારે પણ કોઇ કોરોનાનો દર્દી મૃત્યુ પામે એટલે ગમે ડોકટરો પર અંગ કાઢી લેવાની વાતો કરવી કેટલા અંશે વ્યાજબી છે? આપણી આસપાસ કોરોનાનો દર્દી આવે એટલે આપણે ફફડી ઉઠયે છીએ. ઘરની બાર સુદ્ધાં નથી નીકળ્યા ત્યારે ડોક્ટર કે જેનો આ વિષય નથી એ લોકો પણ દિવસ રાત કોરોનાના દર્દીની સારવાર કરે છે, એમને કોરોના ફ્રી કરે છે. આમાંના ઘણા કોરોના વોરિયર સારવાર કરતા કરતા પોતે કોરોના પોઝિટિવ થયા છે અને એમના ઘણા મૃત્યુ પામ્યા છે. એમના પરિવારનું શુ?

દિલ્હી સરકાર મૃત્યુ પામનાર કોરોના વોરિયારના પરિવારને 1 કરોડ આપે છે, આ રકમ પરથી સમજી શકાય કે કોરોના વોરિયાર બનવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

એક શિક્ષક જો કોઈ અયોગ્ય વર્તન કરતો પકડાય તો એ શિક્ષકને બદનામ કરવામાં આવે છે નહીં કે સમગ્ર શિક્ષક વર્ગને, તો પછી બધા ડોકટરો માટે આપણી માનસિકતા કેમ સરખી રાખી શકયે?

અંતે ફરી કહું છું કે બધા ડોકટરો સારા નથી એમ બધા ખરાબ પણ નથી. ડોક્ટર પાસે જઈ વિવિધ લાગવગ કરતા પેલા એ વિચારો લે એમની ડોક્ટર બનવા સુધીની જે લાંબી સફર ખેડી છે તેમાં તમારો રોલ કાઈ છે ખરો?. તમે છેલ્લે ડોકટરને એમના કામ માટે ક્યારે બિરદાવેલા?"

"Be the change
you want to see
in the world"- Mahatma Gandhi

અસ્તુ.

પાર્થ ડોડિયા