દિલની કટાર...
“ખૂન કે આત્મહત્યા”
હમણાં ઘણાં સમયથી પ્રિન્ટ મીડિયા અને ડીજીટલ મિડીયામાં એકજ વિષય ચરમસીમા પર છે. સુશાંતસિંહ રાજપૂતનું ખૂન કે આત્મહત્યા?. આ સમાચાર હમણાથી એટલા હોટ ન્યૂઝ બની ગયાં છે કે કોઈપણ ન્યૂઝ ચેનલ ચાલુ કરો બસ આજ સમાચાર જુદી જુદી રીતે પીરસવામાં આવી રહયાં છે. હું અત્યારે લખી રહ્યો છું ત્યારે પણ ન્યૂઝમાં રિયા રિયા જ સંભળાય છે. દરેક ન્યૂઝ ચેનલ પોતપોતાની સ્ટ્રેટેજી પ્રમાણે ન્યૂઝનું રિપોર્ટિંગ અને એનાલિસિસ કરી રહી છે. એક ચેનલ સિવાય બાકીની બધી ચેનલ દ્રગ, ગુનેગારની બરાબર પાછળ લાગે.
આ સમાચાર એટલી હદે હાવી થઈ ગયાં કે ઉંઘતા જાગતાં સુશાંત શુશાંત બોલી જવાય છે. મને એક ભય છે કે આટલાં સમયથી છાપરે ચઢી ચઢી આ ખૂબ કેસ ચગ્યો છે તો તપાસ પ્રામાણિક રીતે તટસ્થ સાચી રીતે પુરી થાય અને સત્ય બહાર આવે પણ બોંબ સમજ્યા હોય એનું સુરસુરીયું ના થઇ જાય. જોકે આ વખતે થોડો ભરોસો પડી રહ્યો છે.
બીજી રીતે વિચારું તો આ કેસ જે રીતે ઉછાળવામાં આવ્યો છે એને જે રીતે મહત્વ અપાઈ રહ્યું છે અમુક મીડિયા પરસન એની રીતસર પાછળ છે અને સાચું સત્ય ઉજાગીર કરવા માટે બધાં જોખમો અને બધાં સાથે દુશમની વહોરીને સતત પ્રયત્નશીલ છે. કારણકે જે દુષણોને આધારિત કેસ ઉભો થયો છે અને એ પરત્વે જે તે ડિપાર્ટમેન્ટ હોય પોલીસ,ઇડી, નાર્કોટીસને જાગૃત થઈ કેસ જોવો પડી રહ્યો છે. આ બધું દુષણ એક બે દિવસ કે મહિના વર્ષનું પરિણામ નથી કેટલાય વર્ષોથી રાજકારણ , પૈસો કે વગથી હાલ સુધી આંખ આડા કાન કરી રહેલાં ભ્રષ્ટ અધિકારી અને પૈસાનાં ચલણને કારણે આટલો ફુલયોફાલ્યો છે. એ બધાં જ જાણે છે. પણ હવે નહીં ચાલે હવે આ નવું ભારત છે નાગરિકથી માંડી રાજકારણીઓ જાગૃત છે હવે કોઈ ગોટાળા નહીં જ ચાલે.
આજે આપણે મીડિયા દ્વારા સાચી માહિતી અને ખબર મળે છે કે સમાજનાં છેલ્લા મૂળ સુધી આ દ્રગ અને નશાનું દુષણ ઘુસી ગયું છે. આ કેસ એક રીતે આજનાં સમાજ પર તમતમતો તમાચો છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર આપણું કલચર યુવાધન કેવી અધોગતિની ઊંડી ખાઈ તરફ ધકેલાઈ રહ્યું છે.
કેવી કેવી ધારણાઓ અને સત્ય રોજ રોજ બહાર આવી રહયાં છે. સિનેમા ઉદ્યોગમાં જુના જોગીઓથી માંડી નવોદિત યુવાન અભિનેતા અભિનેત્રી હજી પગ નથી માંડ્યા એ લોકો બધાં આવાં નશાનાં બંધાણી હોય છે. નશાનાં રવાડે ચઢેલું યુવાધન બરબાદી નોંતરી રહ્યું છે.
ક્રાઈમ થવાનું મૂળ કારણ શોધવું જરૂરી છે.પહેલી વખત એનાં પર સાચું ધ્યાન અપાઈ રહ્યું છે એવું લાગે છે.એક સત્ય તો એવું બહાર આવી રહયું છે કે આજનાં રૂપેરી પડદે દેખાતાં બહાદુર મસલમેન અભિનેતાઓ દ્રગ વિના અભિનય નથી કરી શકતા. નથી જરૂરી પરફોર્મન્સ નથી આપી શકતાં
આવી કેવી માનસિકતા? આતો બરબાદીનાં દ્વારે ઉભા છે બધાં.. અને કહેવાય છે કે 99 % સીનેમાકર્મીઓ આમાં ફસાયેલા છે. દરેક જણ કોઈને કોઈ દ્રગ પેડલર અને સપ્લાયર સાથે સંકળાયેલા છે. આ મોંઘા મોંઘા દ્રગને મેળવવા માટે પૈસાની જરૂર પડે. આટલાં પૈસા લાવવા ક્યાંથી? એનાં માટે સીધા આડા ધંધા કરવા પડે આમ ક્રાઈમ વધતો જાય છે. પીઢ કલાકારો નાવોદિતોનું શોષણ કરે છે અને સેક્સ , નશા , દ્રગનાં ભંવરમાં ધકેલે છે. એકવાર ફસાયા પછી બહાર નથી નીકળી શકાતું એ પણ નક્કી છે.
પૈસા , દ્રગ અને સેક્સમાં ફસાયેલાં દેહનાં સોદા કરે છે ઈજ્જત આબરૂ નેવે મૂકી નફ્ફટ થઈને બિન્દાસ જીવે છે. આવું કરવા પાછળ નથી શરમ હોતી ના સંકોચ.. ઈજ્જત આબરૂ બધું ધોળી ને પી ગયાં હોય છે.
આ બધામાં પોલીસ, નાર્કોટીસ માંડીને બધાં વિભાગો અધિકારીઓ અને રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. આમાં પૈસો , પાવર અને મસલપાવરનો ઉપયોગ થાય છે.આમાં અમુક લુચ્ચા અને ભ્રષ્ટ પત્રકારો પણ બાકાત નથી.
આ બધાં કેસમાં રાજકારણી નેતા, અભિનેતા અને પોલીસકર્મીઓ ભળેલા લાગી રહયાં છે. બધાને બધું ખૂબ શોર્ટકટમાં જોઈએ છે બધું ભોગવવું છે. શેહ શરમ સંકોચ છોડી જે દેહપ્રદર્શન કરે સોદા કરે ભોગ ભોગવે છે અને પકડાવાનો ભય જણાય ત્યારે બચવા ક્રાઈમ કરે છે આમ સમાજમાં ગુન્હાનું પ્રમાણ વધે છે.
આ રીતે આપણાં સમાજમાં ખૂન , બળાત્કાર , અપહરણ ,બ્લેકમેઇલીંગ, બ્લેક મની , લાંચરૂશ્વત અને અનેક ગુનાઓ જન્મ લે છે. આપણાં દેશનું ભવિષ્ય કોનાં હાથમાં સોપીશું ?.
દક્ષેશ ઇનામદાર.