મુશ્કેલ સમય વીર ની મમ્મી ને અચાનક પેટ માં દુખાવો શરૂ થઈ જાય છે, વીર અને નિલય જે વાતો કરતા હતા એ દોઙી ને ઘર માં જાય છે, ત્યાંથી વિર તેેેના પપ્પા અને બહેન સાથે હોસ્પિટલ માં જાય છે. ઙોક્ટર વીર ની મમ્મી ના બધા રિપોર્ટ કરે છે....
મમ્મી અંદર હોસ્પિટલ ના રૂમ માં સૂતી હતી. હુંં નેે બેેેન બાાંકઙા પર બેઠા હતા. પપ્પા રીપોર્ટસ ને દવાઓ લેવા માટે કાકા સાથે અહીં - તહીં દોડધામ કરતા હતા. થોડીવાર આમ ચાલ્યું , અમેે બંંને એકબીજા સાથે વાત કયાઁ વગર જ ચુપચાપ બેસી રહ્યા. થોડીવાર પછી નિલય તેના મમ્મી - પપ્પા સાથે આવ્યો. અમારા બંંને ની મિત્રતા ને લીધે અમારા બંંને ના કુુટુંબ પણ ઘણાં નજીક આવી ગયા હતા. નિલય આવી ને મારી જોડે બેેઠો ને એના પપ્પા મારા પપ્પા પાસે ગયા.
સાંજે ડોક્ટરે પપ્પા ને એમની કેબીન માં બોલાવ્યાં, અને બધાં રીપોટૅ આપ્યા. પપ્પા એ બહાર આવી ને કહ્યું કે ઈન્ફેક્શન ના કારણે પેટ માં થોડો સોજો છે, તેથી દુખાવો થયો હતો. દવા આપી છે, હવે ચિંતા ની જરૂર નથી થોડા દિવસો માં સોજો ઉતરી જશે . પરંતુ ત્યાં સુધી અહીં હોસ્પિટલ માં રહેવું પડશે. આ સાંભળી ત્યાં બેઠેલા બધા ને રાહત થઈ. એ દિવસે મોડી સાંજ સુધી નિલય ત્યાં મારી સાથે રહ્યો, પછી એના પપ્પા સાથે ઘરે ગયો. હું બે - ત્રણ દિવસ ત્યાં જ દવાખાના માં મમ્મી સાથે જ રહ્યો. એ દરમિયાન નિલય સાથે કોઈ વાત ના થઈ. ચોથા દિવસે મમ્મી ને ઘરે લઈ જવાની પરવાનગી ડોક્ટરે આપી દીધી. અમે બધા ઘરે આવ્યા. હવે મમ્મી ની તબિયત ખાસી એવી સુધરી ગઈ હતી.
એ દિવસે દવાખાને થી આવી ને સાંજે હું બેઠો હતો. ત્યાં મને નિલય યાદ આવ્યો. એની પેલી લગ્ન ની વાત યાદ આવી, ફરી હું બધા વિચારે ચઢી ગયો. કાલે પાછું મારે મામા ના ઘરે જવાનું હતું, આમેય અચાનક આવી પડેલી મુશ્કેલી ના કારણે મને સ્કૂલ વિશે ખ્યાલ જ ના રહ્યો. એની તૈયારી કરવાની હતી ને હવે મારે નિલય ની વાત જાણવા ફરી એક અઠવાડિયા ની રાહ જોવાની હતી. થાક ના કારણે વિચારતાં વિચારતા જ સૂઈ ગયો.
શનિવારે સાંજે હું ફરી ઘરે આવ્યો, નિલય મળ્યો મને. એ દિવસે આખરે એના લગ્ન નું રહસ્ય સમજાયું. હું સ્તબ્ધ થઇ ગયો ને સાથે - સાથે ખુશ પણ હતો.
( હાલ નો સમય )
અચાનક પાછળ થી કોઈ ના આવવાનો આભાસ થયો....
ને વીર ની વાત માં ખલેલ પડી, એ બોલતો અટકી ગયો. પાછળ ફરી ને બધાં એ જોયું તો વીર ની મમ્મી આવતા હતા. એમની સાથે એના કાકી પણ હતા. બંને ના હાથ માં નાસ્તા ની થાડીઓ હતી. ફરી એના માસી ચા લઈ ને આવ્યા. ગામડા ના લગ્નની આ એક ખૂબી છે, બધા પરિવાર ના સભ્યો જ સાથે મળી ને મોટા ભાગ નું કામ કરી લે!!!!
એના મમ્મી ને કાકી એ બધાં ને ચા - નાસ્તો આપ્યો. થોડી વાર નિલય ના લગ્નની વાત ને ભૂલી ને રાત ના લહેરાતા તા ઠંડા પવન ની મધ્યે ગરમ- ગરમ નાસ્તા નો આનંદ માણવા લાગ્યા. પણ નિલય તો નાસ્તો કરતા - કરતા ય એના જ વિચારો માં જ ડૂબેલો હતો એ મિરલે જોઈ લીધું હતું.
નાસ્તો પતાવી બધાં અધૂરી વાત જાણવા પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. હવે વીરે કહ્યું, નિલય આગળ ની વાત તો હવે તું જ કહીશ તો સારું રહેશે. નિલય એ પહેલી વાર કોઈ પણ આનાકાની કયાઁ વગર જ હકાર માં માથું નમાવ્યું.
એક અલગ પ્રકારનો ઉત્સાહ એની આંખો માં દેખાતો હતો, થોડી વાર પહેલાં ની જીજક કે શરમ હવે એના ચહેરા પર થી ગાયબ થઈ ગઈ હતી.
એ જ ઉત્સાહ સાથે નિલય હવે બોલવા લાગ્યો......
નિલય ના બદલાયેલા હાવ ભાવ સાથે જાણો એના પ્રેમલગ્ન ની વાત એના જ દ્વારા, આવતા ભાગ ............ પ્રથમ પરિચય ....... માં.....