Sky Has No Limit - 52 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-52

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-52

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-52
મોહીતે માં ને સાંત્વન આપતાં કીધું કે માં હવે તમે નિશ્ચિંત રહો હું બધી સ્થિતિ સંજોગો સમજી ગયો છું વધુ આગળ સમજી રહ્યો છું હવે જેણે પાપાને હેરાન કર્યા છે ગુનો કર્યો છે. ગુના કર્યો છે આપણી જીંદગી બરબાદ કરી છે... મારાં પિતા ખોયાં છે એ મારાં પિતાનો નિર્દોષ જીવ પીડા સહીને મોતને શરણ થયો છે.
મોહીત ફાર્મ-ખેતર-વાડી પર ગયો ત્યાં વર્ષોનાં જૂના માણસો સાથે વાતચિત કરી વાડીને આવક ક્યારે કઇ ઋતુમાં કેટલી થાય છે એનું વેચાણ પાપાએ કેવી રીતે ગોઠવ્યુ છે વાડી ખેતરની હદ ખૂટ નવી જમીનનો સમાવેશ પછીનો ક્ષેત્ર વિસ્તાર, પછી પંચાયતમાં જઇ તલાટીને મળ્યો નવી જૂની જમીનનાં ઉતારા ચઢાવ્યા અને બધીજ કુલ જમીન પર પાક માટે લોન લઈ પોતાનું નામ અને માંનું નામ વારસાઇ કરાવીને ચઢાવી દીધું. રેવન્યુ રેકર્ડમાં બધી કાયદાકીય વિધી પુરી કરી.
તલાટીએ પૂછ્યું "ભાઇ ભગવાને આપેલું તો તમારી પાસે ઘણું છે ઉપરથી ડોલરમાં કમાણી તમારે લોનની શું જરૂર પડી મોહીતે કહ્યું તમારાં જેવા જ કોઇ સહૃદયી વ્યક્તિની સલાહથી કરી રહ્યો છું. તલાટીએ કહ્યું "ભાઇ તમારી વાત સાચી છે સાચુંજ કર્યું. તને કાયદાકીય રીતે પછી સલામત કોઇ તમારાં રેવન્યુ રેકર્ડ સાથે ચેડા નહીં કરી શકે મોહીતે કહ્યું. "આભાર એમ કહીને એમનાં હાથમાં 500ની નોટ મૂકીને કહ્યું આપ આ રાખો અને દર 3 મહીને 7/12 અને 6/અ, 8/અ નો નકલો કાઢી મારી માં ને પહોચાડજો અને આ 1000/- રુપિયા આપની બક્ષીસ.
તલાટીએ શરમાતાં શરમાતાં પૈસા લઇ લીધા અરે મોહીતભાઇ આની ક્યાં જરૂર છે આમ પણ સુભાષભાઇ જેવો માણસ ક્યાં મળવાનો ? તમે નિશ્ચિંન્ત રહેજો... એક વાત સારી છે સુભાષભાઇએ માણસોને ખૂબ સાચવ્યાં છે એમની પાછળ તમને કોઇ અગવડ નહીં પડે.
મોહીતે બધાનો આભાર માની તલાટી સરપંચને ફરી આવે ત્યારે મળશે અને ગામ માટે કંઇક કરવા વિકાસ માટેનું વચન આપ્યું અને ઘરે આવ્યો.
***************
મોહીતે પોતાનાં બંગલાની વ્યવસ્થા જોઇ લીધી. બધાંજ ઇલેક્ટ્રીક બીલ, બંગલાનો ટેક્ષ-માણસોનાં પગાર બધુજ જોઇ રહેલો. ઇલેક્ટ્રીક અને ટેક્ષનાં પૈસા એક વર્ષનાં એડવાન્સ ભરી દીધાં માંને કંઇ જોવુજ ના પાડે વળી ઓનલાઇન પેમેન્ટ કરવા માટે બધીજ એપ ડાઉનલોડ કરી નેટબેન્કિંગથી એનાં કોમ્પ્યુટરમાં સીધાંજ બીલ બતાવે એટલે એ એપથી પણ પેમેન્ટ કરી શકે. માં માટે નિયમિત પૈસાની વ્યવસ્થા કરી લીધી.
માંએ કહ્યું "દીકરા મોહીત તો બધીજ વ્યવસ્થા કરી લીધી છે મારાં માથે કોઇ કામ ના રાખ્યું તારાં પાપાનો આત્મા આ બધું જોઇને કેટલો ખુશ થશે. પરંતુ થોડુ તો મારાં માટે રહેવા દે કામ. તારાં પાપાએ મને ઘણું શીખવ્યુ છે હું ATM માંથી પૈસા ઉપાડવા જઊં છું બેંકમાં પણ જતી હતી ચિંતાના કરીશ હું બધુ કરી લઇશ.
મોહીતે કહ્યું "માં તમને બધીજ ખબર છે તમે કરો છો હું જાણું છું પણ મને થાય કે જેટલું તમારે ઓછું કરવું પડે એટલું સારું ડ્રાઇવર નક્કી થઇ ગયો છે તમારે ગાડી લઇનેજ બધે જવાનું અને કાર કંપનીમાં પણ કહી દીધું. નિયત સમયે ગાડી સર્વિસ કરવા આવીને લઇ જશે. છતાં હું બધાનાં સંપર્કમાં રહીશ રીપોર્ટ લેતો રહીશ.
કારણકે માં મારે ડ્યુટી પર પણ હાજર થવું પડશે પછી બોલ્યો "માં હજી મારે એ પ્રુવ કરવું બાકી છે.. ભલે આપણે જાણીએ છીએ કે મારી પાત્રતાથી મારે પ્રગતિ થઇ છે કોઇનાં છીનાળા કે સંબંધો સાચવવાથી નહીં... અને હું યુએસ જઇને બધુ કલીયર કરીશ તમને મારે ત્યાં નથી લઇ જવા હમણાં.. થોડોક સમય પછી.. બધુ આપે આપ ગોઠવાઇ જશે.
બીજું કે તમને આમ એકલા મુકી જવાનું મન નથી થતું પણ... માં એ કહ્યું "તું કેમ ચિંતા કરે છે હું તારી માં છું હુ બધું સમજું છું તારા એક એક વિચાર-નિર્ણય ની સમજ છે દીકરાં... તારાં જેવો દીકરો આપીને તો મને ભગવાને ન્યાલ કરી દીધી છે. હું બધુજ જાણું છું ના કર ચિંતા અને તને કહુ એક વાત કાલે નીલીમાં નો પણ હતો. નીલીમાં તું તો ઓળખેજ છે ને મારી ખાસ સહેલી અને નાનપણથી સાથે રહ્યાં છીએ એક સ્કૂલમાં ભણ્યાં હતાં. લગ્ન થયાં પછી છૂટા પડેલાં... તારાં પાપાનું જાણયુ એટલે ફોન હતો બીજા એણે એ સમાચાર આપ્યા કે એના પતિનાં અવસાન પછી એ એનાં છોકરાં જોડે ઓસ્ટ્રેલીયા રહેતી હતી પણ એને ગામ ખૂબ યાદ આવ્યુ છે એ અહીં પાછી આવી રહી છે... મેં એને કીધું મારી સાથેજ રહેજે.... આમ તો માની ગઇ છે પણ એ ગામ પણ રહેવું પડશે ત્યાં એની વાડી છે એટલે પણ એ મારી પાસે રહેશે મને ખબર છે અને ગાડીમાં એની અને આપણી વાડીએ જઇશું બધુ ધ્યાન રાખીશું.
મોહીત આ સાંભળીને ખુબજ ખુશ થયો અને નિશ્ચિંત થયો એણએ કહ્યું "હાં હાં મને ખબર છે નીલીમા માસી હું તો એમને નીલીમાસીજ કહેતો મને ખૂબ લાડ કરતાં અને કાયમ મારાં માટે ગોળનાં લાડુ બનાવી લાવતાં મને ખૂબ ભાવે છે ને ?
માંએ કહ્યું "હાં ફોનમાં પણ તને યાદ કરતી હતી કે મારો લાડુ શું કરે છે ? હું વહેલી આવીશ તો મળીશ એને એ યુ.એસ. જશે તો પછી નહીં મળાય.
મોહીત કહે એ મારાં જતાં પહેલાં આવે તો ઠીક છે પણ માં એક વીક પછીની ટીકીટ મેં કન્ફર્મ કરાવી છે એ પહેલાં બધાં કામ નીપટાવી રહ્યો છું... મોહીતે કહ્યું અરે માં હું તને એક વસ્તુ બતાવવાની તો ભૂલી જ ગયો છું એમ બોલી ડ્રોઇંગરૂમમાંથી પેપરમાં પેક કરેલી બે મોટી છબી લઇ આવ્યો અને માંને પેપર કાઢીને -પાપાની ખૂબ સરસ છબી બતાવી માં એક અહીં ડ્રોઇગ રૂમમાં અને એક તારે ફાર્મ પર તને જ્યાં ગમે ત્યાં લગાડાવજે.
માં છબી જોઇને ખુશ થઇ ગઇ ક્યાંય સુધી છબી જોયાં કરી અને આંખોમાં જળ આવ્યાં. લાગણી ભીનાં થયાં અને આંસુ ટપકી ગયાં. છબીને વળગીને ખૂબ રડ્યા. મોહીતનાં પાપા તમે આમ અચાનકજ ચાલી નીકળ્યા મારો વિચાર ના કર્યો હું સાવ એકલી થઇ ગયું છું સુભાષ તમે મારી સાથે ને સાથેજ રહેજો.
મોહીતે માં નાં હાથમાંથી પિતાની છબી લઇ લીધી અને માંને કહ્યું "માં આમ ઢીલાના થાવ નહીતર હું યુ.એસ. પાછો જઇ જ નહીં શકું.... માં મારાં પર વિશ્વાસ રાખો હું તમને એકલા નહીં રહેવા દઊં બસ થોડો સમય આપો હું બધીજ વ્યવસ્થા કરી લઊં પછી આપણે સાથેજ રહીશું.
માંએ કીધું "મારાં મોહીત મને સંપૂર્ણ વિશ્વાસ છેજ. આ તારાં પાપાને જોઇને હૈયું હાથ ના રહ્યું આંસુ અને લાગણીઓ કાબૂમાં ના રહી શું કરું બોલ ? પળ પળ સાથે રહેનારાં એક ક્ષણમાં છોડીને ગયાં ક્યાં જઇને ફરિયાદ કરુ ? દીકરા ચિંતા ના કરીશ.. ખૂબ મજબૂત છું ધીમે ધીમે બધુ સહી લઇશ પણ આખી જીદંગી જેનું પડખું સેવ્યું છે એને કેમ ભૂલી શકું ?
મોહીત માંની વાત સાંભળી રહ્યો અને મનમાં એ મલ્લિકાને સરખાવી રહ્યો. ક્યાં આ પેઢીનાં સંસ્કાર અને સહનશક્તિ અને ક્યાં આ લચ્ચડ માનસિક્તા ક્યાં એમની સરખામણી થાય ? આ અત્યારનાં સમયમાં ઘણી સમજદાર છોકરીઓ હોય છે પણ આતો ખબર નહીં ભવો ભવની ભૂખડી છે બસ એને શોખ-ઐયાશી અને કામવાસનામાંજ રહેવું છું બધો ભોગવટોજ કરવો છે ના કોઇ સારાં વિચાર ના સંસ્કાર... આવાં બધાં વિચારે એનો ચહેરો બદલાઇ ગયો.. વિલાઇ ગયો.. ક્યાં હું ફસાયો છું કેવી વ્યક્તિ મને ભટકાઇ ગઇ ? મારોજ વાંક છે મેં જ કાબૂ ગુમાવેલો.. વાસનામાં ભરાયો... બરબાદ થયો....
માં એ કહ્યું "કેમ આમ વિષાદ કરે છે ? દીકરા બધું સારુ થશે ક્યા ચિંતાના વિચારમાં પડી ગયો ? શાંત કર મનને... મોહીતે કંઇ બોલ્યા વિના હકારમાં માથું ઘુણાવ્યું અને માં ને લઇને દીવાનખાનામાં આવ્યો. પાપાની છબી લગાવવા માટે માણસને બોલાવ્યો......
***********
નશામાં અને કામવાસનામાં પ્રચુર મલ્લિકાને ભાન નહોતું કે એ જીવનને કેવી બરબાદી તરફ લઇ જઇ રહી છે મેરીને બહાર મોકલીને એ સૂઇ ગઇ... ફોનમાં રીંગ વાગી રહી હતી....
વધુ આવતા અંકે ---પ્રકરણ-53