Parda Paachhadna Kalakar - 3 in Gujarati Biography by MILIND MAJMUDAR books and stories PDF | પડદા પાછળના કલાકાર - ૩

Featured Books
Categories
Share

પડદા પાછળના કલાકાર - ૩

રંગમંચથી કારાગાર સુધી: રવિન્દ્ર કૌશિક


શ્રી ગંગાનગર રાજસ્થાન મરુભૂમિથી ઘેરાયેલા આ નગરના ટાઉનહૉલમાં કોઈકનાટક ચાલી રહ્યું હતું. ચીનના લશ્કરના હાથે જીવિત પકડાયેલા એક ભારતીય મેજર કોઈ પણ ગુપ્ત બાતમી આપવાનો સાફ ઇન્કાર કરી દે છે.કલાકારની સંવાદ બોલવાની છતાં તથા અભિનય પ્રેક્ષકોને સ્પર્શી જાય છે.( અભિનયમાં ગળાડૂબ એ કલાકારને કદાચ કલ્પના પણ નહોતી કે રંગમંચ પર રજુ કરેલો એ પ્રસન્ગ લગભગ એ જ સ્વરૂપે એની જિંદગીમાં પણ આવશે)
સભાગૃહ ચિક્કાર હતું.થોડા વર્ષો પૂર્વે ખેલાયેલો ભારતચીનનો રણસંગ્રામ હજી સહુના સ્મૃતિપટ પાર તાજો હતો.મર્યાદિત પુરવઠા અને અમર્યાદિત જોશ સાથે ખેલાયેલો એ જંગ પ્રેક્ષકોની આંખો ભીની કરવા માટે પૂરતો હતો.દર્શકો જયારે કલા અને કલાકારો સાથે તાદાત્મ્ય સાધવામાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓના મનમાં કોઈ અલગ જ યોજના આકાર લઇ રહી હતી. આ લોકો હતા R & AWના અધિકારીઓ જેઓ આ કલાકાર દ્વારા પ્રદર્શિત પ્રસંગને એની જિંદગીમાં તાદ્રશ થતો જોવા માંગતા હતા.
રવિન્દ્ર કૌશિક નામના આ કલાકારની જિંદગીના નાટકનું દિગ્દર્શન હવે R &AWના અધિકારીઓ કરવાના હતા.11 એપ્રિલ, 1952ના રોજ ગંગાનગર ખાતે જન્મેલા રવિન્દ્ર મૂલતઃ તો નાટકનો જીવ. શાળા તથા કોલેજોમાં ભજવાતા નાટકો - પ્રહસનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દે.એસ. ડી. બિહનીકોલેજમાંથી કોમર્સના સ્નાતક થયેલા રવીન્દ્રની કલાને 'જીવંત' નિહાળ્યા બાદ R &AWના અફસરોએ તેમને પોતાની સાથે જોડાવાનો પ્રસ્તાવ મુક્યો દસ વર્ષની ઉંમરમાં ભારત- ચીન યુદ્ધને જીવંત નિહાળનાર એ યુવાનમાં દેશભક્તિની કંમી તો નહોતી જ.દિલ્હી ગયા બાદ કેટલાક ચુનીંદા અફસરોની નિગરાનીમાં તેમનો તાલીમ સમય શરુ થયો.શારીરિક સૌષ્ઠવ કેળવવા ઉપરાંત તેમણે ઉર્દુ પણ શીખવાનું હતું.કુરાને શરીફ
સહિત કેટલાક પવિત્ર ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો હતો. ઇસ્લામિક દેશોમાં પ્રચલિત અમુક રીતરસમો પણ શીખવાની હતી.એક રૂઢિચુસ્ત મુસ્લિમ તરીકેનું વ્યક્તિત્વ વિકસાવવાનું હતું. આ તમામ પ્રશિક્ષણ સફળતાપૂર્વક મેળવ્યા બાદ તેઓ દિલ્હીથી અબુધાબી જવા રવાના થયા. ત્યાં કેટલોક સમય રોકાયા બાદ દુબઇ ગયા અને ત્યારબાદ પાકિસ્તાનમાં પ્રવેશ મેળવ્યો।.
આ તરફ ભારતમાં એમના અસલ દસ્તાવેજો રદ કરવામાં આવ્યા અને હવે તેમનું નવું નામ હતું:નાબી અહેમદ શાકિર. કોઈક રીતે કરાચીની કોલેજમાં પ્રવેશ મેળવી LLBની ડિગ્રી હાંસિલ કરી લીધી.ત્યારબાદ પાકિસ્તાન લશ્કરમાં ભરી થઈને પોતાનું કૌવત દેખાડ્યું। શત્રુ દેશમાં પોતાની ' કારકિર્દી' મજબૂત કરવાની સાથે તેઓ કેટલીક સંવેદનશીલ માહિતી તથા દસ્તાવેજો ગુપ્ત રીતે ભારત પહોંચાડતા રહ્યા.પાકિસ્તાનના લશ્કરમાં મેજરના હોદ્દા સુધી બઢતી મેળવ્યા બાદ તેઓનું કામ કેટલેક અંશે સરળ બન્યું તો પણ જોખમમુક્ત તો નહિ જ. કુટુંબીજનો સાથે ગુપ્ત રીતે ક્યારેક સંપર્ક થઇ જતો હતો. આ દરમ્યાન તેના નાના ભાઈના લગ્ન નક્કી થતા તેમને ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી. લશ્કરમાંથી કોઈક રીતે રજા મેળવીને- R&AWના અધિકારીઓએ કરેલી મુજબ તેઓ ભારત આવ્યા અને લગ્નપ્રસંગમાં ભાગ લીધો। કુટુંબીજનો સાથે થયેલી આ અંતિમ મુલાકાત હતી.
જો કે રવિન્દ્રએ એક વાત કુટુમ્બીજનોથી પણ છુપાવી હતી કે તેમણે પાકિસ્તાનમાં અમાનત નામની એક છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેનાથી અરીબ અહેમદ ખાન નામનો એક બાળક પણ હતો. અમાનત ઘણુંખરું પાકિસ્તાનના લશ્કરી અધિકારીની છોકરી હતી.
અત્યારસુધી પાકિસ્તાનના સત્તાવાળાઓ રવિન્દ્રની અસલિયતથી તદ્દન અંધારામાંજ હતા. પરતું 1983માં બનેલી એક ઘટનાએ અત્યાર સુધી સચવાયેલી બાજી સંપૂર્ણપણે બગાડી નાખી.R&AW દ્વારા પાકિસ્તાન મોકલવામાં આવેલો ઇનાયત મસીહા નામનો એક એજન્ટ રવિન્દ્રનો સંપર્ક કરવાનો હતો. અગાઉ નક્કી થયા મુજબ ઇનાયત તેમને એક બગીચામાં મળ્યો અને એજ વખતે ઇનાયત પાર નજર રાખતા પાકિસ્તાની લશ્કરી અધિકારીની નજર તેમના પર પડી ગઈ.લશ્કરી અધિકારીએ ઇનાયત મસીહાની ધરપકડ કરી અને સઘન પૂછપરછ દરમ્યાન તેણે રવિન્દ્રની અસલ ઓળખ છતી કરી દીધી!!!
અત્યાર સુધી ગુપ્તતાના પડદા હેઠળ ઓઝલ રહેલી વાતનો પર્દાફાર્શ થઇ ગયો.થર્ડ ડિગ્રી તપાસ , સતત પૂછપરછ, બેહદ શારીરિક યાતના અને ત્રાસ...... અંતે જેલવાસ।.ન્યાયતંત્રે ફરમાવેલી સજા મુજબ તેઓએ બે વર્ષ સિઆલકોટની જેલમાં અને ત્યાર પછીના વર્ષ મીનાવલના કારાગૃહમાં વિતાવ્યા.અઢાર વર્ષનો આ સમય તેમને માટે દોઝખ સમાન નીવડ્યો.
બીજી તરફ ભારત સરકારે રવિન્દ્રના તમામ ઓળખપત્રો મિટાવી દીધા હતા.આથી તેમની ધરપકડ બાદ તેમના કોઈ પણ અસ્તિત્વનો સરકારે સાફ ઇન્કાર કરી દીધો.ગુપ્તતા જાળવવાની રીતે આ વાત વ્યાજબી હોય તો પણ સરકારનો રવૈયો અત્યંત નિરાશાજનક રહ્યો.1998માં પાકિસ્તાનના માનવ અધિકાર પંચે મીનાવલના કેદખાનામાં હાજર રવિન્દ્ર અંગે હોબાળો મચાવ્યો અને ભારત સરકાર પાર દબાણ વધ્યું. રવિન્દ્રના કુટુંબીજનો તેને ભારત પાછો લાવવા સતત વિનંતી કરતા રહ્યા પરંતુ તમામ વ્યર્થ રહ્યું.ક્ષય તથા હૃદયરોગની બેવડી બીમારીએ તેમની જિંદગીનો કારાવાસમાં અંત આણ્યો.
એક પ્રશ્ન સહજ થાય કે પોતાની સમગ્ર જિંદગી ભારત માતાના ચરણોમાં સમર્પિત કરી દેનાર આ સપૂતને શા માટે આપણે સાચવી ન શક્યા? મળતા અહેવાલ મુજબ રવિન્દ્રની માતા અમલાદેવીને શરૂઆતમાં 500 રૂપિયાનું પેન્શન આપવામાં આવતું હતું જે વધારીને 2000નું કરી આપવામાં આવ્યું!.ઈ.સ .2006માં અમલાદેવી મૃત્યુ પામ્યા.આ પહેલા, રવિન્દ્રની ધરપકડના સમાચાર મળતા જ શોકમાં સરી પડ્યા હતા અને પાછળથી પુત્રવિલાપમાં દેહ છોડી દીધો.
જયપુર ખાતે રહેતા રવિન્દ્રના નાના ભાઈએ સંખ્યાબંધ વખત સરકાર સામે આક્રોશ કર્યો હતો. રવિન્દ્રની શહાદત પર વિડીઓઝ બન્યા અને ફિલ્મ પણ ઉતરી.રવિન્દ્રના જીવનની ઘણી આધારભૂત માહિતી મલોય કૃષ્ણ ધારના પુસ્તક ' ઓપરેશન ટ્રિપલ એક્સ ' નામના પુસ્તકમાંથી મળે છે. આમ છતાં પણ જીવતાંજીવ એમને માટે કઈ જ કરી નહિ શક્વાનો અફસોસ દરેક ભારતીયને રહેશે.