આગળ આપણે જોયું કે રાજન પોતાનો પ્લાન આર્મી ચીફને કહે છે અને આર્મી ચીફ તપોવન આવવા નીકળે છે...
હવે આગળ.....
વહેલી સવારે રાજન,કમલ અને તેની પૂરી ટીમ રોકી બનીને ગયેલ ઇન્સ્પેક્ટરે આપેલી માહિતી મુજબ તૈયારી કરવા લાગી.
"સર આજે બપોર બાદ આ લોકો અહીંયાથી વીસ છોકરીઓને સપ્લાઈ કરવાના છે, એવી માહિતી મને સાંજે મળી, માટે આશિર્વાદ આપો કે બધી છોકરીઓને હેમખેમ છોડાવી લાવી અને ગુનેગારોને પકડી પાડીએ".
રાજન ઉતાવળ ન કરો.થોડી રાહ જુઓ. હમણાં આર્મી ચીફ આવી જશે. તમે છોકરીઓને અત્યારે છોડાવી લાવશો તો છોકરીઓને પકડનાર સુધી જ તમે પહોંચી શકશો પણ, છોકરીઓને તેમના મૂળ ઠેકાણા સુધી પહોંચવા દેશો તો આખા પ્રકરણના સૂત્રધાર સુધી પહોંચી શકાશે".
"સર એ લોકો ક્યાં પહોંચાડવાના છે તે હજુ સુધી આપણે જાણી શક્યા નથી. રોકીને તો માત્ર લોકેશન આપ્યું છે ત્યાં સુધી તેની જવાબદારી છે. આગળ એ લોકો ક્યાં જશે એની રોકીને પણ ખબર નથી".
"રાજન તમે બધા નાસ્તો કરી લો ત્યારબાદ આર્મી ચીફ આવે પછી આપણે એક નક્કર પ્લાન બનાવીને આગળ વધીએ અને એમાં આપણે જીતીશું જ".
"ઓકે સર તમે પણ નાસ્તો કરી લો".
"હું આર્મી ચીફ સાથે નાસ્તો કરીશ".
રાજન અને તેની ટીમ નાસ્તો કરવા જાય છે ત્યાં જ ભવ્યને આર્મી ચીફનો કોલ આવે છે અને ભવ્ય તેમને રિસીવ કરવા જાય છે.
આશરે દસ વાગ્યે તપોવનધામના પ્રાર્થના ખંડમાં ભારતના સંસદ ભવનની જેમ જ સભા ભરાઈ. બધા રાઉન્ડમાં પોતાની ખુરશી પર ગોઠવાયેલા હતા રાજને અત્યાર સુધીની મળેલી માહિતી આર્મી ચીફ ગુરવિંદરસિંગને આપી.
'રાજન આગે કા પ્લાન ક્યાં હૈ'?
"સર અબ હમેં યહી સોચના હૈ કી આગે કૈસે બઢે"?
"મારો એક પ્રશ્ન છે ગુરવિંદરજી; આપણે છોકરીઓને તેમના સુધી પહોંચવા દઈએ અને ત્યારબાદ આપણે તેમના સુધી ન પહોંચી શકીએ તો"?
"તુમ્હારી બાત સહી હૈ પરમાનંદજી. કાફી સોચ સમજકે એક્શન લેના પડેગા". પોતાની પાઘડી સરખી કરતાં ગુરવિંદરસિંગ બોલ્યા.
એ છોકરીઓમાં હું સામેલ થઈ જાઉં. જેથી કરીને તમને યોગ્ય લોકેશન આપી શકું;
"જીજ્ઞાજી આપ અકેલી વહા કુછ નહી કર સકોગી. વો લોગ કુત્તેસે ભી બદતર હૈ.રાજન સબ લડકીયોકી જગહ હમારી લેડી પોલીસ જો કરાટે,જૂડો ઔર હથિયાર ચલના જાનતી હો ઔર હમારે ઈસ મિશન પર સહાદત કેલિએ તૈયાર હો ઉસે ભેજતે હૈ. ઉસ મેં સે એક લેડીકે પીઠપે અમારા હાઇ ફિકવંશી ટ્રાન્સમીટર લગવાદો તાકી હમે લોકેશન મિલતા રહે".
"સર પ્લીઝ મને પણ જવા દો એ છોકરીઓ સાથે અને હા ટ્રાન્સમીટર મારા શરીરમાં ફીટ કરો. મને દેશસેવા કરવાનો એક મોકો તો આપો પ્લીઝ".
"દીદી એ ટ્રાન્સમીટર શરીરમાં બેસાડવાનું મતલબ તમને ખ્યાલ છે તેની આડઅસરો વિશેની!" દિદીની બાજુમાં અવતા રાજેશ બોલ્યો.
"હા રાજેશ ટ્રાન્સમીટર ૪૮ કલાકથી વધારે જો શરીરમાં રહે અને ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન લાગે તો સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ ખોઈ બેસે છે અને શરીરમાં લગાવ્યા બાદ ઉપરના સમય કરતાં વધુ સમય જાય અને તાપમાન વધી જાય તો તેની ગરમી આખા શરીરમાં ફેલાઈ જાય પરિણામે શરીરમાં લોહી વધુ તેજ વહેવા લાગે આખા શરીરમાં બળતરા ઉપડે. આથી વધુ કઈ રાજેશ"?
"દીદી આટલું બધું તમને કોણે કહ્યું"?
"રાજેશ આ કેસને સોલ્વ કરવા મેં બધી જ ડીટેલ્સ મેળવી લીધી છે. બસ હવે મને આજ્ઞા આપો સર!"
"ગુરવિંદરજી; જીજ્ઞા પણ કરાટે અને જુડો ખૂબ સારી રીતે જાણે છે ,સેલ્ફ ડિફેન્સમાં ખૂબ આગળ છે ,માટે આપણી લેડીપોલીસની સાથે જીજ્ઞાને પણ જવાની રજા આપો".
"ઠીક હૈ પરમાનંદ આપ કહતે હૈ તો સામેલ કરતે હૈ મગર ટ્રાન્સમીટર લગાના?"
"સર એ પણ હું મેનેજ કરી લઇશ. મારા શરીરમાં લોહીનું ભ્રમણ હું કંટ્રોલ કરી શકું છું અને શરીરમાં ગમે તેટલી બળતરા થાય એ પણ સહન કરવાની મારી ક્ષમતા છે".
'સર હજુ એક મોટો પ્રશ્ન છે'?
"કયો પ્રશ્ન છે રાજન?"
"સર એ બધી છોકરીઓની જગ્યા પર આપણી પોલીસ મહિલાઓને બદલવા માટે રાત્રિનો સમય યોગ્ય ગણાશે. દિવસે તો એમના કોઈ સાગરીતો જોઈ જશે તો બધો પ્લાન ઊંધો વળી જશે"!
"યસ યે બાત સોચને લાયક હૈ"!
"રાજન આપણા રોકીને કોલ કરીને પૂછી લે ,જો આજ બપોર પછીની જગ્યાએ કાલ બપોર પછીનો સમય બદલી શકાય એમ હોય તો એ કાલનો સમય ગોઠવે".
ઓકે સર;રાજન રોકીને કોલ કરીને કહે છે રોકી કાલ બપોર પછી છોકરીઓને મોકલવાનું ગોઠવવાનું છે તો સામે જણાવી દે કે આર્મી ચીફ શહેરમાં છે તેથી સિક્યુરિટી વધુ ટાઇટ હોવાથી આજે બપોર પછી મેળ પડે એમ નથી,સામેથી યોગ્ય જવાબ મળતા રાજન કોલ કાપીને બધાને કહે છે કે રોકી હમણાં ઉપર વાત કરી પાછો મને કોલ કરે છે.
"રાજેશ આ ટ્રાન્સમીટર શરીરમાં લગાવવા કેટલો સમય લાગશે"?
"સર, અડધો કલાક જેટલો સમય લાગે પણ જો કાલે બપોર પછી જવાનું હોય તો સવારે દસ વાગ્યાની આસપાસ ઓપરેશન ચાલુ કરી દેવું પડે.સર મને હજુ પણ દીદી ની ચિંતા થાય છે"!
"રાજેશ ચિંતા કરવાનો હવે કોઈ સમય નથી. હવે તો યુદ્ધનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે બસ બધા પોતપોતાની ફરજો પૂર્ણ કરવા માટે શરીરમાં રહેલા લોહીના છેલ્લા ટીપા સુધી પ્રયત્નો કરવાના છે"જીજ્ઞા દીદી ખુરશી પરથી ઉભા થતા બોલ્યા.
"વાહ ઇતના દેશ પ્રેમ! સલામ આપકો જિજ્ઞાજી". ગુરવિંદરજી જીજ્ઞાદીદીને સલામી આપતા પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા.
બધા પોત પોતાની ખુરશી પરથી ઉભા થઇ જીજ્ઞાદીદીને સલામ આપે.
"બસ બધા આટલી બધી સલામ મને નહીં માં ભારતીને આપો.હું તો માત્ર એની સંતાન છું".
ફરી બધા ખુરશી પર ગોઠવાયા એટલામાં રાજનને રોકીનો કોલ આવે છે ને કહે છે હા કાલ બપોર બાદ મોકલવાની બધી જ છોકરીઓને.રાજન મોબાઈલ મુકતા બધાને કહે છે કે આપણું મિશન કાલ બપોર બાદ શરૂ કરવાનું છે.
"રાજન તુમ 19 લેડીઝ પુલીસ કા સિલેક્શન કર કે યહાં બુલા લો.મુજે ઉસે ખાસ ટ્રેનિંગ દેની હૈ ઔર હથિયાર કહા છુપાના હૈ ,કૈસે હથિયાર સાથે રખના હૈ;વહાં જાકે ક્યા કરના હૈ આદિ બાતે કરની હૈ.સાથ હિ યે ભી બતાદેના કી વહાં સે વાપસ આ શકેગે યા નહિ ઉસકા પતા નહિ હૈ".
ઓકે સર; ગુરવિંદરજીને સેલ્યુટ કરીને રાજન ત્યાંથી નીકળી જાય છે.
"રાજેશ આ ટ્રાન્સમીટર જિજ્ઞાના શરીરમાં બેસાડવા માટે કાલે કેટલા વાગે દાખલ થવાનું ને આગલા દિવસે મતલબ આજે સાંજે શું જમવાનું વગેરે જિજ્ઞાને સમજાવતો જજે".
રાજેશ જીજ્ઞાદીદીને બધું સમજાવીને સવારે આઠ વાગે હોસ્પિટલ આવી જવાનું કહે છે."ગુરવિંદરજી હું ટ્રાન્સમીટર સાથે લઈ જઈ શકું હવે".
"નહીં યે આર્મી કે નિયમ કે ખિલાફ હૈ.અગર તુમ્હે અભી ઉસકા ટેસ્ટ કરાના હૈ તો યહાં કરલો.હમ તુમ્હે કલ સુબહ હોસ્પિટલ મે દે શકતે હૈ".
"ઓકે સર.ટેસ્ટ અભી કર લેતા હું".રાજેશ હોસ્પિટલે કોલ કરીને જરૂરી સામગ્રી માગવી લે છે.
રાજન એમની મહિલા ટીમને સાથે લઈને આવે છે.આવીને બધાએ ગુરવિંદરજીને સેલ્યુટ કરી. ગુરવિંદરજી બધાને સેલ્યુટ કરે છે.
"રાજન તમારી ટીમને પાછળ વ્યાયામનું મેદાન છે ત્યાં જ લઇ જા.હું ગુરવિંદરજી સાથે થોડી જરૂરી ચર્ચા કરીને ત્યાં જ પહોંચું છું".
ભલે સર.
પરમાનંદ અને ગુરવિંદરજી કાર્યાલયમાં આવે છે. પરમાનંદ રાજ ને બોલાવે છે.રાજ પેલી છોકરી ક્યાં છે જેને તમે સવારે લાવ્યા છો."સર એ જીજ્ઞાદીદીના રૂમમાં આરામ કરે છે.રાજેશે એને એક ગ્લુકોઝની બોટલ ચડાવી છે".
"ઓકે સારું..જો હવે એની તબિયત સારી હોઇ તો એને અહીંયા બોલાવ".
ઓકે સર....
થોડીવારમાં રાજ એ છોકરીને લાવે છે.
"આવે બેટા,બેસ... હવે કેમ છે તને"?
"સાવ સારું છે.પણ મને તો કંઈ સમજાતું નથી,કે હું કઈ દુનિયામાં છું ને મારી સાથે આ શું થઈ રહ્યું છે.મારી બહેનપણી હજુ સુધી મને મળી નથી.એ ક્યાં છે તમને કંઇ ખબર છે"?
"બસ બેટા હવે એક બે દિવસમાં એ બધી આવી જશે.અમારા પર વિશ્વાસ રાખ.તારે તારા ઘેર વાત કરવી હોય તો રાજના મોબાઈલમાંથી કરી લેજે. અને એકદમ ફ્રેશ થઈને રહેજે.હવે કંઈ ચિંતા જેવું નથી.સવારે જ એ બધી છોકરીઓને લેવા માટે અમે બધા જવાના છીએ.રાજ દીદીને જમાડીને આરામ રૂમમાં મૂકી આવ".
ભલે સર..
ગુરવિંદરજી અબ હમ મહિલા ટીમ હૈ વહા ચલે.
યસ ચલો.
ગુરવિંદરજી અને પરમાનંદ વ્યાયામ મેદાન તરફ જાઈ છે.ત્યાં રાજન અને કમલ બધી મહિલા પોલીસને સૂચનો આપતા હોઈ છે.ગુરવિંદરજીને જોતા બધા તેમણે સેલ્યૂટ કરે છે.ગુરવિંદરજી પણ બધાને સેલ્યૂટ કરે છે.
"તુમ સબકો રાજનને બતા દિયા હોગા કી હમ એક સ્પેશિયલ મિશન પે જા રહે હૈ.સો જીસે અપની જિંદગી પ્યારી હો વો યહાસે નિકલ જાએ.ક્યોંકિ યે મિશન સે કિતને જિંદા આયેગે યે હમે પતાં નહિ.જો યે દેશ પે અપની જાન કુરબાન કારના ચાહતે હૈ વો હિ યહાં રુકે. આગે પરમાંદજી બતાયેગે ક્યોંકી મુજે ગુજરાતી બોલને મે જ્યાદા વકત લગેગા. મેને પરમાનંદજીકો સબ સમજા દિયા હૈ".
"આભાર ગુરવિંદરજી. તો હવે તમારામાંથી કોઈ આ મિશન પરથી દૂર થવા માગે છે"?
નો સર... બધા એક સાથે બોલ્યા.
"ઓકે.તો હવે બધા ધ્યાન થી સાંભળો.તમારે બધાને એલોકોની કેદમાં જવાનું છે.અમને નથી ખબર એ ક્યાં લઇ જશે?ત્યાં તમારી સાથે શું કરશે? અમે પણ તમારી પાછળ જ આવશું.લોકેશન મુજબ.પણ જો લોકેશન તૂટી જાઈ અને અમને આવવામાં વાર લાગે તો તમારે ત્યાંથી કંઈ રીતે છૂટવાનું છે એ સમજી લેજો.તમારા માંથી રિવોલ્વરના પાકા નીશનબાઝ એવા પાંચને સ્પેશિયલ રિવોલ્વર જે તમે છુપાવી હોય તો મશીન પણ શોધી ન શકે એવી આપવામાં આવશે.બધાને અલગ અલગ હથિયાર જેવાકે છરા, ચાકુ આપવામાં આવશે.તમારે બધાએ જીજ્ઞાને કવર આપવાનું છે કેમ કે આપણું ટ્રાન્સમીટર એમની પીઠ પર લગાવવામાં આવશે.જો એમને કંઈ થશે તો અમને લોકેશન મળશે નહિ.સાથે જ તમારા બધાની જાન પણ જોખમમાં આવી જશે.બોલો કોઈને કઈ પ્રશ્ન હવે"?
નો સર.
"ઓકે જીજ્ઞા તું હવે આ બધાને દોરડાથી બંધાયેલ હોઈ તો કંઈ રીતે છૂટી શકાય એ તાલીમ આપી દે.અને સવારે રાજેશે આપેલ સમયે આપણે હોસ્પિટલ જવાનું છે એટલે એ મુજબ તૈયાર રહેજે".
ભલે સર..
ક્રમશ:
શું મિશન પાર પડશે??
શું અડતાલીશ કલાક પહેલા મિશન પરથી પાછા આવી શકાશે??? અને જો નહિ તો શું જીજ્ઞા દીદી
ટ્રાન્સમીટરની આડઅસરો સહન કરી શકાશે???
આ બધા પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૮...
આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર........