Viral Tasvir - 4 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૪)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૪)


તે દિવસો યાદ કરી રહેલી અનિની મમ્મી આ બધું અનિના હાથને પકડીને યાદ કરી રહી હતી.
ડોકટર કોઈ તો ઈલાજ હશે ને?? સોરી પણ હવે ફક્ત ભગવાન પર ભરોસો રાખવો પડશે ક્યારેક કોઈક કેસમાં વ્યક્તિનો અવાજ તે જ દિવસે પાછો આવી જતો હોય છે તો ક્યારેક વર્ષો વીતી જતા હોય છે.
હવે અનિ અને તેના બન્ને મિત્રો રુદ્ર અને સલોની પાસે ભગવાન પાસે દુઆ કરવા સિવાય બીજું કશું હતું નહીં.

****
લે બેટા !! આ તારી કોફી,
કિચનમાથી હમણાં જ કોફી બનાવીને લઈ આવેલી અનિની મમ્મી ચાહ તેમની દીકરીને આપે છે. અનિ ?? બેઠા ઉઠ.ઓઢેલું બ્લેન્કેટ કાઢીને તેની મમ્મી તેને કહે છે,
જા ફ્રેશ થઈ આવ પછી આપણે ડિનર સાથે કરીએ આજે ઘણા દિવસો પછી તું હોશમાં આવી છું. અનિ પોતાના રૂમના બાથરૂમમાં જાય છે.
ત્યાં રાખેલ કાચ સામે જોઇને,
નહિ...........મમમમમમમ....મ્મી......
અઅઅઅઅઅઅઅઅ અહીં આવ જલ્દી પ્લીઝ અહીંયા આવ.
આટલા મહિનાઓ પછી આજે અનીના મોઢામાંથી આવો શબ્દ નીકળતા જ અનિની મમ્મી ઝડપથી પહોંચી જાય છે. શુ થયું?? અનિ બોલવા જતી હતી પણ ફરીથી તેનો અવાજ અટકાઈ ગયો. બોલને દિકા? શુ થયું?? અનિના ખભાને પકડીને તેની મમ્મી બોલી પણ અનિનો અવાજ જે હમણાં તેના મોઢામાંથી નીકળ્યો હતો તે પાછો સંભળાયો નહિ. તેની મમ્મી હવે ડરવા લાગી હતી એ બધું શુ થવા માંડ્યું છે??
મને કેમ આવા ભણકારા થાય છે !! પહેલા કોઈએ હાથ પકડ્યો પછી અજીબ હસવાનો અવાજ હવે અનિનો અવાજ આ બધું શુ છે? તે સમજવાની ઘણી કોશિશ કરે છે પણ કંઈ જ જડતું નથી.
હે ભગવાન....
તું શું કરવા બેઠો છે આ બધું ??
લે દીકરા આ સ્પેશિયલ અડદની દાળ અને મિક્સ ભાજી તારા માટે ખાઈ લે,
અનિની સામે ધરીને,
તેના ચહેરા પર એક અજીબ ઉલજન જોવા મળી રહી હતી જાણે તે સમજાવવા માંગતી હોય પણ કશું કહી ન શકાતું હોય એમ.
બન્ને ડિનર કરીને સાથે અનિના રૂમાં સુવા માટે જાય છે. જ્યારથી અનિની હાલત આવી થઈ હતી ત્યારથી તેની મમ્મી અને તે બન્ને સાથે જ સુઈ જતા હતા કેમ કે ઇશી જાણતી હતી કે તેની અનિ કેટલી ડરપોક છે પણ હમણાંથી તો બન્નેની હાલત સરખી બન્ને એકબીજાને અશ્વાસન આપીને જીવી રહ્યા હતા કે કાલે બધું ઠીક થઈ જશે. ભલે અનામિકા કઈ બોલી શકતી નહોતી પણ તે ઘણું કહી જતી તેની મમ્મી આંખો આખોમાં,
બસ આ જ પ્રેમ હોય છે એક માતા અને પુત્રી વચ્ચેનો અને ખાસ તો ત્યારે જ્યારે બન્ને એકબીજા સાથે એકબીજાને માટે જીવી રહયા હોય.
અચાનક ફોન વાઈબ્રેટ થતા ઇશી ફોન ઉપાડે છે.
હેલો....હન બેટા રુદ્ર બોલ !!
કેમ આટલો મોડો કોલ કર્યો?? કઈ નહિ આંટી મને અનિને કઈક કહેવું છે.
હા આપું છું, આ લે અનિ રુદ્રનો કોલ છે.
હેલો અનિ....
યાર એક મસ્ત વાત છે. તારો પેલો આપણે નેહાના લગ્નમાં ફોટો ક્લિક કર્યો હતો ને??
ખબર નહિ એ કેવી રીતે અને શા માટે
પણ એ ફોટો તારો આજે ફેસબુક પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકોના ખૂબ મેસેજ આવી રહ્યા છે. વિવેચકો પણ તે ફોટોના ખૂબ વખાણ કરી રહ્યા છે બસ મને હવે એ જાણવું છે કે તે દિવસ રાત્રે ૧૦:૦૧ પર આપણે ફોટો ક્લિક કર્યો ત્યારે એ ફોટોમાં પેલું શુ છે.
અનિના એક્સપ્રેશન બદલાયા,
શાયદ તેને આ બધી ખબર હતી તે જાણતી જ હતી કે શું હતું અને બસ આ જ બધી વાતો તેના મગજમાં ફર્યા કરતી હતી.
તેણે ઘણી વખત કાગળ અને પેન લઈને આ બધું લખવાનું કોશિસ કર્યું પણ તે સમજાવી જ સકતી નહોતી કે તેને આખરે શુ કહેવું છે.ફોન અનિએ કટ કરીને તેની મમ્મીને આપી દીધો અચાનક આમ ફોન આપી દેતા ઈશી થોડી અટપટી થઈ અને બોલી,
દીકરા તે કોલ કટ કરી દીધો??
સામે જોવે છે તો અનામિકાની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. ઇશી ફટાફટ તેની જોડે ખસીને તેને પોતાના ખોળામાં લઈ લે છે અને કહે છે,
દીકરા ચિંતા કર મા બધું ઠીક થઈ જશે હું રુદ્ર અને સલોની છીએ ને તારી સાથે બસ થોડો સમય રાહ જોઈએ આપણે પછી બેસ્ટ ડોકટર પાસે દવા કરાવીશું તારી. તારો અવાજ પાછો આવી જશે રડ ના પ્લીઝ તું, મારો વાઘ જેવો દીકરો આટલી જલ્દી થોડી હાર માનશે.
હન......ચલ ઊંઘી જા થોડી વાર હું તને એક મસ્ત વાત કહું તું નાની હતી ત્યારની

ઇશી કે જે અનિની મમ્મી છે તે ડરી ગયેલી અનામિકાને એક સ્ટોરી સંભળાવે છે.
***
તું જ્યારે નાની હતી ને ત્યારે ખૂબ જ ચંચળ હતી નવા લોકો સાથે વાતો કરવી અને તેમને હેરાન કરવા એ તને ખૂબ જ ગમતું ક્યારેક તો હું ત્રાસી જતી. સ્કૂલ જતી વખતે તને કોઈપણ ભૂખ્યો કે નબળો માણસ દેખાય તો તું તેને ઘરે લઈ આવતી.
આવી જ રીતે એકદિવસ તું એક છોકરીને લઈ આવી જે તારી સ્કૂલની નજીક એક ઝૂંપડીમ રહેતી હતી શાયદ એણે તને એવું કીધું તું કે તેનું કોઈ નથી આ દુનિયામાં મને પણ રડવું આવી ગયું હતું એ વખત કે મારી આટલી નાની દીકરી કેટલું સમજે છે.
અને તે દિવસ એ મેં તને આખા દિવસમાં તારી પસન્દ નું બધું જ કરવા દીધું'તું. ખબર તને તે શું કર્યું તું??
તે જીદ કરીતી કે ઓલુ પરલેજી બિસ્કિટ આવે છે એવું જ ફ્રોક તને જોઈએ. બાપા !! શુ કહેવું તારું ક્યાં ક્યાં ગયા હતા ત્યારે એના જેવું ફ્રોક મળ્યું હતું અને એ ફ્રોક શુ કહેવું એનું તો,
લાવ્યા પછી એક અઠવાડિયા સુધી તે ધોયા વગર પહેર્યું હતું એને અનિ કેટલા મસ્ત દિવસો હતા એ તું ને હું બસ આપણી દુનિયામાં મસ્ત.
આજે.....ઇશી રડવા લાગતી પણ અચાનક વિચાર આવ્યો કે
અનિ, તેણીએ જોયું પણ અનિ સુઈ ગઈ હતી.
બેડ પર સીધી કરીને તેનું બ્લેન્કેટ ઓઢાડી સુવડાવી દીધી.
માથે હાથ ફેરવી એક કીસી કરી કીધુ,
ચલ દિકા ગુડ નાઈટ સુઈ રે શાંતિથી ચિંતા કરીશ નહિ હું છું ને આપણે બધું જ કમ્પ્લીટ કરી દેશુ મને વિશ્વાસ છે એકદીવસ બધું સારું થઈ જશે.
***
ડોરબેલ વાગતા જ કિચનમાં કામ કરી રહેલી
ઇશી ઝડપથી બહાર આવી,
આવ આવ બેટા...
સલોની અને રુદ્ર હતા.
રુદ્ર તું અહીંયા?? તને કોલેજ નથી જવાનું?? અને બેટા સલોની તું તને ઓફિસ નથી જવાનું??
હા આંટી અમને બન્નેને જવાનું છે પણ થયું અનિને મળીને જઈએ ક્યાં છે એ??
હજી તો ઉઠી જ નથી જાવ એના રૂમમાં છે તમે આવ્યા છો એટલે ઉઠી જશે અને એને સારું પણ લાગશે. હા આંટી અને કઈ બનાવશો ના હન અમે થોડી જ વાર બેસીશુ પછી સાંજે છૂટીને અહીંયા ક રોકાઈશું.
હા ઇશીએ કહ્યું, રુદ્ર અને સલોની બન્ને ઝડપથી અનિ પાસે જાય છે. રુદ્ર , ઓ દિકુ મારી ચલ ઉઠ આજે તને ખબર છે શું છે?? પ્રોપોઝ ડે છે થોડી ટિપ્સ આપને મને. રુદ્ર ઇચ્છતો હતો કે પેલી હસતી બોલતી અને વાત વાતમાં તેની ખેંચી લેતી અનિ એની પાસે આવે પણ તેવું બન્યું નહિ અનિ ઉઠી તો ખરી પણ શાંત.


ક્રમશ :