sansmaranoni duniya in Gujarati Moral Stories by Rajeshwari Deladia books and stories PDF | સંસ્મરણોની દુનિયા

Featured Books
Categories
Share

સંસ્મરણોની દુનિયા

વેકેશન પડે એટલે કોને મામાનું ઘર નાં યાદ આવે.દરેકને યાદ આવે એ દેખીતી વસ્તુ છે.અને આજે આટલા વર્ષે
પણ હું એમાંથી બાકાત રહી નથી શક્તી.

હુ અને મારી બહેનો વેકેશન પડે એટલે તરત જ મામાને ઘરે ઉપડી જઈએ. મામા નાં ઘરે મામાની દિકરી અને દિકરાઓની જોડે ખૂબ જ મજા મસ્તી કરીએ અને વેકેશનની મજા માણીયે. અમારાં બધામાં મામાની એક દિકરી મીનાક્ષી જેને અમે ટીની કહીએ. ટીનીને
બોલવામાં થોડી તકલીફ હતી. પણ એ ખૂબ જ ભોળી હતી.

ટીનીને બોલવાની તકલીફ હતી અને મામા એ એને કોઈ બીજી મુસીબતનો સામનો નાં કરવો પડે એટલે એનાં લગ્ન જલ્દી કરાવી દીધાં હતાં.

સ્વભાવની ભોળી ટીનીને એનો પતિ પણ એટલો જ સારો મળ્યો હતો. એનો પતિ એટલે વિજય જે ટીનીની
ખૂબ જ કાળજી રાખતો.અને ક્યારેય પણ એની બરાબર ન બોલી શકવાની ખામી ને જણાવવા નાં દેતો.એ એને ખુબ જ પ્રેમ કરતો. એને દરેક રીતે સમજતો.

બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યુ હતુ.ટીનીને એક દિકરો અને બે દિકરી પણ છે. જે આજે ઘણા મોટા થઈ ગયા.

એક દિવસ ટીનીને ખૂબ જ તાવ આવ્યો. એને થોડી થોડી કમજોરી મહેસુસ થવા લાગી.એટલે એને જીજાજી ને કહ્યુ કે મારી તબિયત સારી નથી અને મને ખૂબ જ કમજોરી મહેસુસ થાય છે.આવું સાંભળીને જીજાજી ટીનીને ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યાં તેઓ એ બધા રિપોર્ટ કઢાવ્યા.રિપોર્ટ જોઈને જીજાજીની આંખ ભરાઈ આવી.કેમ કે ટીનીને કેન્સર જાહેર થયુ હતું.

આ સાંભળીને ઘરનાં બધા જ લોકો ખૂબ જ ચિંતામાં પડી ગયા.પણ ટીની બિલકુલ હિંમત નાં હારી અને ઘરનાં તમામ લોકોને પણ હિંમત આપીને કહેવા લાગી કે મને બધુ જ સારુ થઈ જશે.

આમ ને આમ બે થી ત્રણ વર્ષ નીકળી ગયા. કેન્સરની અસર ટીનીનાં શરીર પર દેખાઈ રહી હતી. એનાં બધા વાળ ધીરે ધીરે નીકળવા લાગ્યા હતાં.શરીર પણ એનું ફિક્કું પડતુ જતુ હતુ.તો પણ એ હિંમતથી અને સમજદારીથી કામ લઈ રહી હતી.એને વિશ્વાસ હતો કે એ સારી થઈ જશે.અને ટીનીનો વિશ્વાસ ખરેખર સાચો પડ્યો.ટીનીનું કેન્સર સારુ થઈ ગયું.ટીનીનું કેન્સર સારુ થઈ રહ્ય છે એ જાણીને બધાં ખૂબ જ ખૂશ થઈ ગયા હતા.

ઘરમાં બાળકો અને અને બીજા બધાની ખુશીનો પાર નાં રહ્યો.અને એ પણ હવે થોડી સ્વસ્થ રહેવા લાગી.

છેલ્લાં ઉનાળુ વેકેશન હું અને મારી બહેનો વેકેશન માટે મમ્મીને ત્યાં ગયા ત્યારે ટીની અમને લોકોને મળવા આવી હતી.પહેલા કરતા એ ખૂબ જ ગંભીર લાગી રહી હતી પણ બહારથી તે ખૂબ જ ખુશ હોય એવો ભાવ બતાવતી હતી.જાણે કે એને અંદરથી કોઈ ચિંતા સતાવતી હોય એવું લાગી રહ્યુ હતુ.વાતો વાતોમાં એ બોલી ગઈ હતી કે ચાલો આજે કેટલા વર્ષે આપણે મળ્યાં. ખબર નહી ફરી પાછા ક્યારે મળીશું....અને મળીશું પણ કે નહી એ પણ ક્યાં ખબર છે. આવુ બોલી એ અમને ત્રણેય બહેનોને વળગીને ખૂબ જ રડી પડી હતી.

પણ ટીનીને અને ઘરનાં લોકોની ખુશી વધુ દિવસ નાં રહી.ટીનીને ફરી પાછો કેન્સરનો હુમલો થયો.આ સમયે ખબર નહી કેમ પણ ટીનીની હિંમત તુટી ચૂકી હતી. ફરી પાછી એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. ફરી એને કિમો થેરેપી આપવામાં આવી.પણ આ વખતે એ સહન ના કરી શકી.

એક દિવસ એ જીજુને પાસે બેસીને વાત કરવા લાગી.

વિજય સાંભળ મને નથી લાગતું કે હવે હુ બચી શકુ.આપણા પ્રેમનાં પ્રતીક રૂપી આપણા દિકરા દિકરીઓ હવે થોડા મોટા થઈ ગયા છે. આ હુ એટલાં માટે કહી રહી છું કે મને ખબર છે હુ હવે અહિ થોડા દિવસ માટે જ છું.બાકી સંતાનો ગમે એટલાં મોટા થાય તો પણ માતા પિતાની નજરમાં તો એ બાળક જ છે.પણ આજે હુ એમને એટલાં માટે મોટા કહી રહી છું કે હુ એમને છોડી ને જઈ રહી છું.અને હવે એ લોકો પોતાને સંભાળી લેશે. પણ મને ચિંતા તમારી થઈ રહી છે. દિકરા દિકરીઓ પોતાની જિંદગી સંભાળી લેશે. પણ આગળની જિંદગીમાં તમારુ શુ? આ વાતની મને ખૂબ જ ચિંતા થાય છે.એટલે હુ તમને કહુ છું કે મારા ગયા પછી તમે બીજા લગ્ન કરી લેજો.કેમ કે હુ જાણુ છું કે જીવનસાથીની સાચી જરૂરત હવે પડશે. અને એ સમયે તમને સાથ આપવા માટે હુ નહીં રહું.

ટીનીની આ વાત સાંભળીને જીજાજી ખૂબ જ રડવા લાગ્યા.

જો ટીની એક વાત સાંભળી લે હુ તને ક્યાંય જવા નથી દેવાનો. એટલે તુ આવી બધી વાતો નાં કરીશ. હુ તારા માટે દરેક પરિસ્થિતિનો સામનો કરીશ.તુ બિલકુલ ચિંતાનાં કર. તુ બહુ જલ્દી સારી થઈ જઈશ.

પછી બે ત્રણ દિવસ પછી ટીનીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી.લગભગ પંદરથી વીસ દિવસ હોસ્પિટલ
માં રહી. પછી ડોક્ટરે કહી દીધું હવે તમે આમને ઘરે લઈ જાવ. જેટલી સેવા થાય એટલી કરો.

આવુ કહ્યુ એટલે બધાની હિંમત ભાંગી ગઈ. હવે તો એનાથી ઉભુ પણ નતૂ થવાતું કે બેસી પણ નતૂ શકાતું.તેમ છતાં પણ ઘરનાં લોકો એ હિંમત નતી હારી.
ટીનીને બચાવવા માટે જેને જે પણ કઈ કહ્યુ એ બધુ જ કર્યું.

આ સમયે ટીનીને પૂરેપૂરો સાથ એમનાં સાસુએ આપ્યો. એક માં થી પણ વિશેષ કાળજી ટીનીની તેમને લીધી. કેમ કે ટીની તો પથારીવશ થઈ ગઈ હતી.

એજ દિવસમાં મારા મમ્મી એને મળવા ગયા હતાં.ત્યારે એ મમ્મી ને જોઈ ને કહેવા લાગી અને મારી ફોઈ કહીને રડવા લાગી. ત્યારે એને અમને ત્રણેય બહેનોને પણ યાદ કરી હતી.

ઘણુ બધુ બધા એ એની માટે કર્યું પણ કહેવાય છે ને કે "વિધિના લખ્યા લેખ લલાટે હાલ્યા જાય જાય જાય."
ભગવાને જેટલુ આયુષ્ય આપ્યું હોય એટલું જ જીવન જીવી શકાય.

આમ થોડા દિવસ પહેલા જ ભગવાને ટીનીનો પ્રાણ લઈ લીધો.ટીનીનું પ્રાણ પંખેરૂ ઘડીભરમાં જ ઊડી ગયુ.
ટીની બધાને છોડી ને આ દુનિયાને છોડીને જતી રહી.

આ જોઈને જીજાજીની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ.

ટીની ઓ ટીની ઊઠને. જો ને હુ જમવા માટે તારી રાહ જોઈને બેઠો છું.તને તો ખબર જ છે ને કે તુ જયાં સુધી મને જમવાનું ના પીરસી આપે ત્યાં સુધી મને જમવુંનાં ગમે. ઊઠ ને મારી વ્હાલી ઊઠને.......

આવુ કહી તેઓ પોક મુકી ને રડવા લાગ્યા.

બાળકોની હાલતની તો વાત જ શુ કરૂ.ત્રણેય જણા ખૂબ જ ગંભીર થઈ ગયા હતા.

જ્યારે સ્મશાન યાત્રા નીકળવાની હતી ત્યારે ત્રણેય બાળકો જોરથી બોલી ઉઠ્યા,

"પંખી બોલે, સરોવર બોલે,
કેમ નાં બોલે મારી માં,
તમને બોલવુ મારી માવડી
હો માં....તમને બોલાવુ મારી માવડી....."

ભૂખ્યા રહીને માં તેં અમને જમાડ્યા,
ભીને સૂઈને માટે સુકે સુવડાવ્યા,
કેમ નાં બોલે મારી માં,
તમને બોલવુ મારી માવડી
હો માં....તમને બોલાવુ મારી માવડી....."

આંબા ડાળે કોયલ બોલે,
વન વગડાના પશુ બોલે,
એકનાં બોલે મારી માં,
તમને બોલવુ મારી માવડી
હો માં....તમને બોલાવુ મારી માવડી....."

આ સાંભળી ત્યાં આવેલ દરેકની આંખોમાં આસું આવી ગયા.

ટીની એ જે કહયું હતુ કે હવે આપણે પાછા નાં મળીએ.એ વાત સાચી પડી અને એ તો બધાને છોડીને ભગવાનનાં ધામમાં જાત્રા કરવા જતી રહી.

🙏🙏🙏🙏🙏

રાજેશ્વરી