Himmat manushy no sacho mitra - 3 in Gujarati Classic Stories by Hiten Kotecha books and stories PDF | હિંમત મનુષ્ય નો સાચો મિત્ર ..3.

Featured Books
Categories
Share

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર ..3.

ડર માણસ નો સૌથી ખરાબ દુશ્મન.માણસે ડર ને જીતવા માટે જેટલું થતું હોય તે કરવું જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે તમે બધું કામ છોડી આ કામ કરવું જોઈએ તો તમારું જીવન આનંદમય બની જાય.

ડર જેવી કોઇ ચીજ છે જ નહીં.બસ ફક્ત તમારા વિચારો જ છે, જે તમને ખતમ કરી નાંખે છે. ડર લાગવાનું એક કારણ એ પણ છે, તમે કરેલા કામ નું રિઝલ્ટ ખરાબ આવે ત્યારે તમારી વર્તણુક.

તમેં ગમે તે કર્મ કરો અને પરિણામ ખરાબ આવે પણ તમારી વર્તણુક જો સારી હોય તો તમે જીતી જાવ. પણ તમે ડરી જાવ, હિંમત હારી જાવ તો જીવન બરબાદ થતા વાર ના લાગે.

અમે જયારે કોલેજ નાં બીજા વર્ષ માં હતા ત્યારે અમારા છ જણા નું ગ્રુપ હતું. અમે બધા એવરેજ વિદ્યાર્થી હતા. કોઈ સ્કોલર નહોતું. પણ અમને બધા ને એ તો પાકકી ખાતરી હતી કે બધા પાસ તો થઈ ને મિનિમમ 60 થી 65 ટકા તો જરૂર લાવશું. એટલે પરીક્ષા આપીને બધા નિશ્ચિત હતા કે પાસ તો થવાના જ છીએ. પણ રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે અમારા માં થી એક અમારો ફ્રેંન્ડ ફેઈલ થયો. અમારા માથે તો જાણે વીજળી પડી ગઈ. અમે પાસ થયેલા બધા ફ્રેંન્ડસ ભેગા થયા અને ખુબ દુઃખ વ્યક્ત કર્યું. અમે વિચાર્યું ક્યાંક તે આપઘાત ના કરે. અમે વિચાર કરવા લાગ્યા તેની સામે કેવી રીતે જઈશું. ખુબ દુઃખી દુઃખી તેના ઘરે ગયા અને તેની જોડે વાત કરી પણ અમને લાગ્યું નહીં કે તેને જરાપણ દુઃખ હોય અને તે તો જાણે કાઈ બન્યું ના જ હોય તેમ વાત કરતો હતો. અમે જ્યારે તેના નાપાસ થવા વિશે વાત કરી ત્યારે તેણે જે કીધું તે જીવન માં ઉતારવા જેવું છે. જે વાત કોઈ ના શીખવે તે વાત તેણે શીખવી. તેના જ શબ્દો માં તેની વાત સાંભળો

" હું અત્યારે ફેઈલ થયો તેનું મને જરા પણ દુઃખ નથી કારણકે જો હું દુઃખી થાવ તો ડિપ્રેશન માં સરી પડું. હું ફેઈલ થયો તેમાં મારો જરાપણ વાંક નથી. મેં મારી પૂરતી બધી મહેનત કરી હતી અને કોનો વાક છે તેમા હું મારો સમય બગાડવા માંગતો નથી. હું નિરાશ થઈશ તો હું કયાંય નો નહીં રહું ને જો મારે ખુશી થી જીવવું હશે તો એમાં પણ પોઝિટિવ થવું જ પડશે તો જ હું જીવન જીવી શકીશ.

પહેલી વાત હું ફેઈલ થયો એટલે મારી લાઈફ ખતમ નથી થઇ જતી. હું એક કામ કરીશ, આવતી પરીક્ષા સુધી મને સમય મળશે તેમાં હું એક બીઝનેસ શરૂ કરીશ કે જે હું ભણી ને કરવાનો હતો. તો એમાં મારો પાયો અત્યાર થી જ મજબુત થશે.

બીજી સારી વાત કે આ પરીક્ષા માં મેં મહેનત ખૂબ કરી હતી હવે વધુ મહેનત કરી ને હજી સારા માર્ક્સ લાવીશ.

ત્રીજી વાત નવી પરીક્ષા આપતી વખતે મને નવા ફ્રેંડસ મળશે અને તમે બધા તો છો જ એટલે મારા છે એના કરતાં મને ડબલ ફ્રેંન્ડસ થશે.

ચોથી વાત મારા ફાધર ને મારે મારી પહેલી કમાણી માં થી એક સરસ રિષ્ટ વૉચ ભેટ આપવાની મારી ઈચ્છા હતી તે ઈચ્છા મારી હવે બહુ જલ્દી પુરી થઈ જશે.તો જો આટલી સારી વાત હોય તો મારે દુઃખી થવાને બદલે આનંદ મનાવો જોઇએ.

હવે તમે જ કહો જે માણસ આવી રીતે વિચાર તો હોય તેને કોણ ડરાવી શકે.હરેક માણસ ના જીવન માં કરેલા કર્મ પછી ઘણી વખત ખરાબ પરિણામ આવતા જ હોય છે. પણ જો તમારો અભિગમ જો પોઝિટીવ હોય તો તમને કોઈ ડરાવી શકે જ નહીં.

મિત્રો, ક્યારે પણ તમે કરેલા કર્મ ના ખરાબ પરિણામ આવે તો ડરતા નહીં. પણ પુરી સ્વસ્થ તા થી તેમાં પણ કંઈક પોઝિટિવ ગોતજો અને મારી ચેલેન્જ છે કે હરેક બાબત માં કંઈક પોઝિટિવ મળી જ રહેશે અને કોઈ પણ ખરાબ પરિણામ પર જો તમે ડરશો નહિ તો તમે કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિ ને આસાની થિ જીતી શકશો.

.......Thank you.