revange to love - 15 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | બદલાથી પ્રેમ સુધી - 15

Featured Books
Categories
Share

બદલાથી પ્રેમ સુધી - 15

બદલાથી પ્રેમ સુધી ભાગ પંદર

આપણે આગળ જોયું કે પ્રીત તેના ભાઈ વિશે વિચારી રહી છે અને તે તેના ભૂતકાળમાં ખોવાઈ જાય છે .હાલ પ્રીત તેના રૂમમાં સોફા પર બેઠી છે તેના હાથ માં કૉફીનો મગ છે. તેને રેડ ક્રોપ ટોપ અને નેવી બ્લુ લેધરનું જીન્સ પહેર્યું છે .કોફી પીતા પીતા જ પ્રીત જેવી તેના ભૂતકાળ વિશે વિચારે છે તે મનમાં જ કહે છે.

"હું મારી જિંદગી નો એ દિવસ કયારેય નહિ ભૂલી શકું જ્યારે ઘરમાં એ ખરાબ માણસો ત્યારે તો મને એમ પણ ક્યાં ખબર હતી કે તેઓને આતંકવાદી કહેવાય તેઓ અચાનક જ તેમનો જીવ બચાવવા ઘરમાં ઘુસી આવેલા અને તેઓએ મારા પરિવાર નો જીવ લઈ લીધેલો.

હું તો જ્યારે મમ્મી ના માથા પર રાખેલી ગન ને દૂર કરવા ગઈ ત્યારે જ ત્યાં કોઈએ મારા મોં પર સફેદ રૂમાલ મુકેલો અને હું બેભાન થઈ ગયેલી.જયારે હું ભાનમાં આવી ત્યારે મેં મારી જાતને એક અંધારા ઓરડામાં કેદ જોઈ .પ્રકાશની એક કિરણ પણ ક્યાંયથી પ્રવેશી શકે નહીં તેવો અંધારો ઓરડો.

મને નાનપણથી જ અંધારાથી ખુબજ ડર લાગતો. મેં મારા જીવન માં કયારેય અંધારું જોયેલું જ નહીં . રાત્રે સૂતા સમયે પણ ભાઈ ને લાઈટના અજવાળા માં ઊંઘ ન આવતી તો એ ગરમી માં પણ ઓઢીને સુઈ જતો અથવા આંખે કાળી પટ્ટી બાંધતો પણ મારા માટે લાઈટ ચાલુ જ રહેતી. ક્યારેક ઘરમાં રાત્રે લાઈટ જાય તો પણ મીણબત્તી અને ફાનસ મમ્મી હંમેશા ઘરમાં રાખતી એને ખબર હતી કે મને અંધારા માં કેટલો ડર લાગે છે એટલે.

હું કોઈ પણ પરિસ્થિતિ સામે સરળતાથી લડી લેતી પણ અંધારું આવે એટલે હું સાવ હારી જતી અને આજે પણ કઈંક આવું જ થયું એ ઓરડામાં અંધારું જોઈને હું ખૂબ ડરી ગઈ. મેં જોરથી ચીસ પાડી. મારી ચીસ સાંભળી ને ત્યાં બે માણસો આવ્યા હતા.તેઓ એ મારા હાથ બાંધી દીધા અને મારા મોં પર સફેદ પટ્ટી મારી દીધી.જેથી હું કંઈ બોલી ન શકું.તેઓ એકબીજા સાથે હિન્દી ભાષા માં વાત કરી રહ્યા હતા

એક માણસ બીજા ને કહી રહ્યો હતો કે.....

"ભાઈ ઇસ લડકી કા ક્યાં કરના હૈં"

"કરના ક્યાં હૈ બોસ કો આને દો દેખતે હૈ ઇસકા ક્યાં કહતે હૈ વો" બીજા માણસે જવાબ આપ્યો.

થોડી વારમાં ત્યાં કોઈ માણસ ના આવવાનો અવાજ અને એ માણસે આવતા પહેલ જ મને જોઈ અને કહેલું કે...

"ઈસ લડકી કા ઇન્તજામ હો ગયા હૈ"

તે માણસ એક ફોન કરે છે અને થોડી વારમાં ત્યાં એક સ્ત્રી આવે છે જેને લાલ સાડી પહેરી હોય છે તે શરીરે એકદમ શ્યામ હતી તે શરીરમાં ભરાવદાર પણ હતી અને તેના કપાળ પર મોટો ચાંદલો દોરેલો હતો તે આવતા ની સાથે જ બોલી

"ક્યાં ભાઈ કયો યાદ કિયા કાન્તાં બાઈ કો"

એમને જોઈ ને પેલો ભાઈ મને મારા ખભા થી પકડી ને ઢસરડી ને એ બાઈ ને સોપી દે છે કહે છે કે

"કાન્તા બાઈ તેરે લિયે નયા માલ આયા હૈ દેખ ઈસ લડકી કો ઓર બતા કિતના દેગી ઇસકા"

પેલી સ્ત્રી મને મારા મોં પર થી પકડી ને મારી આંખોમાં આંખો નાખી ને જુએ છે ત્યારે હું મારી આંખો નીચે કરી લઉં છું એ સ્ત્રી મને જોઈને કહે છે...

"લડકી હૈ તો બહોત કામ કી ભોલી સુરત હૈ ઔર બડી હોગી તબ ધંધા ભી કરેગી ઈસ લડકી કા પાંચ દે શકતી હું મૈં"

પેલા ભાઈ ને બાઈ ની વાત પસંદ ન આવતા થોડું મો બગાડી ને તે બોલ્યા...

"ક્યાં રે ઇતના અચ્છા માલ ઓર સિર્ફ પાંચ બહોત કમ હૈ નહિ બેચની લડકી નિકલ યહાં સે"

પેલા ભાઈ ની વાત સાંભળીને કાન્તા બાઈ કહે છે

"ક્યાં ભાઈ અપના કિતના પુરાના રિશ્તા હૈ નારાજ કયો હોતે હો અચ્છા ઠીક હૈ પાંચ નહી પર સાત મૈં સોદા પક્કા કરો ઔર અબ જ્યાદા નહીં યે લડકી મેરી હુયી"

મને એ સ્ત્રી ને સોંપતા એ ભાઈ બોલ્યા

"ઠીક હૈ લે જા તું ભી ક્યાં યાદ રખેગી"

કાન્તા બાઈ મને એ અંધારા ઓરડામાંથી તેમના અડ્ડા પર લઈ ગયા જ્યાં મારા જેવડા અને મારાથી થોડા નાના મોટા ઘણા છોકરાઓ હતા મને એકદમ જુના ફાટેલા કપડાં પહેરાવ્યા અને મો પર કંઈક કાળું કાળું ચોપડીને મને સાવ કદરૂપી બનાવી દીધી મને એક માણસે એક વાટકો આપ્યો અને કહ્યું

"એય લડકી અગર જીન્દા રહના હૈ તો જીતના મૈં બોલતા હું ઇતના હી તું બોલેગી સમજી વરના..."

એ માણસે મને સિંગનલ પર ભીખ માંગતા શીખવી અને પછી એ અમારા પર નજર રાખતો દરરોજ મારતો અને એ બોલે એટલા પૈસા તો ગમે તેમ કરીને લાવવા જ પડતા મેં મરવાના પણ ઘણા પ્રયત્નો કરેલા પણ એ લોકો મરવા પણ ન દેતાં .

એક દિવસ દરરોજ ની જેમ જ ભીખ માંગતા એક મોટા શેઠ પાસે ગઈ અને તેમણે મને સો રૂપિયા આપેલા હું બહુ જ ખુશ થઈ હતી કારણ કે આજે તો સૌથી વધુ ભીખ મેં ભેગી કરી હતી બહુ ખુશ થઈ ને દોડતા દોડતા હું મારા મિત્રો પાસે જઈ રહી હતી ત્યાં જ રસ્તા માં પુરપાટ ઝડપે આવતી એ ગાડી એ મને રગદોળી નાખી.

પળવાર માં ત્યાં લોહીના ખાબોચિયાં ભરાઈ આવ્યા મારુ તો આ દુનિયામાં કોઈ હતું જ નહીં એટલે હવે મને લાગ્યું કે મારો અંતિમ સમય આવી ગયો એટલે હું મારી ઝીંદગી ના છેલ્લા શ્વાસ ગણી રહી હતી ત્યાં જ એક વ્યક્તિ નો અવાજ સંભળાયો.

"અરે! અહીં આટલી ભીડ શાની છે?"

"સાહેબ એક એક્સિડન્ટ થયો છે" ટોળામાં ઉભેલા એક ભાઈ એ જવાબ આપ્યો.

"તો જેનો એક્સિડન્ટ થયો છે તેની સારવાર કરાવો...." એ વ્યક્તિ એ કહ્યું

"સાહેબ કોઈ ભિખારી છે મરવા દો ને છૂટે એ આ જિંદગી માંથી" ટોળામાંના વ્યક્તિ એ કહ્યું

"ના એમ કોઈ ને મરવા ના દેવાય હું તેની સારવાર કરાવીશ"એ વ્યક્તિ એટલું બોલ્યા

એ વ્યક્તિ ટોળા ને ચીરતો મારી પાસે આવ્યો મને તેના ખોળામાં લીધી અને ગાડી માં સુવડાવી અને એણે એના ડ્રાઈવર ને કહ્યું કે ઝડપી ગાડી ચલાવે એ વ્યક્તિ ના ખોળા માં જ હું સૂતી હતી એ મારા માથા પર વ્હાલથી હાથ ફેરવતા એટલું જ બોલ્યો હતો કે..


"બેટા ઘભરાઈશ નહિ હિંમત રાખ બધું ઠીક થઈ જશે હું તારી સાથે જ છું"

એ વ્યક્તિ ના રૂપમાં મને એવું જ લાગ્યું કે હું ભગવાનને જોઈ રહી છું . થોડી વારમાં હોસ્પિટલમાં મને ખસેડવામાં આવી ત્યાં મારી સારવાર ના પૈસા પણ તેમણે આપ્યા અને મારો જીવ બચાવ્યો.

હું જ્યારે ભાનમાં આવી ત્યારે એ માણસ મારી પાસે જ ટેબલ પર બેઠો હતો. મારા માથા પર
પ્રેમ થી હાથ ફેરવતા તેમણે કહ્યું

"દીકરી તું ઠીક તો છે ને "

મારાથી બોલી શકાય એમ ન હતું એટલે મેં ઈશારાથી જ હા કહ્યું . એમણે મને કહ્યું કે એમને મારી દવાઓ અને બીજા બધા પૈસા ચૂકવી દીધા છે અને હવે તેઓ જઈ રહ્યા છે જતાં જતાં તેમણે એમ પણ કહેલું કે તારું ધ્યાન રાખજે પણ મેં તેમને જવા જ ન દીધા તેમનો હાથ મારામાં હતી એટલી હિંમત થી મેં પકડી રાખ્યો અને આંખમાં આંસુ સાથે ઈશારાથી જ મેં માથું હલાવીને ના પાડી અને તેમને મને છોડી ને નહિ જવા કહ્યું....

તેમણે એક સ્મિત આપ્યું અને એમનો હાથ મારા હાથ પાસે લાવીને કહ્યું

"તારી ઈચ્છા છે ને કે હું તને છોડી ને ન જાવું તો પછી તારે જલ્દી સાજા થઈ ને મારી સાથે મારા ઘરે આવવું પડશે"

મેં ત્યારે હકારમાં માથું હલાવ્યું અને થોડા દિવસો માં મને ડિસ્ચાર્જ કરવામાં આવી તેઓ મને તેમના ઘરે લઈ ગયા અને મારું નામ પૂછ્યું પેલા લોકો એ આપેલા ઈંજીકસન ના લીધે મને મારુ નામ જ યાદ ન હતું મને મારી કોઈ ઓળખ જ યાદ ન હતી.

મેં મારા વિશે ઘણું યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ મને કંઈ યાદ ન આવ્યું છેવટે તેમણે મને કહ્યું

"મારે કોઈ દીકરી નથી અને જો એ હોત તો તારા જેવી પ્રેમાળ હોત એટલે આજ થી તું જ મારી દીકરી અને આજથી તારું નામ પ્રીત"

મારો થયેલો એ એક્સિડન્ટ અને હોસ્પિટલમાં થી ડિસ્ચાર્જ થયા પછી હું પહેલો શબ્દ તેમને જોયીને બોલેલી તે શબ્દ હતો

"પપ્પા"

તેમણે મને ગળે લગાડી ને કહ્યું આજથી મારી દીકરી ની જિંદગી ની નવી શરૂવાત થશે અમે બંને વાતો જ કરી રહ્યા હતા ત્યાં એક માણસ આવ્યો અને એણે ખુશી ખુશી કહ્યું કે

"બોસ તમે જે ડીલ માટે ઘણા દિવસો થી પ્રયત્નો કરતાં હતાં તે ડીલ આપણ ને મળી "

એ માણસ ની વાત સાંભળી ને તેમણે કહ્યું કે "મારી દીકરી ખૂબ જ શુકનિયાળ છે"

એ દિવસ થી હું એમના કાળજાનો કટકો બની ગઈ અને મારું જીવન એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ નાઘવેન્દ્ર સિંહ વાઘેલા મારા પપ્પા , જે આજે પણ મારા હીરો છે મારા માટે. દરેક દીકરી માટે તેનો હીરો કોઈ ફિલ્સ્ટાર જ હોય એવું નહિ પણ પપ્પા અથવા ભાઈ પ્રથમ હોય છે.

પપ્પાએ મારા પરિવાર ને શોધવાનો પ્રયત્ન પણ કરેલો પાછળ થી એક લકી મળેલી જે લકી ને જોતા જ મારા મોં માંથી નીકળી ગયેલુ "રોહિત ભાઈ"

પપ્પાએ કહેલું કે "પ્રીત દીકરા કદાચ તારો ભાઈ પણ આ દુનિયામાં નહિ હોય આ લકી મારા માણસ ને કોઈ કાન્તા બાઈ પાસે થી મળી હતી"

લકી ભાઈ ની હતી અને એ લકી ઉપર સજાવેલી વાદળી ડિઝાઇન અને નીચે લખેલી એ તારીખ પરથી મને એટલી ઘટના જ યાદ આવેલી કે આજે મારા ભાઈ રોહિત નો જન્મ દિવસ છે.

આજે આટલા વર્ષો થઈ ગયા હું દર વર્ષે આ દિવસે મારી પાસે રહેલી એ લકી ને જોઈ ને કહું છું
"હેપ્પી બર્થડે ભાઈ"

આજે પણ લકી મારા હાથમાં જ છે અને ત્યાં જ દરવાજા પર કોઈ નો નોક કરવાનો અવાજ આવે છે.

પ્રીત તેના ભૂતકાળના વિચારોમાં એટલી બધી ખોવાય ગઈ કે તેને કોફી કયારે પતાવી અને એની એને ખબર જ ન રહી કોફી નો મગ સાઈડ માં મૂકીને તે દરવાજો ખોલે છે . દરવાજા પર રોહિત આવ્યો હોય છે એટલે તે તેને અંદર આવવાનું કહે છે રોહિત અંદર આવે છે અને કહે છે

રોહિત:મેમ તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને અહીંયા ?..."

પ્રીત :ના હું ફાઇન છું

રોહિત:ગુડ

પ્રીત:હેપ્પી બર્થડે રોહિત

રોહિત:થેક્સ મેમ

પ્રીત:આ મેમ સાંભળવાની આદત નથી મને યુ કેન કોલ મી પ્રીત

રોહિત:ઓકે પ્રીત મેમ

પ્રીત હશે છે અને સાથે રોહિત પણ રોહિત તેના પાકિટમાંથી એક કાર્ડ કાઢે છે અને પ્રીત ને આપે છે

રોહિત:આ મારું કાર્ડ છે તમારે કોઈ પણ કામ હોય તો મને એની ટાઈમ કોલ કરી શકો છો

પ્રીત:(કાર્ડ લેતા) ઓકે હું તમારો સંપર્ક જરૂર કરીશ...

રોહિત:ઓકે હું નીકળું છું

રોહિત નીકળતો જ હોય છે ત્યાં જ પાછળ થી પ્રીત તેમને રોકતા કહે છે...

પ્રીત:એક મિનિટ રોહિત જો તમને વાંધો ન હોય તો એક વાત કહું...

રોહિત:એ તો વાત સાંભળ્યા પછી નક્કી કરાય

પ્રીત:જી....કાઈ સમજી નહિ હું

રોહિત: તમે વાત કહો હું મજાક કરતો હતો

પ્રીત:હું જ્યારે પણ તમને જોવું છું ને ત્યારે તમારી અંદર મને મારા ભાઈ દેખાય છે અને એમનું નામ પણ રોહિત હતું આજે એમનો પણ બર્થડે છે તો શું હું તમને આજ થી ભાઈ કહી શકું....?

રોહિત:શુ કામ નહીં મન શું વાંધો હોવાનો હું ખુદ જ તમને કહેવાનો હતો કે શું હું તમને બહેન કહી શકું પણ તમારું સ્ટેટ્સ જોઈ ને મારી હિંમત ન થતી .આજે તમે મને મારા બર્થડે પર સૌથી બેસ્ટ ગિફ્ટ આપી છે

પ્રીત રોહિત ની સામે હળવું સ્મિત કરે છે અને કહે છે...

"મને તો એમ હતું કે મારે કોઈ મોટી વસ્તુ લેવા જવું પડશે તમારા માટે"

રોહિત:ના મારા માટે લાગણી વધુ કિંમતી છે અને મને તો ગિફ્ટ આપવી ગમે લેવી નહિ. હવે હું નીકળું મારી બહેના

પ્રીત:ઓકે બાય ભાઈ હેવ અ નાઇસ ડે

રોહિત ઝડપથી હોટેલ માંથી નીકળી જાય છે અને ઘરે જાય છે સોનાક્ષી ની પસંદ નો નેવી બ્લુ ટીશર્ટ અને બ્લેક જીન્સ સાથે વાળ માં વનસાઈડ ઝેલ લગાવે છે મોંઘી બ્રાન્ડ નો સ્પ્રે કરી ને રોહિત આજે કોઈ હોલિવૂડ ફિલ્મ ના હીરો જેવો લાગી રહ્યો છે.

રોહિત ગાર્ડન માં જાય છે અને સોનાક્ષી ની આવવાની રાહ જોવે છે....



શું આજે સોનાક્ષી ગાર્ડન માં રોહિત પાસે આવશે?

કે પછી તે નહિ આવી ને તેનો બદલો પસંદ કરશે?

બહુ જલ્દી મળીએ નવા ભાગ માં.

.............................................


to be continued..........