Pari - 13 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | પરી - ભાગ-13

Featured Books
Categories
Share

પરી - ભાગ-13

" પરી " ભાગ-13

ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે પડશે તેની રાહ જૂએ છે..

ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું શિવાંગને મારી વાત કરીશ...!! અને ચહેરા પર એક સુખના સુકૂન સાથે શાંતિ થી સૂઇ જાય છે. હવે આગળ....

આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે.

ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી. આજે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી તેણે મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે નાજુક-નમણી, પુરી ગુજરાતી છોકરી લાગતી હતી. પ્રાચીએ મજાક કરતાં તેના કાનમાં કહ્યું પણ ખરું કે,
" શિવાંગને ડ્રેસ બહુ ગમે છે...?? "
ક્રીશા: જાને યાર, એવું કંઇ નથી. અને તે ખુશખુશાલ હસતાં હસતાં ઓફિસ જવા નીકળી ગઇ.

ક્રીશા ઓફિસમાં આવી ત્યારે શિવાંગ પોતાના કામમાં મશગુલ હતો. ક્રીશા રાહ જોઇ રહી હતી કે ક્યારે શિવાંગ તેને પોતાની કેબિનમાં બોલાવે...??

આખો દિવસ પસાર થઈ ગયો, શિવાંગે ક્રીશાને પોતાની કેબિનમાં ન બોલાવી તે ન જ બોલાવી. ક્રીશા વિચારી રહી હતી કે હવે શું કરવું...?? હવે તો ઘરે જવાનો સમય પણ થઇ ગયો.

અને પછી તે સામેથી શિવાંગની કેબિનમાં ગઇ અને શિવાંગને કહેવા લાગી, " સર, આજે તમારે મને મારા ઘરે ડ્રોપ કરી જવાની છે. "
શિવાંગ: કેમ..??
ક્રીશા: સર, બહાર જૂઓ તો ખબર પડે...વરસાદ બરાબર અંધાર્યો છે એટલે.
શિવાંગ: ઓકે,.ચલ તો નીકળીએ, મારું કામ પતી જ ગયું છે હવે. બંને કારમાં બેસીને ઘરે જવા નીકળે છે.

શિવાંગ: એકદમ ક્રીશાની સામે જોઇને, અરે આજે તું ડ્રેસ પહેરીને આવી છે...?? અરે યાર. લુકીંગ સો બ્યુટીફૂલ યુ આર...!!
ક્રીશા: થેન્ક ગૉડ, તમારું ધ્યાન તો ગયું મારી તરફ...!!
એકદમ ધીમેથી બોલે છે જાણે મનમાં બોલી...
શિવાંગ: શું બોલે છે એકલી એકલી...?? આજે કામ જ એટલું બધું હતું કે બીજું કંઈ સૂજે જ નહિ. એટલામાં નારિયેળ પાણી આવે છે એટલે ક્રીશાને કહે છે.." ચલ, નારિયેળ પાણી પીએ...." અને બંને નારિયેળ પાણી પીવા નીચે ઉતરે છે.
એકદમ સુંદર એટમોશફીઅર હોય છે, એક સુંદર ખુશનુમા સાંજ....ઠંડો શીતળ મીઠો પવન અને સાથે મીઠા સાજનનો સાથ...એટલામાં ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઇ જાય છે, જેટલો ધોધમાર વરસાદ પડે છે એટલી જ તીવ્રતાથી ક્રીશાના મનમાં વિચારો ચાલી રહ્યા છે. કઇ રીતે શિવાંગને કહું..?? આઇ લવ યુ... શિવાંગ ક્રીશાનો હાથ પકડી ખેંચીને તેને બાજુમાં છત નીચે લઇ જાય છે. અને તેની સામે જોઈ રહે છે.

ક્રીશા આજે ખૂબજ ખુશ હતી તેને તો જાણે એક મીઠાં-મધૂરા સ્વપ્ન જેવું આ બધું લાગી રહ્યું હતું. જાણે સમય પણ તેને પ્રેમનો એકરાર કરવા માટે સાથ આપી રહ્યો હતો. ઠંડો પવન જાણે તેને સ્હેજ ધ્રુજાવી દેતો હતો. બંને થોડા થોડા પલળી ચૂક્યા હતા વરસાદમાં પણ, અને એકબીજાના પ્રેમમાં પણ અને ક્રીશાને એક મજાક સુજી, તેણે પોતાનું નારિયેળ ફેંકી દીધું અને શિવાંગના નારિયેળ પાણીમાં પોતાની સ્ટ્રો મૂકી દીધી.
શિવાંગ: શું કરે છે આ..??
ક્રીશા: તમારી સાથે નારિયેળ પાણી શેર કરું છું. અને શિવાંગની આંખમાં આંખ પરોવે છે અને બોલે છે. એક વાત કહું સિક્રેટ, આઇ લવ યુ...
શિવાંગ: શું, શું બોલી તું...
ક્રીશા: એજ જે તમે સાંભળ્યું....આઇ લવ યુ...
શિવાંગ: ખરેખર...?? આર યુ સીરીયસ...?? મજાક તો નથી કરતી ને...??
ક્રીશા: ના, ખરેખર. મજાક નથી કરતી. આઇ એમ સીરીયસ...
શિવાંગ: હસતાં હસતાં, અને પેલી તારી હસબન્ડની ડેફીનેશનનું શું...??
ક્રીશા: એ ડેફીનેશનમાં તમે બરાબર ફિટ બેસો છો..!! ખબર નહિ તમે મને ખૂબ ગમવા લાગ્યા છો, તમારી સાથે જોડાયેલી હરેક વસ્તુ, હરેક વાત બધુંજ મને ગમવા લાગ્યું છે.આ દુનિયા એકદમ ખુબસુરત લાગવા લાગી છે. જાણે હું ખુલ્લા ગગનમાં મસ્ત થઇ ઊડી રહી છું, તેવો અહેસાસ મને થાય છે. આંખ બંધ કરે છે એટલે, શિવાંગનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે અને બોલે છે, જીવનનો એક ખુબસુરત અહેસાસ છે આ... બસ, હવે હું તેમાંથી બહાર નીકળવા નથી માંગતી...અને એક ઊંડો શ્વાસ લે છે.

શિવાંગ: ક્રીશાની આંખમાં આંખ પરોવે છે અને બોલે છે, હવે પ્રેમ કરતાં પણ બીક લાગે છે, કોઈ છોડીને ચાલ્યું જાય તે બરદાસ્ત કરવાની તાકાત રહી નથી અને નિરાશ થતાં લાંબો નિ:સાસો નાંખે છે.
ક્રીશા: કંઇપણ પરિસ્થિતિ આવે, હું તમને છોડીને ક્યાંય ક્યારેય નહીં જવું અને શિવાંગનો હાથ પકડી હાથ ઉપર ચુંબન કરે છે. અને શિવાંગને પૂછે છે, મેરેજ કરશો મારી સાથે..??
શિવાંગ: પણ માધુરી, હું હજી તેને ભૂલી નથી શક્યો...
ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો, હું વર્તમાન છું.
શિવાંગ: ચાલ, ગાડીમાં, આપણે નીકળીએ રસ્તામાં વાત કરતાં કરતાં જઇએ, તારે લેઇટ થઇ જશે.
બંને ગાડીમાં બેસી રિટર્ન થવા નીકળે છે. અને બસ

હવે લગ્નની શરણાઇ વાગે તેટલી જ વાર છે....
આગળના ભાગમાં....