" લોકશાહી ને લુણો "આ શબ્દ જ પોતાના માં એક ફરિયાદ નો સુર લાવે છે અને લખ્યું પણ એવા વ્યક્તિ એ કે જેને પોતાના જીવન દરમ્યાન ત્રીસ વર્ષ સુધી ઇતિહાસ અને સમાજ શાસ્ત્ર ના શિક્ષક તરીકે અમૂલ્ય ફાળો આપેલો ત્યાર બાદ વિવિધ વિષયો પર પોતાની કલા થી બહુ ઊંડાણ પૂર્વક ના લેખો અને પુસ્તકો લખવા માં સિંહફાળો આપેલો. લેખક નુ નામ છે સ્વ. નગીનદાસ સંઘવી જેના નામ પાછળ સ્વ લગાડવા નુ મન ન થાય કેમ કે પોતાના લખાણ થી તે હજુ પુસ્તક અને લેખ સ્વરૂપે જીવે છે, આજ મહિના માં જયારે એના મૃત્યુ ના સમાચાર સાંભળ્યા ત્યાર થી એ વ્યક્તિ વિશે થોડું વધારે જાણવા ની ઈચ્છા થયેલી અને એના ફળ સ્વરૂપે આ પુસ્તક હાથ માં આવ્યું.
આ પુસ્તક માં ઘણા વિષયો પર બેબાક રીતે ચર્ચાઓ થઇ છે પણ ઊંડાણ માં જેના વિશે ચર્ચા થઇ છે એ છે ભારત ની સમસ્યાઓ, ભારત જયારે કથા કથિત રીતે 1947 માં આઝાદ થયું ત્યાર થી લઈ ને અત્યાર સુધી ની જે પણ વિકટ અને મુખ્ય સમસ્યાઓ છે એના વિશે ઘણું વિસ્તાર થી આ પુસ્તક માં જણાવવા માં આવેલું છે. ભારત એમ તો ઘણી બધી સમસ્યાઓ થી ઘેરાયેલો દેશ છે વાત કરીયે કોમવાદ ની તો આ સમસ્યા આમ જોવા જાયે તો આપણા રાજનેતાઓ દ્વારા વાવેલું બીજ છે જે અત્યારે વડ ના વૃક્ષ ની જેમ હવે એની જાતે જ વિસ્તરતું જાય છે પછી નંબર આવે ભ્રષ્ટાચાર નો ભારત માં એવુ કહેવા માં આવે કે ભ્રસ્ટાચાર કોણ નથી કરતું તો કે જેને મોકો નથી મળતો તે.. બાકી જેને મોકો મળે છે એ મૂકતું જ નથી અને હકીકત પણ આની સાવ નજીક જ છે આજે ભારત ના રાજકારણ થી લઈ ને કોઈ પણ એવુ ક્ષેત્ર નહી હોય જ્યાં ભ્રસ્ટાચાર એ પગપેસારો ના કર્યો હોય, રાજકારણ માં તો એવું છે કે લોકો કહે છે કે કોંગ્રેસ ના કાળ માં ભ્રસ્ટાચાર એ મજા મૂકી હતી તો અત્યારે પણ ક્યાં બન્ધ થઇ ગયું છે ?? હકીકત માં ભ્રસ્ટાચાર ને અને કોઈ પક્ષ ને લેવાદેવા જ નથી અને જો કદાચ હોય છે તો પણ જેને આપણે ભ્રસ્ટાચારી અને દગાબાજ કહીયે છીએ એને આપણે જ આપણો મત આપી ને ત્યાં સુધી પહોંચાડીયો હોય છે એને કાંઈ પાકિસ્તાન થી તો મત મંગાવી ને ચૂંટણી નથી જીતી ??. ભ્રષ્ટાચાર નુ મુખ્ય કારણ મારાં મત પ્રમાણે એ હોય શકે કે સામાન્ય નાગરિક ને જયારે પાયા ની જરૂરિયાતો ન મળે ત્યારે ભ્રસ્ટાચાર થાય આપણે સામાન્ય શિક્ષણ ના ઉદાહરણ થી વાત સમજીયે આજે ભારત માં સરકારી શાળા કોલેજ કેટલા તો કે સાવ ઓછા અને એમાં પણ લાગવગ વાળા નો પેલા વારો આવે તો નાનો માણસ કરે શુ? એને ખાનગી શાળા નો આશરો લેવો પડે ત્યાં તો ડોનેશન એટલે ફરિજયાત આપવું જ પડે એવુ થઇ ગયું છે એટલે થાય એવુ કે ડોનેશન પણ ભરો અને ફીસ (તોતિંગ) પણ ભરો એટલે એ પાછો વળી ને સરકારી શાળા માં થોડી લાંચ આપી અને પ્રવેશ મેળવી લે.
ભારત માં એક બીજો ક્રેઝ પણ એક એવો ચાલ્યો છે કે બહાર જઈ ને ભણવા નો આના સંદર્ભ માં આપણા વિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી સર સી. વી. રામન ની એક વાત યાદ રાખવા જેવી "ભારત ના તમામ વિદ્યાર્થી ઓ પરદેશ ભણવા જાવા પાછળ જેટલો ખર્ચ કરે તેટલા નાણા એક વર્ષ માટે ભારત ને આપવા માં આવે તો બહાર ના લોકો અહીંયા ભણવા આવે એવી સંસ્થાઓ અને વાતાવરણ બહુ સહેલાઇ થી ઉભું કરી શકાય", પણ એવું કરે કોણ આપણે આયા તો મમ્મી ને એની સહેલી ને કહેવું હોય કે મારો છોકરો / છોકરી તો કેનેડા છે લંડન છે. આનું બીજું પાસું જોયે તો પણ વિચારવા જેવું છે પેલું તો આપણું ધન નો વપરાશ ત્યાં થાય અને બીજું કે બુદ્ધિજીવિ વર્ગ જેની ભારત ને જરૂર છે એ ભણી ગણી ને ત્યાં સેટ થઇ જાય છે એટલે આપણે માટે તો બાવા ના બેય બગાડ્યા જેવી સ્થિતિ ઉભી થાય. વાત કરીએ અહીંયા ની તો અહીં પણ બહુ વિચિત્ર વાતાવરણ ધીમે ધીમે બનતું જાય છે શિક્ષણસંસ્થાઓ ની ફી નો આધાર સારા શિક્ષકો પ્રોફેસર પર નહિ પરંતુ સારુ ફેસિલિટી વાળું બિલ્ડીંગ પર છે, બાળકો ને એક સરખા યુનિફોર્મ થી ઢીંગલા બનાવી એની બુદ્ધિમતા માં કાંઈ વધારો થતો નથી. એક વ્યક્તિ એક વાક્ય કીધેલું એનું નામ યાદ નથી પણ એ બહુ માર્મિક છે " આ દેશ ને માત્ર છેલ્લી બેન્ચ એ બેસવા વાળા જ ચલાવે છે બાકી ભણેશ્રી તો ક્યાં આયા ટકે જ છે ". બીજું કે ભારત માં કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો ના પગાર ધોરણ ઘણા નીચા છે પોલીસ, ન્યાયધીશ વગેરે ના. એના કારણે દેશ માં ભ્રષ્ટાચાર વધે છે અત્યારે તો સમસ્યા એવી થઇ ગઈ છે કે જો કદાચ આ પગાર ધોરણ સુધારી નાખી ને સારા કરવા માં આવે તો પણ આ સડો એટલે હદે વકરી ગયો છે ને કે હવે એને દૂર કરવા કંઈક કડક કાયદાઓ ને જ અમલ માં મુકવા પડે.
ભારત માં એક મોટુ સખ છે ગુનેગારો ને ભારત માં એક તો ન્યાય પ્રક્રિયા બહુ જ ધીમી છે વરસો ના વરસો સુધી નવા કેસ ન આવે તો પણ જુના પુરા થઇ એમ નથી એની સામે એટલી અદાલત પણ નથી બીજું એ કે ભારત માં જેલ માં ગુનેગારો ને ઘર જેવી સગવડ આપવા માં આવે છે પૈસા ના જોરે, જયારે જોય ત્યારે જામીન મળી જાય વળી આગોતરા જામીન જેવી પ્રથા ભારત માં જ જોવા મળે દુનિયા ના કોઈ પણ દેશ માં આવી પ્રથા નથી આમાં ગુનેગાર ને બહુ સમય મળી જાય પુરાવાઓ નો નાસ કરવા માટે નો.ભારત માં અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમારે જો કોઈ ચૂંટણી લડવી હોય કે પછી નામ કમાવું હોય તો સહેલો રસ્તો એ કે કોઈ ગંભીર ગુનો કરો એટલે રાતો રાત બજાર માં નામ આવી જાય અને પછી કોઈ પણ પક્ષ માં સ્થાન આરામ થી મળી જાય.આજે કોઈ નાનો માણસ બને ત્યાં સુધી કોર્ટ કે પોલીસ સ્ટેશન ના દરવાજે નથી જતો એનું કારણ એવુ નથી કે એને જરૂર નથી પડતી પણ એનું કારણ એ છે કે ત્યાં એની સાથે ઉલ્ટા નુ ગેર વર્તન કરી એને અયોગ્ય રીતે હેરાન કરી ને ત્રાસ આપવા માં આવે છે.વળી અગર જો કાર્યવાહી થાય તો એ એટલી લાંબી હોય છે કે સામાન્ય માણસ આવી જંજટ માં પડવા માગતો જ નથી.ગુના વધવા ના મુખ્ય કારણો માં આ પણ છે કે ધીમી કાયદાકીય પ્રક્રિયા.
લેખક એ આમાં ગાંધીવાદ ની પણ વાત કરેલી એમાં એને કહેલું કે માણસ નો અભિપ્રાય કરતા અભિગમ વધુ મહત્વ નો હોય છે જેમ કે ગાંધીજી એ ખાદી કાંતવા નુ કહેલું તો ત્યાર ની પરિસ્થિતિ પ્રમાણે ગાંધીજી એ ખાદી ને હથિયાર બનાવ્યું અત્યારે ખાદી કાંતવા બેસી તો કોક મૂર્ખ ગણે.સમય સાથે માણસ ની માનસિકતા, સમાજ ની માનસિકતા, સમાજ ની જરૂરિયાતો બદલાતી રહે તો જેતે સમયે કોઈ પણ વ્યક્તિ એ દીધેલા અભિપ્રાયો નો આંખ બંધ કરી ને ઉપીયોગ કરવા માં આવે તો એ કદાચ ઘાતક હોય શકે. સાધુ સંતો જ્ઞાન આપતા હોય કે હંમેશા સત્ય બોલવું પણ જીવન ની એવી પરિસ્થિતિ ઉદભવે જયારે તમારા સત્ય વચન થી કોઈ નો જીવ જતો હોય તો એ સમયે અસત્ય બોલવા માં જ ભલાઈ હોય છે.
ભારત માં સર્વસામાન્ય પ્રશ્ન એ છે કે લોકો ને જે આઝાદી મળી છે એની લોકો ને કદર નથી એ આપણે બે ઉદાહરણ થી સમજીયે આપણા હિન્દૂ ના તહેવાર માં સાતમ આઠમ લઈએ ત્યારે બધા લોકો ના ઘરે તેની ઉજવણી થતી હોય છે બધા લોકો માં એક ઉમંગ જોવા મળે પણ તમે જોયું કે ક્યારેય 15 ઓગસ્ટ એ આવો ઉત્સાહ બધા ના ઘર માં હોય લોકો 15 ઓગસ્ટ ને એક ફક્ત રજા ના રૂપ માં લ્યે છે અને કદાચ આ જ ભારત ની કમનસીબી છે કે લોકો જે આઝાદી નુ મહત્વ નથી ખબર બીજું કે લોકશાહી નુ હૃદય જેને કહેવાય એટલે કે ચૂંટણી ભારત માં ઓન એવરેજ 60 થી લય ને 70 ટકા મતદાન થાય છે 30 થી 40 ટકા લોકો મત જ નથી કરતા.
આવી અનેક સમસ્યાઓ નો લેખક એ બહુ જ સહજતા અને સપષ્ટ રીતે ઉલ્લેખ કરેલો છે.
~ ભાવિન જસાણી
તા. ક. વ્યાકરણ ની ભૂલચૂક માફ કરવી.