Prem viyog - 1 in Gujarati Love Stories by Mohit Shah books and stories PDF | પ્રેમ વિયોગ - 1

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રેમ વિયોગ - 1

( હેલ્લો.. આશા છે તમને મારી વાર્તાઓ ગમી હસે...એક નવી વાર્તા લખી રહ્યો છું... આ પણ એક પ્રેમ કથા છે.. પણ થોડી અલગ છે... હકીકત થી પ્રેરિત છે .. કારણ આ મારા મિત્ર ના જીવન કથા છે... આશા છે તમને આ વાર્તા પસંદ આવશે... આભાર )

વાત છે ૨૦૦૮ ની...

ધોરણ ૮ નો વર્ગ ... ને હુ ક્લાસ માં નવો નવો દાખલ થયો હતો.... અમે વડોદરા માં રેહતા હતાં.... મારા પપ્પા ની કોર્પોરેશન માં નોકરી હતી.... બદલી થતાં અમે અમદાવાદ આવી ગયા... સ્કૂલ બદલાઈ... ને મે અડધું વરસ પછી સ્કૂલ માં એડમીશન લીધું હતું......હજી પહેલો દિવસ હતો... બધા નવા ચેહરા ને પરિચય કોઈ નો નહિ.....

અમારા ટીચર એ મારું ઇન્ટ્રો કરાવ્યું... ને મને અંકિત ની બાજુમાં બેસાડ્યો...... અંકિત ક્લાસ નો ટૉપર હતો.... અમારી દોસ્તી થઈ ગઈ....

હા મારો તો પરિચય જ આપવાનું ભૂલી ગયો.... મારું નામ વિજય....એક સાદો સીધો છોકરો હતો... ભણવામાં બઉ હોશિયાર પણ નહિ.. ને ઠોઠ પણ નહિ.. એમ માનો કે એવરેજ વિદ્યાર્થી હતો......

૮ મું ધોરણ વ્યવસ્થિત પસાર થઈ ગયું.. ને અમે ૯ મુ આવી ગયા... ક્લાસ માં ઘણા નવા ચેહરા આયા... એમાં થી એક છોકરી આવી.... નાની અમથી લાગતી પણ દેખાવ માં ત્યારે એને જોવો તોય એમ થઈ આવે.. કે આ જ્યારે પુખ્ત થશે ત્યારે તો અપ્સરા ને પાછી પાડશે......

એવો નમણો ચેહરો... કે એનું સ્મિત જેવું મે આજ સુધી ક્યાંય જોયું નહિ.. હજી જવાની ના ઉંબરા માં પગ મૂકું મૂકું પણ નતા.... પણ ૧૪ ૧૫ ની ઉંમર જેને અંગ્રેજી માં "ટીન એજ" કહીએ...એમાં સમજણ... ને સાથે વિજાતીય આકર્ષણ સ્વાભાવિક જ થઈ આવે....

એ અપ્સરા નું નામ હતું...નિશા......રાત્રિ જેવી શાંત ને ... રાત્રી જેવી એની આંખો... જાણે કેટલુંય કહેતી હોય....

મને એ ગમવા લાગી.... ને મે એને પ્રેમ પત્ર લખી એક શુભ અવસર જોઈ રીસેસ માં એના કંપાસ માં મૂકી દીધો...

પ્રેમ પત્ર કંઇક આ પ્રમાણે હતો...

"હાઈ...

મારે તને બસ એટલું કેહવુ છે કે તું મને બઉ ગમે છે.... હુ તને પ્રેમ કરું છું.... જો તને પણ મારા પ્રત્યે પ્રેમ હોય તો કાલે સ્કૂલ છૂટ્યા પછી આગળ ના ચાર રસ્તે મળજે ને જવાબ આપજે... હુ તારી રાહ જોઇશ....

વિજય"

આખી રાત ઊંઘ ના આવી મને ...કે એ આવશે કે નહિ આવે....હા થોડો ડર પણ હતો ક્યાંક ટીચર ને કહી દીધું તો.... ક્યાંક એના માં બાપ ને કહી દીધું તો... વગેરે વગેરે...

બીજા દિવસે એ સ્કૂલ આવી...હુ મારી બેન્ચ પર બેઠો હતો ને એની જ રાહ જોતો હતો... એણે આવી ને મારી સામે જોયું ને સ્મિત કર્યું ને શરમાતા નીચે જોઈ ગઈ....

હુ સમજી ગયો કે માની ગઈ....

સ્કૂલ છૂટી ને પછી અમે ચાર રસ્તે મળ્યા... એ પણ અધીરી થતી આવી ગઈ...

" બોલ સુ કહેતો તો?"

" કહી તો દીધું... હવે સુ કહું?"

" સામે કેહ તો માનું ને... મને સુ ખબર તે જ કીધુ છે કે કોઈ બીજા એ લખીને મૂકી દીધો હોય લેટર તો.."

હુ થોડોક શરમાઈ ગયો.. પણ કહી દીધું...

"આઈ લવ યૂ".."તારો સુ જવાબ છે?

" ગાંડો... કેહવા ની જરૂર છે?... એમનામ આવી છું અહીંયા?"

હુ ખુશ થઈ ને હસવા લાગ્યો... ને એ પણ શરમાતા હસી ...

ને વિજય ને નિશા ની પ્રેમ ગાથા આખા ક્લાસ માં ... ક્લાસ થી સ્કૂલ માં ને ત્યાં સુધી કે શિક્ષકો સુધી પોહોચી ગઈ......

અમુક ટીચર પણ એમ જ માનવા લાગ્યા કે આ બે જ લગ્ન કરવાના....પણ કિસ્મત માં સુ હોય સુ ખબર....

સમય પસાર થતો ગયો... અમે ૧૦ પાસ કરી લીધુ... બંને એ સાયન્સ રાખી લીધું.....
પણ કમનસીબ એવા કે સ્કૂલ અલગ થઈ ગઈ....આ સ્કૂલ માં ૧૧-૧૨ હતું નઈ... અમારે અલગ સ્કૂલ માં જવું પડ્યું... પણ બંને ને સાથે એડમીશન મળ્યું નઈ....

પણ પ્રેમ અમારો અંકબંધ હતો... હુ રોજ સ્કૂલ છૂટે ને એની સ્કૂલ એ એને મળવા જતો.......

બંને ને સારા ટકા આવી ગયા ૧૨ માં માં ને અમે કૉલેજ માં અપ્લાઈ કર્યું.... પણ કૉલેજ માં પણ જોડે એડમીશન ના થયું... ને તોય એ જ સિલસિલો ચાલુ રહ્યો......

પ્રેમ માં ૪ વરસ જતા રહ્યા .. આ સમય ક્યાં ગયો એ જ ખબર ના પડી......

એવું જ હતું કે બસ આમ ને આમ જીવન પસાર થઈ જશે ....એક બીજાની સાથે...

પણ શાંતિ ને સુખ જાજુ રેતું નથી ને.......

( પિક્ચર માં સુ ટવીસ્ટ આવે છે એ માટે થોડી રાહ જોવી પડશે....આભાર)