The Author Bharat Rabari Follow Current Read ગોલ્ડન જ્યુબિલી By Bharat Rabari Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books अंगद - एक योद्धा। - 9 अब अंगद के जीवन में एक नई यात्रा की शुरुआत हुई। यह आरंभ था न... कॉर्पोरेट जीवन: संघर्ष और समाधान - भाग 1 पात्र: परिचयसुबह का समय था, और एक बड़ी बहुराष्ट्रीय कंपनी की... इंटरनेट वाला लव - 90 कर ये भाई आ गया में अब हैपी ना. नमस्ते पंडित जी. कैसे है आप... नज़रिया “माँ किधर जा रही हो” 38 साल के युवा ने अपनी 60 वर्षीय वृद्ध... मनस्वी - भाग 1 पुरोवाक्'मनस्वी' एक शोकगाथा है एक करुण उपन्यासिका (E... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ગોલ્ડન જ્યુબિલી (6) 1.1k 4.2k golden jubileeન્યૂઝ ઓફ ગાંધીનગરવિભાગ :- ગદ્યશીર્ષક :- ગોલ્ડન જ્યુબિલી નોંધ ::- આ રચનાને ન્યુઝ ઓફ ગાંધીનગર ગ્રુપમાં પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત કરવામાં આવેલી છે. "હેનિશ તું રાત્રે દસ વાગ્યા પહેલા પાછો આવતો રહીશ ને?" - તેના ખાસ મિત્ર મિલને પૂછ્યું એને જવાબ આપતા કહ્યું; "તને ખબર છે ને મિલન, આજનો દિવસ,આજની તારીખ મારા માટે કેટલા મહત્વપૂર્ણ છે?" મિલન ને કહ્યું; "એ તો બરોબર છે, પરંતુ અહીંના નિયમ કેટલા કડક છે તું પણ જાણે છે અને નિયમ-નિયમ હોય છે. અહીંથી 10:00 વાગ્યા પછી કોઈને પણ બહાર જવાની સખત મનાઈ છે." હેનિશે વાતને મજાકમાં ઉડાવતા કહ્યું; "હા ભાઈ હું જાણું છું, રાત્રે 10:00 વાગ્યા પહેલા આવી જઈશ હાલ મને જવાદે બહાર સોફિયા મારી રાહ જોતી હશે." - આટલું કહીને હેનિશ બધાથી નજર બચાવીને ત્યાંથી બહાર નીકળી ગયો અને નક્કી કરેલા સ્થળે સોફિયાની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં સોફિયા પણ ત્યાં આવી પહોંચી બંને જણા ચર્ચમાં ગયા અને પોતાના લગ્નજીવનની ગોલ્ડન જ્યુબિલી ઉજવતા બંનેએ પ્રેયર કરી અને ત્યારબાદ તેઓ બંને એ જ દરિયા કિનારે જઈને આવી બેઠા જ્યાં તેઓ પહેલી વખત મળ્યા હતા. બંને એકબીજાના હાથમાં હાથ પરોવી અને જૂની યાદો તાજી કરતા હેનિશે પૂછ્યું યાદ છે તને આપણે પ્રથમ વખત અહીં મળેલા અને આપણા પ્રેમનો એકરાર કરેલો. સોફિયાએ પણ થોડું શરમાતા હા માં માથું હલાવ્યું અને પછી બોલી; "હા યાદ છે મને આપણે અહીં જ મળેલા અને તે મને અચાનક પાછળ થી આવી ને મારી આંખો પર હાથ મૂકી અને મને અચંબિત કરી દીધેલી." હેનિશ યાદોના દોરને આગળ વધારતા બોલ્યો; "પછી હું તારી આગળ આવીને પોતાના ઘુટણ પર બેસીને ગુલાબનું ફૂલ અને હાથમાં અંગૂઠી લઈને તને પૂછેલું વિલ યુ મેરી મી?" સોફિયાએ કહ્યું; "હા!, મેં હા પાડી અને તેં મને તરત જ ઊંચકી લીધેલી. ચાલ આજે ફરીથી એ જ ક્ષણોને જીવીએ." હેનિશે જવાબ આપતા કહ્યું; "પાગલ છે કે શું? હવે ઉંમર છે કે તને હું ફરીથી ઊંચકી શકું? એકાદું હાડકું ભાંગશે તો ફરીથી આ ઉંમરે જોડાશે નહીં." - આટલું કહીને બંને ખડખડાટ હસી પડ્યા અને પછી ત્યાંથી ઊભા થઈ અને દરિયાની પલળેલી રેતી ઉપર ચાલતાં ચાલતાં આગળ નિકળી ગયા અને ધરતીની બાહોમાં સમાતા સુરજના લાલાશ પડતા પ્રકાશમાં બંનેના પ્રેમની ભીનાશ ભળી ગઈ હતી. ખાસ્સો સમય બંનેએ સાથે વિતાવ્યા પછી રાત્રે બંનેએ સાથે કેન્ડલ લાઇટ ડિનર કર્યું અને પછી સોફિયા બોલી; "ચાલ હવે આપણે પાછા જઈએ લોકો આપણી રાહ જોતા હશે." હેનિશે સોફિયા નો હાથ પકડીને કહ્યું; "ના આજે હવે વૃદ્ધાશ્રમમાં નથી જવું, આખી જિંદગી લોહીનું પાણી કરીને બાળકો માટે ઘણું કમાયા અને તેમને તેમના પગ પર ચાલતા શીખવ્યું, તેમને ભણાવી ગણાવીને મોટા કર્યા અને ઉછેર્યા જ્યારે આપણે જીવવાનો સમય આવ્યો ત્યારે એ જ બાળકોએ આપને જાતિ જિંદગીએ ધક્કો મારી અને વૃદ્ધાશ્રમ દેખાડ્યું. મારે ફરીથી એ ચાર દીવાલોની વચ્ચે નથી જવું જ્યાં મારો જીવ મુંઝાય છે. આજે આપણે આ જ દરિયાકિનારે ખુલ્લા આસમાન નીચે એકબીજાની પાસે સુતા સુતા આસમાનના તારા ગણવા છે અને આજથી પચાસ વર્ષ પહેલા તને આપેલા તમામ વાયદા વચનો અને પ્રેમના કોલ પૂરા કરવા છે." આટલું કહીને બંને એકબીજાનો હાથ પકડીને દરિયા કિનારા તરફ ચાલતા થયા અને અંધારામાં અસ્ત થઈ ગયા.તા. 25 / 04 / 2020. ✍ © ભરત રબારીવાર :- શનિવાર ( માંગરોળ, જી. જુનાગઢ ) Download Our App