Truth and der - 3 in Gujarati Fiction Stories by Sachin Patel books and stories PDF | ટ્રુથ એન્ડ ડેર - 3

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ટ્રુથ એન્ડ ડેર - 3

સાંજે નવ વાગ્યાની આસપાસ નિયતિ ઓનલાઇન હતી. મેં તેને મેસેજ કર્યો
"હાય, શું કરે છે?"

એક-બે મિનિટ પછી તેનો રીપ્લાય આવ્યો
"નહીં કહેવું..."

"તો ના કહે, પણ સાંભળ...મેં એકવાર વાંચ્યું હતું કે 'જે છોકરીઓને રસોઈ બનાવતા ન આવડતી હોય એ Futureમાં ખૂબ successful બને છે"

"મતલબ જેને રસોઈ બનાવતા આવડતી હોય એ છોકરીઓ successful ના બને એમ ?"

"હા, maybe એવું જ હશે ને!"

"શું નવરો બેઠો કઈ પણ ફેકે છે"

"અરે, કુલડાઉન... હું જનરલી વાત કરું છું, તું પર્સનલી ના લે. તું તો સો ટકા successful નર્સ બનીશ. દવાની તો જરૂર જ નહીં પડે, દર્દી તને જોઈને જ સાજો થઈ જશે"

"જુઠી તારીફ કરના તો કોઈ તુમસે સીખે"
"તુમ્હે કદર નહિ હૈ અપની ખૂબસૂરતી કી, વરના હમારી તારીફ કો જૂઠી ના કહેતી!"
(પછી તેને શરમથી ગાલ લાલ થઈ ગયા હોય એવા ઈમેજીસ મોકલ્યા)

વાત ચાલુ રાખવા મેં તેને સવાલ પૂછ્યો...
"નર્સિંગમાં આગળ કેવું ભવિષ્ય છે?"

"કેમ એન્જીનીયરીંગ મુકીને અચાનક..."

"અરે, મારા માટે નહી, મારી કઝિન સિસ્ટર માટે પૂછું છું. ડમ્ફોસ"

"ત્રણ પ્રકારે નર્સિંગ હોય
(1) B. sc નર્સિંગ
(2) GNM નર્સિંગ
(3) ANM નર્સિંગ
B.sc નર્સિંગ હું કરું છું એ અને ANM નર્સિંગ તારા મમ્મી પણ કરી શકે. GNM બંનેની વચ્ચેનું"

"What do you mean by 'તારા મમ્મી પણ કરી શકે?'"

(તેને સ્માઈલી વાળા ઇમોજીસ મોકલ્યા અને કહ્યું)
"ANM નર્સિંગમાં ખાલી વોર્ડની સાફ-સફાઈ અને દર્દીનું ધ્યાન જ રાખવાનું હોય એટલે"

મેં પણ વળતો જવાબ આપ્યો
"તારા મમ્મીને વાંધો ન હોય તો બંનેની મમ્મીને ANM નર્સિંગ કરાવીએ...શું કહે ?"

"ના ચાલે...,મમ્મી તો નર્સ બની જશે, પણ પપ્પાને ક્યાંથી ડોક્ટર બનાવવા"

"વાહ, બકા વાહ ગજબનો સેન્સ ઓફ હ્યુમર છે તારો"

"Thanks...,મને બહુ ઊંઘ આવે છે. ચાલ Bye"

"Okay, Bye, GoodNight"

"Good night"

ત્યાર પછી મેં થોડીવાર સોશિયલ મીડિયામાં સર્ફિંગ કર્યું, youtube પર વિડીયો જોયા, એક પણ વિડીયો બે મિનિટથી વધારે નહોતો જોઈ શકતો. મારું મન જ નહોતું લાગતું. મગજમાં નિયતિના જ વિચારો ઘૂમતા હતા. સવારે દસ વાગ્યાનો એલાર્મ સેટ કરીને મેં ઊંઘવાની કોશિશ કરી. દરરોજના ટાઈમ કરતાં ઘણું વહેલું હતું પણ વિચારોમાં વ્યસ્ત મને ઊંઘ આવી ગઈ.

એન્જિનિયરિંગની શરૂઆતથી મને રાતે મોડે સુધી જાગીને કોલેજના ટાઈમથી અડધો કલાક જ વહેલા જાગવાની ટેવ પડી ગઈ હતી. પણ આજકાલ ખબર નહીં કેમ...! હું રાતે અગિયાર વાગ્યાની આસપાસ ઊંઘી જતો અને સવારે મોડામાં મોડું સાત વાગ્યે તો ઉઠી જ જતો ખુશનુમા વાતાવરણ, પંખીઓની કિલકારીઓ, હળવી ઠંડક સાથે તાજગી... આ બધું એક ફ્રેશ માઈન્ડ સાથે દિવસની શરૂઆત કરવામાં મદદરૂપ થતું હશે, એવું આ ચાર વર્ષમાં ક્યારેય અનુભવ્યું નથી. પરંતુ હું તો કદાચ નિયતિને ગુડ મોર્નિંગ વિશ કરવા માટે જ વહેલો ઉઠતો.

એનો ગુડ મોર્નિંગનો રીપ્લાય અને જો રવિવાર હોય તો, કમરથી સહેજ નીચે પહોંચતા એના કાળા અને પાણીના ટીપા રેલાવતા વાળને ટુવાલથી સાફ કરતી હોય એવી નખરાળી અદામાં એ સ્ટોરી મુકતી અને હું જોતો જ રહી જતો. મનમાં થતું કે રવિવારની સવારે હું સુતો હોય અને એ વાળને સાફ કરતી હોય ત્યાં અચાનક પાણીના ટીપાની છાંટ મારી આંખ પર પડે અને અચાનક જાગી જાઉં ને તેની વિખરાયેલી સુંદરતાનો એક માત્ર પ્રેક્ષક બનું. ખ્યાલી દુનિયામાંથી બહાર નીકળીને તેની સ્ટોરીના ભરપૂર વખાણ કરતો અને મનમાં તો

ઝૂલફે તેરી કિતની ઘની...
દેખકે શોચતા હુ...
સાયે ઈનકે મેં જીઉં...

રીપ્લાયમા તે લાલ ગાલ સાથે શરમાયેલ ઈમેજીસ મોકલીને મને થેન્ક યુ કહી દેતી. એક તાજગીભર્યા દિવસની શરૂઆત કરવા મારી જરૂરિયાત આનાથી વધારે શું હોઈ શકે !

સવારે વહેલું ઉઠવું, નિયતીને ગુડ મોર્નિંગ વિશ કરવું, કોલેજમાં લેક્ચર દરમિયાન તેના વિચારોના વાવાઝોડાં વ્યસ્ત રહેવું, દરમિયાન તેની સાથે ચેટ કરવી અને રાત્રે ફરી પાછા દિવસ આખામાં કાંઇ નવા જૂની વાતો કરીને એના ખયાલોમાં ખોવાઇને ઊંઘી જવું... આ જાણે હવે મારો નિત્યક્રમ થઈ ગયો હતો !!!