Characterless Part - 2 in Gujarati Fiction Stories by Parth Kapadiya books and stories PDF | CHARACTERLESS - 2

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

CHARACTERLESS - 2

CHARACTERLESS - 2

ગતાંકથી ચાલુ.....

 

                    પ્રથમ ભાગમાં તમે જોયું કે ક્લાસની અંદર એક વ્યક્તિ નો પ્રવેશ થાય છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સરલ હતી.

                    નિખિલ તો સરલ સામે જ જોઈ રહ્યો અને એવામાં જ કાવ્યાએ હળવા ગુસ્સાથી એની સામે જોયું અને ટપલી મારીને કહ્યું ક્યાં જુએ છે તું ? નિખિલે કહ્યું કંઈ નઈ રે ! આ તો એમ જ. સરલ મારી પાસે આવી અને મારો ચોપડો આપ્યો અને કહ્યું થૅન્ક્સ યુ આકાશ ! મેં કહ્યું મેંશન નોટ. અને હું આગળ કંઈ વાત કરવા જઉં એની પેલા જ સરલ ક્લાસની બહાર નીકળી ગઈ. શાયદ એને કઇંક કામ હશે, મારી નજર એની તરફ જ હતી. એવામાં જ સાગર બોલ્યો શુ ભાઈ ! કોણ છે આ થૅન્ક્સ યુ ગર્લ ? મેં કહ્યું અરે હું પણ બરાબર ઓળખતો નથી આ તો ગઈ કાલે મારી પાસે થી ચોપડો લઇ ગઈ હતી. એવામાં સુરજ પણ બોલ્યો આ ચોપડો કોઈ દિવસ દિલમાં ના ફેરવાઈ જાય અને એટલું કહીને સુરજ હસવા લાગ્યો. મેં કહ્યું ભાઈ તને ખબર તો છે આ બધામાં મને જરાય પણ રસ નથી. અને આટલું બોલતા જ બધા મારી સામું જોવા લાગ્યા અને એક જ સાથે તાળીયો પાડીને કહેવા લાગ્યા કે ઓ મેરે બાલ બ્રહ્મચારી ! કભી તો દિલ સે કામ લિયા કરો.એવામાં જ કાવ્યા એ મને કહ્યું તું જવા દે ને યાર.. એ બધાની વાતો પર ધ્યાન ના આપ. મેં કહ્યું આમેય મને કંઈ ફરક નથી પડતો.

                    એવામાં જ અત્યાર સુધી શાંત બેસેલો રાહુલ બોલ્યો, ઓ ભાઈઓ એ વાત જવા દો ! પાર્ટી ક્યાં કરવા જઇશુ એ કહો. પછી અમારી સંસદની જેમ ચર્ચા ચાલી અને છેવટે "મેક ડી" માં જવાનું વિચાર્યું,છેલ્લે  મેં કહ્યું કે, એક લેકચર ભરીને નીકળી જઇશુ. "ફાઇનલ ડન" બધા એકીસાથે બોલી ઉઠ્યા.

                    કંટાળાજનક લેકચર ભરીને અમે બહાર નીકળ્યા.પછી અમે ૩ બાઈક લીધા. પહેલા બાઈકમાં હું અને રાહુલ,બીજામાં સાગર અને સુરજ અને છેલ્લે નિખિલ અને કાવ્યા. એન્ડ લેટ્સ બિગેન અવર રેસ. અને અમે "મેક ડી" માટે નીકળી ગયા.

                    પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને અમે "મેક ડી" ની અંદર ગયા. સાગરે વેઈટરને ઓર્ડર આપ્યો અને હવે બધા તૈયાર હતા બર્ગરની રાહમાં. અને એવામાં સુરજે કહ્યું કે, દોસ્તો, નિખિલ ક્યાં ગયો ? મેં કહ્યું આવે છે નિખિલ. એવામાં જ નિખિલ આવ્યો સાથે "ટેસ્ટી કેક" પણ હતી. પછી હર્ષોઉલ્લાસ સાથે કેક કાપવામાં આવી અને "હેપ્પી બર્થડે કાવ્યા" ના અવાજથી "મેક ડી" ગુંજી ઉઠ્યું. પછી શાંતિથી દરેકે પોતપોતાના બર્ગર આરોગ્યા. બહુ જ પ્રેમાળ વાતાવરણ સર્જાયું હતું. દોસ્તોના ચેહરા પર ની સ્માઈલ નિહાળી રહ્યો હતો હું અને દિલોજાન પ્રાર્થના કરી રહ્યો હતો કે દરેક વ્યક્તિ આ રીતે પોતાના જીવનમાં ખુશ રહે.

                    "મેક ડી" નો ખુશખુશાલ કાર્યક્રમ પતાવીને અમે બધા પોતાના ઘરે જવા નીકળ્યા. મારે નિખિલનું કામ હતું એટલે મેં કહ્યું કે ભાઈ, કાવ્યાને મૂકીને પછી મોડા મારા ઘરે આવજે. નિખિલે કહ્યું ઓકે બ્રો. હું મારુ બાઈક લઈને ટ્રાફિક ઓળંગતો ઓળંગતો ઘરે પહોંચ્યો અને ફ્રેશ થઈને મમ્મીને ગળે વળગીને લાડ કરવા લાગ્યો. તમે આખો દિવસ ક્યાંય પણ કેમ ના હોવ પણ સાંજે ઘરે આવો એટલે મમ્મી ને જોયા વગર મજા જ ના આવે દોસ્ત. પ્રથમ શબ્દ.... મમ્મી ક્યાં છે ? પછી હું ટીવી જોવા લાગ્યો અને એમાં સાઉથની મૂવી ચાલતી હતી.એક જ મુક્કા એ તો વિલનની હાલત રે ! હાહાહાહાહા......

                    દરવાજાની ઘંટડી વાગી અને મેં જોયું તો નિખિલ હતો, મેં એને ઘર માં આવકાર્યો. કહ્યું કે  ચાલ ભાઈ ચા પી લે પેલા. પછી આ લેપટોપમાં શુ તકલીફ એ જોઇ લે. એને ચા પીધી પછી મારુ લેપટોપ જોયું, થોડી ખામી હતી એ ઠીક કરી નાખી. મેં કહ્યું જોરદાર ભાઈ ! આમા તો તું માસ્ટર. પછી મેં કહ્યું ચાલને ભાઈ "દોસ્ત ગાર્ડન" માં જઈએ.

                    "દોસ્ત ગાર્ડન" આ ૨ ખાસ મિત્રો એ બનાવડાવ્યું હતું. એમની દોસ્તીની મિસાલ આજે પણ અપાય છે. ગાર્ડન માં જઈને અમે બેસ્યા. થોડી મજાક- મસ્તી કરી અને નિખિલે કહ્યું કે ભાઈ "કાવ્યા ના ઘરવાળા અમારો પ્રેમ સ્વીકારશે કે નહીં" મેં કહ્યું, જો ભાઈ હાલ ચિંતા કરવાની જરૂર નથી હજી આ વાત ની ઘણી વાર છે. સમય ને સમય નું કામ કરવા દે અને સાથે મેં હળવા ગુસ્સા સાથે કહ્યું કે થોડું ભણવામાં પણ ધ્યાન આપજે પછી શાળા જેવું ના થાય. નિખિલે કહ્યું કે ભાષણ ચાલુ તારું અને હસવા લાગ્યો. પછી અમે ગાર્ડનમાંથી બહાર નીકળ્યા.

                    અમે પોતપોતાના ઘરે પહોંચ્યા. ઘરે જઈને હું જમ્યો અને પછી સૂઈ ગયો કારણે કે વહેલા કોલેજ જવાનું હતું.

                    હવે આટલે સુધી રાખીયે ત્યારે આપણે.... ૩ ભાગ માં કોલેજમાં મળીશુ ત્યાં સુધી રાહ જોશો ને ? એ તો જોવાના જ ને. હવે કોલેજની જિંદગીમાં શુ થવાનું છે એ આગળ જોવા જોડાઈ રહો મારી સાથે.

 

સ્માઈલ પ્લીઝ

(ઉપરનો શબ્દ ભૂલતા નહીં)

 

વધુ આવતા અંકે.......