અનકહી
સુંદરવન નાં ગેટ પાસે ખૂબ ભીડ જામી હતી..મૌલી કારમાં વિશ્વા અને અનેરી સાથે પાર્કિંગ માં આવી. ભીડ જોઈને પાછાં ફરવાનું નક્કી કરતી હતી પણ...એ બંને બે વર્ષની જોડિયા બાળકીની ફિયા હતી. બંનેની જીદ એને સુંદરવન લઈ આવી હતી.
મૌલી હજી લાઈનમાં ઉભી હોય છે ત્યાં જ અનેરી મોક્ષને લાઈનમાં જોઈને એને બૂમો પાડવા લાગી. એ પણ ત્યાંથી હાથ હલાવી રહ્યો હતો.
સુંદરવન એટલે અમદાવાદનુ મીની પ્રાણીસંગ્રહાલય. પણ ત્યાં બતક,હંસ,બગલા બધા છુટા જ ફરતાં હોય અને બાળકો ને એમની આજુબાજુ ફરવું ખૂબ ગમતું હતું.
બસ હવે વારો આવ્યો હતો અને વિશ્વા અને અનેરી સાથે અંદર પ્રવેશી . માટીની ભીની સુંગંધ મૌલીને કંઈ અંદર થી ખુશ કરી ગઈ.
એ લોકો ફરતા હતા ત્યાં જ મોક્ષ લોકો આવ્યા. એની સાથે આદિત્ય હતો. મોક્ષ એનાં ભાઈ નો બાબો હતો.
મૌલી અને આદિત્ય એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. પેલાં લોકો ઝુલાં ખાવા જીદ કરતાં હતાં.
બંને એક જ એરિયા માં રેતા હતા. પણ મોક્ષ નાં હિસાબે મળાયું.
એ લોકો ઝૂલાં પાસે ગયા અને વારાફરતી ઝૂલા ખવડાવ્યા. સાંજ ખૂબ સરસ મજાની રીતે પસાર થઈ રહી હતી.
આજે મૌલી સારા મૂડ માં હતી. કદાચ એનું કારણ બહારનું વાતાવરણ હોઈ શકે.
આ બાજુ બંને જણા ક્યાં રહો છો ? એવી વાતની શરૂઆત કરી હતી.
મૌલી એ કહ્યું હું સેટેલાઈટ વિસ્તારમાં રહું છું. હું ભાઈ ભાભી સાથે રહું છું. એમને બે ટ્વીટ્સ દિકરીઓ છે.હુ મારી ભત્રિજીઓ ને લઈ સુંદરવન ફરવા લાવી છું. મોક્ષ એ લોકોની સાથે કેવી રીતે મળ્યો એ ખબર નથી.
હાં કદાચ મારાં ભાભી મોક્ષને પાર્કમાં લઈ ગયાં હશે ત્યાં ઓળખાણ થઈ હોય.. અને મારાં ભાભી નાનકડું પોતાનું બ્યુટીક ચલાવે છે તો કદાચ ઘરે આવ્યા હોય?
શું નામ છે તમારા ભાભીનું? એમનાં બ્યુટીક નું?
આદિત્ય એ કહ્યું ઈશા ત્રિવેદી. અને રાધેય બ્યુટીક.
ઓકે હું મારા ભાભીને વાત કરીશ. પછી તો વચ્ચે વચ્ચે ત્રણેય છોકરાઓ સાથે રમત રમ્યા. અને વાતો પણ કરતાં.
મૌલી એ કહ્યું હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે.મોડુ થશે તો ભાભી ચિંતા કરશે.
આદિત્યએ પણ કહ્યું કે હાં મારે પણ મોક્ષને લઈને નિકળવું પડશે. તમે તમારા ભાભી સાથે આવજો મારાં ભાઈને ઘરે.
સાવ આમ અચાનક મળી ગયેલાં બંને જાણે એકબીજાને ઓળખતા હોય એવી રીતે વાતો કરી.
બંને જણા એકબીજાનો ફોન નંબર માગવાનું ટાળ્યું હતું. એમ પહેલી મુલાકાતમાં કોઈને ફોન નંબર નાં આપી દેવાય એવું મૌલી માનતી હતી.
અને આદિત્ય એ પણ એવું જ વિચાર્યું કે એ સારું નાં કહેવાય.
બંને એકબીજાને આવજો કહીને પોતાની કાર સડક પર દોડાવી.
ઘરે જઈને તેજલભાભીને પુછ્યું ..ભાભી તમે મોક્ષને ઓળખો છો?
તેજલે કીધું હાં મોક્ષને અને અનેરીને ખૂબ બને છે. તને ક્યાં મળ્યો?
મૌલી એ બધી વાત કરી... તો કહે હાં એ મારી ખુબ સરસ સહેલી બની ગઈ છે. એનાં ફેમિલી વિશે ઉપર ઉપરથી વાત થઈ છે.વધારે તો મળાયું નથી. પણ એનાં બ્યુટીકમા કલેક્શન સરસ હોય છે.
તું પણ આવજે તારે કંઈ લેવું હોય તો!
અરે ભાભી હું ક્યાં ટ્રેડિશનલ બહું પહેરું છું.
એમ કહી મૌલી દાદીના રૂમમાં ચાલી ગઈ. દાદી સાંજની માળા કરતાં હતાં.
આજે રવિવાર હતો અને કાલે કોલેજ જવાનું... આ સાંજ કેટલી સુંદર લાગે છે મૌલી બાલ્કની માં ઝુલા પર બેસી અને મનોમન વિચારવા લાગી.
વિચારોનું વન હજી નિર્જન,
સમજણ ભરેલું ઉપવન.
એનાં વિચારોમાં હંમેશા સમજણ ભરેલું જ્ઞાન આવતું. કોઈ ને એનાંથી દુઃખી નાં થાય. ભાઈ ભાભી ને મારાથી કોઈ ખોટું નાં લાગી જાય.
એનાં વિચારોમાં એનાં રાજકુમાર નું સ્થાન હજી નિર્જન હતું.
દાદી સાથે આજની આદિત્યની વાત કરી. એને દાદીને બધી જ વાત કરવા જોઈએ.
મૌલી બીજા દિવસે તો કોલેજમાં ભણવામાં વ્યસ્ત થઈ ગઈ એટલે એને આદિત્ય સાથેની મુલાકાત પણ ભુલાઈ ગઈ હતી.
ક્રમશઃ
શું મૌલી અને આદિત્ય નું ફરી મળવાનું શક્ય બનશે?
એ માટે જોતાં રહો "અનકહી".
રુપ ✍️©