One and half café story - 9 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 9

The Author
Featured Books
Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 9

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|9|

“એ જાણે મારી સાથે ફ્રેન્ડશીપ કરવા જ આવી છે. પછી ભલે મને ખબર હોય કે ન હોય. કદાચ આવી જ કાઇ જીદ્દ છે એની.” ઠંડો પવન મારી આંખમા અથડાયો ત્યારે હુ અચાનક જ જાગ્યો હોય એમ વીચાર આવ્યો.

“એ ચલને નહીતર નેપાળી કાકાને બોલાવુ....” મને ધક્કો મારીને આગળ ચાલવા કહ્યુ. આ બધુ સમજવુ મારા માટે દર એક સેકન્ડ પર અઘરુ બનતુ જાય છે. આગળ ચાલતા હુ દરવાજા પાસે પહોંચ્યો.

એ મારી પાછળ મને ખીજાઇને આવે છે. મને થાય છે કે આટલીવાર તો મે ક્યારેય રીયાની વાત પણ નથી સાંભળી. અત્યારે કેમ કાંઇ બોલી નથી શકતો.

દરવાજા પાસે હુ ઉભો રહી ગયો.

“મીસ્ટર અકડુ રસ્તામા કોની યાદ આવી ગઇ.” એ બોલે છે.

દરવાજા પાસે બે મોટા કુતરા ઉભા છે. જોઇને હુ ડરી ગયો. હવે જો એને ખબર પડે કે મને કુતરાથી બીક લાગે છે તો પછી મારુ શું થાય. ત્યાં તો કુતરા એ ભસવાનુ ચાલુ કરી દીધુ અને મારો કાળ શરુ થઇ ગયો. હુ બે પગથીયા પાછા ચઢી ગયો.

“ઓહ માઇ ગોડ.....બ્રેકીંગ ન્યુઝ.....” કહીને એ ફરી હસવા લાગી. “હા....ડોગથી બીવે છેને....સાચુ કહી દે....ડરપોક....”

“ના....એટલે એવુ કાંઇ નથી....” હુ બોલ્યો. “પણ....”

“ઓહ....યેસ....બીવે છે....” હસતા-હસતા એને દરવાજાનો ટેકો લેવો પડયો.
“એ ડોગ.....” એણે અચાનક જ મને બીવડાવ્યો. હુ હેબતાઇ ગયો અને બધા પગથીયા પાછા ચઢી ગયો. “આખીર ચોર પકડા ગયા.....”

પછી મને ખબર પડી કે એણે ખોટે-ખોટો અવાજ કર્યો મને બીવડાવવા માટે. “હોશીયારી....આયા જીવ ઉંચો થઇ જાય ખબર....”

પછી એ નીચે ઉતરી અને કુતરાને ભગાડયા. પછી મારા ધબકારા ઓછા થયા.

“ચલો હવે મજાક બઉ થઇ ગઇ.” કહીને મારી સામે જોયુ. “સોરી યાર....શુ કરુ....હુ આવી જ છુ.” કહીને મારા ખભ્ભે હાથ મુક્યો. “અબ રોડ ટ્રીપ પે નીકલે હે તો દીવ તક તો મુજે જેલના પડેગા.”

બસના પગથીયા નીચે ઉતર્યા. સામે મીણબતીઓ અને ઘણી બધી ફાનસનુ અજવાળુ દેખાય છે. “એ આ જગ્યા એ જવાનુ છે. મસ્ત લાગે છે નહી. ચલો સેલ્ફી લઇએ....” કહીને એણે સેલ્ફી લીધી. “એ બઉ ડાર્ક આવે છે યાર....”

“સ્પોટલાઇટ મંગાવી છે નેપાળી કાકા આવે એટલી વાર છે.” મે મજાકમા કહ્યુ.

“હા હવે હોશીયારી....” એણે કહ્યુ. “એ મને ચા પીવાની બઉ ઇચ્છા છે આપણે આજે જ જઇએ ને....”

ફાનસના ધીમા ઝળહળતા અજવાળા બાજુ અમે આગળ વધ્યા. બસ ઉપરના રસ્તે ઉભી છે અને અજવાળા વાળી જગ્યા થોડી નીચાણ મા છે. અંધારામા નીચે શુ છે એ કાંઇ દેખાતુ નથી. ઢાળીયા પર ગમે ત્યાં પથ્થરો પડયા છે. અમે બેય ધીમેથી નીચે ઉતરી રહ્યા છીએ. બાકીના બધા ક્યારના ઉતરી ગયા છે.

નીચે ઉતરતા એકવાર એનો પગ લપસી ગયો. હુ નજીક હતો એટલે હાથ પકડી લીધો અને પડતા અટકી.

“બી કેરફુલ યાર. હમણા લાગી જાત તો.” ખબર નહી મારાથી કેમ બોલાઇ ગયુ. “એક તો આ નેપાળી. દીવ લઇ જાય છે કે આતંકવાદીના બંકરમા ખબર નથી પડતી. સાવ આમ હોય. ગયો ક્યાં એ મળવા દે....”

“આર...યુ....આર...યુ ઓકે....” હુ બોલ્યો.

“હા બાબા....ચીલ આઇ એમ ઓકે. ડોન્ટ વરી.” એ મારી સામે જોતા બોલી. મને કદાચ એ ધ્યાન નહોતુ કે મે એનો હાથ હજી છોડયો નથી. “થેંન્કસ.”

મે ફ્લેસ ઓન કરી અને પછી નીચે ઉતર્યા. “આર.યુ સ્યોર યુ ઓકે?”

“અરે હા યાર...” એણે હસીને ફરી કહ્યુ. આ નેપાળી અમને ક્યાં-ક્યાં ફેરવે છે એ ખબર નથી પડતી અને મે પીયાની સામે ગુસ્સો કરી નાખ્યો. આ બે વાત મારા મગજ મા એટલી ગોળ-ગોળ ફરે છે કે કાંઇ સમજાતુ નથી.

નીચે ઉતર્યા ત્યાં લાકડાના બેઠા રસ્તા જેવુ બનાવેલુ છે. ત્યાં ધીમો રેડીયો સંભળાવાનુ ચાલુ થયુ.
“કદમ ઝરા આહીસ્તા રખો તુમ....
કદમ ઝરા આહીસ્તા રખો તુમ....
રાહો મે કીતને ફુલ બીછે હે તુમ્હારી નઝર કી હે બાત સારી.....” બેકગ્રાઉન્ડમા ચાલુ છે. જ્ગ્યા જોઇને બેયને થોડી રાહત થઇ. લાકડાના મકાન જેવી જગ્યામા રસ્તા સુધી ફાનસ લટકે છે. એના અજવાળે એક-એક ટેબલ ગોઠવાયેલા છે.

“એ ત્યાં બેસીએ....” છેલ્લા ટેબલ સામે ઇશારો કરતા એણે કહ્યુ. “મસ્ત સોંગ છે નહી. કોનુ છે...આઇ ગેસ...ખબર નહી. એ આ લોકો આટલા વહેલા કેમ જનમ્યા હશે યાર.” ચાલતા-ચાલતા ધીમે-ધીમે બોલે છે. હુ એની પાછળ હાલતો જાઉ છુ.

ટેબલ પર બેઠા ત્યારે હુ એટલો કનફ્યુઝ હતો કે મે ફોન હાથમા લીધો. મારા મનના “એવુ હોઇ શકે અને એવુ ન પણ હોઇ શકે. આ કેફે સ્ટોરી છે કે નહી.” કેટલા વીચારો ઘસમસતી નદીના ધોધની જેમ પડે છે.

આ નેપાળીના કેફે મા ઘણુ અંધારુ છે. ફાનસની લાઇટથી ચહેરા પણ બરોબર દેખાતા નથી. ફોનના અજવાળાના કારણે જેટલો દેખાય એટલો મારો ચહેરો ઓળખાય છે.

મારો ગુસ્સો શાંત પડયો નહોતો. કયા કારણથી હુ સાતમા આસમાને પહોંચ્યો એ મને એકને જ ખબર છે. રીયા કે રાહુલ્યો હોત તો સમજી જાત. પણ હુ મારી એ ઇમોશન બતાવવા નહોતો માંગતો.

એટલે હુ ફોનમા જોઇને એની સામે જોવાનુ ટાળતો હતો. બે-ત્રણ વાર મે ફોન સામે રાખીને મે એની સામે જોયુ. એની આંખો મારા ચહેરા પર જ સ્થીર થયેલી છે. મને બીક લાગી. મે ફરી ધ્યાન ફોન તરફ કર્યુ. ફોનમા કાંઇ થઇ શકે એમજ નહોતુ. મારાથી ભુલમા એની સામે જોવાઇ ગયુ. પણ આ વખતે મે આંચકો મારીને ફોન તરફ ધ્યાન કરી નાખ્યુ.

“વોટ....” કોઇએ અચાનક મારો ફોન ખેંચ્યો એટલે મારાથી બોલાઇ ગયુ.

“કેમ પણ....ગીવ મી બેક પ્લીઝ યાર....” હુ ફોન લેવા માટે ઉભો થઇને એની તરફ લંબાયો.

“કેમ જી.એફ. ની ચેટ જોઇ ન લઉ એટલે....કયા બાત હે મીસ્ટર અકડુ તમે તો સ્માર્ટ નીકળ્યા હે....” એણે શાંતીથી કહ્યુ.

“ના એવુ કાંઇ નથી યાર પ્લીઝ. આપોને. મારો ફોન.” મે વીનંતી કરતા કહ્યુ. એણે તરત જ ફોન પાછો આપ્યો.

“ગુસ્સો શાંત પડયો હોય તો ચા મંગાવીએ બાય ધ વે.” એણે હસીને કહ્યુ. “મીસ. આનંદ એકેએ અકડુ.” એના ચહેરા પર એટલો પ્રેમ જોઇને મને લાગે છે કે અમે વરસોથી એકબીજાને ઓળખતા લાગીએ.

“સ્યોર....” હુ દાંત કાઢતા બોલ્યો.

“ઓહ...ખાખા...છાય....” હુ નેપાળીની જેમ બોલ્યો.

ત્યાં ઓલો ચીપાયેલા નાકવાળો નેપાળી હાથમા ચા ના બે કપ લાવીને મુકી ગયો. “અપના ફોન દેના.” નેપાળી બોલ્યો.

“કેમ” મે કહ્યુ. “પહેલે દો તો સહી.” એ બોલ્યો. મે પીયા સામે જોયુ. હા કહેતા એને માથુ હલાવ્યુ. પવનથી ઝુલતા ફાનસના અજવાળે મે એને ફોન આપ્યો.

“સાબજી ઇસ્માઇલ....મેયડમ બોલો સેય ચીઇજ....” કહ્યા પછી સીધી ફ્લેશ દેખાણી અને તરત બંધ.

અમે બેય વીચારી શુ થયુ એ પહેલા તો “બધીયા ફોતો આયા હે....” કહીને ફોન મને આપી ને ચાલ્યો ગયો.

“બે નેપાળી સાલો....ગજ્જબ છે. હો.” મને એના પર ગુસ્સો પણ આવે છે અને નવાઇ પણ લાગે છે. મે તરત પીયાની સામે જોયુ.

“બે આ નેપાળી કાકા કુલ છે ને કાંઇ....” મારા જવાબની રાહ જોતા મારી સામે જોઇ રહી. હુ પણ એની સામે જોઇ હસ્યો.

“આ નેપાળી ગજબ નો માણસ છે યાર...ક્યારેક ડ્રાઇવર. ક્યારેક ચા વાળો. ક્યારેક વેઇટર બધુ લાગે આને તો....” હુ વીચારતા બોલ્યો.

“તમે યાર ચા કેમ નથી લેતા. ચા પીવો ને પ્લીઝ યાર....” એ ચા પીતા મારી સામે જોઇને બોલી. “નો ગમે ચા....મારી તો ફેવરીટ છે. જમવા ન આપો તો ચાલે ચા તો જોઇએ.” એ બોલતી રહી હુ સાંભળતો રહ્યો.

“એમા એવુ છેને મોહતરમા,
વાત નીકળી છે ને તો કહી દઉ, ચા ગમવા નો તો સવાલ રહ્યો.”
“ચા તો મારી ગર્લફેન્ડ છે. ચા છે હુ છુ.” હુ થોડો ઉત્સાહમા આવ્યો.

“વોટ....” એ આશ્ચર્યમા આવી ગઇ. “સીરીયસલી.”

“તો જોઇને નહી લાગતુ.” હુ બોલ્યો.

“આપણી દોસ્તી પાકી સમજો.” કહીને એણે હાથ મીલાવ્યો. મને તો ખબર જ નથી આ બધુ અજાણતા જ થઇ રહ્યુ છે.

“એ આપણુ ઇન્ટ્રો બાકી છે હો...” અચાનક એને યાદ આવ્યુ હોય એમ બોલી.

“હાઇ....”
“આનંદ...આનંદ પટેલ...” રાહ જોયા વગર મે શરુઆત કરી.

“ક્યા બાત હે ગર્લફ્રેન્ડને મળ્યા નથી ને મીસ્ટર અકડુ માંથી મીસ્ટર કુલ...” મને અટકાવી એણે વચ્ચે જ કહી નાખ્યુ.

“ટર્ન બાઇ ટર્ન કરીએ.”

“શું.” આશ્ચર્યમા પડીને એ બોલી.

“કાંઇ નહી હવે નકામુ છે. હુ એમ જ બોલ્યા કરતો હોય.”

“શું.” આંખ મારા તરફ નાની કરીને મોટા અવાજે કહ્યુ. મને થોડી બીક લાગી.

“કાંઇનહી.” મારાથી બોલાઇ ગયુ.

“ના હવે મારે જાણવુ જ છે.” મારી તરફ નજીક આવતા કહ્યુ.

“કાંઇ નહી.” હુ અટક્યો. એની સામે જોયુ તો મને બીક લાગી. એક તો એ છોકરી છે. “વારાફરતી મીન્સ પેલા ધારો કે મારો ટર્ન હોય પછી તમારો ટર્ન.”

“ટર્ન ટર્ન શુ બોલો છો યાર....મારી સામે કેમ જોયુ.”
“હાઉ ડેર યુ ટુ લુક એટ મી.” અચાનક જ એણે મારા પર બોમ્બ પ્લાન્ટ કર્યો. હુ ગભરાઇ ગયો.

થોડી સેકન્ડ હુ નીચે જોઇ રહ્યો. હું કાંઇ ન બોલ્યો. મને મારા સ્વભાવ પર ગુસ્સો આવ્યો કે હુ આવો કેમ છુ. કોઇપણ આવી ને ગમે ત્યારે મને ગેમ બનાવી જાય.

ફાનસની લાઇટોમા અમારા શીવાય આજુબાજુના બધા ટેબલ પરનો અવાજ સંભળાય છે. હુ નીચે જોઇ વીચારુ છુ. ત્યાં મને કાંઇ વીચીત્ર લાગ્યુ. આટલુ બોલ્યા પછી આગળ કેમ એ કાંઇ બોલી નહી. મે ફરી ઉપર જોયુ ત્યાં મને ઝાટકો લાગ્યો.

“ગર્લ્સથી આટલી બધી બીક લાગે.” કહીને ટેબલ પર હાથ પછાડીને હસે છે. ફાનસના અજવાળે એના સોલ્ડર સુધીના ખુલ્લા વાળની પાછળથી દેખાતા ગાલ પર ડીમપ્લસ ચમકે છે. મન થાય છે કે જોયા જ કરુ. મારો ગુસ્સો તો એકબાજુ રહ્યો હુ બસ જોયા કરુ છુ.

“સાચુ ક્યો બીક લાગે ને ગર્લ્સથી.” મારી સામે જોઇને ફરી પુછ્યુ. મે ચા નો કપ ઉપાડ્યો અને નેપાળી બીજો કપ મુકી ગયો.

“આપકી બારાતમે પહેલે તો કુતે નાચેંગે ફીર આયેગી લડકીયા....બહોત સારી લડકીયા....” એ મને ચીડવવા માટે બોલે છે.

“હા હવે હોશીયારી ઇન્ટ્રો ચાલતો તો ક્યાં પહોચ્યા તમે તો....” એની વાતને ટાળવા અને મારી ઇજ્જત બચાવવા માટે મારે વચ્ચે બોલવુ પડયુ.

“એમ નહી બીક લાગે કે નહી....હા કે ના....” હુ જે વાત ટાળવા માંગુ છુ. એજ વાત એણે ફરી-ફરીને કરવી છે.

“હા...ના...હા....” ખબર નહી મારાથી કેમ બોલાઇ ગયુ.

ત્યાં રીયાનો મેસેજ મે વાંચ્યો.
“હેય આર.જે. વોટસઅપ.?
ગર્લ્સથી ડરતો નહી હો તુ સુપરમેન છે યાર....
ડર લાગે તો મને ફોન કરજે.
બાય.
ટેક કેર.
બેસ્ટ ઓફ લક.
પીક્સ સેન્ડ કરતો રહેજે....”
“આ રીયા પણ યાર ગજબ છે.” વાંચીને મારા ચહેરા પર જાન આવી ગઇ.

“આયર્નમેન બાઇ ધી વે...” મે રીપ્લાય કર્યો.

મારી પાસે બીજો કોઇ ઓપ્શન નહોતો હુ એને હસતા જોતો રહ્યો.

ક્રમશ: