Rakt yagn - 13 in Gujarati Horror Stories by Kinna Akshay Patel books and stories PDF | રકત યજ્ઞ - 13

Featured Books
Categories
Share

રકત યજ્ઞ - 13

"આ તો મને ખબર પડી, પણ માયા જ્યારે રોહી ને અડી ત્યારે તે દઝાવા કેમ લાગી?.....સોમનાથ..... રોહી નો એક વાળ અને તેનુ લોહી મારે જોઈએ છે... તુ તે અત્યારે જ લઈ આવ..",ગુરૂ શંકર નાથ સોમનાથ ને સુચન આપી કક્ષ માં થી બહાર નીકળી આશ્રમ ના મંદિરમાં ગયા અને સોમનાથ બાજ રૂપે ગુરૂજી એ સોપેલ કામ કરવા નીકળી પડ્યો....

સવાર થઈ ગઈ હતી... બધા ઊઠી,નિત્યક્રમ થી પરવારી નાસ્તો કરવા ડાઇનિંંગ હોલ માં ભેેગા થયા.... રોહી પોતાના રૂમ માંંથી નીકળી હોલ તરફ જતી હતી..ત્યારે બીલાડો તેને જે હાથમાં વાગ્યુ હતુ એ ના પર ઝપટ્યયો અને તેના નખ વાગવા.થી તેને ફરી એકવાર લોહી નીકળવા લાગ્યું..તે પોતાના રૂૂમ તરફ ગઇ અને ડ્રેસિંગ બદલી ડાઇનિંગ હોલ તરફ નીકળી...બીલાડા ના રૂૂપ માંથીી બહાર નીકળી માનવ સ્વરૂપે રોહીના કમરામાં ગયો અને dustbin માંના ખેલ તેેનો જૂનો પાટો ઉપાડી બાજ સ્વરૂપે ત્યાથી ઉડીને આશ્રમ તરફ જવા લાગ્યો આ તરફ માયા મહેલમાં બધાા વિદ્યાર્થીઓ પાછા ફર્યા અને શોધખોળ ચાલુ કરી આ વખતે ભોયરામાં જઈને જોયું રાજ તો રાજ ને થોડું અલગ લાગ્યો પણ તેણે કંઈ બોલ્યા વગર કામ શરૂ કર્યુ તેણે સંંદૂૂૂકક ખોલ્ય્યુ અનેેે તેમાં રહેલ મૂર્તિના ફોટો લેવાનું શરૂ કર્યું.....

આ તરફ સોમનાથ ગુરુ શંકરનાથ પાસે પહોંચ્યો ગુરુ શંકર નથી તેને અમુક વસ્તુઓ લેવા જવાના આદેશ આપી અને પાછા રોહીના રક્ત વાળો રૂમાલ લઈને વિધિ માં બેસવા જવા લાગ્યા.........

સાંજ પડતા જ બધા વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળીને પોતાના રોકાણ સ્થળે જવા લાગ્યા રાજ પોતે પાડેલા ફોટા ચેક કરવા લાગ્યો અને તેની બાજુમાં બેઠેલી રોહિબહાર નું દ્રશ્ય જોઈ રહી હતી જ્યારે જ્યારે તે પોતાની માને જંગલ વિશે પૂછતી ત્યારે તે વાત બદલી નાખતી...

અચાનક કોઈ પ્રાણી રોહિની આંખો આગળ આવી ને ગાયબ થઇ ગયું.... પણ તેણે તેના પર ધ્યાન ન આપ્યું અને પોતાનો ભ્રમ છે રાજે પાડેલા ફોટા જોવા લાગી..... તેને અચાનક પોતાની બધી માં યાદ આવી ગઈ અને તેમને મળવા જવાનું વિચારવા લાગી આમ પણ તે ફક્ત એક અઠવાડિયા માટે આવ્યા હતા અને એમાંથી બે દિવસ તો પસાર થઈ ચુક્યા હતા તેણે પોતાની માં ને ફોન કરી ને સૂચના આપવાનું વિચાર્યું

આ તરફ ગુરુ શંકર નાથ રોહીના ભૂતકાળ વિશે જાણવા તેના લોહી વાળો પાટો પોતાના પાત્રમાં નીચોવીને અમુક પ્રકારના પવિત્ર જલ ભેગા કર્યા અને પોતે થોડા મંત્ર ભણીને એ પાત્ર પર હાથ મુક્યો અને તે આંખો બંધ કરીને તે દ્રશ્ય જોવા લાગ્યા


૬૦૦૦વર્ષ પૂર્વે,
મયાગ તંત્ર-મંત્ર માટે જાણીતું હતું. એ વખતે પણ તંત્ર-મંત્ર માટે જાણીતું હતું બધા ચુડેલો અને સામાન્ય લોકો એ વખતે પણ હળી-મળીને રહેતા હતા કોઈ પણ પોતાનાં જાદુ અને તંત્રનો ઉપયોગ કોઈને હાનિ પહોંચાડવા માટે ન કરતો હતો પણ જેમ સારા લોકો હોય કેમ ખરાબ લોકો પણ હતા જ મયાગ જંગલમાં એક પ્રાચીન ગુફા હતી જેની અંદર જવું કોઈના નસીબમાં નહોતું કેમકે તેમાં ફક્ત અને ફક્ત એક શુદ્ધ હૃદય વ્યક્તિ પ્રવેશી શકે... તે ગુફા ની અંદર વિશ્વની સૌથી પહેલી ચુડેલે લખેલી એક કિતાબ હતી એક દિવસ નાની-નાની છોકરીઓ તે ગુફા આગળ રમતી હતી તેમાંથી એક રમત રમતાં ગુફાની અંદર ચાલી જાય છે સૌ તેને ભૂલીને ઘરે પહોંચી જાય છે પણ તે છોકરી નથી પહોંચતા એમાં તેને શોધવા જાય છે જુએ છે કે છોકરી શક્તિશાળી કિતાબને હાથમાં લઈને ગુફાની બહાર રડતી બેઠી હતી તેની મા ગભરાઈ ગઈ અને તે કિતાબ લઈને ફટાફટ ઘરે દોડી ગઈ તેણે પોતાના પતિને આ ખિતાબ બતાવી તો તેના પતિએ તેને આખી પતિએ તેને કિતાબ કે ગુફામાં મૂકી આવવા કહ્યું કેમકે આ ખિતાબ જો કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં લાગી ગઈ તો અનર્થ થઈ જાય રાત્રે પતિ પત્ની તે કિતાબ લઈને પાસ જંગલ તરફ ચાલવા લાગ્યા હજી તે ગુફા ની નજીક પણ નતા પહોંચ્યા અને રસ્તામાં અચાનક તેમના પર કોઈ કાળા જાદૂનો અસર કરતો હોય તેમ બંને એકબીજાની હત્યા કરી નાખી


તેમના પર આ જાદુ કરનાર એક બુરા દિલની ચૂડેલ હતી...અમાસ ની કાજળઘેરી રાત માં તે અટ્ટહાસ્ય કરતી તે કીતાબ ઉઠાવી ને હવા માં ગાયબ થઇ ગઇ.... નામ તેની મેના....ચુડેલ માં તે શક્તિ શાળી હતી પણ તાકાત ની ભૂખ કાયમ હતી...પોતાના દેહ ને સુંદર રાખવા માસુમ લોકો ના લોહી થી સ્નાન કરતી....શેતાન ને પોતાના આધીન કરવા આ લાવણ્ય મયી દેહ શેતાન ને ધર્યો અને શેતાન પણ તેના રૂપ માં કેદ થઈ ગયો....

પુસ્તક લઈ ને મેના એક ગુફામાં આવી...અને શેતાન નુ આવાહન કર્યું....

"હમમમમમ...તુ એ કિતાબ લઈ ને જંપી...પણ યાદ છે ને મેના...જે તુ કરવા માંગે છે તેમાં જો થોડી પણ ચુક થઈ તો હુ પણ તને નહીં બચાવી શકુ...તારા થી પહેલા ફક્ત જેણે આ કિતાબ લખી છે તેણે જ આ યજ્ઞ સંપૂર્ણ કર્યો હતો એના પછી કોઈ આ કરી નથી શક્યુ.."આવતા ની સાથે શેતાન બોલ્યો...

"પણતમે તો છો ને મને બચાવવા..."કુટિલ હાસ્ય સાથે મેના એ શેતાન ને પોતાની બાહો માં જકડતા કહ્યું....

"મેના,હુ ખાલી એકજ શેતાન નથી...મારા કરતા પણ વધુ તાકતવર અને માયાવી શેતાનો નર્ક માં છે અને અમારા શેતાનો નો પણ એક દેવ છે જે સર્વ શક્તિ શાળી છે...જો તારો જાદુ ઉધો પડ્યો તો એ તારી આત્મા લઈ જઈ શકે છે...."હકીકત થી વાકેફ કરતા શેતાન બોલ્યો....

"હા હુ જાણુ છુ આ વાત.... પણ જો મારો જાદુ ઉંધો પડે તો તમારે મારા પ્રાણ નુ ભક્ષણ તમારા દેવ ને ન કરવા દેવુ...તેની માટે તમારે શુ કરવાનુ એ હુ તમને કહુ છુ..."શેતાન ને ચુમતા માયા બોલી....