DESTINY (PART-23) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-23)

Featured Books
Categories
Share

DESTINY (PART-23)


આજ રોજ જૈમિક શેરવાની પહેરી, માથે સાફો બાંધી , પગમાં મોજડી પહેરીને, હાથમાં તલવાર લઈને વરરાજાના રૂપમાં તૈયાર થઈ ઘોડી પર સવાર થઈ વાગતા ઢોલ અને વરઘોડા સાથે ખુબજ આનંદથી જાન લઈને નેત્રિ સાથે પરણવા નીકળી જાય છે. વરઘોડામાં નાચી રહેલ પરિવાર, સગાં સંબંધીને જોઈ જૈમિક પણ ઘોડી પર બેઠાં બેઠાં જ તલવાર ઊંચી કરીને નાચે છે અને જૈમિકના મોઢાં પર અલગ જ ખુશીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

જાન લઈને નીકળેલ જૈમિક જોતજોતામાં નેત્રિના ઘરે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને ઘોડા પર સવાર જૈમિકને જોવા ટોળું ભેગું થવા લાગે છે જેમ વરરાજાને જોવા સામાન્ય રીતે થતું જ હોય છે એમજ. ઘોડા પર સવાર જૈમિકનું મન આજે સાતમા આભ પર હતું એવું લાગી રહ્યું હતું.

નજર નેત્રિના ઘરની અગાસી પર કરે છે તો લાલ રંગનાં પાનેતરમાં ઉભેલ નેત્રિને જોઈ જૈમિક બે ઘડી નેત્રિને જોતો જ રહી જાય છે. જેમ એને હમેશાં વિચારેલું એ આજે હકીકતમાં પરિવર્તિત થઈ ગયું હતું. નેત્રિ અને જૈમિક એકબીજાને જોતાં રહે છે અને ચહેરા પર મંદ મંદ હાસ્ય વર્તાય છે જે અકલ્પનીય છે.

એટલામાં સામેથી નેત્રિના પરિવારની બધીજ છોકરીઓ (સાળી) આવે છે. જૈમિકને ઘોડા પરથી ઉતરી એમની સાથે નાચવાનું કહે છે તો જૈમિક મન મૂકીને એમની સાથે ઝૂમી લે છે. પછી જૈમિકને ચૉરીમાં લઈ જવામાં આવે છે. ચૉરીમાં બેઠેલ જૈમિક આતુરતાથી નેત્રિની રાહ જોવે છે એટલામાં નેત્રિના મામા એને રિવાજ પ્રમાણે તેડીને લઈ આવે છે.

નેત્રિનુ લાલ રંગનું પાનેતર, હાથમાં બંગડી, નાકમા નથ એમ ઘરેણાથી સજ્જ નેત્રિને જોઈ જૈમિક મંત્રમુગ્ધ થઈ જાય છે અને કહે છે આજે તો હું ધન્ય થઈ ગયો. આ દિવસ માટે જ તો મેં વર્ષોથી પ્રયાસ કર્યો હતો જે પ્રયાસ આજે સફળ થયો છે તારી સાથે લગ્ન એતો મારા જીવનની સૌથી મોટી જીત છે.

નેત્રિ કહે જેટલી રાહ તમને હતી એટલી જ મને પણ આ દિવસ મારી માટે સૌથી યાદગાર દિવસ બની રહેશે. પછી ચૉરીમાં બેસેલા પંડિત ચૉરીમાં થતી વિધિ કરે છે અને બંનેને લગ્નની વિધિ સમજાવતા કહે છે હવે તમે બંને ફેરા ફરવા માટે ઉભા થાઓ. બંને એકબીજા સામે જોવે છે આંખોથી આંખોના મિલનની કલ્પના જ કરવી રહી બંને શબ્દોથી નહીં પણ આંખોથી હજાર વાતો કરી લે છે અને ખુશીના આ સમયને માણે છે.

લગ્નના સાત ફેરામાં બંને એકબીજાને દરેક ફેરામાં જે વચન છે એ વચન પાળવા માટે બંધાય છે. સાતમો ફેરો પુરો થયા પછી પંડિત મંગળસૂત્ર પહેરવાનું કહે છે. જૈમિક બાજુમાં ઉભેલા ભાઈને કહે છે મંગળસૂત્ર આપવા માટે, ભાઈ મંગળસૂત્ર શોધે છે પણ મંગળસૂત્ર મળતું નથી. ભાઈ કહે યાદ નથી ક્યાં મૂક્યું હતું હું શોધું છું.

જૈમિક ભાઈના જવાબથી હતાશ થઇ જાય છે અને ચિંતિત થઈ જાય છે. જૈમિક નેત્રિ સામે જોવે છે અને નેત્રિ જૈમિક સામે જોવે છે. બંનેની આંખમાં હતાશા નજર આવે છે. જૈમિક ખૂબજ ગભરાઈ જાય છે અને કઈ કહે એ પહેલાં કાને પડે છે એક મોબાઇલ ફોનની રિંગ અને જૈમિકની આંખ ખુલી જાય છે.

અચાનક વાગેલ રીંગ જૈમિકના સ્વપ્નને તોડી નાખે છે અને સભાન અવસ્થામાં લાવે છે. જૈમિકની આંખ ખુલતા જ જૈમિકની આંખમાંથી આંસુની ધારા શરૂ થઈ જાય છે. એ કાંઈજ કહી નથી શકતો બસ મનમાં એકજ વિચાર કાશ.....! આ સ્વપ્નની જગ્યાએ હકીકત હોત......!

થોડાક દિવસ સુધી જૈમિક નેત્રિ લગ્ન નહીં કરે એ વાતને મનમાં જ લઈને ફરે છે નેત્રિને કાંઈજ કહેતો નથી. અજાણ છે વાતથી એમ વર્તન કરે છે અને એક વિશ્વાસ સાથે જીવે છે કે આ વાત ખોટી જ નીકળશે. એટલામાં શરૂ થાય છે ફેબ્રુઆરી મહિનો. સાદી ભાષામાં કહીએ તો પ્રેમી પંખીડા માટેનો સમયગાળો.

ફેબ્રુઆરી મહિનાની સાત તારીખથી શરૂ થતાં પ્રેમી પંખીડાના અવનવાં દિવસો. જૈમિક અને નેત્રિએ પણ પહેલા આ બધાં દિવસ ખુબ સારી રીતે મનાવેલા જે સામાન્ય રીતે દરેક પ્રેમી મનાવે. પણ આ વખતના દિવસ કાંઇક અલગ હતા. શરૂ થયેલ ફેબ્રુઆરી મહિનાના સાપ્તાહિકનો પ્રથમ દિવસ એટલે કે રોઝ ડે.

જૈમિક નેત્રિ માટે ગુલાબનું ફૂલ લઈને એને મળવા માટે તૈયાર થઈ જાય છે. સાંજે નોકરીથી છૂટીને નેત્રિ ઘરે આવે એ પહેલાં જૈમિક એને ફોન કરે છે હેલ્લો મૅડમ......! હેપ્પી રોઝ ડે.....!

હેપ્પી રોઝ ડે......! નેત્રિ કહે છે.

તો આજે મળી રહ્યા છો ને મૅડમ......? જૈમિક પ્રશ્ન પૂછે છે.

ના આજે થાકી ગઈ છું ઓફિસમાં વધારે કામ હતું માટે પછી મળીશું નેત્રિએ જવાબ આપતાં જણાવ્યું.

ભલે પછી મળીશું તું આરામ કર કહી જૈમિક ફોન મૂકી દે છે.

બીજા દિવસે પ્રપોઝ ડે આવે છે તો જૈમિક મનમાં વિચારે આ દિવસનું મહત્વ અમારી માટે હવે એટલું નથી પણ એવું નથી કે મહત્વ જ નથી હું મારા પ્રેમનો પ્રપોઝ ફરીથી કરીશ કાંઇક અલગ રીતે જે એને યાદ રહેશે. તો જૈમિક એની માટે નાની સરપ્રાઇઝ પ્લાન કરે છે અને એને ફોન કરે છે ને કહે હેલ્લો મારા આંખના તારા.......! આજે તો આપણે મળીશું ને......?

ના આજે મારી તબિયત સારી નથી તો નઈ મળી શકું એવો જવાબ મળે છે.

જૈમિક કહે તારી તબિયત સારી નથી તો હું આવું ચાલ આપણે ડૉ. પાસે જઈએ.

ના મેં દવા લઈ લીધી છે, આવવાની જરૂર નથી નેત્રિ જણાવે છે.

સારું તો તબિયત સાચવજે આપણે પછી મળીશું એમ કહી ફોન રાખે છે.

આજ રીતે દરેક દિવસ માટે જૈમિક કાંઇક ને કાંઇક તૈયારી કરે છે પરંતુ નેત્રિ રોજ કાંઇક ને કાંઇક બહાનું કાઢીને એને મળવાનું ટાળે છે. જૈમિક જાણે છે કે એ એની અવગણના કરી રહી છે છતાં પણ એ કાંઈજ બોલતો નથી કેમકે એને નેત્રિ પર ભરોસો છે.

જ્યાં જૈમિક હતાશ છે ત્યાં બીજી બાજુ નેત્રિ વિચારે છે હું જાણું છું હું ખોટું કરી રહી છું જૈમિકની અવગણના કરીને પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું નથી ઇચ્છતી કે હવે અમારા બન્ને વચ્ચે વધારે યાદગાર પળ વધે જેને ભૂલીને આગળ વધવાની હિંમત પણ ના થાય. મેં એની જગ્યાએ પરિવારનો સાથ આપવાનું વિચાર્યું છે તો મારે એનાથી દૂરી રાખવી જ પડશે અને પોતાના લીધેલ નિર્ણય પર રડે છે.

જેમ જેમ દિવસ વિતવા લાગ્યા એમ છેલ્લો દિવસ એટલે કે ચૌદ ફેબ્રુઆરી આવી ગઈ હા એજ જે તમે વિચારી રહ્યા છો વેલેન્ટાઈન ડે પ્રેમીઓનો દિવસ. આજ રોજ જૈમિક નેત્રિને ફોન કરે છે અને કહે છે આજે તો બધાજ દિવસ જે મનાવી નથી શકયા એ બધાજ એકસાથે મનાવી લઈશું માટે તું આવીશ જ હું જાણું છું.

આજનો દિવસ તું આવવાનું ચૂકે નહીં હું જાણું છું. નેત્રિ કહે છે મને માફ કરજો પણ આજે હું નઈ આવી શકું. આજે મારું બહાર જવાનું જરાય મન નથી તો હું નઈ આવી શકું સૉરી.....! જૈમિક ઘણાં સમયથી કાંઇ કહેતો નથી બધીજ વાતને મનમાં દબાવી રાખે છે.

આજે પણ એને પ્રયાસ કર્યો પણ થયો નહીં અને પછી કહે તું આજે પણ નઈ આવે અને કાલે પણ નઈ આવે હું જાણું છું કારણ કે તારે મારી સાથે નથી રહેવું અને લગ્ન પણ નથી કરવાં હું સારી રીતે જાણું છું. આટલું સાંભળી નેત્રિ કહે ક્યાં છો તમે......? હું અત્યારે જ આવું છું મળવા.......! પરંતુ જૈમિક રડતાં રડતાં ફોન કાપીને ફોન બંદ કરી દે છે.