(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને હજી મંઝિલ શોધે છે? તે વિચારે છે શું કરીશ? કોણ મને કામ આપશે ) હવે આગળ ...
મને વિચાર આવ્યો કે હું શું કરીશ? ક્યાં જઈશ? કોણ કામ આપશે ?અને એવા વિચારોમાં ત્યાં જ ફરી, પાછો ઊંઘી ગયો. . સવારના સાત વાગવા આવ્યા હશે,
અને કોઈ મને હલાવી રહ્યું હતું .કેમ? કોણ હતું? ને મેં આંખો ખોલી ને તેની સામે જોયું તો એક કાકા હતા, તે બોલ્યા છોકરા કેમ અહીં ઊંઘી ગયો છે, શું થયું છે ..ઊભો થા અહીં થી તે મનમાં બબડતા બોલ્યા,
આજકાલના નવ જુવાનીયાઓને કંઈ પડી જ નથી લાગતી, બસ બાપાના પૈસે મોજ કરે છે અને દારૂ પીને ગમે ત્યાં પડી રહે છે, હુ ઊભો થઈ ત્યાં બાજુમાં બેઠો હતો તેમને મનોમન બબડતા સાંભળી રહ્યો
મને ખૂબ દુઃખ થયું કે હું આવડો મોટો થયો પણ કદીએ વ્યસન માટે વિચાર્યું પણ નથી અને આ કાકા એ મારી પર.... આંખમાંથી આંસુ આવી ગયા, પણ શું કરું અજાણી ધરતી અજાણ્યા લોકો ,મન મનાવ્યું કોઇ ગમેતેમ બોલશે,"મારે આખ આડા કાન કરવા પડશે"
હું ત્યાં બેસી રહ્યો થોડીવાર થઇ ને કાકા હોટલની સાફસૂફી કરી અને મંદિરમાં દીવો કર્યો, અને પાછા બહાર ડોકિયું કાઢ્યુ તો, હું ત્યાં બેઠેલો જોવા મળ્યો. થોડી ઘણી અવરજવર ચાલુ થઈ ગઈ હતી આ કયો વિસ્તાર છે તેની પણ મને તો ખબર નહોતી અને તે કાકા એ તેમનો પ્રાઇમસ સળગાવ્યો, તેનો અવાજ બહાર સંભળાયો કદાચ ચા-નાસ્તાની હોટલ હશે? તે કાકા તપેલું પ્રાઇમસ પર ચઢાવી બહાર જોવા આવ્યા,
*******
તો મને બેઠેલો જોયો.. મારો ચહેરો જોઈને કદાચ દયા, આવી હશે, મનમાં થયું કુદરતે હજુ પણ લોકોના હૃદયમાં દયા ભરેલી હશે,અને તે મારી પાસે આવીને ઊભા રહ્યા,
કાકા: છોકરા ક્યાંથી આવે છે?
સાચું કહી દે
પણ મારી હિંમત સાચું કહેવાની ના ચાલી કે હું ભાગીને આવ્યો છું, જો તેવું કહુ અને હું ફસાઈ જાઉ તો, એટલું કીધું કે મારી પાસે હાલ કંઈ નથી, હું અનાથ થઈ ગયેલો છું ,અને મારાથી ડૂસકું મુકાઈ ગયું ...
"હા હું અનાથ જ નહીં, જાતે કરીને બનેલો અનાથ મા બાપ હોવા છતાંય, આ શહેરમાં તો હું અનાથ છું"
મારું અહીં કોઈ બેલી ક્યાં છે? કોણ મને ઓળખે છે?
અને તેમને કહ્યું છોકરા તુ દેખાવ પરથી તો લાગે છે સાચું કહે તું ઘર છોડીને ભાગી ને આવ્યો છે...
મને તારી સાચી હકીકત કહી દે ત્યારે મન તો થઇ આવ્યું કે સાચું કહું તો હું ભાગીને આવ્યો છું મારે મારી જિંદગી બનાવી છે પૈસા કમાવા છે તેથી હું ઘરેથી ભાગ્યો છું, પણ ડર લાગ્યો કે આ કાકા મને પાછો ઘરે પહોચાડી દે તો,
એટલે હું ચુપચાપ ઊભો રહ્યો એટલામાં તો તે બોલ્યા કે જો તું ભાગી ને આવ્યો હોય તો છોકરા પાછો જતો રહે
મુંબઈ શહેરમાં ક્યાંય, ખોવાઈ જઈશ, તો તું નહી જડે હજુ મોડું નથી થયું, ભાડું ના હોય તો હું તને ભાડું આપુ, પણ હું ચૂપચાપ ઊભો રહ્યો, પણ હું શું કામ પાછો ઘરે જઉ મારે પાછા જવું જ હોય તો .....હું શું કામ ઘરેથી ભાગત
પણ એ કાકા દયાળુ હતા, તેમને કહ્યું તારી જીદ ના છોડવી હોય તો, કંઈ નહીં લે આ ચા ને બિસ્કીટ ખા અને તારુ મગજ શાંત થાય, ત્યારે વિચારજે કે
****
તે ભરેલું પગલું સાચું છે કે ખોટું એમ કરી ચાને બિસ્કીટ મારી આગળ મૂકી દીધા,
અજાણ્યા શહેરમાં મને તો આ કોઈ દેવદૂત લાગ્યા,
ખરેખર મારા બાપુ યાદ આવ્યાં કે એમની કહેલી વાત યાદ આવી ગઈ
""એક દિવસ એક ગામમાં વરસાદ બહુ પડયો છે તેમાં એક ભાઇ ફસાઈ ગયા, તેમને પહેલાં લેવા માટે ગામના લોકો ગયા, અને કહ્યું ભાઈ ચાલો નદીમાં પૂર આવશે ,અને તમે તણાઈ જશો પણ તે ભાઈ ની એક જ જિદ કે મને ભગવાન બચાવવા આવે તો જ હું જઈશ, એટલે પેલા લોકો પાછા વળી ગયા,
*** ગામ આખું ખાલી થઈ ગયું અને આ ભાઈ તો ઘરમાં જ રહ્યા ,નદીના પૂરનું પાણી ગામ માં આવી ગયા ,ગામ આખામાં પાણી જપાણી ..અને બચાવ કામગીરી વાળા ભાઈઓ હોડી લઈને લેવા આવ્યા,
પણ બસ તેમની પહેલી જીદ ભગવાન જાતે આવે તો હું આવીશ, તેઓ પણ થાકી ને જતા રહ્યા, આ ભાઈ તો બચવા ધાબા ઉપર ચડ્યા ,
નદીમાં પાણી ચડતું ગયું તે ભગવાન ભગવાન કરવા લાગ્યા ઉપરથી હેલિકોપ્ટર આવ્યું પણ આ ભાઈ તો પેલી જીદ અને તેઓ તેમની જીદને કારણે ડૂબી ગયા,
તેઓ જ્યારે ઉપર ભગવાન પાસે પહોંચ્યા ત્યારે ભગવાનને ફરિયાદ કરી કે તમે મને કેમ બચાવવા ના આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે હું તને ત્રણ ત્રણવાર બચાવવા માટે આવ્યો,
પણ તે ત્રણેય વખત ના પાડી છે એટલું યાદ રાખવું કે
ભગવાન તો કોઈપણ રૂપમાં તમારી મદદ કરવા આવે જ છે તે મને ઓળખી તેનો હાથ તમારે પકડવાનો છે ....
એટલે કદાચ આ કાકા પણ મારા દેવદૂત બનીને આવ્યા હશે, ભગવાન જ મારી મદદ કરી રહ્યા હોય એવું લાગ્યું અને મને અંદરથી થોડી ટાઢક વળી.....
થોડીક વારરહી અંદરથી અવાજ આવ્યો ચા પી લે છોકરા શું વિચારમાં ખોવાઈ ગયો?ને મે ચા ને બિસ્કીટ ખાધા, અને ચાનો કપ અંદર મુકવા ગયો તો મને તેમને સામેથી કીધું ,હવે ક્યાં જવાનો છે? મને ખબર નથી? તારે કામ જોઈએ છે? કામ શબ્દ સાંભળતા મોઢામાંથી હા નીકળી ગઈ અને અંદરથી ખુશી થઇ કે આટલું જલ્દી કામ મળી જશે ફરી
ભગવાનનો આભાર માન્યો નક્કી મારી મા એ ઘરેથી ભગવાનને યાદ કરી રહી હશે?અને મારી સલામતી માટે પ્રાર્થના કરતી હશે .
કઈ મા પોતાના દીકરો દુઃખી થાય એવું વિચારે ના વિચારે મા એ તો મારું આત્મબળ છે, હું ભલે ગમેતે ખૂણે હોઉં પણ તેના આશીર્વાદ તો મારી સાથે જ છે, અને સદાયે રહેશે
****************************************
અને પાછું ઘર યાદ આવી....
આ બાજુ ઘરે આખો દિવસ શોધી-શોધીને બધા થાકી ગયા કોઈએ સલાહ પણ આપી કે તમે શહેરના થાણે જઈને દીકરો ખોવાયો રિપોર્ટ કરી આવો, પણ મારા બાપુ નહીં માન્યા આડોશી-પાડોશી ખાવાનું લઈ ને આવ્યા અને કહ્યું કે તમે ખાઈ લો અને આ છોકરાઓને ખવડાવો અમારે તો નથી ખાવુ, પણ આ છોકરાઓને તમે ખવડાવીલો ઘરમાં તો શોકનું વાતાવરણ બની ગયું છે, બેનો ની પણ રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે, હવે ભાઈ પાછો આવશે કે નહીં!! અમે રાખડી કોને બાંધીશુ? એ જ ઘટમાળમાં જમ્યા વગર સૂઈ ગઈ, ગામના લોકો પણ સાંત્વના આપીને ઘરે ચાલતા થયા...
**************************************
ક્યાં ખોવાય છોકરા જો તારે આ ચાના કપ રકાબી ધોવાના અને અહીં આ દુકાનના ઓટલે પડી રહેવાનું તને બે ટાઈમ ખાવાનું મળશે અને હું તૈયાર થઈ ગયો... જે મારું ઘર છોડ્યું હતુંત્યાં તો મારી ભાઈ કે બહેને મને કોઈદી મજૂરી નહોતી કરાવવી, અને અહીં મારે મજુરી કરવી પડશે.
ચાના કપ રકાબી ધોઈને બે ટંક ખાવાનું મળતું હોય તો ભલે હું એ કામ કરવા પણ તૈયાર થઈ ગયો, અને મારું કામ શરૂ થઈ ગયું.. જિંદગીનું પહેલું કામ કે જિંદગી ની નવી શરૂઆત થવાની હતી..
અહીં ભણવા નું સપનું તો બાજુમાં રહી ગયું, અને આ બે ટંક કાઢવા માટે મજૂરી શરૂ થઈ આજે સમજાતું હતું કે"" કંઈ પણ આપણને મફતમાં નથી મળી જતું કંઈક મેળવવા માટે કંઈ તો કિંમત ચૂકવવી પડે છે""
અઠવાડિયું થઇ જવા ને આવ્યું મુંબઈ આવે ,અને હવે તો હું પણ થોડા ઘણા અંશે અહીં ગોઠવતો હતો અને એક દિવસ કાકા એ મને કામ સોંપ્યું ,તેમનું નામ તો ખબર નહોતી પણ હું તેમને કાકા કહેતો પણ એમને બીજા લોકો એચ કે એવું કહેતાં ...
અને કહ્યું કે અહીંથી થોડે દૂર એક સ્ટેશન છે ,ત્યાં જઈને ઉભો રહે જે કાળો શર્ટ અને સફેદ ટોપી વાળો એક માણસ આવશે.. તને એચ કે એવું બોલે તો તેને આ પાર્સલ આપી દેજે ,
હું મૂંઝવણમાં ફસાયો કે શું આ કાકો મારો ગેરલાભ ઉઠાવતો હશે? મને કોઈ કાળા કામો મા તો નથી ફસાવીરહ્યો ને શું કરું ?પાછી મનમાં આંટીઘૂટી શરૂ થઈ
આતો મુંબઈનગરી અહી ભલ-ભલા આવીને ફસાઈ જવા વાળા કાળા કામ કરવાવાળા અને હું પણ એવા કામો ફસાઈ જઈશ, તો મારા જોયેલા સપનાનું શું થશે, અને
' હા બાપુ દરરોજ એક વાત કરતા'
" શબ્દો મીઠા હોય તો તે માણસ સારો જ હશે એવો વિશ્વાસ કદી ન કરવો કારણ કે મીઠા શબ્દો પણ ક્યારેક દગો દેતા હોય છે""
(હવે શું કરશે મહેશભાઈ? શું કોઇ ધંધામાં ફસાશે કે પછી ત્યાંથી મંઝિલ શોધવા પાછા ભટકશે તે હવે આગળના ભાગમાં)