પગરવ
પ્રકરણ – ૩૧
સુહાનીએ પ્રેઝન્ટેશન શરૂં કર્યું. એની બોલવાની જે સ્ટાઈલ અને સ્પીચ જોઈને બધાં જ દંગ જ બની જ રહી ગયાં. જરાં પણ ગભરાહટ નહીં...જાણે એને તો આ બધાંની વચ્ચે સ્પીચવા આપવાની રોજની આદત ન હોય...!!
પરમ પોતે આટલાં સમયથી પ્રેઝન્ટેશન આપતો હોવા છતાં ક્યારેક એ પોતે પણ મુંઝાઈ જાય છે...એણે આખું પ્રેઝન્ટેશન પૂરું કર્યું ત્યાં સુધી કોઈ કંઈ પણ બોલ્યું નહીં...વળી આટલો પણ અવાજ નહીં...!! સુહાની બોલીને બે મિનિટ ઉભી રહી કોઈએ કંઈ કહ્યું નહીં...એને ગભરામણ થઈ કે કંઈ બફાઈ નથી ગયું કેમ કોઈ કંઈ કહેતું નથી કે બોલતું નથી...
ત્યાં જ વિનોદસર પોતાની ચેર પરથી ઉભાં થઈને તાળીઓ પાડતાં લાગ્યાં એ સાથે જ બધાંએ એને તાળીઓથી વધાવી દીધી...!! એ બોલ્યાં, " બેટા બહું સરસ પણ પ્રેઝન્ટેશન આપ્યું છે તે...આ પહેલાં તે ક્યાંય જોબ કરેલી કે આ રીતે પ્રેઝન્ટેશન આપ્યું છે ખરાં ?? ગજબ કોન્ફિડન્સ છે બેટા તારામાં..તને ખબર છે કે નહીં પણ આ દર વર્ષે એકવાર આપવામાં આવે છે. અને આ મિસ્ટર ગોહેલ... જેમનું નામ સાંભળીને લોકો પ્રેઝન્ટેશન આપતાં ડરે છે...કારણ કે એમનાં સવાલો એવાં જ હોય છે તર્કદાર..."
સુહાનીએ મનમાં વિચાર્યું કે કદાચ એટલે જ પરમે એને આ કામ સોંપી દીધું તો નહીં હોય ને ?? જેથી જે પણ થાય આવડે કે ના આવડે હું જ ફસાઉં...પછી એણે વિચાર્યું જે થાય તે...હવે શું... જોયું જશે...!!
પછી ખબર પડી કે મિસ્ટર ગોહેલ કંપનીનું ઓડિટ મેનેજમેન્ટ કરનાર અને બહું સ્પષ્ટ રીતે જોઈ એમને કંઈ પણ યોગ્ય ન લાગે તો કંપનીની અમૂક સિસ્ટમ કે ડેવલોપમેન્ટ રોકી શકે એટલી એમની પહોંચ છે...પરમને ખબર હોવાં છતાં આટલું મોટું કામ પરમે સુહાનીને સોંપ્યું એ વિનોદ અગ્રવાલને પણ ના સમજાયું. વળી એ કામમાં કોઈ પણ પ્રકારની શરમ રાખે એવાં નથી. જે ક્રાઈટેરિયા અમૂક વસ્તુ માટે જોઈએ એ જોઈએ જ એમાં એ જરાં પણ ક્રોમ્પ્રોમાઈઝ ન કરે...આ વાતની પરમને પણ ખબર છે.
તરત જ સીધો સવાલ કરતાં મિસ્ટર ગોહેલ બોલ્યાં, " મેડમ કદાચ સારી સ્પીચ હોવાને કારણે આપે લોકોને ખુશ તો કરી દીધાં...હવે હું આપને માત્ર ત્રણ સવાલ પૂછીશ જો એ આપ આપી દેશો તો બધું તમારાં હાથમાં છે...
સુહાની : " સર ન આવડે તો ?? "
મિસ્ટર ગોહેલ : " કંપનીનું આવનારું ઘણું બધું ભવિષ્ય હવે તારાં પર છે... તારાં જવાબો પર...."
સુહાની થોડી ગભરાઈ કે જો આજે ગડબડ થશે તો જે રીતે પરમની છાપ છે એ ગુસ્સામાં મને જોબ છોડવાં કહેશે અથવા તો મને અપમાનિત કરશે તો... મારું મિશન છેક આવેલું અટકી જશે...અને મારો સમર્થ ?? નહીં નહીં કંઈ પણ એવું નહીં થવાં દઉં હું આજે...
સુહાનીએ મનમાં ઇષ્ટદેવને યાદ કરીને મક્કમતાથી કહ્યું, " સર, આઈ ટ્રાય મારી બેસ્ટ..." ને તરત જ પહેલો સવાલ એક ધારદાર વસ્તુ કરતાં પણ તીવ્ર રીતે ફેંકાયો..
બધાં જ એકબીજાની સામે જોવાં લાગ્યાં. કારણ કે એ કંપની વિશેનો એનો પાયાનો સવાલ છે કદાચ મિસ્ટર વિનોદ અગ્રવાલ સિવાય બીજાં કોઈ સિનિયર લોકોને પણ બહું જાણ ન હોય એવું એમનાં ચહેરાં પરથી સ્પષ્ટ વિદિત થઈ રહ્યું છે.
સુહાની બે મિનિટ ચૂપ રહી...આજે એને સમર્થ માટે શોધેલી આખી કંપનીની ડિટેઈલ બધું કામ આવ્યું. એને કંપનીની શરૂઆતથી અત્યાર સુધીની નાનામાં નાની વિગત જાણી છે. એણે જે રીતે એને ખબર છે બધું જ ફટાફટ બોલવાં લાગી. વિનોદ અગ્રવાલ તો એને જોઈ જ રહ્યાં કે આમાંની અમૂક ડિટેઈલ તો કંપનીની સાઈટ પર, અમૂક કંપનીનાં ડિપાર્ટમેન્ટ વાઈઝ અમૂક લોકોને જ ખબર હોય છે...એ મુજબ કદાચ પરમ કે મિસ્ટર જે કે પંડ્યાને ખબર હોય...પણ આ નવી અપોઈન્ટ થયેલી આટલી નાની ઉંમરની લાગતી છોકરીને કેવી રીતે ખબર...!! કંઈ તો ગડબડ છે...
પછી આવેલાં બીજાં સવાલનો પણ એણે સમર્થનાં પ્રોજેક્ટ વર્કની ડિટેઈલ પરથી આપ્યો. ને છેલ્લો અને ત્રીજો સવાલ સણસણતો આવ્યો કે સુહાનીએ સ્પષ્ટ રીતે મૂંઝાયા વિના કહ્યું, " સોરી સર, આ પ્રશ્નનો ઉત્તર કદાચ સીઈઓ લેવલની વ્યક્તિ કે જેનાં હાથમાં આ બધી સતા હોય એ જ આપી શકશે..."
આ જવાબ સાંભળતાં જ મિસ્ટર ગોહેલ બોલ્યાં, " સાચી વાત કહું મિસ્ટર અગ્રવાલ મેડમે જે જવાબો આપ્યાં કદાચ આમાંનું કોઈ સિનિયર વ્યક્તિ પણ ન આપી શકત... એટલું મારાં આટલાં વર્ષોનાં અનુભવ પરથી કહું છું... હું છેલ્લા વીસ વર્ષથી અહીં આ રીતની મીટીંગ માટે દર વર્ષે અાવું છું.... આજ સુધીનો રેકોર્ડ છે કે હું કદી અહીંથી અસંતુષ્ટ બનીને નથી ગયો... આગલાં વર્ષ કરતાં નવાં વર્ષે કામ સારું અને બહું વધારે જ હોય છે...પણ આજે હું બહું ખુશ થયો છું...જો એક નવી અપોઈન્ટ થયેલી વ્યક્તિ પણ આટલું સારું નોલેજ ધરાવે તો કંપની કોઈ પણ લેવલ સુધી આગળ વધી શકે...!! અને હું તમને આ વખતે નવાં બે પ્રોજેક્ટની પરમિશન આપું છું...
બધાં ખુશ થયાં. એમાંના કેટલાકને થોડું ખટક્યું કે નવી આવેલી છોકરીને આટલું બધું માન મળી રહ્યું છે...ભલે કદાચ એમનામાં એ એબિલીટી નહોતી જ છતાંય માણસ ઈર્ષ્યામાં તો ક્યાં પાછો પડે છે.
પછી સુહાની બેસી ગઈ. થોડીઘણી ચર્ચા પછી વિનોદ અગ્રવાલ મિસ્ટર ગોહેલને પોતાની કેબિનમાં લઈ ગયાં... પરમે બાકીની મીટીંગ બધાં સાથે પૂરી કરી. સુહાનીએ નોંધ્યું કે અવિનાશને કંઈ બહું ફેર નથી પડ્યો કે ન જે.કે.પંડ્યાને પણ પરમનાં ચહેરા પર મિક્સ ભાવ ચોક્કસ જોવાં મળી રહ્યાં છે...એ સુહાનીને સમજાયું નહીં.
મીટીંગ પૂરી થતાં હવે બધાંને ઘરે જવાનો સમય થયો હોવાથી બધાં ફટાફટ કોન્ફરન્સ રૂમની બહાર નીકળવા લાગ્યાં...દાદુએ હંમેશાંની જેમ સુહાની સામે એક સ્મિત ફરકાવ્યું...ને નીકળી ગયાં.
અવિનાશ બોલ્યો, " મેડમ તો બહુ છુપારૂસ્તમ નીકળ્યાં હો..હવે મારે તમારી પર બરાબર નજર રાખવી પડશે...!! બધાંને ખુશ કરી દીધાં બાકી હવે મને ક્યારે ખુશ કરશો ?? બહું રાહ જોવડાવી... નહીંતર ફરી મારે..." ને અટકી ગયો.
સુહાની બોલી, " હું જાઉં છું મને લેટ થાય છે" કહીને બીજું કંઈ પણ કહ્યા વિના નીકળી ગઈ. પરમે એને એક ફીક્કુ સ્મિત આપીને કંઈ પણ બોલ્યા વિના સુહાનીની પાછળ બહાર નીકળી ગયોને સીધો જ પોતાની ઓફિસની બાજુનાં રૂમમાં પહોંચ્યો.
સુહાની ફટાફટ એનાં રૂમમાં જઈને પર્સ લઈને ઘરે જવાં નીકળી. પણ એનાં મનમાં પરમ અને અવિનાશ માટે બહું સવાલો છે...એ સવાલોને પોતાનાં મન સાથે કડીઓ જોડતી એ ઓફિસની બહાર નીકળી ગઈ.
***************
પરમ એ રૂમમાં પહોંચતાં જ પોતાનો હાથ દિવાલ તરફ પછડાવા લાગ્યો..ને બધી વસ્તુ ફેંકવા લાગ્યો...ને બબડવા લાગ્યો, " શું થઈ રહ્યું મને કંઈ સમજાતું નથી... મારો બધો પ્લાન નકામો ગયો...પણ એ તો મને કેટલું માને છે... હું કોઈ પણ ભોગે છોડીશ નહીં એને તો...મારી બધી મહેનત નકામી જશે..."
ને અરીસામાં પોતાની જાતને જોતો કહેવા લાગ્યો, " શું કમી છે હવે મારામાં ?? હું કેમ નથી રહી શકતો હવે એનાં વિના ??
બસ મને જોઈએ એટલે જોઈએ...આજ સુધી મેં જે પણ જોઈએ છે એ મેળવ્યું છે કોઈ પણ ભોગે....તો હું મેળવીને જ રહીશ...." કહેતો એણે એક ખાનામાંથી નાનકડી વિસ્કીની બોટલ કાઢીને ગટગટાવી ગયો. ને પછી ખિસ્સામાંથી એક ફોટો કાઢીને એને પાગલની જેમ ચૂંબનો કરવાં લાગ્યાં...ને બોલ્યો, " હું આવીશ...તારી પાસે... ચોક્કસ આવીશ બહું જલ્દીથી " કહેતો નશામાં એ સોફા પર ફસડાઈ પડ્યો.
*************
અવિનાશ રૂમમાં આવીને બોલ્યો, " વાહ અવિનાશ, આજે તો મોજ પડી ગઈ...સાચી વાત છે આવી મીટીંગ તો રોજ ય ચાલે આપણે તો..આપણને તો મેડમને જોવાની મોજ પડી જશે બીજું તો શું ?? યાર એક સેકન્ડ ય નજર હટાવવાનું મન નથી થતું...બસ એકવાર હા કહી દે...આપણી જિંદગી બની જાય... નહીં તો આખી કરેલી આટલી યોજના પર પાણી ફરી વળશે....!! બસ મને તો સુહાની જોઈએ... સુહાની.... એમાં કોઈનો ભાગ નહીં...કોઈનો નહીં...!! કહેતો ખડખડાટ હસવા લાગ્યો...ને પછી અચાનક સિરીયસ બનીને કોઈને ફોન કર્યો ને કહ્યું, " હું આવું છું... બધું તૈયાર રાખજે..." ને ફટાફટ બેગ લઈને નીકળી ગયો.
*************
સુહાની ફ્લેટ પર પહોંચી ગઈ...!! આજે એને એક માહિતી મળી એવી મળી કે જે બે વાર કંપનીમાંથી સમર્થ માટે આવ્યાં હતાં એ બંને લેન્ડલાઈન નંબર મેનેજમેન્ટ કમિટીનાં બહાર જે ફોન છે એ લેન્ડલાઈન નંબર છે. જે બંને ફોન ત્યાં બાજું બાજુમાં જ હોય છે.... મતલબ ત્યાં આ ફોનનો ઉપયોગ કાંતો ત્યાં રહેલો પ્યૂન કે કાંતો પછી કોઈ મેનેજમેન્ટની વ્યક્તિ જ હોઈ શકે કારણ કે એ એરિયામાં તો એ સિવાય બીજાં કોઈ સ્ટાફને પરમિશન વિના પ્રવેશી શકાતું નથી. પણ ત્યાં પણ તો પંદરેક લોકો છે... કોનાં પર શક કરી શકાય ?? એ વિચારવા લાગી.
આજે પરમે પોતે સુહાનીને જે કામ કરવાં કહ્યું ને સુહાનીએ પ્રેઝન્ટેશન સારી રીતે આપ્યું એમાં એનાં ચહેરાં પર મિક્સ ભાવ શા માટે જોવાં મળ્યાં હશે...એ એને સમજાયું નહીં...વળી આ અવિનાશ શું બોલી રહ્યો હતો એ પણ એક વિચિત્ર હતું...કોણ હોઈ શકે આવું કરનાર ?? વિચારતાં જ એનાં મનમાં એક વિચાર ઝબુક્યોને એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું ને બોલી, " યસ !! હવે હું કોઈને નહીં છોડુ" કહેતાં એ ઉભી થઈ ગઈ !!
સમર્થ સાથે આવું કરનાર કોણ હશે ?? પરમ કે અવિનાશ કે પછી કોઈ બીજું ?? સુહાનીને શું ખબર પડી હશે ?? એ કેવી રીતે બધું સત્ય બહાર લાવશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૨
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....