meghmaher strimaher in Gujarati Short Stories by Setu books and stories PDF | મેઘમહેર સ્ત્રીમહેર

The Author
Featured Books
Categories
Share

મેઘમહેર સ્ત્રીમહેર

ગરમી અગન જ્વાળા ઓકતી હતી, ચારેકોર માત્ર નીરસ આશાઓ વહેતી જાણતી હતી, સૃષ્ટિ સાવ નીરસ થઈને બેહોશ બનીને વર્ષાની રાહ નિરખતી હોય એમ જણાતું હતું, જોડે એની પર રહેલા દરેક જીવ જે એના પર પરોપકારી હતા એ સૌ પણ માં ધરાને ભીંજવવા ઈશ્વરને પ્રાર્થના કરતાં હતાં, ચારેકોર સૌ આકાશમાં મીટ માંડીને ચાતક નજરે રાહ જોતા હતા.
કચ્છ જિલ્લાનું એક નાનકડું ગામડું, રામનગર નામ. આમ પછાત થોડું પણ સહકાર ભરેલું, સૌ હળીમળીને રહે, ખુશાલીઓથી ભરેલા ગામને જાણે છેલ્લા વર્ષથી કાળી નજર લાગી ગઈ હતી, ખેતી પર નભતું એ વૃંદ વરસાદ વિહોણું બની ગયું હતું, પાછલા વર્ષે વરસાદની મહેર ખાસ રહી નહોતી, અને આ વર્ષે પણ ભાદરવો અધાવાર્યો છતાંય એક શીલુ બુંદ નસીબ ના થયું! કોણ જાણે શું થઈ ગયું હતું?
રામનગરમાં આમતો રામરાજ્ય જેવી પરમ શાંતિ હતી, કોઈ પણ જાતની મુશકેલીઓ આવતી નહિ, સૌ પરોપકારી હતા, નિખાલસ હતા, પણ વરસાદ વગર સૌ વ્યાકુળ બની ગયા હતા, જો વરસાદ નહિ આવે તો શું કરીશું? કઈ રીતે ઢોરઢાંખર સચવિશું? સીમમાં એક સૂકું તણખલું સુદ્ધાં નથી રહ્યું હવે, ઘરમાં સચવેલ ચારો ક્યાં સુધી ખપાસે?
આમ તો આષાઢી બીજની વીજળીના ચમકારા એ ગામના વડીલો વરસાદના વર્તારા કરી લેતા, પણ આ વર્ષે તો કોઈ ચમકારો દેખાયો નહીં, સૌની ચિંતા તો ત્યારથી જ વધવા માંડી, ગામના મુખી ગજેન્દ્રસિંહ એ ત્યારથી જ ગામ લોકોને અનાજ સાચવીને વાપરવાના એંધાણ કરી દીધા હતા, એ તો માંડ માંડ આવતા વર્ષ સુધી ખેંચી લેશે સૌ મળીને પણ પાણી નહિ હોય તો શું થશે?
નાછૂટકે ગામથી પલાયન કરવાનો વારો ના આવે એ ચિંતા ગજેન્દ્રસિંહ ના મનને કોરે જતી હતી, જો આવું થાય તો નજીકમાં ક્યાં ગામમાં સહારો મળશે એની ચિંતા જોડે જ હતી, બધી પ્રજા ગામથી એટલી બધી આત્મીય થઈ ગઈ હતી કે એમને મન ગામને મૂકીને બીજે ક્યાંક વસવું એ પોતાની માતાને મૂકીને જવા સમાન હતું, સૌ રોજ ઊઠીને પ્રભુ સમક્ષ આજીજી કરતાં કે એમને એ દિવસ જોવા વારો ના આવે! ગામના લોકો ઘણી બાધાઓ રાખતા, ઘણા એ તો હવન કરીને વરુણદેવ ને રીઝવવાના ઉપાયો આપ્યા મુખીને, તો ઘણાએ પશુની બલી માટે કહ્યું આવા કોઈ પણ ઉપાયથી જો મેઘ મલ્હાર થાય તો એમનું નસીબ!
ભાદરવો આવી ગયા છતાં કોઈ વરસાદની કોઈ આશા ના દેખાતા ગામના પ્રજાજનો ને લઈને એક બેઠક થઈ,બધા એ મનમાં આવતા પોતપોતાના વિચારો કહેવા માંડ્યાં, ચર્ચા વિચારણાઓ થવા માંડી, ગામના એક યુવાન આગળ આવ્યો, થોડો ભણેલો હોઇ એને કંઇક અલગ સુજાવ આપ્યો, બધા માટે સ્વીકારવો કઠિન હતો, વિરોધ થયો, ઉપહોહ પણ થયો અંદરોઅંદર. એનો સુજાવ એ હતો કે એવું કોઈ પ્રણ લેવું કે જેથી ગામની પ્રજાનો ઉદ્ધાર પણ થાય અને એના થી ઈશ્વર પણ રીજાય! એનો આ બાબતમાં એક સામાન્ય વિચાર જ જાણતો હતો, પણ એ અમલમાં મૂક્યા પછી વરસાદ આવશે એ પણ કહી શકાય એમ નહોતું, પણ એની પાછળ દરેકની ભાવના અને શ્રદ્ધા જ કામ લાગે એમ છે, એમાં એ નુસ્કમાં ગામનો ઉદ્ધાર અને આસ્થાની કસોટી હતી.એનો એ સુજાવ મુખીને થોડો યોગ્ય જણાયો, એમને બધાને એમ કરવા પ્રેર્યા.
બીજા દિવસે સૌ મુખીના કહેવા પ્રમાણે ગામની સીમ ભણી આવીને ભેગા થયા.બધા પોતાના મનમાં એક ઉમ્મીદ લઈને આવ્યા જાણતા હતા, દરેક એ હાથમાં જળ લઈને એક સંકલ્પ કરવાનો હતો કે એ આજીવન માટે પોતાની દીકરીઓને યોગ્ય ભણતર ભણાવી ને દીકરા સમાન દરજ્જો અપાવવા થતા દરેક પગલાં લેશે, દીકરીઓના જીવનુદ્ધાર માટે કોઈ કસર નહિ છોડે, જ્યાં દીકરીઓને કોઈ માન આપવામાં આવતું નહોતું ત્યાં એવો સંકલ્પ કરવો સૌ માટે કઠિન હતો, પણ જીવન ટકાવવા આજે સૌ ઉમ્મીદ લઈને આવ્યા હતા. સંકલ્પ લેવા આવેલા સૌમાં એક અજીનશી આભા છે, પરિવર્તન લાવવાની એક મોહિમ આજે છેડાઈ હતી જેમાં સૌની સાથે હરોળમાં ઊભા રહીને આજે નવસર્જન થવાને આરે હતું, સંકલ્પ દિલમાં થઈ ગયો હતો સૌના અને માત્ર શબ્દોની માળા મુખીના મોઢે બાકી હતી, મુખી બોલવા માટે આગળ વધ્યા, સૌ જોડે સંકલ્પ લેવડાવ્યો અને વરસાદ જલ્દી આવશે એવી સંતાવના આપી.
આ પરિવર્તન રૂપી હવન પૂર્ણ કરી બધા પોતપોતાના ઘરે આવ્યા, આવીને ઘરે રહેલ સ્ત્રીઓને સંકલ્પની વાત જણાવી,બધી સ્ત્રીઓ ખુશ થઈ ગઈ, ચહેરા પર રોનક જાણે નવીન છપાઈ ગઈ, આ ગામમાં પહેલી વાર સ્ત્રીઓના પક્ષમાં કોઈ સારો નિર્ણય લેવાયો હતો, આજે દરેક સ્ત્રીના મનમાં એમના એ સંકલ્પ માટે આશિષ હતા, સંતોષના બોલ હતા. દરેકના મનમાં આજે એક શાંતિની આભા છવાઈ ગઈ હતી, જાણે સાચે તરસતા વરસાદમાં મેઘમહેર ના થઈ ગઈ હોય!
પરિવર્તન હવે વાતાવરણમાં પણ અનુભવાયું, અગનગોળા ઓ વરસતા તાપમાં ટાઢક લાગવા લાગી, આકાશમાં વાદળાં ક્યાંકથી જાણે દોડતા આવતાં હોય એમ જાણતા હતા, સૂર્યનો તડકો ઝાંખો થઈ ગયો, ધરતીની અગણમાં શાતા વળી, પક્ષીઓના કલરવ માં વરસાદી વાર્તાઓ ઉપજવા માંડી, ચાતક નજરે જોવાની રાહને એક દિશા મળી, વર્ષા બિંદુઓ જાણે પ્રેમ ભરેલા સપનાઓ સંગ ધરતી પર સપડાઈ પડ્યા, અધૂરા સપનાઓ પૂરા કરવા માંડ્યા, વરસાદ સંગ સૃષ્ટિનું અનોખું મિલન થયું, પહેલો વરસાદ હતો આજે એક હેતનો, સ્ત્રીઓના માનનો, પરિવર્તનના સાદનો!