devilry - 5 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 5

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જંતર મંતર - 5



જેની તેના માતાપિતા હેરી અને ફેરી સાથે જીયા ની બર્થડે પાર્ટી માં જવા માટે નીકળી ગઈ હતી. જેની બર્થડે પાર્ટી માં પોહચી પછી સીધી જ જીયા પાસે જાય છે. જેની જીયા તરફ જઈ રહી હોય છે. જેની ની સામે ત્યાં આવેલા બધા મહેમાનો બસ જેની સામે ખૂબ જ વ્હાલ થી જોઈ રહ્યા હતા! કેમકે જેની હતી જ એટલી સુંદર ! કે જે જેની સામે જોવે તેને જટ થી જ જેની સાથે લગાવ થઈ જતો.


જેની એટલે એક એવી સુંદર છોકરી,
કે જેને જોતા જ તરત જ એના થી પ્રેમ થઈ જાય.
એનું ગોળ મટોળ મોઢું ને અણિયાળી આંખ
ભરાવદાર હોઠ ને ગુલાબી પડતો સુંદર ગોરો ચહેરો.
લાંબા બાલ ને ઉપર સરસ મજા ની રીંગ
નેવી બ્લ્યુ ટી-શર્ટ ને , નીચે સરસ ચૂડીદાર પાયજામો.
ત્યાં ઊભેલા દરેક મહેમાન ભૂલી જ ગયા હતા કે તે લોકો જીયા ની બર્થડે પાર્ટી માં આવ્યા છે. બસ આજ કારણ હતું કે જીયા પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની થી બળતી હતી. જીયા જેની ની તારીફ બરદાસ્ત નથી કરી શકતી ! એ જટ થી દોડી ને પોતાના રૂમ માં જાય છે કેમકે એ હવે જેની સાથે કંઇક એવું કરવાની હતી જે કોઈએ વિચાર્યું પણ નોતું ! જેની ને બધા લોકો ઘેરી ને ઊભા હતા ! જેના લીધે હજુ સુધી જેની પોતાની ફ્રેન્ડ જીયા ને મળી નોહતી શકી. જીયા ખૂબ જ ગુસ્સા માં હોય છે એટલે તેને કોઈ જ ભાન નથી હોતું કે તે શું કરી રહી હતી ! જેની નું ધ્યાન જતા કે જીયા ત્યાં હાજર નથી એટલે તે જીયા ને શોધવા માં લાગી જાય છે.

જીયા ના મનમાં જેની માટે એટલી બધી નફરત ભરાઈ ગઈ હતી કે તે તેની બેગ માંથી જેની નું પૂતળું કાઢી ને કંઇક જંતર મંતર કરવામાં લાગી જાય છે. જેની જીયા ને શોધતાં શોધતાં જીયા ના રૂમ તરફ આવી રહી હતી. જીયા નફરત ની આગ માં એટલી બળી રહી હતી કે તેને હવે કોઈ જ પરવાહ નોહતી ! જીયા જે કરી રહી હતી તેના થી જેની ની જાન પણ જઈ શકે તેમ હતી. જીયા કાળા જાદુ ના સહારે જેની ને બરબાદ કરવા જઈ રહી હતી. જેની ધીરે ધીરે જીયા ના રૂમ તરફ આવી રહી હતી. જીયા નો ખેલ ખતમ થવાની કગાર ઉપર હતો કેમકે જેની એ જીયા ના રૂમ ના દરવાજા ખોલી દીધા હતા.

જેની એ જેવા જ જીયા ના રૂમ નો દરવાજો ખોલ્યો કે તે તરત જ થોડી ડરી ગઈ કેમકે તેની સામે વેર વિખેર ચીજવસ્તુ ઓ પડેલી હતી ! જેને જોઈ જેની બોલી ઉઠે છે “ જીયા તારું કઈ જ નઈ થાય ! નીચે બધા તારી રાહ જોઈને બેઠા છે. ને બોલો મેડમ ને હજુ સજવા સવરવા નો પાર જ નથી આવ્યો ! “ ત્યારે જીયા પોતાનું મોં અરીસા સામે થી હટાવી ને જેની તરફ કરે છે. “ જેની સારું કર્યું તું આવી ગઈ ! જોને યાર આ પટ્ટો રહેતો જ નથી ! તું સરખો કરી દેને પ્લીઝ ! હું તો ક્યારની પરેશાન થઈ ચૂકી છું.” ત્યારે જેની જીયા સામે જોઇને થોડું મલકાય છે. “ અરે ચિંતા ના કર ! હું જલ્દી થી તારા આ પટ્ટા નામના દુશ્મન ને ફિક્સ કરી દઉં છું.” પછી જેની જીયા ના પટ્ટા ને ફિક્સ કરી દે છે.

“ જીયા મારે કહેવું તો ના જોઈએ પણ આજે તું સુંદર લાગે છે.” ત્યારે જીયા હરકાઈને “ તારા થી પણ સુંદર ? “ ત્યારે જેની કહે છે “ ના ! મારાથી થોડી ઓછી સુંદર.” એટલે જીયા નુ મોઢું ચડી જાય છે. “ અરે મારી જીયું ! હું મજાક કરું છું ; આજે તું મારાથી પણ બઉ વધારે સુંદર લાગે છે.” ને પછી જીયા ને ખભો મારીને “ જલ્દી નીચે આવી જા ! બધા તારી રાહ જુવે છે.” પછી જેની નીચે જાય છે. “ જેની તારા કરતા ઓછી સુંદર ભલે રઈ! પણ તારી સુંદરતા ને હંમેશા માટે મિટાવી ના દઉં તો મારું નામ પણ જીયા નઈ!” જીયા પેલા પૂતળા ને ફરી વખત બહાર નીકળી દે છે. “ જેની હવે તું જોતી જા તારી બરબાદી ના ખેલ ને હું કઈ રીતે અંજામ આપુ છું. તારી બરબાદી ના દિવસો હવે શરૂ જેની ! “

થોડા સમય પછી જીયા નીચે આવી રહી હોય છે! તેને જોઈને બધાની નજર તેના ઉપર જ કંડારાઇ હોય છે. જીયા કાળા કલર ના ફ્રૉક ની અંદર ડાર્ક હસીના થી કમ નોહતી લાગી રહી! બધા બસ એની સામે જ જોઈ રહ્યા હતા. જીયા ના કાળા ફ્રૉક એ જેની ના મનમાં ઘણા બધા સવાલો ઊભા કરી દીધા હતા. જ્યારે જેની જીયા ને તૈયાર કરીને આવી ત્યારે જીયા એ પીળા રંગ નું ફ્રૉક પહેર્યુ હતું ! તો તેને આ કાળા રંગ નું અજીબ ફ્રૉક કેમ પહેર્યુ ? જીયા નો વર્તાવ પણ હવે જેની ને થોડા સમય થી ખટકવા લાગ્યો હતો. પણ જેની ને ક્યાં ખબર હતી કે જેને તે બેસ્ટ ફ્રેન્ડ માને છે એ જ તેની બરબાદી બનવા જઈ રહી હતી.

જીયા નો બર્થડે ધામ ધૂમ થી ઉજવાયા પછી જેની તેને સરસ મજાની એક રીંગ ગિફ્ટ માં આપે છે. જીયા આ રીંગ જોઇને જેની ને ગળે લગાવી દે છે. કારણ કે આ એ જ રીંગ હતી જે જીયા ને થોડા દિવસ પહેલા ખૂબ જ ગમી હતી ! આ રીંગ ખૂબ મોંઘી હોવાના લીધે જીયા ને પોતાનું મન માંરવું પડ્યું હતું. પણ હવે એજ રીંગ મળતાં જીયા ની ખુશી અને જેની માટેનો પ્રેમ વધી જાય છે. જીયા ને થોડો પસ્તાવો મનો મન થાય છે એટલે એ કાળા જાદુ ની આગળ ની વિધિ રોકી દે છે. નહીતો આજ જેની આ બધા ની વચ્ચે શરમિંદા થઈ જોત ! જીયા ની બર્થડે પાર્ટી પૂરી થયા પછી જેની અને તેના માતાપિતા હેરી અને ફેરી ઘરે જવા માટે નીકળી જાય છે.

હેરી , ફેરી અને જેની પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય છે. રસ્તા માં બસ જીયા ની બર્થડે પાર્ટી વિશે જ ચર્ચા ચાલુ હોય છે. હેરી નું ધ્યાન પોતાની દીકરી જેની તરફ હોય છે અચાનક જ ગાડી આગળ એક કાળુ કૂતરું દોડતું આવે છે. જેની અને ફેરી ના હોશ ઊડી જાય છે કે આજે તો ગયા ! પણ સમયસર હેરી ગાડી ને બ્રેક લગાવી દે છે. હેરી ની હોશિયારી એ આજે તેનો આખો પરિવાર બચાવી લીધો ! નહિ તો આજે શું થઈ જાત એની કલ્પના પણ ના કરી શકાય.

જેની આ વાત થી થોડી ડરી જાય છે! જેની નો માયુસ ચહેરો જોઈને હેરી ખૂબ જ ડરી જાય છે. “ જેની આપડે ઠીક છીએ બેટા ! કઈ જ નથી થયું. “ ત્યારે જેની ધીરે ધીરે પોતાની બંધ આંખો ઉગાડી કરે છે. “ પાપા મને માફ કરી દો ! મે તમારા થી જુલિયટ ના અકસ્માત ની વાત છુપાવી હતી. જેના લીધે આપડો અકસ્માત થતાં બચી ગયો. મે જીદ ના કરી હોત તો સારું ! તમે સમયસર બ્રેક ના મારી હોત તો પપ્પા આજે શું થઈ જાત !” ત્યારે હેરી જેની ના માથા ઉપર પોતાનો હાથ ફેરવે છે. “ બેટા કંઇજ નથી થયું તું ચિંતા ના કર ! “ જેની ને થોડી શાંત કરી પછી ફરીવાર હેરી પોતાની ગાડી સ્ટાર્ટ કરે છે. થોડી જ વાર માં જેની નો પરિવાર ઘરે પોહચી જાય છે. ઘરે પોહચી ને હેરી અને ફેરી જેની ને શાંતિ થી સુવડાવી દે છે. પછી બંને તેમના રૂમ માં સુવા માટે જાય છે.

“ જુલિયટ મલાયા માં પોતાનો જાદુઈ ખેલ કરી રહી હોય છે. પેલો વિચિત્ર માણસ પણ અહી હાજર જ હોય છે. જુલિયટ દરરોજ ની જેમ પોતાના જાદુઈ સફર ની શરૂઆત હાથ ઊંચો કરી હાથ માં શિવજી ની પ્રતિમા લાવે છે. તેને સ્ટેજ ની વચ્ચે બિરાજમાન કરી ને શિવજી ની દિલ થી કામના કરે છે કે આજે તેના જાદુઈ સફર માં કોઈપણ સમસ્યા ઉભી ન થાય. પણ જુલિયટ ની કિસ્મત હવે પેલા માણસ ના લીધે એવી થઈ ચૂકી હતી કે હવે એની સાથે કોઈપણ ઠીક થાય એવું શક્ય જ ના હતું !

જુલિયટ મનમાં ઘણી બધી ઉમ્મીદ લઈને પોતાના જાદુઈ સફર ની શરૂઆત કરે છે. જુલિયટ જાદુ કરવામાં ખૂબ જ સફળ હતી. જુલિયટ ના આજના શો ની શરૂઆત પણ ખૂબ સારી રીતે થઈ ચૂકી હતી. જુલિયટ એક પછી એક દમદાર જાદુઈ ખેલ બતાવી રહી હતી. જુલિયટ ના માયુસ ચહેરા ઉપર ધીરે ધીરે હવે મુસ્કાન આવી રહી હતી. પેલો માણસ પણ જુલિયટ ને જોઇને થોડો મુસ્કુરાઈ રહ્યો હતો. “ જુલિયટ ખુશ થઈ લે ! આ ખુશી પળ બે પળ ની જ મહેમાન છે. ખુશ થઈ લે જેટલું થવું હોય એટલું ! હા.. હા.. હા….” જુલિયટ ની જાન હવે આ માણસ ના હાથ માં હતી ! જુલિયટ કઠપૂતળી બની જવાની તૈયારી માં હતી ! જેમ આ માણસ તેને નચાવશે તેમજ જુલિયટ ને નાચવું પડશે !

To be continued……


કોણ હતો આ અજીબ માણસ ? જેની અને જુલિયટ નો સંબંધ શું હતો ? જુલી જુલિયટ કઈ રીતે બની ? જીયા નો આગળ શું દાવ હશે ?

આ બધા જ પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં….

સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary