મંજીત
પાર્ટ : 15
"સારા મજાક નહિ. તૈરના જાનતી હો ના...!!" મંજીતે ગુસ્સાથી કહ્યું.
"તૈરના નહિ ભી આતા તો ક્યાં હુવા. તુમ તો થે હી બચાને કે લીયે." સારાએ મંજીત ભણી જોતાં કહ્યું. એ પૂરી રીતે પલળી ગઈ હતી.
"સબ બાત બાદ મેં. અબ ઉઠો." મંજીતે સારા સામે હાથ ધરતાં કહ્યું.
"ના. તું એક મહિના સુધી એક પણ કોલ ન કર્યો. મને જાણવું છે કેમ?" સારાએ ગુસ્સાથી કહ્યું.
"હું તને બધું કહું. પહેલા આ જગ્યેથી નીકળીએ. નહિ તો તું ફરી લપસી પડશે." મંજીતે એને ફરી હાથ આપતાં કહ્યું.
"લપસી જવા દે." સારાએ જીદ કરતાં કહ્યું.
"ક્યાં મજાક હૈ અબ. તું આ ઈલાકાથી પરિચીત નથી. એટલે જ તળાવમાં જઈને પડી. હાથ આપ. નહિ તો હું પણ લપસી જઈશ." મંજીતે મનાવતા સારાને કહ્યું.
"જવાબ આપ." સારાએ એ જ પ્રશ્ન એવી જ જીદથી દોહરાવ્યો.
મંજીત નીચે એક પગ ઘૂંટણિયે અને બીજો પગ વાળીને જેમ રેસમાં દોડવા માટે જે પોઝિશન લે એવી રીતે બંને હાથ બાજુ પર રાખતાં સારાની નદજીક જતા આંખમાં આંખ પરોવતા કહ્યું," સારા તું જે ઈરાદાથી મારી પાસે આવી છે એ શક્ય નથી. ઈશ્ક કરવાની તારી ઉંમર નથી અને મારી તારી સાથે ઈશ્ક લડાવાની ઔકાત નથી." એટલું કહીને તે ઉઠવા જતો હતો ત્યાં જ સારાએ એનો હાથ પકડ્યો અને નીચે કીચડમાં જ પૂરી તાકાતથી મંજીતને બેસાડી દીધો, " બોલ મંજીત..!! હું કયા ઈરાદાથી આવી છું..??" મંજીતની બંને આંખોમાં જોતા સારાએ પૂછ્યું.
"તું નાદાન છે સારા. પ્લીઝ હવે ઊઠી જા." મંજીત ઉઠવા જતો હતો પણ સારા એને બેસાડી દેતી.
"માની લો હું નાદાન છું. તું શાણો હતો એટલે ફોન ન કર્યો??કે ડર હતો સારા સાથે ઈશ્ક ના થઈ જાય...!!" સારાએ ઝડપથી કહ્યું.
"એ છોકરી તું પાગલ થઈ રહી છે. સારા જીદ ના કર. અહીંયા ઝેરીલા સાપ ફરતાં હોય છે." વાતને ઇગ્નોર કરતાં મંજીતે કહ્યું.
"મંજીત...!!" સારાએ રડમસ સ્વરે કહ્યું. મંજીત હાર્યો હોય તેમ પલાંઠી વાળીને બેસી ગયો. તળાવમાં પણ નીરવ શાંતિ છવાઈ ગઈ.
"શું ચાહે છે સારા તું?? બે મુલાકાતમાં પ્યાર થઈ જતો હશે??" મંજીત સમજાવા લાગ્યો.
સારાએ કશું કહ્યું નહિ.
"ઈશ્ક પૂરો થઈ જશે. પછી તું કહેશે કે આપણે હવે મેરેજ કરી લઈએ મંજીત...!!" સારાનો બંને ગાલ પર હાથ લગાવીને ચહેરો ઊંચો કરતાં કહ્યું, " આ આકાશ અને ધરતીનું કોઈ વાર મિલન થયું છે?? વિચાર ને સારા..!! નાદાન ઈશ્કનો કોઈ પણ સ્તરે ભવિષ્ય તને નજર આવે છે?? તું અમીર ઘરાનાની દીકરી છે. હું એક ગરીબીમાં ઉછરેલો છું. ના મારી પાસે ઓટલો છે ના રોટલો. તું જ કહે સારા હું તને કયા ઔકાતથી પ્યાર કરું??"
"ઈશ્કમાં ઔકાત??" સારાએ નાદાનીથી પૂછ્યું.
"ઓ...ફો..!! સારા..!! તને સમજાવું છું તો પણ તું સમજવા માંગતી નથી." ઊંચા અવાજે મંજીતે ગુસ્સામાં કહ્યું.
"આય લવ યુ." સીધું જ સારાએ કહી દીધું.
"ઠીક છે. તારી પૂરી સ્ટડી કોલેજનું ભણવાનું થઈ જાય એના એક વર્ષ બાદ તું મારી પાસે આવ જે. આ જ વર્ડ્સ તું ત્યારે ફરી દોહરાવજે. હું તારા પ્યારને ખુશી ખુશી સ્વીકારીશ." મંજીતને સખત ગુસ્સો આવતો હતો પણ ગુસ્સાને દબાવીને પ્રેમથી સમજાવાનો પ્રયત્ન કર્યો.
સારા ચુપચાપ સાંભળી રહી. મંજીતે સારાને સીધી ઊંચકી જ લીધી અને તળાવના થોડે દૂર આવેલા ગ્રીન પાઈપનાં ત્યાં સંભાળીને લઈ ગયો અને ત્યાં મૂકી દીધી.
"આ ચોખ્ખા પાણીથી ડ્રેસ સાફ કરી લે. મોઢું ધોઈ લે. ત્યાં નાની બાલટી પડી છે જો.." મંજીતે કહ્યું અને થોડે દૂર એ પીઠ ફેરવીને ઊભો થઈ ગયો.
સારાને એ જ વાત તો પહેલા દિવસે પણ ગમી હતી અને આજે પણ એ જ વાત તો મંજીતની ગમી. કે એકલી છોકરી જોઈને મંજીત ફાયદો ઉઠાવી લે એ છોકરામાંથી ન હતો બલ્કે ઈજ્જત બચાવે એ છોકરામાંથી હતો.
સારા પીઠ ફેરવેલા મંજીતને જ નિહાળી રહી હતી. એ જ ધ્યાનમાં પૂરી બાલટી જ ભરીને પોતાનાં માથા પરથી પાણી નાંખી દીધું. તે સાથે જ તેના મોઢામાંથી "આહ ઉઉઉ." શબ્દો નીકળી ગયા. મંજીત હસ્યો," મેડમ મેને ક્યાં બોલા થા સિર્ફ ડ્રેસ સાફ કરના ઔર મૂહ પોછના. પાની થંડા હૈ."
તડકો સખત હતો. તળાવનું પાણી ગરમ હતું. પરંતુ ગ્રીન પાઈપ માં આવતું પાણીને ત્યાં ઝાડો ઘણા વાવેલા હતાં. ત્યાં એકદમ શાંત ઠંડુ વાતાવરણ રહેતું. તેમ જ ઝાડોનાં પડતા પડછાયાને કારણે પાણી આછું ઠંડુ રહેતું. સારા પણ તળાવમાં પડ્યા બાદ પલળીને ક્યારની બેઠી હતી તેના કારણે માથા પરથી પાણી નાંખતા એના દાંત બોલાવા લાગ્યાં.
મંજીત હસ્યો એ સારાને ગમ્યું નહીં. એને એમ લાગ્યું કે મંજીત એને ચેલેન્જ કરી રહ્યો હોય તેમ ' સારા તું નાદાન છે. મારી સાથે તું ફીટ બેસે એમ નથી.'
સારાએ બાલટી ફેંકી. મંજીત તરફ એને ઝડપથી પગલાં માંડ્યા. એને એ ડર પણ ઉડાવી દીધો કે ફરી લપસી ન જાય. એને મંજીતને પોતાની સામે ફેરવી લીધો. મંજીત કશું વિચારે એ પહેલાં જ સારા એડી પર ઊભી થઈને મંજીતનું માથું નીચું કરીને મંજીતનાં હોઠો પર પોતાનાં હોઠ ચાંપી દીધા.
(વધુ આવતાં અંકે)