Riya shaym - 4 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 4

Featured Books
Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 4

ભાગ - 4
પંકજભાઈને શ્યામની નોકરી માટે ધીરજભાઈએ જણાવ્યું તે પ્રમાણે તેઓ, RS સરનો સમય લઈ
બન્ને બેંક મેનેજર RS સરને મળે છે, તેમજ શ્યામની નોકરી અને અત્યારના શ્યામનાં વર્તન વિશે સઘળી હકીકત માંડીને RS સરને જણાવે છે.
આમતો RS સર
પંકજભાઈની મુંઝવણ અને શ્યામનાં સ્વભાવથી પરિચીત હોવાથી RS બધુ જાણે/સમજે છે.
પંકજભાઈની પુરી વાત જાણ્યા પછી
RS સર
તેમની બેંકના રેગ્યુલર કસ્ટમર અને એક 3 સ્ટાર હોટલના માલિક એવા રમણીકલાલ શેઠ
કે જેમની સાથે RS સરને બહુ જ સારો સંબંધ છે.
તેમને શ્યામની નોકરી માટે ફોનથી ભલામણ કરે છે.
રમણીકલાલ શેઠ,
એક વ્યક્તી તરીકે સજ્જન માણસની છાપ ધરાવે છે.
સાથે-સાથે તેઓ લાગણીશીલ પણ એટલા જ.
રમણીકલાલ RSની વાત સાંભળી
RS ને કહે છે કે,
તમે શ્યામને કાલેજ મારી હોટેલ પર મોકલી દો
હું તેને મારી રીતે સમજાવી મારી હોટલમાંજ સેટ કરી દઈશ. તમે શ્યામની બધી ચિંતા મારા પર છોડી દો.
રમણીકલાલ શેઠનાં મોઢે આ વાત સાંભળી
RS અને ધીરજભાઈ ખુશ થઇ જાય છે,
પરંતુ અત્યારે
સૌથી વધારે ખુશી, શ્યામનાં પપ્પા પંકજભાઈના ચહેરા પર દેખાઈ રહી હતી.
કેમકે,
શ્યામનો સ્વભાવ જાણ્યા પછી પણ
રમણીકલાલ શેઠ તેમનાં દીકરાની જવાબદારી લેવા તૈયાર થયાં હતાં.
આવા માણસો હાલના સમયમાં મળવા મુશ્કેલ છે.
શ્યામની નોકરીવાળી આ વાત
રીયાને તેનાં પપ્પા RS દ્રારા રાત્રેજ જાણવા મળતાં,
રીયા પણ ખુશ થઈ જાય છે, અને રીયા ખુશીની આ વાત ફોન કરી વેદને જણાવે છે.
વેદ અને રીયા બન્ને ખુશ થઇ જાય છે.
કેમકે
પહેલા શ્યામ, વેદ અને રીયા ત્રણે
રોજ રૂબરૂ મળી શકતા હતા, પરંતુ અત્યારે તેઓનું રૂબરૂ મળવાનું ખૂબ ઓછું થઈ ગયુ હતુ.
હા,
અત્યારે પણ ફોનથી તેઓ ત્રણે એકબીજાના કોન્ટેક્ટમાં જરૂર રહે છે.
પરંતુ શ્યામ
રીયાનો કે વેદનો કોઈવાર ફોન ઉઠાવે પણ ખરાં, અને કોઈવાર ના પણ ઉઠાવે, અને કોઈ-કોઈવાર તેના સ્વભાવ પ્રમાણે ચાલુ વાતમાં ફોન કાપી પણ નાંખે.
આ બાજુ બીજા દિવસે વાત થયા મુજબ શ્યામ
હોટેલ પર પહોંચે છે, અને રમણીકલાલશેઠને મળે છે.
રમણીકલાલ શેઠ શ્યામને પોતાની ઓફીસમાં પોતાની પાસે બેસાડી
થોડુ પોતાના વિશે થોડુ શ્યામ અને તેનાં પપ્પા પંકજભાઈ વિશે
તેમજ
હાલના સમય અને સંજોગો વિશે થોડી પરંતુ ખુબજ જરૂરી અને શ્યામને તુરંત સમજાય અને ગળે ઉતરી જાય તેવી શિખામણ આપે છે.
શ્યામ રમણીકલાલ શેઠની વાતથી, અને એક વ્યક્તી તરીકે રમણીકલાલ જેવા ભલા માણસના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થઈ જાય છે.
શ્યામ એ દિવસથીજ
પોતાના સ્વભાવમાં રહેલા નેગેટીવ તેમજ બધાજ ખરાબ વિચારો મનમાંથી કાઢી
રમણીકલાલ શેઠે કહ્યુ/સમજાવ્યું તે પ્રમાણે આજથીજ રમણીકલાલની હોટલમાં મેનેજરના આસિસ્ટન્ટ તરીકે કામ ચાલુ કરી દે છે.
શ્યામ એનામાં રહેલા તમામ ખોટા અને ખરાબ વિચારો મનમાંથી કાઢી જોબ ચાલુ કરે છે.
હવે સમય જતા થાય છે એવું કે
આ હોટલના માલિક એવાં શેઠ રમણીકલાલનો એકનોએક દીકરો
કે જેનું નામ અજય છે.
અજય પોતે હોટેલ પર કોઈ-કોઈ વારજ આવતો-જતો હોય છે,
અને તે પણ
તેના પપ્પા રમણીકભાઈ હોટેલ પર હાજર ન હોય તેવા સમયે.
અજય જે દિવસે હોટેલ પર આવે, તે દિવસે તેની સાથે તેના બીજા ત્રણ મિત્રો પણ આવી જતા હોય છે.
ખરેખરતો અજયના આ ત્રણ મિત્રોએ અજયની દોસ્તીજ એટલા માટે કરી હોય છે કે
તેઓ ત્રણે પોતાના મોજ-શોખ અને વ્યસનો અજયના રૂપિયાથી પૂરા કરી શકે.
આમતો અજય
હોટલના સ્ટાફની નજરમાં બહુ સીધો હોવાનો દેખાવ કરે છે. પરંતુ
અજય તેનાં મિત્રો સાથે પોતાની હોટલના બંધ રૂમમાં ખરાબ કામો જેવા કે
ખોટા વ્યસનો,
દારૂ, જુગાર અને કોઈ-કોઈવાર તો તેનાં મિત્રો તેમની સાથે કોઈ છોકરીને પણ લઈને આવતા હોય છે.
હવે આ બધાજ ખરાબ કામો અને વ્યસનોમાં અજયને તો માત્ર એકજ વ્યસન છે.
ગંદી સોબત ના કારણ, કે પછી ઉંમર અને પૈસાને લીધે લાગેલું, કે એનાં મિત્રોએ પોતાના સ્વાર્થ માટે અજયને લગાડેલુ શરાબ પીવાનું વ્યસન.
હવે હોટેલનાં બંધ બારણે થતી આ બધી હકીકત પણ હોટલનો પૂરો સ્ટાફ જાણતાજ હોય છે.
પરંતુ
તેમાંથી હોટલનો અડધો સ્ટાફ પોતાની નોકરીને લીધે ચુપ રહે છે, અને બાકીનો અડધા સ્ટાફ અજયનાં ખરાબ મિત્રોનાં ડરથી.
એક દિવસ શ્યામ
હોટેલનાં કોઈ કામથી હોટેલના મેઇન ડોરથી બહાર નીકળતો હોય છે, અને ફિલ્મી સ્ટાઈલમાં એક ગાડી હોટેલના મેઇન ડોર સુધી આવીને ઊભી રહે છે.
શ્યામ ગાડી તો રમણીકલાલ શેઠની હોવાથી તૂરંત ઓળખી જાય છે,
પરંતુ આટલી સ્પીડમાં મેઇન ડોર સુધી શેઠ ગાડી લઇને આવ્યા હોય અને આટલી શોટ બ્રેક મારી ઊભી રાખી હોય એવું આજ સુધી બન્યુ નથી.
શ્યામ ગાડીમાંથી ઉતરી રહેલ અજયને જુએ છે.
શ્યામ ગાડીતો ઓળખે છે,
પરંતુ અજયને શ્યામએ પહેલીવાર જોયો છે.
શ્યામનું હોટેલની સીડીમાંથી ઉતરવું અને અજયનું સીડી ચડી હોટેલમાં જવું
અજયની સ્ટાઇલ જોઇ શ્યામ અજયને જોતોજ રહી જાય છે.
અજયનાં હોટેલમાં જતા શ્યામ, હોટેલના એક સ્ટાફ મેમ્બરને અજય વિશે પૂછે છે.
ત્યારે એને ખબર પડે છે કે, તે એનાં શેઠનો છોકરો છે.
આટલુ પૂછી શ્યામ બાકીની સીડી ઊતરે એ પહેલાતો અજયની સ્ટાઇલને સાઈડમાં મુકીદે એ રીતે ત્રણ બાઇક પર સવાર અજયનાં ત્રણ મિત્રો એન્ટ્રી મારે છે.
શ્યામ તે ત્રણેને કંઈ કહેવા જાય, એ પહેલા તો બીજા એક હોટેલ કર્મચારી શ્યામને રોકી લે છે.
પેલા ત્રણે શ્યામને ધક્કો મારી ગુસ્સાભરી નજરે શ્યામ સામે જોતાં-જોતાં હોટેલમાં જઈ રહ્યાં છે.
તેમનાં જતા શ્યામ હોટેલ કર્મચારી પાસેથી શેઠના દિકરા અજય તેનાં ત્રણ મિત્રો અને એમનાં કારસ્તાન વિશે વિસ્તૃતમાં જાણે છે.
ત્યાં સુધીમાં અજયનો પીવાનો પોગ્રામતો રૂમમાં ચાલુ થઈ ગયો હતો.
પરંતુ
પેલા ત્રણને તો
શ્યામે હોટેલમાં આવતાં રોકવાનો જે પ્રયાસ કર્યો હતો તે સીન અજયના ત્રણે મિત્રોનાં દિમાગમાં રમી રહ્યો હતો.
એટલે એ ત્રણે મેનેજર દ્રારા શ્યામને રૂમમાં મોકલવા કહે છે.
મેનેજર પહેલાતો એ ત્રણેને સમજાવે છે,
પરંતુ
તેઓ નહીં માનતા મેનેજર
શ્યામને બરાબર સમજાવીને,
તેઓ કંઈ પણ બોલે તે સાંભળી સામો જવાબ નહીં આપવા સમજાવી, અદ્ધર જીવે મેનેજર શ્યામને રૂમમાં મોકલે છે.
શ્યામ રૂમમાં જતા
પેલા ત્રણમાંથી એક
રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દે છે.
બહાર મેનેજર અને બાકીનો હોટલ સ્ટાફ ટેન્શનમાં આવી જાય છે.
રૂમમાં અજય તો થોડો દારૂ પીને પણ બેહોશીમાં છે,
બાકી અજયનાં ત્રણ મિત્રો
હોશમાં હોવાં છતા, આજે ભાન ભૂલી ગયા હોય એવું લાગી રહ્યુ હતુ.
ત્રણે રૂમ બંધ કરી, ગુસ્સામાં આવી ઉંચા અવાજે અપશબ્દો બોલવાના ચાલુ કરે છે.
શ્યામને મેનેજરે સમજાવ્યો હોવાથી તેમજ અજય તેનાં શેઠનો દિકરો હોવાથી શ્યામ ચૂપચાપ સાંભળી રહ્યો છે.
આટલેથી પેલા ત્રણે નહીં અટકતા
ત્રણમાંથી એક પોતાની જગ્યાએથી ઉભો થઇ શ્યામને ધક્કો મારી લાપોટ-ઝાપોટ ચાલુ કરે છે.
અત્યાર સુધી શ્યામ શેઠની ઈજ્જત અને મેનેજરની વાતને કારણે ચૂપચાપ હતો,
પરંતુ, આતો શ્યામ
પેલા ત્રણે લાપોટ-ઝાપોટ ચાલુ કરતા, શ્યામનો પિત્તો જાય છે, અને શ્યામ શુદ્ધ-બુધ ભૂલી ત્રણેની હોટેલના બંધ રૂમમાંજ ધોલાઈ ચાલુ કરી દે છે.
અજયનાં ત્રણેય મિત્રો
શ્યામના ગુસ્સાને ઓળખી જતા,
કોઈ રૂમનો દરવાજો ખોલીને, તો કોઈ બારીમાંથી જ્યાંથી ભાંગી શકાય ત્યાંથી ભાગવા માંડે છે.
પરંતુ શ્યામે આજે તેની પુરેપુરી શુદ્ધ-બુદ્ધ ગુમાવી દીધી હોવાથી
તેનો ગુસ્સો આજે સાતમા આસમાને પહોંચી ગયો છે.
શ્યામ અજયના ત્રણે મિત્રોને, પુરી હોટલમાં દોડાવી-દોડાવીને મારે છે.
શ્યામનાં ગુસ્સાનું આટલુ ભયાનક રૌદ્ર સ્વરૂપ જોતાં મેનેજર અને હોટલ સ્ટાફ સમજી જાય છે કે, જો તેઓ શ્યામને અત્યારે નહીં રોકે તો મોટુ અનર્થ થઈ જશે.
સ્ટાફના માણસો શ્યામને પકડી શાંત પાડે છે.
ત્યાં સુધીમાં
પેલા અજયના ત્રણે મિત્રો તો ક્યારનાય પોતપોતાની બાઇક લઇને ભાગી ગયા છે.
સ્ટાફના જ કોઇ કર્મચારીના આ બાબતની જાણકારી આપવા શેઠને કરેલ ફોનથી
શેઠ રમણીકલાલ પણ હોટલ પર આવી ગયા છે. સઘળી હકીકત જાણ્યા બાદ શેઠ
સૌથી પહેલા તો શ્યામને થોડુ વાગ્યું હોવાથી
મેનેજરને શ્યામને ડૉક્ટર પાસે લઈ જવા જણાવે છે.
પછી શેઠ રમણીકલાલ
સીધા અજયના રૂમમાં જાય છે.
પરંતુ અજય હજી પણ દારૂના નશામાં બેહોશ હોય છે.
આ દોડા-દોડી અને મારા-મારીને લીધે હોટલમાં ખૂબ જ નુકસાન થયું હોવાથી, અને એક-બે કસ્ટમરને પણ આ બાબતથી તકલીફ પડી હોવાથી
કસ્ટમર હોટલ વિશે એલફેલ બોલવા લાગે છે, અને આ બધા કારણોને લીધે શ્યામ બીજા દિવસથી નોકરી પર આવવાનું છોડી દે છે.
બાકી ભાગ 5 મા