call center -48 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૪૮)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૪૮)

ઓકે સર..!!પલવી એ તેના પર્સમાંથી ડેબિટ કાર્ડ સેલ્સમેને આપ્યું પેમેટ કરી દુકાનની બહાર નીકળ્યા.કેવી લાગી મારી ગિફ્ટ?એકદમ મસ્ત પલવી..!!મને ખબર હતી કે તું મારી ગિફ્ટ જોઈને ખુશ થાશ જ,અને એક ગિફ્ટ હજુ તારે મને આપવાની બાકી છે.કઈ ગિફ્ટ?તારા જન્મદિવસના દિવસે તું મને બહાર ડિનર માટે નહીં લઇ જા.

**********************************

હા,કેમ નહિ પલવી..!!

જન્મદિવસ પર તો તારે મને ડિનર માટે લઇ જવી જ પડે ને તું ના પણ નહીં પાડી શકે.પણ,આજે અનુપમ હવે મને ભૂખ લાગી છે.હવે કોઈ સારી હોટલ પર જઇને તારી સાથે પંજાબી શાકની મોજ માણવી છે.ચાલ તું જલ્દી સારી હોટલ શોધી મને લઇ જા.

અનુપમ જે હોટલમાં નંદિતાને લઇ ગયો હતો તે જ હોટલ ફોરટીફાઈડમાં આજ પલવીને લઇને આવ્યો.વાહ,અનુપમ આવી મસ્ત હોટલમાં તો મુંબઈમાં હું પહેલી વાર આવી.તારી સાથે મને થોડો વહેલા પ્રેમ થઇ ગયો હોત તો હું આ હોટલમાં ઘણીવાર આવી ગઇ હોત,પણ અફસોસ તારા પ્રત્યે મને પ્રેમ થોડો મોડો થયો.

અનુપમ અને પલવી એક સારી જગ્યા શોધી બેઠા.મારુ તો ફિક્સ જ છે પંજાબી શાક અને ફુલસા.ઓકે પલવી હું પણ એ જ લશ.મને પણ પસંદ છે.પલવી તને એક સવાલ પુછું?હા,કેમ નહિ..!!!તને મારી સાથે પ્રેમ થયો એ પહેલાં કોઈ સાથે તને પ્રેમ થયો હતો?નહિ અનુપમ..!!પણ,કેમ તું આજ મને આવો સવાલ પૂછે છે.મારી પર તને શક છે કે હું કોઈ બીજી વ્યક્તિને પણ પ્રેમ કરું છું.

નહિ પલવી એવું કહી નથી જે રીતે તે મને બેંગ્લોર સવાલ કર્યો હતો તે જ રીતે મેં તને આજે સવાલ કર્યો.
ઓકે..ઓકે પહેલી નંદિતાના ફોન હવે આવે છે કે નહીં?સોરી સોરી મજાક કરું છું મને ખબર છે તું એને ભૂલી ગયો છે,અને તેણે તેના જીવનમાં બીજા લગ્ન કરી લીધા છે,રાઈટને.

યસ પલવી..!!!

આજ પલવીને નંદિતા વિશે વાત કરવાનું મને મન થયું,પણ અફસોસ પલવી આજ મારી સાથે એટલી ખુશ હતી કે હું તેના મૂડને બદલવા માંગતો ન હતો.હું તેની ખુશીને આફતમાં બદલાવા માંગતો ન હતો.પલવીનો શું વાંક છે.તે તો મને પ્રેમ ભરપૂર આપી રહી છે.પલવી એ મને ક્યાં કીધું હતું કે હું તને પ્રેમ કરું છું.પલવીના ફોનમાં મેસેજ કરી મેં જ કીધું હતું કે હું તને પ્રેમ કરું છું,એ પછી તેણે મારી નજીક આવાની કોશિશ કરી.

પણ સમય આવશે ત્યારે પલવીને મારે આ વાત કહેવી પડશે,અને જે સાચી વાત છે તે સ્પષ્ટ રીતે કહેવી પણ પડે છે.સહનશક્તિનું એક પ્રમાણ એ પણ છે કે,ખોટું ક્યાં સુધી હું ચલાવીશ.

માણસ ઘણાં બધાં સ્મરણો અને આઘાતો સાથે લઈને ફરતો હોય છે.આપણી સાથે બનેલા બનાવો, આપણી સાથે ઘટેલી ઘટનાઓ,આપણને થયેલા અનુભવો આપણા મૂડ અને આપણી માનસિકતા સાથે જોડાઈ જાય છે. કંઈક બને ત્યારે અચાનક જ કેટલું બધું સામે આવી જાય છે? સ્મરણોનો દરિયો અચાનક ઊછળવા લાગે છે. બધાં સ્મરણો ક્યાં સારાં હોય છે? કેટલીક યાદો, કેટલીક વાતો અને કેટલાક અનુભવો કાળો પડછાયો બનીને સતત આપણી સાથે ફરે છે. અંધકારમાં પડછાયા દેખાતા નથી, પણ આંખોમાં વર્તાતા રહે છે. દરેકની લાઇફમાં અમુક એવી વાતો હોય છે જે ભુલાતી નથી. ગમે તે કરીએ તો પણ એ આપણો પીછો છોડતી નથી.આપણને ખબર ન પડે એમ એ આપણને પકડી લે છે.આવી જ યાદો મારી નંદિતા સાથે સંકળાયેલી હતી.હું તેને ભુલવા માંગતો હતો પણ ભુલી શકતો ન હતો.

માણસની વેદનાનું એક કારણ એ હોય છે કે, માણસ ભૂતકાળ ભૂલી શકતો નથી. દુનિયાની દરેક ફિલોસોફી એક વાત કરે છે કે, વર્તમાનમાં જીવો. જે પળ છે એને પૂરેપૂરી માણો. સુખી થવાનો અને ખુશ રહેવાનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. વાત સાવ સાચી છે, પણ વર્તમાનમાં જીવતાં જીવતાં ક્યારે ભૂતકાળમાં તણાઈ જવાય છે એનો અણસાર સુધ્ધાં નથી આવતો.

મને લાગે છે કે હું નંદિતા સાથે રમત રમી રહ્યો છું. સમય આવ્યે બોલવું પડે છે.જે સાચી વાત સ્પષ્ટ રીતે કહેવી પડે છે.પણ કેમ અને કેવી રીતે કહેવી? મારે નંદિતાને કહેવું જોઈએ,જ્યાં કહેવાનું છે ત્યાં હું કઈ શકતો નથી અને આજ હું અંદર જ ધૂંધવાતા ફરું છું.

આજ અનુપમને અંદરથી કોઈ કહી રહ્યું હતું કે તારી અંદર કેટલું બધું ધરબાયેલું છે?બધું અંદર ધરબી ન રાખ.બધું ધરબી રાખીશ તો તું પોતે ધરબાઈ જશ.જે બોલવા જેવું હોય એ તારે નંદિતાને બોલવું જોઈએ. આ બધી વસ્તું બધાની વચ્ચે કોઈ ડર રાખ્યા વગર પણ કયારેક કહેવી પડે છે.

અમુક અંગત વાતો,અમુક સારા અને ખાસ તો ખરાબ અનુભવો પણ મનમાં સંઘરી રાખવાનો કોઈ અર્થ હોતો નથી.હા,દરેક વાત દરેકને ન કહેવાય,દરેક માણસ એને લાયક હોતા નથી. જિંદગીમાં એક-બે એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસે દિલની કિતાબ ખુલ્લી મૂકી શકાય.બધી વાત બધાને કહેવામાં પણ સરવાળે આપણે આપણું ગૌરવ ગુમાવતા હોઈએ છીએ.પણ આ તો તારા પ્રેમની વાત છે અનુપમ એ તારે જ ઉકેલ વાની છે અને તારે નંદિતાને કહેવું જ પડશે કે હું પલવીને પ્રેમ કરું છું.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)