હેલી પોતાના પેરેન્ટસ ને જાણ કયૉ વિના જેસંગભાઈ ની પાસે જતી રહી હતી તેથી ચિંતાતુર અજયભાઈ અને રાખીબહેન ડ્રાઈવર રામભાઈ સાથે ગામમાં આવે છે . તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે જેસંગભાઈ ના ઘર તરફ ગઈ છે રામભાઈ એ ગાડી જેસંગભાઈ ના ઘર પાસે ઊભી રાખી.
ડેલે ગાડી ની ઘરઘરાટી નો અવાજ આવતા હેલી અને જેસંગભાઈ બંને ચોંક્યા, બહાર નીકળી જોયું તો રામભાઈ હેલી ના માતા -પિતા ને લઈ ને આવ્યા હતા.
હેલી ને જેસંગભાઈ ને ત્યાં જોઈ આહુજા દંપતી એ રાહત નો શ્વાસ લીધો. ‘બેટા આ રીતે કંઈ કહ્યા વિના નીકળાય? અમારૂ તો વિચાર શું હાલત થઈ હશે ? તારી મમ્મી ને પ્રેશર રહે છે તને ખબર નથી? તે કહ્યું હોત તો અમે તારી જોડે આવવા વહેલા તૈયાર થઈ જાત’.અજયભાઈ થોડા અકળાયેલા સ્વર માં બોલ્યા.
‘સોરી ડેડ માય ઈન્ટેન્સ વોઝ નોટ ટુ હટૅ યુ , આઈ વોન્ટેડ ટુ ટોક વીથ બાપુ અલોન ધેટ્સ વાય આઇ કેમ’ કહી હેલી એ માફી ની મુદ્રા માં હાથ કયૉ.
અજયભાઈ એ તેના માથે હાથ ફેરવી ‘ઈટ્સ ઓકે બેટા’ કહ્યું. રામભાઈ ને જવા નું કહી બધા વાતે વળગ્યા.
રામભાઈ ના ગયા પછી હેલી એ પિતા અને મા સાથે જેસંગભાઈ સાથે થયેલી બધી વાતો કરી .આજે એક જ દિકરી જેને કાળી કહો કે હેલી તે પોતાના બે પિતા અને મા નું અખૂટ વહાલ મેળવતી હતી.
‘જેસંગભાઈ આ પરબત તો ગામ નો સરપંચ બની બેઠો છે , હવે આ હેલી ની કાળી તરીકે લડાઈ અઘરી તો નહીં થાય ને? તમે જ આગળ ના રસ્તા નું માગૅદશૅન આપી શકશો’ રાખીબહેને જેસંગભાઈ તરફ ફરી ને કહ્યું.
‘બોન હું તો કવ સું કે આ સોડી ને મનાવી ને પાસી લય જાવ . આ પરબત ની હામે બાથ ભીડવી સેલી નથ. પરબત ને હું સોડીસ(છોડીશ) નય મારી કાળી હારે જે કઇરુ સે ને એનો બદલો હું લયશ પન આ સોડી ની જાત થી આ કામ ન થાય હોં’ જેસંગભાઈ એ રાખીબહેન ને કહ્યું.
‘ના ભાઈ આ નરાધમ ની સામે પડવા જ તમારી દિકરી એ બીજો જન્મ લીધો છે. જો સ્ત્રી તરીકે એ લડી શકવા ની ક્ષમતા ના ધરાવતી હોત તો ઈશ્વર એને આ જન્મ આપત? કુદરતે આપણ ને તેના માતા-પિતા બનવાનું સન્માન આપ્યું છે તો તે નિમિત્ત બની શક્ય એટલી મદદ કરી કાળી ને ન્યાય અપાવીએ.
પણ બેટા તું એક પ્રોમિસ કર કે તું કોઈ પણ રીતે કાનૂન હાથ માં લઈ પોતાની જીંદગી નહીં બગાડે’ કહી અજયભાઈ એ હાથ આગળ કરતાં હેલી ને કહ્યું.
‘પણ ડેડ કાનૂન કાળી ની સાથે થયેલા કૃત્ય માટે હવે કેવી રીતે સજા આપશે ? એ તો છટકી જશે’ હેલી એ પોતાની આશંકા વ્યક્ત કરી.
‘એ બધો રસ્તો થશે પણ અત્યારે તો મને કકડી ને ભૂખ લાગી છે,ને આજે મારે કાળી ના હાથ નું ભોજન કરવું છે. આજે તારા બેય પિતા ને તું ભોજન બનાવી ખવડાવ.ચલ જોવું તો તું કેવું બનાવે છે’ અજયભાઈ એ વાત બદલતા કહ્યું.
‘ઈ હું બનાવાની ..ઈ તો બવ આળસુ હતી રાંધવાની એને તો શાક બનાવાની બવ આળસ ક્યારેક ચંપાબોન ને ન્યા થી તો ક્યારેક લખીબોન ને ન્યા થી વાટકો ભરી લાવે . આને ના ય કુણ કે મા વિનાની સોડી ને એમાય બવ મીઠડી હોં બધાય પાંહે મીઠું બોલી ને કામ કરાવી લે ચીબાવલી. હાલો હું જ બનાવી લવ શાક રોટલા ને કો તો હાઈવે પર થી મગાવી દવ ન્યા ઢાબા સે હોં
બાકી આ સોડી ના ભરોહે રયા ને તો બધા એ ભૂખ્યા રેવું પડશે’ કહી હસતાં હસતાં જેસંગભાઈ ઉભા થયા.
(ક્રમશઃ)