અમારે પણ નોકરીની જરૂર છે અને અમે બંને એ પીટીસી કરી છે જો તમારી ઈચ્છા હોય તો અમને લઈ શકો છો...
હા, તમને પેહલા લઈશું પણ એક ટેસ્ટ જરૂર થી લઈશું એ ટેસ્ટ તમારે ફરજિયાત આપવો પડશે હો.
મેડમ અમે ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ...
તો ચાલો આ નોટ બુક માં ABCD લખો.
બંને એ જુદી જુદી નોટ બુક માં ABCD લખી ને મેડમ ને બતાવી ત્યાજ મેડમે ભૂલો કઠવાનું શરૂ કર્યું... આ રીતે લખાય તેમ લખાય આવું કેહતા બંને ને થોડું લાગી આવ્યું.
ચાલો કંઈ વાંધો નહિ પણ હવે આવી બેઝિક માહિતી શીખી લેજો અને તમારી નોકરી વિશે હું તમને બે દિવસ માં જવાબ આપીશ.
કોઈ વાંધો નહિ અમે જઈ શકીએ મેડમ...
સારું તમે જઈ શકો છો અને જે હશે તે હું તમને સમાચાર મોકલીશ.
(બંને મિત્રો કોલેજ માં જાય છે અને અંદરો અંદર વાતો કરી રહ્યા હોય છે.)
અલ્યા વિશાલ આ બેને આપણને ABCD લખાવી ને અપમાન કર્યું હોય એવું નથી લાગતું.
ના લયા કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપીએ તો આવોજ અનુભવ થાય.
આપણ ને નોકરી લેશે કે નહિ એ મારા મગજમાં એક સવાલ છે...
તને તો બધા સવાલ જ થાય છે,થોડું પોઝેટીવ વિચાર આપણ ને 100% નોકરી લેશે એવી મને ખાતરી છે.
કોલેજ પતાવીને ઘરે જાય છે ત્યારે ભાવેશ ના કાકા મુકેશભાઈ તેને મળવા જાય છે અને તેને બધી વિગતવાર વાત કરે છે.
આજે તમે સ્કૂલ માં ગયા હતા અને સ્મિતા બેન નો મારી ઉપર ફોન આવ્યો હતો અને મને કહેતા હતા કે વિશાલ અને ભાવેશ ને કહી આવજો કે મારી સ્કૂલ માં નોકરી માટે આવી જાય.
કાકા પગાર બગાર નું કઈ કીધું છે કે નહિ.
હા એતો હું ભૂલી ગયો,તમારો પગાર સ્મિતાબેન મને કહ્યો નથી પણ સારો એવો બેન પગાર આપશે તમે સ્કૂલ માં જશો એટલે ખબર પડી જશે.
(બંને મિત્રો માં જોમ જુસ્સો આવી જાય છે.)
હરખપદુડા બનીને બંને સવારે તૈયાર થઈને સ્મિતાબેન ની સ્કૂલે જવા નીકળે છે.
આવો બંને મિત્રો...
આજે તમારે ધોરણ 3 અને 4 માં અભ્યાસ કરવાનો છે જે માટે તમે તૈયાર છો...
હા અમે તૈયાર છીએ મેડમ.
સ્કૂલ છૂટી ગયા પછી બેન ઓફિસ માં બોલાવે છે અને પગાર બાબતે ચર્ચા કરે છે.
મિત્રો તમારો પગાર 1500 રૂપિયા એક મહિનાનો રહશે બરોબર ને..
"ત્યાં શરમ માં કશું બોલ્યા વગર હા પાડી દીધી."
પછી બંને મિત્રો ઘરે જવા નીકળે છે.
રસ્તામાં વાતો કરતા હોય છે કે સાલું બસનાં ભાડા જેટલો પણ પગાર આપવાની આ બેનની ઓકાત નથી વિશાલ.
ભાવેશ આપણ બંને ને નોકરી રાખ્યા એ મહત્વનું છે ભાઈ...
શું આપડી 1500 રૂપિયા ની જ ઓકાત છે. વિશાલ તારે નોકરી જવું હોય તો જજે મારે આ નોકરી બોકરિ કરવી નથી.
"ભાવેશ આવું રસ્તામાં બડબડ કરતો હતો."
હા બસ હવે આપણે નોકરી નથી કરવાની તું કીધું એટલે ફાઈનલ હવે એકની એક વાત તું કેમ ચુંથ ચૂંથ કરે છે.
મારા મગજ ની નસ આ બેને ખેચી નાખી મને તો પેહલા દિવસથી જ ખબર પડી ગઈ હતી આ મહાશય એ આપણ બંને ને ABCD લખાવી.મારી વાત તો તું કયા મને છે.
હા ભાઈ નોકરી નથી કરવી તો નથી કરવી એકની એક વાત હવે ના કર મારી ભૂલ થઈ ગઈ બસ...
(ઘરે ભાવેશ પોહાચે છે અને તેના પિતાજી નોકરી વિશે સવાલ કરે છે.)
નોકરી માં પેહલા દિવસ કેવો રહ્યો બેટા.
સારો રહ્યો પણ પગાર ફક્ત 1500 જ કે છે.
એમાં શું વાંધો
પપ્પા 1500 રૂપિયા માં તો બસ નું એક મહિનાનું ભાડું પણ ના નીકળે.
એમાં શું ચિંતા કરે છે ભાડું હું આપી દઈશ.બોલ હવે બીજું કંઈ જોઈએ છે.
આ રીતે ઘરના રૂપિયા વાપરીને નોકરી કરતી હશે.
ભાઈ નોકરી કરો તો તમને કંઇક અનુભવ થશે. પછી જેવી તારી ઈચ્છા...
વધુ આવતા અંકે...