કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે છે કે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે તથા એકબીજા પર બહુ જ વિશ્વાસ સાથે એ જગ્યા એ જઈ પહોંચે છે.
હવે આગળ: જગ્યા બહુ જ અલગ અને એકલવાઈ હોય છે. એ જગ્યાએ બંને અંદર પ્રવેશે છે કે બે લાંબા પહોળા ગુંડા જેવા લોકો એમને કહે છે કે, "કોઈ પણ હોશિયારી કરવાની કોશિશ જ ના કરતા!" એમના હથમમાં ગન હોય છે.
બંને ચૂપચાપ એમની પાછળ પાછળ એક રૂમમાં પ્રવેશે છે. એ રૂમમાં અંધારું હોય છે. એક બીજા રૂમમાંથી એક વ્યક્તિ અંદર પ્રવેશે છે.
"વેલકમ માય ફ્રેન્ડસ!" કહીને એ વ્યક્તિ રૂમમાં જ રાખેલ એક ટેબલ ની ફરતે રાખેલ ચેર પર બેસવા કહે છે.
બંને એ જગ્યા એ બેસે છે.
"અરે આ બધું શું છે?! કેમ સ્વાતિ ને તમે આમ કીડનેપ કરી છે?!" એન્જેલ થી ના રહેવાયું તો બોલી જ ગઈ.
"જુઓ, ગંદા હૈ પર ધંધા હૈ!" એ વ્યક્તિ એ ડાયલોગ મારતા કહ્યું.
"શું મતલબ?!" હર્ષ એ પૂછ્યું.
"મતલબ એમ કે અમને આ છોકરીના મર્ડર કરવાની સોપારી આપવામાં આવી છે..." એ વ્યક્તિ એ સ્પષ્ટતા કરી.
"કોણે આપી સોપારી?! કેમ?!" એંજલ એ પૂછ્યું.
એ પછી જે એને જે વ્યક્તિ નું નામ લીધું એ સાંભળીને હર્ષ અને એંજલ ને જોરનો ઝટકો લાગવાનો હતો!
"મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા!" એણે નામ કહ્યું તો બંને ને યકીન જ ના થયું! ઉપેન્દ્ર એ એંજલ ના ફાધર નામ હતું!
"અરે પણ ડેડ એવું શા માટે કરે?!" એંજલ એ પૂછ્યું.
"અમને એમને નથી કહ્યું કે એ એમ આ મર્ડર ચાહે છે! અમને તો બસ સોપારી આપી તો અમારે તો કામ કરવું જ પડે! મને ખબર જ હતી કે તમને ઝટકો તો જરૂર લાગશે એટલે જ તો મેં તમને બંને ને અહીં ખાસ આ વાત કહેવા તો બોલાવ્યા છે!" એ વ્યક્તિ બોલ્યો.
"હા... બરાબર!" હર્ષથી બોલાય ગયું.
"મને લાગ્યું કે તમારે એક વાર તો તમારા ફાધર સાથે વાત કરી જ લેવી જોઈએ!" એ વ્યક્તિ એ સૂચન કર્યું.
"સારું તો ઘરે જાવ... કરજો તમારા ફાધર સાથે વાત પણ એમને એમ બિલકુલ ના કહેતા કે તમને મેં આ બધું કહ્યું છે... તમારે એવું કહેવાનું કે સ્વાતિ એ ગુંડાના ફોન થી કોલ કરીને કહ્યું છે એમ! ઓકે?!" એ વ્યક્તિ એ કહ્યું.
"એક રિકવેસ્ટ છે... સ્વાતિને તમે કઈ કરતા નહિ..." એંજલ કહ્યું અને બંને ફરી એંજલ ના ઘરે આવી ગયા.
"આઈ જસ્ટ હેટ, માય ડેડ!" એંજલ હર્ષને વળગી જ પડી.
આ કહ્યા પાછળનું કરનાર હર્ષને આશ્ચર્ય પમાડે એવું હતું!
વધુ આવતા અંકે...
ભાગ 4માં જોશો: "આનો તો બસ એક જ ઉપાય છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ!" હર્ષ ગુસ્સામાં બોલી ગયો!
"હા... હું તો તૈયાર જ છું... બિચારા ગરીબોની મહેનતની કમાઈ તેઓ આમ ના લઈ શકે!" એંજલ બોલી રહી હતી.
"ચાલ એક પ્લાન બનાવીએ અને મારા જ ફાધરને મારી નાંખીએ!" બહુ જ સારા કામ માટે તેમને બહુ જ ખતરનાક અને બુરો રસ્તો શોધી કાઢ્યો હતો!