DESTINY (PART-22) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-22)

Featured Books
Categories
Share

DESTINY (PART-22)

સરની થયેલ બે ઘડીની મુલાકાત જૈમિકના મનમાં હજારો સવાલ મુકી જાય છે. બે ઘડી હતાશ થયેલ જૈમિક વિચાર કરે છે કે જે કાંઈપણ સર મને કહીને ગયા છે એ બધું ખોટું છે એ હું સારી રીતે જાણું છું પણ એમને શું ફાયદો મને આવું કહીને.....? કેમ એમને મારા અને નેત્રિના સંબંધથી આટલી તકલીફ છે કે એ આટલું બધું ખોટું બોલી રહ્યાં છે.

વિચાર કરતાં કરતાં એણે આંખ બંધ કરી ત્યાં એની આંખ સમક્ષ બસ એક જ ચહેરો આવ્યો નેત્રિનો તો એને આંખ ખોલી અને મનમાં હસવા લાગ્યો પછી વિચારે સર પણ અજીબ છે એમને કહેવું હતું તો કાંઇક બીજું કહેવું હતું. શું એમને નથી ખબર કે લગ્નની ઉતાવળ જેટલી મને નહીં હોય એનાથી હજાર ગણી ઉતાવળ નેત્રિને છે તો નેત્રિ લગ્ન માટે ક્યારેય ના કહી શકે નહીં.

જેમ તેમ કરીને એને મનમાંથી સરની વાત દૂર કરી અને નેત્રિ પર પૂરેપૂરો વિશ્વાસ હોવાના લીધે પોતાની તૈયારીમાં લાગી ગયો. થોડા દિવસ સુધી તો આમ ચાલ્યા કર્યું પણ ક્યાંક અમુક અંશે એના મનમાં આ પ્રશ્ન ફર્યાં જ કરે કે સર કેમ આમ કહીને ગયા......? વાંચવા બેસે તો વાંચવામાં ધ્યાન આપી ના શકે મન બસ એક જ પ્રશ્નમાં ફર્યાં કરે શું ખરેખર નેત્રિ લગ્ન નહીં કરે......?

આમજ થોડા દિવસ સુધી એ હતાશા ભર્યાં પ્રશ્ન સાથે ફર્યાં કરે છે આખરે એને થયું સર કહેતા હતા તારા મિત્રને પણ ખબર છે તો હું એને જ પૂછી લઉં અને જૈમિક એના મિત્રને ફોન કરે છે. ફોન ઉઠાવતાં જ મિત્ર કહે છે બોલને ભાઈ.....! ઘણાં સમય પછી ભાઈની યાદ આવીને....!

હા ભાઈ યાદ આવી એટલે તો ફોન કર્યો જૈમિક જવાબ આપે છે.

સરસ ચાલો યાદ તો છું હું કહી મિત્ર હસવા લાગે છે.

હા ભાઈ યાદ જ છે ને તું આવ મળવા તો રૂબરૂ મળી પણ લઈએ જૈમિક કહે છે.

ભલે....! સાંજે મળીયે ભાઈ....! મિત્ર જણાવે છે.

સાંજે બંને એમની ચા વાળાની બેઠક પર મળે છે. જૈમિકને ગળે ભેટીને મિત્ર કહે ભાઈ ખુબ સમય થયો આપણે મળ્યાં નહોતા આજે તને મળીને આનંદ થયો.

મને પણ ખુબજ આનંદ થયો ભાઈ તને મળીને જૈમિક જણાવે છે.

તો ભાઈ કેવી ચાલે છે નોકરી મેળવવાની તૈયારી......? મિત્ર પૂછે છે.

ભાઈ સારી ચાલતી હતી અત્યાર સુધી તો હતાશ થઈને જૈમિક જણાવે છે.

ચાલતી હતીનો શો અર્થ છે ભાઈ......? શું થયું છે......? મિત્ર આશ્ચર્યથી પૂછે છે.

મારી તૈયારી સારી ચાલતી હતી એ સાથે સંકળાયેલા દરેક પ્રશ્નોના જવાબ તો તારી પાસે હશે મિત્ર એવું કહી જૈમિક મિત્રને વિચારમાં મૂકી દે છે.

મારી પાસે તારા પ્રશ્નના જવાબ......? આશ્ચર્યચકિત થઈને જૈમિકને પૂછે છે.

હા મારા દરેક પ્રશ્નોના જવાબ તું ફક્ત એક જ હા અને ના થી જ આપી શકે છે એવું જૈમિક જણાવે છે.

ભાઈ તું શું કહેવા માંગે છે મને કાંઈજ સમજાતું નથી. મહેરબાની કરીને જે વાત હોય એ સીધે સીધી કર આમ ગોળગોળ વાત ના કર મિત્ર જણાવે છે.

હા હવે હું તને સીધે સીધું જ પૂછી લઉં ભાઈ. શું નેત્રિ મારી સાથે લગ્ન નથી કરવાની.......? જૈમિક દુ:ખ સાથે પ્રશ્ન પૂછે છે.

આવો પ્રશ્ન કેમ પૂછે છે.....? અને એ પણ મને કેમ પૂછે છે ભાઈ....? (મિત્ર મનમાં વિચારે છે કે આને કોઈએ કહી દીધું છે કે શું હું બધું જાણું છું તો આ મને સીધુંજ પૂછે છે.)

તું પણ કેવી વાત કરે છે ભાઈ પ્રશ્ન તો એને જ પૂછાય ને જેની પાસે એ પ્રશ્નનો જવાબ હોય એવું જૈમિક કહે છે.

આંખ નીચી કરીને ભાઈ હું કાંઈ નથી જાણતો, હું આ વાતથી તદ્દન અજાણ છું મિત્ર જવાબ આપે છે.

હા તારી ઝુકેલી આંખોમાં દેખાય છે કે તું કાંઈજ નથી જાણતો. ઠીક છે ભાઈ તારે ના કહેવું હોય તો ના કહીશ પણ તું એ જાણી લે કે મને કોઈએ તો કહ્યું છે અને તારું નામ પણ લીધું છે કે તું બધું જાણે છે. ને ખરેખર તું મારો મિત્ર હોય તો જે સાચું છે એ કહી દે. તું કહી દે મને કે જેણે પણ મને કહ્યું છે કે નેત્રિ મારી સાથે લગ્ન નહીં કરે એ માણસ તદ્દન ખોટો છે બસ મારે બીજું કાંઈ નથી સાંભળવું હતાશ થઈને મિત્રને કહે છે.

હું કઈ રીતે કહું તને કે જે વ્યક્તિએ કહ્યું છે કે નેત્રિ લગ્ન નહીં કરે એ વ્યક્તિ ખોટો છે જ્યારે એ વ્યક્તિ જરાય ખોટો નથી તો......! મિત્ર દુ:ખ સાથે વ્યક્ત કરે છે.

આટલું સાંભળતાં જ જૈમિકને માથે દુઃખનો સાગર ઢળી પડે છે જ્યાં ઊભો હતો ત્યાંજ બંને ઘૂંટણથી જમીન પર બેસી જાય છે ને રડવા લાગે છે અને મિત્રને કહે છે તો તે કેમ આજ સુધી મારાથી છુપાવી રાખ્યું......?

મિત્ર કહે છે મેં છુપાવી રાખ્યું કારણ કે તું તારું ભવિષ્ય બનાવવા માટે ખુબ મહેનત કરી રહ્યો હતો ને હું નહોતો ઇચ્છતો કે તારું ભવિષ્ય બગડે માટે કહ્યું નહીં.

મારું ભવિષ્ય........? શું તું જાણે છે મારું ભવિષ્ય શું છે......? શું તું જાણે છે હું ભવિષ્ય સુધારવા વર્તમાનમાં નેત્રિની દૂરીથી કેટલો હતાશ રહું છું......? હું જાણું છું તું જ નઈ બધાજ ખોટા છો તમને બધાને નથી ગમતું અમે બંને ખુશ રહીએ. તમને ઈર્ષ્યા થાય છે અમારા અતૂટ પ્રેમની હું જાણું છું રડતાં રડતાં મિત્રને કહે છે.

જૈમિકને ગળે ભેટીને મિત્ર કહે તું ભૂલી ગયો લાગે છે કે તું મારો ભાઈ છે ને નેત્રિ મારી બહેન માટે ઈર્ષ્યાનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો પણ જેટલું બને એટલું આ હકીકતને સ્વીકારી લેવી એ તારા માટે હિતાવહ છે.

હકીકત........? હકીકત એ છે કે અમને ક્યારેય કોઈ જુદા નઈ કરી શકે અને જો હકીકત છે તો જણાવ એના મારી સાથે લગ્ન ના કરવાનું કારણ.

એના મમ્મી પપ્પા નથી, એનો ભાઈ પણ નથી તો રહ્યાં એના બહેન, બનેવી અને કાકા લોકો તો એ બધાં નથી માની રહ્યાં લગ્ન માટે તો એ એમના વિરોધમાં નઈ કરી શકે લગ્ન એવું નેત્રિએ એના મોઢેથી મને કહ્યું છે ને કહ્યું છે એ એના પપ્પાની ઈજ્જત પાણીમાં નઈ ભેળવી દે. જેનાથી એના પપ્પાની દેખરેખ કે એમના આપેલા સંસ્કાર પર આંગળી ઉઠે એવું કોઈજ પગલું નઈ ભરે દુઃખ સાથે મિત્ર તથ્ય જણાવે છે.

હારી ગયેલ જૈમિક મિત્રને કહે છે હજુ કાંઈ બાકી હોય તો કહી દે ભાઈ...!

મિત્ર કહે છે ભાઈ કઈ નઈ બસ વિશ્વાસ રાખ બધું ઠીક થઈ જશે.

વિશ્વાસ........! મેં આજ સુધી એજ તો કર્યું છે ને આગળ પણ કરીશ જ મને મારા પ્રેમ પર ભરોસો છે એ ક્યાય નહીં જાય જૈમિક રડતાં રડતાં કહે છે.

હા ભાઈ હું પણ પ્રાર્થના કરીશ કે તમારો પ્રેમ સફળ થાય ને ચાલ છોડ એ બધી વાત આપણે ઘરે જઈને કરીશું એમ કહી ત્યાથી મિત્ર જૈમિકને લઈને ઘરે નીકળી જાય છે.