આગળનાં ભાગમાં આપણે જોયું કે કંદર્પ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો ભેદ પામવા માટે ત્યાં સંતાઈને ગાડીની ડેકીમાં થોડીવાર માટે બેસી રહે છે એવામાં પેલા ગુંડાઓ એકબીજા સાથે વાતો કરતા કરતા દોડતાં દોડતાં બહાર આવે છે કે પેલો માણસ જેને બોસે અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખ્યો હતો તે ભાગી ગયો છે એટલે બોસ આવે તે પહેલાં તેને શોધી કાઢવો પડશે નહિ તો બોસ આપણને જીવતા નહિ મુકે અને પ્રિયાને લઇને હોસ્પિટલમાં ગયેલ બધા પરિવારજનોના ગયા પછી કૃતિ તે ઘરમાં આમતેમ નજર કરે છે ત્યાં તેને બાથરૂમમાંથી નીચે ગાર્ડન સુધી લંબાયેલ દોરડું અને ત્યાં એક દવાની બોટલ અને ઇંજેક્શન ની સીરિંજ મળી આવે છે પણ આ બધું જોઇને પણ તે હોસ્પિટલમાં ચૂપચાપ જતી રહે છે અને હવે શું કરવું તે વિચારે છે ત્યાંથી આગળ...
પેલા ગુંડાઓના ત્યાંથી બહાર નીકળી ગયા બાદ કંદર્પ ફરીથી એ મકાનમાં તપાસ કરવાનું નક્કી કરે છે અને અંદર જાય છે.તે આમતેમ શોધખોળ કરવા લાગ્યો અને કોઈક તાગ મેળવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો.એવામાં અચાનક તેની નજર પેલા કાળા કપડાં પર પડે છે એટલે તે કપડાંને પોતે જ પહેરી લે છે અને વધુ તપાસ કરવાનું શરૂ કરે છે.એવામાં અચાનક પેલો બોસ પણ ત્યાં આવે છે અને થોડીવારમાં તેની પાછળ પાછળ પેલા ગુંડાઓ પણ આવે છે.પણ કંદર્પ પોતાની યુક્તિ મુજબ પેલા બોસની બાજુમાં આવીને ઊભો રહી જાય છે.આથી પેલા ગુંડાઓ તો આભા બની જાય છે કે આ શું??!! આ બન્નેમાંથી બોસ કોણ છે??! હવે કેવી રીતે ઓળખાણ થઈ શકે કે આ બેમાંથી કોણ બોસ છે એમ??!! એટલે પેલો બોસ પોતાના ગુંડાઓને જણાવે છે કે તે પોતે જ અસલી છે અને કંદર્પ માત્ર નાટક કરે છે.પણ કંદર્પ પેલા બોઝની જેમ જ પોતે અસલી છે એવો દાવો કરે છે અને અવાજ પરથી નક્કી એ બોસ રોહન જ છે એમ પાકું કરે છે.
એટલી વારમાં ત્યાં પોલીસ આવી જાય છે એટલે કંદર્પ પોતાના કાળા માસ્કને ચહેરા પરથી દૂર કરીને બોલે છે કે પોતે જ પોલીસને જાણ કરી હતી અને પેલા ગુંડાઓ અને બોસ પોલીસ દ્વારા પકડાઈ જાય છે.પોલીસ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો માસ્ક દુર કરે છે પણ બધાના આશ્ચર્ય વચ્ચે તે વ્યક્તિ રોહન નથી હોતો.આ જોઈને કંદર્પ પણ સ્તબ્ધ થઈ જાય છે કારણ કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સતીષ છે.
આ બાજુ પ્રિયાની હાલતમાં કોઈ જ પ્રકારનો સુધાર લાવવા માટેના તમામ પ્રયત્નો કરવા છતાં ડોક્ટરો ને કઈ જ સફળતા મળતી નથી એટલે આખી ડોકટરોની ટીમ વાત કરતા કરતા પ્રિયાના પરિવારજનો પાસે જાય છે અને હજુ તે લોકો પ્રિયાના પરિવારજનો પાસે કઈ પણ બોલે તે પહેલાં કૃતિ તેમને એક બાજુ લઈ જાય છે અને પેલી દવાની બોટલ અને ઇંજેક્શન ની સિરીંજ બતાવે છે.કદાચ પ્રિયાને આ દવા આપીને કોઈએ તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે એવું મને લાગે છે તો આપ સહુ આ દવાની અને આ અંગે પ્રિયાની તપાસ કરો એવી મારી વિનંતી છે એટલું કહીને કૃતિ ડૉકટરના હાથમાં પેલી દવાની બોટલ અને ઇંજેક્શન ની સીરીંજ આપે છે. થોડીવારમાં ડોકટરોની ટીમ દવાની અને પ્રિયાની તપાસ કરીને બધાને જણાવે છેકે ખરેખર કૃતિના શક મુજબ કોઈએ પ્રિયાને દવા આપીને તેને મારી નાખવાની કોશિશ કરી છે અને આગામી ૧૨ કલાક પ્રિયા માટે ખુબ જ જોખમી છે જો આ સમયની અંદર પ્રિયા હોશમાં નહિ આવે તો તે કોમામાં સરી પડશે.આ સાંભળીને હોસ્પિટલમાં હાજર રહેલા બધા ખુબ ચિંતામાં ડૂબી જાય છે અને કેમ આ બધું અમોલ અને પ્રિયા સાથે થઈ રહ્યું છે તે વિચારીને ખુબ દુઃખી થાય છે.એવામાં કૃતિ ફરી પાછી પેલી બેગની તપાસ કરવા માટે ત્યાંથી બહાર નીકળી જાય છે.
શું કંદર્પ અને કૃતિ એકબીજાને આ બધી વાતોની જાણ કરી શકશે??!!શું પ્રિયા હોશમાં આવી જશે કે કોમામાં 'સરી પડશે??!!આ બધું ખરેખર સતીષના દુષ્કૃત્યો નું જ પરીણામ હશે કે હજુ અન્ય કોઈ માસ્ટર માઈન્ડ આ બધા માટે જવાબદાર હશે??!! આ બધું જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ...
અને આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં....