devilry - 4 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જંતર મંતર - 4

ગયા ભાગ માં આપડે જોયું કે જેની ના માતાપિતા જેની ને આવતા સ્વપ્ન થી ખૂબ જ વ્યતીત થયા હતા. બીજી તરફ જુલિયટ આજે એવો જાદુ કર્યો જેના લીધે એની જિંદગી ટુંકાઈ શકતી હતી. જુલિયટ પોતાના આગામી શો માટે મલાયા જઈ રહી હતી ને રસ્તા માં તેનો અકસ્માત થઈ જાય છે. જેના થી જેની ફરીવાર ચીખ પાડીને ઉઠી જાય છે. હવે આગળ….


ભાગ :- 4 જેની અને કાળો ધુમાડો



જેની તૈયાર થઈને કૉલેજ જવા માટે રવાના થઈ જાય છે. જેની ના ગયા પછી હેરી અને ફેરી ખૂબજ ઊંડા વિચારમાં ડૂબી જાય છે કે હવે શું કરવું ? જેની ને આવતા સ્વપ્ન થી જેની જેટલી પરેશાન નોહતી એટલા પરેશાન હતા તેના માતાપિતા હેરી અને ફેરી. ફેરી એ થોડી હિંમત કરીને કઈ જ દીધું કે “ હેરી આપડે કોઈક મનોવૈજ્ઞાનિક ને આપડી જેની ને બતાવીએ ! હું તેની આવી હાલત જોઈ નથી શકતી! “ ફેરી ની આ વાત હેરી ને વિચારવા માટે મજબૂર કરી દે છે. થોડા વિચારો કર્યા પછી “ ના ફેરી! આપડી જેની પાગલ થોડી છે. હું નથી ઈચ્છતો કે આપડી જેની ના નાજુક મન ઉપર અછર પડે.” હેરી ની આ વાત સાંભળી ફેરી ચૂપ થઇ જાય છે.

જેની ને કૉલેજ માં પહોંચ્યા પછી ખબર પડી કે આજે તેનું ઇંગ્લિશ નું લૅક્ચર ફ્રી છે. તેથી જેની કેમ્પસ માં જઇને ઊભી રહે છે. જેની એકલી હોવાને લીધે તેનું નાજુક મન પણ ઊંડા વિચારો માં ખોવાઈ જાય છે. “ જુલિયટ છે કોણ ? મારા જ સ્વપ્ન માં કેમ એ આવે છે ? મને કેમ એવું લાગે છે કે હું જુલિયટ ની જિંદગી જીવી રહી છું? સપના માં જે જુલિયટ સાથે થાય છે એ મારી પણ સાથે કેમ થાય છે? મારી સાથે જ આ બધું કેમ ? શું કારણ છે મારું જુલિયટ ની જિંદગી જીવવાનું? “ જેની બસ આજ વિચારો માં ખોવાયેલી હતી.

જેની કેમ્પસ માં ઉભી હોય છે ને તેની આંખો આગળ અચાનક જ અંધારપટ છવાઈ જાય છે. જેની ને પોતાની આંખો ઉપર વિશ્વાસ થઈ રહ્યો નોહતો ! કેમકે સ્વપ્ન માં જે પણ જુલિયટ સાથે થાય છે એમ જ થઈ રહ્યું હતું તેની પણ સાથે. જેની ની નજર સામે પેલો કાળો ધુમાડો હવે આમતેમ ફરવા લાગી ગયો હતો ! જેની જેમ બને તેમ આ કાળા ધુમાડા થી પીછો છોડાવવા માગતી હતી. જેની તેના ક્લાસ રૂમ તરફ ભાગે છે. જેની ના લૅક્ચર નો પણ સમય થઈ ગયો હતો ! એટલે તે ક્લાસ રૂમ માં જઈને શાંતિ થી બેસી જાય છે. પણ જેની ના મનમાં હજુ સુધી પેલા કાળા ધુમાડા નો ડર બેઠેલો જ હતો.

જેની ના ક્લાસ રૂમ માં પ્રોફેસર લૅક્ચર લેવા માટે આવી જાય છે. જેની દર વર્ષ એ પૂરા ગુજરાત માં ટોપ કરતી હતી! જેના લીધે ઘણા બધા એના દુશ્મનો પણ થઈ જ ગયા હતા ! જુલિયટ ની કહાની ફરી વાર જેની ની જિંદગી માં શરૂ થઈ ચૂકી હતી. જેની ની બેસ્ટફ્રેન્ડ એટલે જીયા. જે જેની ના જીવનમાં સાથે નજીક ની સહેલી હતી; પણ જીયા નો હમેશાં બીજો જ નંબર આવતો એટલે તે જેની થી થોડીક બળતી હતી.

જીયા પોતાની બેગ માં કંઇક કરી રહી હતી. જેના લીધે ફરી એકવાર જેની ની સામે પેલો કાળો ધુમાડો આવી જાય છે. આ કાળો ધુમાડો જુલિયટ ની જેમ જ જેની ના મનમાં ડર ઊભો કરી રહ્યો હતો. જેની ની નજર સામે આગળ પાછળ ફરી રહેલો આ કાળો ધુમાડો તેને ભણવા માં ધ્યાન એકાગ્ર કરવા દેતો ન હતો! પછી તો ધીરે ધીરે આ કાળો ધુમાડો જેની ની નજીક આવીને સીધો જ જેની ઉપર વાર કરી દીધો. જેની ડરીને જોરથી ચીખ પાડી જેના લીધે આખા વર્ગ ખંડ માં ડર પસરાઇ ગયો; પણ જેની ની પાક્કી સહેલી જીયા મનમાં ખુશ થઈ રહી હતી.

જેની ચીખ પાડતા ની સાથે જ બેહોશ થઈ જાય છે. જેની ની નાજુક હાલત જોતાં જ તેને જલ્દી થી જલ્દી તેના ઘરે પહોંચાડવા માં આવે છે. જેની ને બેભાન અવસ્થા માં જોઈ તેના માતાપિતા હેરી અને ફેરી ખૂબજ ડરી જાય છે. કેમકે જેની ના સપના માં જે થતું હતું એ હવે જેની ના જીવનની સચ્ચાઈ બની રહ્યું હતી. જેની ને બેહોશ અવસ્થા માં જ લઈ જઈને તેમાં રૂમ માં સુવડાવી દેવા માં આવે છે. જેની ના માતાપિતા પણ જેની પાસે જ બેસી જાય છે. જેની ના સ્વપ્ન ના લીધે હેરી આખો દિવસ ઘરે જ બેસી રહે છે. હેરી ને નોકરી માંથી નીકાળવા ની પણ ધમકી મળી ચૂકી હોય છે. પણ હાલ હેરી માટે નોકરી નઈ પણ પોતાની દીકરી જેની જરૂરી હતી. થોડા સમય પછી હેરી અને ફેરી પોતાના રૂમ માં જાય છે.

“ જેવો જ જુલિયટ નો અકસ્માત થયો કે તરત જ ત્યાંના રહેવાસી લોકો એ જુલિયટ ને મલાયા ના દવાખાન ભેગી કરી દીધી. જુલિયટ ને વધારે પડતું વાગ્યું ન હતું ! જેના લીધે તેને સાંજે 6 વાગે રજા આપી દેવામાં આવી. જુલિયટ ને ડૉક્ટર એ પૂરતો આરામ કરવાની સલાહ આપી હતી. પણ જુલિયટ ને તેના કરિયર આગળ કંઇજ દેખાતું ન હતું. જુલિયટ રાત્રે આઠ વાગે તૈયાર થઈ જાય છે. તે સમયસર સ્ટેજ ઉપર પણ પોહચી જાય છે. આજે જુલિયટ નો 1244 મો શો હતો. જુલિયટ માટે આજે તેનો આત્મવિશ્વાસ અને એકાગ્રતા ખૂબ જ મહત્વ ની હતી. પણ આગળ જુલિયટ સાથે શું થવાનું હતું? તેના થી તે અજાણ હતી.

જુલિયટ સ્ટેજ ઉપર હતી. તેને હજુ શરૂઆત પણ ન કરી હતી ને એટલા માં જ પેલો માણસ આવી જાય છે. આ માણસ થોડો અજીબ હતો. એને જુવો તો એ એકદમ માસૂમ હતો, તેને જોઇને તમે કહી જ ના શકો કે આ માણસ જુલિયટ સાથે આવું પણ કરી શકે ! જુલિયટ ખૂબ જ ઊંડા વિચારો માં ડૂબેલી હતી; આ વિચારો હતા ગઈ કાલ ના! જેમાં એ પ્રથમ વખત પોતાના જાદુઈ ખેલ માં નિષ્ફળ થઈ હતી. જુલિયટ ને સ્ટેજ ઉપર ખોવાયેલી જોઇને તેના પ્રેક્ષકો પણ ભમરે ચડી ગયા હતા. બધા નું મન આજે એ વિચારવા માટે મજબૂર હતા કે હંમેશા ખુશ અને aસ્ફૂર્તિ માં રહેનાર જુલિયટ ને આજે શું થઈ ગયું હતું !

જુલિયટ ની એક સાથીદાર આવીને જુલિયટ ના ખભા ઉપર હાથ મૂકે છે. “ ને જેની ચમકી ને ઉઠી જાય છે. આ વાર જેની એ ચીખ નોહતી પાડી એટલે હેરી અને ફેરી આ વાત થી થોડા અજાણ હતા. જેની હજુ તો ઉઠી જ હતી કે તેની સહેલી જીયા તેના ઘરે આવી જાય છે. “ જેની તું ભૂલી ગઈ ને ! “ ત્યારે જેની થોડું વિચાર્યા પછી “ હું શું ભૂલી ગઈ! આજે કોઈ છે ? મને યાદ અપાવ તું હું શું ભૂલી રહી છું !” ત્યારે જીયા થોડી નારાજ થઈને “ આજે મારો જન્મદિવસ છે. હજુ સુધી તે મને વિષ પણ નથી કરી !” આટલું કહી ને જીયા મોઢું ફેરવી ને ઉભી થઇ જાય છે. જીયા જતા જતા “ મારા ઘરે પાર્ટી રાખેલી છે. સમય થી આવી જજે. “ આટલું કહીને જીયા ચાલી જાય છે. કોઈપણ કહેવા રહેતી નથી ને જેની કઈ જ કહી શકતી નથી.

જેની પોતાના માતાપિતા હેરી અને ફેરી ને વાત કરે છે પણ જેની ની નાજુક હાલત જોઈને તેના માતાપિતા બર્થડે પાર્ટીમાં જવાની મનાઈ કરી દે છે. જેની જીદ કરી રહી હતી આખરે હેરી અને ફેરી તેની જીદ આગળ હારી જાય છે. જેની આ બધા ની વચ્ચે પેલા જુલિયટ ના અકસ્માત ને ભૂલી જ ગઈ હતી. જુલિયટ ની સાથે હેરી અને ફેરી પણ જીયા ની પાર્ટી માં જવા નીકળી જાય છે.

To be continued……


જુલિયટ અને જેની નું શું રહસ્ય હતું ? પેલો માણસ જુલિયટ ને કેમ બરબાદ કરવા માગતો હતો ? જીયા શું કરી રહી હતી ? જેની અને જુલિયટ સાથે આગળ શું થશે ? 150 વર્ષ પહેલાં થઈ ગયેલું અત્યારે જેની ના જીવન માં કેમ દોહરાઈ રહ્યું હતું ?

આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના અધ્યાય માં !

આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary