AFFECTION - 50 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 50

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

AFFECTION - 50















શુ કરું??મમ્મી પપ્પાને મળતો જાવ??પછી બની શકે કે મારે દેશ જ મૂકી દેવો પડે...એક તો પોલીસ ને બધા મારી પાછળ લાગ્યા જ છે...ભવાનને મારી નાખ્યા પછી...તો હું મોસ્ટ વોન્ટેડ બની જઈશ...દેશ તો મૂકી જ દેવો પડશે...પછી સોનગઢમાં પણ નહીં રહી શકું હું...અત્યારે મળી જ લવ...મારા પરિવારને...પછી વિદેશમાં જઈને બધું સેટ કરી લઈશ...પછી આ લોકોને પણ ત્યાં મારી સાથે બોલાવી લઈશ...

કારને મેં મારા ઘર તરફ વાળી...અંદર ગયો તો બધા ભાવુક થઈ ગયા..

દાદી : ક્યાં જતો રહે છે તું??કેટલા પોલીસવાળા આવીને તારી પૂછતાછ કરતા હતા..અમને ખબર પણ નહોતી..

મન માં વિચાર્યું કે હાશ હું આ ડોશીને કહીને નહોતો ગયો...નહિતર આ તો પોલીસને મારી હવેલી સુધી મૂકી જાત..પપ્પા તો નોકરીએ ગયા હશે..એટલે એ વાતની બહુ શાંતિ હતી...મમ્મી ખબર અંતર પૂછતાં હતા...સનમને કેમ છે એવું બધું...પછી મેં એમને બધું જણાવ્યું..

મમ્મી : તારામાં જરાય દિમાગ જ નથી...

me : તમને શું ખબર...લોકોને મેં કેવા ફસાવ્યા છે..એમનેમ નથી કાંઈ અબજોપતિ બની ગયો...

મમ્મી : સનમને તું ત્યાં એકલી મૂકીને અહીંયા શુ કરે છે??ઘરની બહાર નીકળ..અત્યારે જ..

એમ કહીને એમને મને ઉભો કર્યો...અને બહાર પકડીને ગેટ સુધી મૂકી આવ્યા...

મમ્મી : તારામાં દિમાગ તો નથી જ...તું ગમે એટલો હીરો બનવાની કોશિશ કરી લે...તું રહીશ તો બુદ્ધિ વગરનો જ...જા જલ્દી જા...અને સનમને બચાવી લે...બધું આપી દેજે...ખૂટે તો આપણું ઘર છે આ...આ પણ દઈ દેજે....પણ સનમને કઈ ના થવું જોઈએ..

મને એમનો બિહેવીયર અજીબ લાગ્યો...હું વિચારતા વિચારતા કારમાં બેઠો...

દાદી : દીકરો તારો વંઠી ગયો છે એમાં શંકાને સ્થાન નથી...પણ તે એને બુદ્ધિ વગરનો કહીને બહાર કાઢી મુક્યો...પહેલી વાર...મને એમ ગળે નથી ઉતરતું...

મમ્મી : એ ખબર નહિ કેમ દરેક વખતે...એક ગોળીથી બે નિશાન મારવા માંગે છે...સનમને કાર્તિક જોડે જિંદગી જીવવી છે...એની સાથે રહેવું છે..ભલેને પછી ભૂખ્યા કેમ નથી સૂવું પડતું...અને બીજી બાજુ કાર્તિક છે આપણો...રૂપિયા રૂપિયા રૂપિયા....એને બન્ને જોઈએ છીએ...પ્રેમ.પણ અને રૂપિયા પણ...

દાદી : તો એમાં ખોટું શું છે???જીવન જીવવા માટે રૂપિયા તો જરૂરી છે જ ને...

મમ્મી : એને જે રીતે રૂપિયા ભેગા કર્યા છે અમે જેટલા રૂપિયા ભેગા કર્યા છે...એ કોઈ દિવસ સનમ સાથે શાંતિથી ના જીવી શકે...આજે એ ભવાન છે તો કાલે બીજો કોક આવશે..એ કેટલાંકને મારશે....મારો દીકરો ખૂની સિવાય બીજું કંઈ નહીં બને...હું તો કહું છું કે ખેતીવાડી કરીને ડુંગળી રોટલો ખાશેને સનમ જોડે તો પણ એ ખુશ રહેશે આખી જિંદગી...સનમને પણ ગમશે..એ છોકરી ભલે આટલી અમીરીમાં ઉછરી છે..છતાંય કાર્તિક જોડે એ એવી રીતે પણ જીવવા તૈયાર છે તો પછી આ છોકરાને શુ વાંધો છે...શુ કામ એની જાયદાદ બચાવવા ભાગે છે...

*

હું કાર હવે પેલાની ઓફીસ તરફ લઈ રહ્યો હતો...પણ મનમાં વિચારતો હતો કે....મમ્મીને કોણ સમજાવે કે આ બધું જરૂરી છે...સનમને દુનિયાની બધી ખુશી આપવાની છે....પછી ભલેને મારે ડગલેને પગલે કોઈના ખૂન કરવા પડે...હું કરીશ...એ બોલે કે બધું આપી દે...અરે હું તો ભવાનનું પણ બધું લઈ લઈશ...એને દિમાગની રમતો બોવ રમવી છે ને...હું દેખાડું એને...

ખબર હતી કે ભવાન પુરી તૈયારી સાથે બેઠો હશે...હથિયાર નહિ લઈ જવાના અંદર...સનમ સાથે નૈતિક પણ છે...હું બેનેફિટમાં છુ...મગજમાં ચક્રવ્યૂહ રચાવાનો શરૂ થઈ ગયો..સવાલ એ હતો કે જેમ તેજાને તો મારી દીધો...પણ આ ભવાન તો મને ભણીને બેઠો હશે...બધી રીતે સજ્જ...એને નહોતી ખબર કે હું જેલમાં રહીને આવ્યો છુ...મવાલીઓ પાસેથી એવી સસ્તી રીતો શીખી છે ખૂન કરવાની કે...વાતો જ જવા દો...મિન્સ કે એમનો હેતુ ખૂન કરવાનો તો ના હોય....પણ કોઈને ડરાવવા માટે એવા માટે એ વાપરત....હવે હું ક્યાં કામ માટે વાપરું છુ એ મારા પર ડિપેન્ડ કરે છે...અને હું એ કામને અંજામ દેવા માટે...એક દુકાને કાર ઉભી રાખી...જલ્દી થઈ જઈને મારે જે લેવું હતું એ લઈ આવ્યો...

રાત તો થઈ ગઈ હતી...ઘણો રખડયો મારે જે સમાન લેવો હતો એના માટે...એ પણ સંતાઈને...પોલીસ જોઈ જાય તો પૂરું પાછું...

કારમાં આવ્યો..મસ્ત કટર કાઢીને...એક મોંઘી બ્લેડ કાઢી...બહુને બહુ એની કિંમત કેટલી...વધીને પાંચ રૂપિયા...પણ એ જે કામ આપે એવું કામ તો AK- 47 પણ ના આપે અમુક વાર....

એ બ્લેડને બે ભાગમાં વચ્ચેથી તોડી નાખી..તમે વિચારતા હશો...આ શું કર્યું આને...જસ્ટ જુઓ..

બ્લેડ એવી રીતે તોડી હતી કે સાવ નાની સાઈઝ માં થઇ ગઈ એકદમ કમ્ફર્ટેબલ....અને કારના અરીસામાં મસ્ત દાંતમાં એવી રીતે ફિટ કરી કે ખબર ના પડે ..અને મને નુકશાન ના પહોંચાડે....થોડોક ડર હતો કે યાર..બહુ સમયથી કર્યું નથી....જોખમ હતું...જીભ કપાઈ જશે કે સનમને આઈ લવ યુ કેવી રીતે બોલીશ બોલો...પણ શું કરું...બધું જતું ના કરી શકુને હું...પૈસા પણ ના જતા કરી શકું....આપણે તો બધું જોઈએ...હવે તો ભવાનનો જીવ બોનસમાં જોઈએ...એવો ખૌફ કરી નાખું કે કોઈ હવે પૈસા પાછળ ના આવે...બસ હવે મારે ધ્યાન એ વાતનું રાખવું હતું કે...મને ખાંસી કે છીંક ના આવે...મારે વધારે વાત ચીત નથી કરવાની...બસ હું આ વાતોને મગજમાં રાખવા માંગતો હતો...જીત મારી જ છે...

જ્યારે ભવાન સનમ અને નૈતિકને લઈને ત્યાં શહેરમાં આવી ગયો હતો...ટાઈટ સિક્યોરિટી વચ્ચે એ લોકો રાતના ઉપરના માળે બેસીને વાતો કરી રહ્યા હતા...એ લોકો સાથે ભવાન એવું વર્તન કરી રહ્યો હતો કે જાણે કોઈ દોસ્ત હોય...

ભવાન : તને ખબર છે સનમ...આ રૂપિયા પાછળ કેટલા લોકો પડયા છે??કાર્તિકે તો જાણે ખજાનો જ ખુલ્લો મૂકી દીધો હોય...જેમ મધને જોઈને કીડીઓ આવી જાય એમ આ રૂપિયાને જોઈને...દેશના અલગ અલગ ખૂણેથી લોકો ઉભરાય રહ્યા છે...હું તો તમારી મદદ કરું છું..આ બધા રૂપિયા લઈને..

સનમ : અમને કઈ જરૂર નથી મદદની...કાર્તિક સક્ષમ છે...એ કોઈ દિવસ પાછો નહીં પડે મને બચાવવામાં...એ બધાનું રક્ષણ કરી શકે છે...

ભવાન : એક સવાલનો જવાબ મને નહિ આપતી બસ તારા મનમાં જ રાખજે....તું શું આખી જિંદગી આવી રીતે જ ગુજારીશ??બધા દુશમનોથી ભાગતી...છુપાતી...અને કાર્તિક અને તું જો એકબીજાને પ્રેમ કરો જ છો તો પછી આવા રૂપિયા ની જરૂરત છે કે જે તમને હર વખતે અલગ પાડે છે..વિચારજે...

સનમને આ વાત સમજાય છે...અરે એને તો ક્યારની આ વાત સમજાય ગઈ હતી..પણ પેલાનું શુ કરીશું..એ નહિ સમજે...સનમને ખબર હતી કે કાર્તિક સીધી રીતે હાર નથી માનવાનો...એ કંઈક અખતરો તો કરશે જ...અહીંયા એને એવું કંઈ કર્યું તો જીવથી પણ હાથ ધોવો પડશે...આ માણસને ફક્ત પૈસા જ જોઈએ છે...કાર્તિક સીધી રીતે નહિ આપે એ નક્કી આને મારવાનું પ્લાનિંગ કરશે...અને એમાં જો જરાક પણ ચૂક થઈ તો એને કોણ બચાવશે...હવે સનમને એ ડર મનમાં વસી ગયો હતો...એ બેઠી બેઠી એ વાતે વધુ વિચાર કરી રહી હતી ત્યાં જ ભવાનનો માણસ ઉપર તરફ આવ્યો...

"સાહેબ,એ છોકરો આવી ગયો છે...અમે હજુ એને ગેટની બહાર જ ઉભો રાખ્યો છે.."

"લઈ આવો જલ્દી એને અંદર..મને નહોતી ખબર કે એ આટલી જલ્દી આવશે..ચલો બોલાવો એને.."ભવાન ખુશ થઈ ગયો...એને ધાર્યું નહોતું કે હું આટલી જલ્દી આવી જઈશ...

સનમ તો હું આવ્યો છું એ સાંભળીને જરાક વ્યાકુળ બની ગઈ કે હવે શું થશે??હું કંઇક કરીશ તો??એની હાર્ટબીટ વધવા માંડી...નૈતિકે એને જોઈ...

નૈતિક : સનમ શુ કરે છે તું?તું ઠીક તો છે ને?કાર્તિક આવી ગયો છે...આપણા જવાનો સમય આવી ગયો છે..હવે તો ખુશ થા...

સનમ ચૂપ જ રહી...એને ઊંડો શ્વાસ લીધો...સામે પડેલા પાણીનો ગ્લાસ ઉપાડીને બધું પાણી એકીશ્વાસે પી ગઈ...ભવાન એને જોઈને હસતો હતો...મનમાં બોલ્યો,"પ્રેમ માણસને કમજોર કરી દે છે...નહિતર કાર્તિક જેવો માણસ ફસાઈ ના જાત મારા જાળમાં"

હું બહારની તરફ અંદર નું નિરીક્ષણ કરતો ઉભો હતો...મનમાં એક હિંમત સાથે કે મેં તેજા જેવા શેતાન ને મારી નાખ્યો...સૂર્યાને મારી નાખ્યો...અરે જગન્નાથના ભાઈઓને પતાવી નાખ્યા...તો શું હું હવે એક આ ભવાનને ના મારી શકું??અરે એ તો એક સેકન્ડ નું કામ છે...

ત્યાં મને અંદર બોલાવ્યો...મારૂ ફૂલ ચેકીંગ કર્યું...હું જરાક હસ્યો...એને વધારે શક ગયો તો એને ફરી ચેક કર્યો મને..પણ એને કઈ જ ના મળ્યું...હું પાગલ તો છુ નહિ...કે મારી વિદેશી રિવોલ્વર લઈ આવું ખબર જ છે કે આ લોકો લઈ લેશે...અરે આ ભવાન માટે તો મારી સ્પેશિયલ બ્લેડ જ કાફી છે.હું એકદમ શાંતિ સાથે અંદર ગયો...હવે હસવાનું નથી,ખાંસી નથી ખાવાની,પાણી તો સાવ નથી પીવાનું....કાર્તિક કન્ટ્રોલ કરજે...નહિતર જીભ કપાઈ જશે અંદર જ...

એ લોકો મને ઉપરના માળે લઈ ગયા...ત્યાં નૈતિક બેઠો હતો...અને થોડેક દૂર સોફા પર એક આધેડ બેઠો હતો ખબર પડી ગઈ કે આ જ ભવાન છે...એને હાથ હલાવીને હેલ્લોનો ઈશારો કર્યો...અને બીજી તરફ સનમ બેઠી હતી...આંખો મોટી કરીને જોઈ રહી હતી..નહોતી હસતી કે નહોતી કંઈ બોલતી...બસ ટગર ટગર જોઈ રહી હતી...જેવી મૂકીને ગયો હતો હજુ એવી જ હતી...એક વાત નવી હતી કે આજે hair style થોડીક અલગ કરી હતી...

હું ચાલતો ચાલતો ગયો એના તરફ જ...અને બેઠો સનમની બાજુમાં જ...ભવાન જોઈને હસ્યો..સનમ નીચું મોઢું કરીને બેસી રહી...

મેં ભવાન સામે જોયું અને દાંતને ભીડાવીને જ બોલ્યો,"તારે કેટલા જોઈએ છે??"

મારી બોલવાની રીત પરથી નૈતિક અને સનમ વિચારવા લાગ્યા કે આને શુ થયું??શુ વિમલ ખાઈને આવ્યો કે શું??
મેં એને જોઈને આંખોથી જ સમજાવ્યું કે સાલા ચૂપ જ રહેજે...માંડ કઈક પ્લાન બનાવ્યો છે..

ભવાન : કેટલા જોઈએ છે??એ કઈ સવાલ છે???સીધી જ વાત છે કે મારે બધા જ રૂપિયા જોઈએ...પુરા પચીસ કરોડ...સોરી...એટલા તો નહિ પણ પુરા પચીસ હજાર કરોડ...

me : તને લાગે છે કે હું તને પુરા રૂપિયા દઈશ??જો હું તને બધું આપી દઉં તો હું શું કરીશ??

ભવાન : એ મારો સવાલ જ નથી...તારી જિંદગી મેં જ બરબાદ કરી છે...તારું પોલિટિકલ કરિયર પણ મેં જ બગાડ્યું હજુ ઘણું બગડી જશે અને બહુ મોડું થઈ જાય એની પહેલા મને બધું આપી દે.....

નૈતિક જોઈ રહ્યો હતો કે હું શું નિર્ણય કરું છુ....અને સનમ મનોમન ભગવાનને કહી રહી હતી કે ભગવાન મને સદબુદ્ધિ આપે કે હું આમાંથી નીકળી શકું....એકપણ અખતરા વગર..

me : હું બધું આપવા તૈયાર છુ...મારું લેપટોપ મારી કારમાં પડ્યું છે...એમાં બધી ડિટેલ છે...તું તારા માણસને મોકલીને મંગાવી દે...હું પાસવર્ડ નાખીને બધું તમે સમજાવી દઈશ...

ભવાન : પુરા પચીસ હજાર કરોડ જોઈએ છે હો..એક પાઇ પણ ઓછી નહિ...

નૈતિક હવે વિચારમાં પડ્યો...કે દસ કરોડ તો મેં પેલી મીનળને આપ્યા છે...એ અને બીજા મેં વાપર્યા અને આ લોકોને આપ્યા એમાંથી પણ વપરાયા તો હશે જ...કાર્તિક નહિ કરી શકે...

me : હા હવે....મળી જશે તને..પણ પહેલા મારે સનમ સાથે વાત કરવી છે...એકલામાં...

ભવાને એક સેકન્ડ વિચાર્યું અને પછી થયું કે એમપણ એક રૂમમાં જ બંધ કરીને દઈશું વાત કરવા..ભાગવાના ચાન્સ જ નથી...ભાગે તો પણ નૈતિક તો છે જ...એને મારી નાખીશું...એને હા પાડી અને રૂમ દેખાડ્યો વાત કરવા..

મેં સનમને હાથ પકડી ઉભી કરી..એને કઈ ખબર ના પડી કે મેં શુ કર્યું...એ બસ ઉભી થઈને આવી મારા જોડે...નૈતિક વિચારે કે કાર્તિકે આ બધું કરવાની શુ જરૂરત હતી..પૈસા આપીને જતા રહેતા...

હું ગયો સનમ સાથે વાત કરવા ત્યાં ભવાને એના માણસને મારુ લેપટોપ બહારથી લાવવા માટે મોકલ્યો...

ભવાન : આ તારો દોસ્ત...નાનપણથી જ આમ વાત કરે છે??તો સનમને ગમી કેવી રીતે ગયો..

નૈતિકને શુ બોલવું એ ખબર જ ના પડી...એ બોલ્યો,"હા....હું ય એ જ વિચારું છુ આજ સુધી..."

એ બંને હસતા હતા...નૈતિક જબરદસ્તી હસતો હતો...મનમાં કહેતો હતો કે પેલો ખબર નહિ શુ કામ આવા નાટક કરતો હશે...

મેં રૂમનો દરવાજો બંધ કર્યો...સનમનો હાથ પકડીને એને ખુરશી પર બેસાડી અને હું નીચે એના ઘૂંટણ પાસે બેઠો...

"સનમ તું ઠીક તો છો ને??કોઈએ તને હેરાન તો નહીં કરીને?"

પેલે તો એક સડસડાટ કરતો લાફો જ આવ્યો...રડવા જેવી થઈ ગઈ...હું હવે ટેવાઈ ગયો હતો...દરખતે ઝાપટ જ ખાવી પડે..મને થોડી શોખ છે આને મૂકીને જવાનો...

પછી મને ઉભો કરીને વળગી પડી...

"સનમ હવે શાંત થા...એટલો સમય નથી હાલ મીઠી વાતો કરવાનો...આ બધું પછી કરીશું...સાંભળ"

સનમ : તું આવી રીતે કેમ વાત કરે છે??શું થયું છે તને....મોઢું ખોલ તો..

me : એ જ તો સનમ...જો હું હાલ...પેલા ભવાનનું કામ તમામ કરી નાખીશ...એના માટે જ મેં મારા મોઢામાં બ્લેડ ફસાવી છે...મોકો હમણે હું જ બનાવીશ...અને તરત જ પેલાના ગળામાં બ્લેડ ફેરવીને એને તરફડાવીને મારી નાખીશ...તું ફક્ત જો...એને રૂપિયા જોઈએ છે...હું એને મોક્ષ આપું...એને તને કિડનેપ કરીને જીવનની મોટી ભૂલ કરી છે...

એ મારી આંખોમાં જોવા લાગી...એની આંસુથી તરબોળ આંખોથી જોવા લાગી...

"તો હવે બહાર ચલ...તું મોકો મળે ને તરત જ બાહર ભાગી જજે...હું પણ બહાર આવી જઈશ...તું આપણી કાર પડી છે ત્યાં જઈને તરત કાર ચાલુ કરીને મમ્મી પાસે જતી રહેજે...હો ને..ચલ.."મેં એનો હાથ પકડીને એનું કપાળ ચુમ્યુ...અને બહાર દરવાજો ખોલવા જ જતો હતો....ત્યાં જ સનમે મારો હાથ પકડીને મને ગળે લગાવી લીધો...અને બોલી,"કેમ કાર્તિક તું સાવ આવો થઈ ગયો છો??કોકને મારવા માટે તે પોતાની જીભ કપાઈ જશે એની પણ પરવાહ ના કરી...કેમ??"એ રડતી હતી મારો શર્ટ ભીંજાઈ રહ્યો હતો...હું શું બોલું હવે??એને કેવી રીતે સમજાવું કે બધું તારા માટે જ છે....હું ગુસ્સે થાવ કે શું કરું??

"કાર્તિક આપણે કશું જ નથી જોતું...કશુ જ નહીં..બસ તું સાથે હોય અને શાંતિની જિંદગી હોય...એવું ના થાય.."એની આંખો કહેતી હતી કે એ હવે થાકી ગઈ છે બધાથી...

હું એના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યો કે,"ના એવું નહિ થાય...સનમ....પચીસ હજાર કરોડ એટલે....આપણા છોકરાઓના છોકરાઓ પણ રાજાશાહીમાં જીવશે...તું એક રાણી ની જિંદગી જીવીશ...હું તને આપણા ટાપુ પર લઈ જઈશ...બધું આપણું હશે...કોઈ આપણેને નહી હેરાન કરે...આપણી અલગ જ દુનિયા હશે...બસ હવે એક આ છેલ્લુ કામ કરી નાખું..ભરોસો કર મારો...હું તને કશું જ નહીં થવા દઉં.."

*

હવે આના પછી હું એકવનમો ભાગ મુકીશ.....જે આપણી નવલકથા...નો છેલ્લો ભાગ હશે...પ્રયત્ન રહેશે કે કંઈક એવું આપું તમને લોકોને કે જેને તમે આજીવન ના ભૂલો...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik