0 રોમન તેના ગેટ પાસે ના ડ્રેનેજ હોલ માંથી બહાર આવે છે અને તેના મોં પર નું કપડું હટાવી લે છે. રોમન સમજી જાય છે તે migration ના અભાવે આ ઉંદરોને ભયભીત કરી નાખ્યા હશે અને તેઓનું ડ્રેનેજ માં જ મૃત્યુ થયું. રોમને ડ્રેનેજ માં લુબ્રિકેન્ટ ની ગંધ પણ મહેસુસ કરી જ હતી. રોમન એ એલા મરેલા ઉંદરોની સામે જોઈને બોલે છે સોરી દોસ્તો એનો ઈરાદો તમને મારવાનો તો નહીં જ હોય આઈ એમ શયોર.રોમન જાણતો હતો કે સડકની નીચેથી જવા વાળી ડ્રેનેજ ઓલમોસ્ટ વ્યસ્ત જ હોય છે .એટલે મેં બી આ ઉંદરો આગળ migration નહીં કરી શક્યા હોય અને એ અહીં જ ભયભીત થઈને મરી ગયા હશે ,જ્યારે ઘોસ્ટ કોબ્રા કદાચ તેની પ્રકૃતિ અનુસાર અહીં આવી હશે.
રોમન ફરીથી વિચારીને મનમાં બોલે છે યા ઈટસ may be possible.
એટલામાં જ લસ્સિ ની આંખ ખુલી જાય છે અને આંખ ખુલતાની સાથે જ તેને રાત ની ઘટના યાદ આવે છે અને તે રોમન રોમન કરતી તેની બાજુમાં જુએ છે તો રોમન ગાયબ હોય છે. લસ્સિ જલ્દીથી તેના બેડ માથી ઉભી થઈ ને આખા બંગલા માં રોમન ને શોધી વળે છે. પરંતુ જ્યારે લસ્સિ ઉપર ની ગેલેરી માં જાય છે ત્યારે તેને રોમન નીચે મેઈન ગેટ પાસે ઉભેલો દેખાય છે અને લસ્સિ હાશકારો લે છે.
લસ્સિ રોમન ને બૂમ પાડે છે અને રોમન લસ્સિ ને હાથનો ઇશારો કરીને પેલા મરેલા ઉંદરો દેખાડે છે. લસ્સિ દોડીને નીચે જાય છે અને રોમન ને પૂછે છે આ કેવી રીતે થયું. એટલે રોમને લસ્સિ ને આખી વાત ટેકનિકલી સમજાવે છે . અને લસ્સિ પણ રોમનની વાત પર વિશ્વાસ મૂકીને કહે છે it possible રોમન?
રોમન કહે છે યા વાય નોટ?
લસ્સી રીતસર રોમન ની સામે જોરજોરથી રડવા લાગે છે અને રોમન ને કહે છે તું ગમે તે કર પણ આ મુસીબતમાંથી મને છુટકારો પાવો નહીતર હું પાગલ થઈ જઈશ.
રોમન લસ્સિ ને ધીરજ રાખવાનું કહે છે.અને કહે છે તું જલ્દીથી તૈયાર થઈ જા આપણે આજે જ મિસ્ટર સીસા ને મળીશું.
લસ્સિ જલ્દીથી ઘરમાં જાય છે અને સૌથી પહેલાં વોશિંગ્ટન ડી.સી.માં રહેતા તેના માતા-પિતાને આખી વાત જણાવી છે.
લસ્સિના માતા પિતા પણ લસ્સિ ના મોઢે થી આખી વાત સાંભળીને બહુ જ વિચિત્રતા નો અનુભવ કરે છે. અને કેટલેક અંશે તો તેઓ એમ પણ વિચારે છે કે રોમન અને લસ્સિ બન્ને પાગલ તો નથી થઈ ગયા ને? કોબ્રા નું તો વળી ભૂત હોતુ હશે?
ખરેખર જ સાંભળવા વાળા ને કેવું વિચિત્ર લાગે જ્યારે આપણે તેને એમ કહીએ કે મારી પાછળ કોબ્રા નું ભૂત લાગ્યું હતું. બસ આવી જ વિચિત્રતા નો અનુભવ લસ્સિ ના માતા પિતા ને પણ થયો.અને તેઓ પણ બોલ્યા કે ભૂત? અને એ પણ કોબ્રાનું?
લસ્સિ ના માતા પિતા લસ્સિ ને ફોન પર કહે છે બેટા તારી તબિયત તો ઠીક છે ને?
લસ્સિ જાણે છે કે મારી વાત પર કોઈ વિશ્વાસ કરવાનું નથી એટલે એ ફોન ડિસકનેક્ટ કરી નાખે છે અને ફોન ની બાજુમાં બેઠી બેઠી રડવા લાગે છે. અચાનક જ લસ્સિ ને યાદ આવે છે અને તે ઉભી થઈને દૌડિ ને તેના બાળકોના બેડરૂમમાં જાય છે એ બાળકોના બેડરૂમમાં જઈને જેની અને એડી ને જોર જોર થી ઢંઢોળવા લાગે છે.અને ખાતરી કરે છે કે મારા બાળકોને તો કશું નથી થયું ને?
એડી તેની એક આંખ ખોલીને લસ્સિ ને કહે છે શું mom તું પણ સવાર સવારમાં જ.
લસ્સિ ફરીથી હાશકારો લે છે.અને જેની ને ઉઠેલી જોઈને કહે છે ચલો બંને બાથરૂમમાં જાઓ.