Sanam tamari vagar - 9 in Gujarati Love Stories by Kumar Akshay Akki books and stories PDF | સનમ તમારી વગર - 9

Featured Books
Categories
Share

સનમ તમારી વગર - 9

આપણે જોયુ કે અમર નું એરપોર્ટ પર જ ગાડી સાથે અથડાવવાથી એક્સીડેન્ટ થાય છે ને તેનુ ત્યા જ મોત થાય છે , તે જોતા તેની સાથે હતા તે ઓસ્ટ્રેલીયા ના કર્મમારીઓ દોડીને તેમને હોસ્પીટલે લઇ જાય છે. પણ પહેલા થી જ મોત થતા અમર નું ત્યા પોર્સમોટમ કરે છે ને પછી ઓસ્ટ્રેલીયા ના એક કર્મચારી અમર ના ઘરે ફોન કરે છે , પણ અહી અમર ના ઘરે લગન ની તૈયારીઓ ચાલુ હતી તેથી ફોન ની રીંગ વાગતી રહી તેને ૩ વાર ફોન કર્યો પછી અમર ના પીતા એ ફોન ઉપાડી ' હેલ્લો ' કીઘુ ત્યા સામેવાળી વ્યકતી એ બઘી વાત જણાવી દીઘી તે સાંભળતા અમર ના પીતા મી.શાહ એકદમ સ્તબધ થઇ ગયા તે ખાલી સાંભળી જ રહ્યા હતા , ધડીક તે સામેવાળો કોલર 'હેલ્લો હેલ્લો ' બોલી રહ્યો હતો પણ મી.શાહ કઇ બોલી જ ન શક્યા તેને પ્રીયા સામુ જોતા તે એકદમ ખુશ જણાઇ રહી હતી ,પછી મી.શાહે ફોન રાખતા તે ઘીમે ઘીમે પગે પ્રીયા પાસે ગયા ને પ્રીયા એ તેમને આવતા જોતા તે દુખી જણાતા હતા તે પારખી ગઇ મી.શાહ તેમના ખંભે હાથ રાખી કઇ બોલી શક્યા નહી , પ્રીયા બોલી " શુ થયુ પપ્પા " ? તમે કેમ કઇ બોલતા નથી ? એમ કહી તે પણ બેચેન થવા લાગી , તે મી.શાહ ને કહે છે પણ મી. શાહ હજી પણ કઇ બોલતા નથી ., પછી માંડ તે બોલે છે કે " અમર નું એક્સીડંટ મા મોત થયુ છે ઓસ્ટ્રેલીયામાં " તે રડતા સ્વરે બોલે છે . તે બોલતા આખા ધરમાં શાંતી છવાય જાય છે . પ્રીયા પણ એકદમ તુટી જાય છે , તે જોતા મી.શાહ કહે છે કે " હુ એટલા માટે તને નોતો કહેતો ,બેટા . મને ખબર છે તુ ભાંગી પડીશ ". પછી પ્રીયા રડવા લાગે છે મી. શાહ તેમને સંભાળે છે . તે પ્રીયા ને કહે છે " હુ અત્યારે ઓસ્ટ્રેલીયા જાવ છું , તુ હીંમત રાખજે ". પ્રીયા કહે છે કે " મારેય સાથે આવુ છે પપ્પા " પણ મી. શાહ તેને અહી રેવાનુ કહે છે . પછી મી.શાહ ઓસ્ટ્રેલીયા જવા રવાના થાય છે .

ત્યા જરુરી કારવાહી કરી અમર ની ડેડબોડી લઇને મી. શાહ ઇન્ડીયા આવે છે. અમર ની બઘી વીઘી પતાવીને એક દીવસ મી. શાહ તેના બંગલે સ્વીમીંગ પૂલ પાસે એકલા ખુરશી પર બેઠા હોય છે. થોડીક વાર પછી ત્યા પ્રીયા આવે છે તે મી. શાહ ને બોલાવે છે " પપ્પા , પપ્પા " બે વાર બોલતા પછી મી. શાહ તેમના ખ્યાલો માથી બહાર આવીને હું કારો આપે છે. " હ , બેટા " . પ્રીયા " પપ્પા ઓફીસ નુ શુ કરશુ , હવે અમર તો છે નહી . મી. શાહ " હવે તો તે તારે જ ચલાવવાની છે. બેટા , હવે અમર છે નહી ઓમેય તુ તે ઓફીસ ની પાર્ટનર ભી છે " , હવે હુ એકલો પડી ગયો છુ , બંગલો પણ હવે શુ કરવાનો . તે સાંભડતા પ્રીયા રડવા લાગે છે .

થોડાક દીવસ જ્યારે પ્રીયા તેમના ધરે એકલી હતી અને એકલી યાદો મા ખોવાયેલી હતી ત્યા તેમના ઘરે ડોરબેલ વાગે છે , પ્રીયા આછુ લુછીને દરવાજો ખોલવા જાય છે. ત્યા જોવે છે તો ત્યા વિક્રમ ઉભો હોય છે વિક્રમ હસી ને પ્રીયા ને બોલાવે છે.

વઘુ આવતા અંકે......