Jivan Sangram 2 - 15 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ 2 - 15

The Author
Featured Books
Categories
Share

જીવન સંગ્રામ 2 - 15

. પ્રકરણ ૧૫
આગળ આપણે જોયું કે રાજન અને કમલને જીજ્ઞાદીદી ખાસ સૂચના આપી એનો અમલ કરવા મોકલે છે... અને રાજેશને પોતાની પાસે બોલાવીને બીજા માણસ જેવો ફેઇસ બનાવવાનું પૂછે છે...
હવે આગળ.....

"હા દીદી એ બની શકે પણ બીજા માણસ જેવી સેમ ટુ સેમ ફેઇશ સ્ક્રીન બનાવીને પહેરાવવી સહેલી પડે અને ઝડપ પણ થાઈ."
"ઓકે તો રાજેશ આપણે એ કરવાનું થશે... કદાચ આજે રાતે તને એક વ્યક્તિ બતાવું તો તું એના જેવીજ ફેઇશ સ્ક્રીન કેટલા સમય માં બનાવી આપે."
"એ વ્યક્તિ સામે હોઈ તો આખી રાત જાગીને સવાર સુધીમાં થઈ જાય.કેમ કે સ્ક્રીનનું પ્લાસ્ટિક તો રેડી જ હોઈ ફક્ત ફેઇશનો સેઇપ આપવાનો સમય લાગે એ જ."
"તો રાજન અને કમલ આવે ત્યારે તારું કામ પડશે.જો અત્યારે હોસ્પિટલ તારે જવું હોય તો જઈ શકે છે.હું રાજનને ત્યાં મોકલીશ એ આવશે ત્યારે."
"ના દીદી અત્યારે તો ત્યાં ખાસ કઈ કામ નથી.અને કોઈ ઇમરજન્સી કેસ આવશે તો જોયું જશે... બસ અત્યારે તો અહીંયા રહેવું છે ને જો કઈ જમવાનું વધ્યું હોય તો મારે જમવું છે થોડું. ભૂખ પણ લાગી છે જોરદાર."
"હા રાજેશ જમવાનું તો હશે જ, કેમ કે રાજન અને કમલ પણ બાકી છે જમવામાં."
"દીદી એ આવે એટલે સાથે જમીશું અમે."
"રાજેશ એ લોકો ક્યારે આવે એનું કંઈ નક્કી ન કહેવાય એટલે પહેલા તું જમી લે.અને એ આવે પછી તરત જ તારે તારું કામ શરૂ કરી દેવાનું છે ને."
"હા દીદી તો જમી લઉં."એમ કહી રાજેશ ઉભો થઇ રસોડા તરફ ચાલવા લાગે છે.... રાજેશના ગયા પછી રાજ દીદીને કહે છે;"દીદી મારા મગજમાં તો હજુ કંઈ બેસતું નથી કે આખરે તમે કોના જેવી ફ્રેશ સ્ક્રીન બનાવવા માંગો છો અને શા માટે?"
"રાજ થોડી રાહ જો બધું સમજાઈ જશે.એક મિનિટ રાજનનો કોલ છે,"કોલ રિસિવ કરતા દીદી બોલ્યા;"થોડી વાત કરીને રાજનને કહ્યું એ બંનેને અત્યારે અહીંયા જ લઇ ને આવ.અને હા એ લોકોને પકડ્યા એ આજુબાજુ વાળાને પણ ખબર ન પડવી જોઈએ.બહુ સાવચેતી પૂર્વક એને અહીંયા લઈ આવો."
"દીદી રાજને પકડી પણ લીધા એ લોકોને?"
"હા રાજ અત્યારે જ એ લોકોને લઇને રાજન અને કમલ અહીંયા આવે છે.રાજ હવે એક ખાસ પ્રકારે યુદ્ધ શરૂ થવા જઇ રહ્યું છે.કદાચ આજ પહેલા આ રીતે કોઈએ યુદ્ધ લડ્યું નહિ હોય. આમાં આપણને સફળતા મળશે કે નિષ્ફળતા એ તો હું નથી જાણતી, પણ લડવું એ નક્કી છે."
"હા દીદી મહેનત કરીએ... પરિણામ ઉપરવાળાના હાથમાં.જો આપણી મહેનત યોગ્ય અને સાચી લાગશે તો એમાં ભગવાન જરૂર આપણને સફળતા આપાવાશે."
"રાજન અને કમલ આવે છે કે નહિ."પોતાના હાથ લુંછતા રાજેશ કાર્યાલયમાં આવતા બોલ્યો.
"હા રાજેશ બે લોકોને પકડી ને સીધા અહીંયા જ આવે છે.હવે બધું તારે કરવાનું છે અને બને તો સવાર સુધીમાં."
"હું પુરતી મહેનત કરીશ. કદાચ સવાર સુધીમાં બનાવી આપીશ.મારા આખા સ્ટાફને રોકિશ આ કામ માટે. સવારે તમને સેમ ટુ સેમ બનાવીને આપીશ.બસ રાજનને આવવા દો અહીં."
"વાહ રાજેશ મને તારા પ્રત્યે આવી જ આશા હતી."
કાર્યાલયમાં વાતો ચાલુ હતી ત્યાં તપોવનધામના દરવાજે કાર આવે છે.કાર ઊભી રહી એટલે તરત જ જીજ્ઞાદીદી,રાજેશ અને રાજ બહાર નીકળે છે.કારમાંથી રાજન અને કમલ બે વ્યક્તિને પકડીને તપોવનધામમાં લાવે છે.
"રાજન આ લોકોને સીધા પાછળ બગીચા પાસે રૂમ છે એમાં લઇ લે.ત્યાં બીજા કોઈની અવર ઝવર નથી એટલે તમને મજા આવશે ત્યાં પૂછપરછ કરવાની."
હા દીદી.....
રાજન પોતાની સાથે લાવેલ રોકી અને પટાવાળાને એ રૂમ તરફ લઈ જાય છે.બીજા બધા પણ એ રૂમ તરફ જાય છે.બંનેને રૂમમાં અંદર લઇ જઇને બંને ના મોઢા ઉપરથી કપડું છોડી નાખે છે.
"રાજન આ બંનેને રાજેશને સોંપી દે.એટલે એ આ બંનેની ફેસ સ્ક્રીન બનાવવા લાગે.અને હા આ બંનેના મોબાઈલનું લોકેશન ઓફ કરાવી દે એટલે એ લોકોને ખ્યાલ પણ ન આવે કે આ લોકો અહીંયા આવ્યા છે."
"ઓકે દીદી... પણ ફેસ સ્ક્રીન બનાવવાની વાત કઈ સમજમાં ન આવી."
"એ બધું હું સમજાવું પણ પહેલા તું અને કમલ થોડું જમી લો ત્યાં સુધીમાં રાજેશ આ બંનેની જે વિધિ કરવાની હોય એ કરી લે."
"ઠીક છે.દીદી.રાજેશ તારે આ લોકોને ત્યાં લઇ જવા પડશે કે અહીંયાથી કામ પતી જશે."
"રાજન એ પણ એના સ્પેશિયાલીસ્ટ ને પૂછવું પડશે.એક કામ કરું હું અત્યારે જ એની સાથે વાત કરી લઉં." એમ કહી રાજેશ બીજા ડોકટર સાથે વાત કરવા મોબાઈલ કાઢે છે..કોલમાં વાત કરી રાજનને કહે છે;"ત્યાં લઈ જવાની જરૂર નથી.એ અહીંયા આવી આ લોકોના ફેસના અલગ અલગ એંગલથી ફોટો પાડીને પછી હોસ્પિટલે જઈને બનાવી આપશે."
"ઓકે સારું... તો એ આવે ત્યાં સુધી તમે બંને જમી લો."
"હા ચાલો દીદી અમે જમી લઈએ... રાજ તું અહીંયા દરવાજો બંધ કરીને આ લોકોનું ધ્યાન રાખજે અને હા આલે આ લોકોના મોબાઈલ."
"હા રાજન તમે આરામથી જમી લો.હું અહીંયા જ ઉભો છું."રાજન પાસેથી મોબાઇલ લેતા રાજ બોલ્યો.
રાજન અને કમલ રસોડામાં જમવા માટે જાય છે. આ તરફ રાજેશ હોસ્પિટલ કોલ કરીને ફેસ સ્ક્રીન સ્પેશિયાલીસ્ટને બોલાવે છે.
થોડી વારમાં હોસ્પિટલેથી ડોકટર આવી જાય છે.એટલી વારમાં રાજન અને કમલ પણ જમીને આવી જાય છે.બધા સાથે રાજ પાસે આવે છે ને ડોકટર અંદર જઈને બંનેના ફેઈસના અલગ અલગ ફોટો પાડીને રાજેશ સાથે વાત કરે છે.થોડી વાર વાત કર્યા બાદ રાજેશ જીજ્ઞાદીદીને કહે છે હવે અમે હોસ્પિટલ જઈએ છીએ.સવાર સુધીમાં બંનેના સેમ ફેઇસ સ્ક્રીન આવી જશે.
"વેલ રાજેશ...તમે ઝડપથી નિકળો અને આ કાર્ય બને તેટલી ઝડપથી પૂરું કરો."
રાજેશ હોસ્પિટલ જવા નીકળે છે.
"રાજન આ લોકો કંઈ બોલ્યા?"
"ના દીદી હજુ તો કંઈ બોલ્યા નથી.હવે પૂછપરછ ચાલુ કરું તમે કહો તો."
"હા તું તારી રીતે પૂછપરછ ચાલુ કર.હું રાજ સાથે કાર્યાલયમાં બેસીને બીજી ચર્ચા કરી લઉં."
"ઓકે સારું દીદી."એમ કહી રાજન અને કમલ રોકી અને પટાવાળા પાસે રૂમની અંદર જાય છે . રાજ અને દીદી કાર્યાલયમાં આવે છે.
"રાજન આ લોકોને પહેલા થોડો મેથી પાક ચખાડી પછી પૂછવાનું ચાલુ કરીએ."રોકી સંભાળે એ રીતે અંદર આવતાની સાથે કમલ બોલ્યો.
"પણ તમે અમને શું પૂછવા માંગો છો? શા માટે અમને અહીંયા લાવ્યા છો?તમને ખબર છે હું કોણ છું?"
"તું એક સુધરેલ બાપની બગડેલ ઓલાદ છે સમજ્યો...અને એને અમારે સુધારવાનો છે.હવે સમજ્યો."એમ કહી કમલ બે ચાર તમાચા રોકીને ચડાવે છે.
તમચાની કળ વળી ના હોઇ એ રીતે ગાલ પર હાથ રાખી રોકી રડવા લાગે છે.
"ઓયે આવા નાટક બંધ કર.તારા આંસુની અમારા પર કોઈ અસર થવાની નથી.હવે હું જે પૂછું એનો સીધો સીધો જવાબ આપજે. જવાબ ખોટો એટલે ચાર તમાચા.બરાબર."રોકી સામે ખુરશી પર બેસતા રાજન બોલ્યો.
"રાજન તું પૂછ ત્યાં હું એક સારી લાકડી લાવું... કેમ કે ખાલી તમાચા કરતા થોડો ડંડા પાક પણ આપશું સાથે."
"પણ..પણ.. તમે પહેલા પૂછો તો ખરા.મને જે ખબર હસે એ બધું હું કહી દઈશ."
"કમલ થોડું પૂછી લઈએ પછી જરૂર પડશે તો દંડો લાવજે."
"ઓકે જોઈએ કેવા જવાબ આપે છે."
"તો રોકી પેલી ત્રણ છોકરીઓ કે જેને ગગન પર કેસ કર્યો છે એની સાથે એક હજુ બીજી છોકરી હતી એને તમે ક્યાં રાખી છે?"
"કંઈ છોકરી અને કોણ ગગન ? હું તો આમાંથી કોઈને જાણતો પણ નથી."
કમલ ઉભો થઈને આઠ તમાચા ચડાવે છે.રોકી ખુરશી પરથી નીચે પડી જાય છે.કમલ કાંઠલો પકડીને રોકીને ઉભો કરીને પાછો ખુરશી પર બેસાડે છે ને કહે છે;"પાછો એ જ સવાલ પૂછ્યો ચલ હવે જવાબ આપ.પહેલો જવાબ ખોટો હતો."
"પણ સાહેબ તમે મને આમ મારો કેમ છો ખરેખર મને નથી ખબર."
"નથી ખબર એમ ને ઉભો રહે હવે તો લાકડી જ સાચું બોલાવશે... એમ કહી કમલ બહાર નીકળે છે.કમલના ગયા પછી રાજન રોકીને કહે છે... જો ભાઈ એ લાકડી લઈને પાછો આવે એ પહેલા સાચું બતાવી દે નહીતો એટલો માર પડશે કે કાલે બપોર પછી તો તને હોંશ આવશે."
"પણ સાહેબ સાચે જ મને કંઈ ખબર નથી તો હું કેમ જાણવું તમને."
રાજન ઉભો થઈને રોકીને ખુબ મારે છે. મોઠામાં લોહી નીકળવા લાગે છે.છતાં રોકી કંઈ બોલતો નથી ને એક જ જવાબ આપે છે મને કંઈ ખબર નથી.
અંતે થાકીને રાજન રૂમ લોક કરી કમલને લઇ કાર્યાલયમાં આવે છે.
"રાજન કંઈ બોલ્યા? એ બદમાશો."
"ના રાજ મારી મારીને હું થાકી ગયો પણ એ મોઢું ખોલવા તૈયાર નથી, ને એક જ રટણ કરે છે કે મને કઈ ખબર નથી."
"એ એમ સીધી રીતે નહિ માને.એને તમારે થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપવી પડશે પણ એ સવારે.
રાજેશ પેલા ફેઈસ સ્ક્રીન લાવે પછી.હું કહું એ રીતે આગળ વધશું."
હા દીદી.....
"અને હા પેલી ત્રણ છોકરીઓની તપાસ કરી એ ક્યાં છે?"
"કમલને ત્યાં મોકલ્યો હતો.પણ આટલી મોડી રાતે છોકરીઓને અહીંયા લાવવું યોગ્ય ન લાગ્યું એટલે એક ઇન્સ્પેકટરને તેમના ઘર પાસે રાખીને આવ્યા છીએ. સવારે એ બધી છોકરીઓને અહીંયા જ લાવશે."
"ઓકે સારું... હવે તો એકાદ કલાક જેવો સમય છે...ત્યાં લગભગ સર અને ભવ્ય બંને આવી જશે.તો ચાલો આપણે નાહી પરવારીને પાછા અહીંયા જ મળીએ."
ઓકે દીદી.

ક્રમશ:

શું રોકી પાસે થી કંઈ માહિતી મળશે?????

પરમંદને સવારે કંઈ ખાસ પ્રૂફ આપી શકશે જીજ્ઞા દીદી????

કંઈ રીતે આ આખા મામલામાં આગળ વધી શકશે રાજન?????

વગેરે પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૬....

આપના પ્રતિભાવ ની રાહે... રાજુ સર.....