Vivah Ek Abhishap - 23 in Gujarati Horror Stories by jadav hetal dahyalal books and stories PDF | વિવાહ એક અભિશાપ - ૨૩

Featured Books
Categories
Share

વિવાહ એક અભિશાપ - ૨૩

આગળ ના પ્રકરણ માં વિક્રમ અને અમર બંને મહાદેવ ના મંદિર માં જાય છે પણ ત્યાં ત્રિશુળ ને ના જોતા વિચાર માં પડી જાય છે અને મંદિર ના પુજારી ને પુછે છે પરંતુ પુજારી ને એ બાબતે જાણ હોતી નથી પણ એ એમ જણાવે છે કે એમના પિતાજી કેટલાય વર્ષો થી મંદિર માં મહાદેવ ની સેવા કરતા હતા એમને કદાચ એ બાબતે કંઇક જાણકારી હશે.એટલે એ બંને પુજારી ના ઘરે જાય છે.અને એમના બિમાર પિતાજી ને મંદિર ના ત્રિશુળ વેિશે પુછે છે.એટલે એ ઉભરાઇ પરથી એક પેટી ઉતરાવે છે અને પછી એમાંથી લાકડાનો ઘોડો બહાર કઢાવે છે એ ઘોડા ના ભાગ ને અલગ કરતા એમાં થી એક તાવીજ બહાર પડે છે એ તાવીજ ને ખુલતા તેમાંથી એક ચબરખી નીકળે છે અને ચબરખી માં થી એક કોયડો હોય છે જેમાં ત્રિશુળ નું રહસ્ય છુપાયેલું હોય છે.
********************************************
વિક્રમ અને અમર બંને મહાદેવ ના મંદિર માં જાય છે સાથે સુર્ય ના આકાર વાળુ લોકેટ પણ સાથે લેતા જાય છે. કોઇ હોતુ નથી મંદિર માં અમર અને વિક્રમે એ ચબરખી કાઢીને વાંચી એ પહેલી મોટેથી વાંચી
"ચલને સે ઉસકે ધમકતી હૈ ધરતી
સામને ઉસકે ટિક ના પાયે પહેલવાન
હૈ શિવ કા દુલારા વો,સુલઝાયેગા જો પહેલી
હોગા શિવ કા ભી દુલારા વો"
"શું કહેવા માગે છે ,કંઇક સમજાય એવું લખ્યુ હોત તો શું જાત?
"જે ને પણ આ લખ્યું છે એટલા માટે કે ત્રિશુળ ની રક્ષા માટે જ લખ્યું છે.આપણે જોઈએ કોઈ એવી વસ્તુ અહિંયા જરુર હશે જે આ પહેલી નો જવાબ હશે .ચાલો એને શોધીએ."
બંને એ મંદિર ની અંદર,આજુ બાજુ બધે જ શોધખોળ કરી પણ એવું કંઇ મળ્યું નહિ છેવટે થાકી હારીને મંદિર ના પગથીયા પર થાક ખાવા બેઠા.ત્યાં જ અચાનક વિક્રમ ની નજર એક જગ્યાએ ચોટી ગઇ એણે ફરી પહેલી કાઢીને વાંચી .અને ઉભો થઇ ને બોલ્યો ,"પહેલા કેમ મગજ માં ના આવ્યુ , અમર? પહેલી નો ઉત્તર છે નંદી .મહાદેવ નો પોઠિયો.
"હા,મારા ય મગજ માં ના આવ્યુ."
બંને એ પોઠિયા ને હલાવ્યો,ખસેડવા નો પ્રયત્ન કર્યો પણ કંઇ ફેર ના પડ્યો .ફરીથી બંને વિચારવા લાગ્યા કે પહેલી નો જવાબ તો આ જ છે પછી કંઇ થતુ કેમ નથી .
ફરીથી વિક્રમ પગથીયા તરફ જવા લાગ્યો તો એને લાગ્યુ કે એનું માથુ ગોળ ગોળ ફરે છે એને યાદ આવ્યુ કે ખાસ્સા સમય થી એને કંઇ ખાધુ ય નથી પણ ચક્કર વધારે આવતા પોઠિયા નો ટેકો લઇ ને ઉભો રહેવા નો પ્રયત્ન કર્યો અને પોઠિયા ના શિંગડા પર બધો ભાર આપ્યો એ સાથે જ પોઠિયો હલવા લાગ્યો ,મંદિર ની જમીન ધ્રુજવા લાગી અને પોઠિયો પોતાની જગ્યા પર થી ખસવા લાગ્યો એ જોઈને વિક્રમ થોડો દુર ખસ્યો .
વિક્રમ અને અમર બંને એ જોઈને ચોંકી ગયા કે પોઠિયા ના નીચે એક પાટિયુ હતુ.અમરે એ પાટિયુ ખસેડ્યું તો નીચે એક સુરંગ હતી અને સુરંગ માં ઉતરવા ના પગથીયા હતા.
અમરે પહેલા તો પાણી લઇ આવ્યો વિક્રમ ને પાયુ પછી બંને ય એ પગથીયા નીચે ઉતર્યા .પહેલા તો ખુબ અંધારુ હતુ પછી પ્રકાશ થયો પણ ક્યાંથી એ ખબર ના પડી.સામે જોયુ તો એ પ્રકાશ ત્રિશુળ નો હતો .પણ સામે પાર જવા નો કોઇ રસ્તો નહોતો કેમ કે વચ્ચે ઉંડી ખાઇ હતી .ત્યાં ત્રિશુળ સુધી કેમ પહોંચવુ એ પ્રશ્ન હતો.વિક્રમે આજુબાજુ નજર દોડાવી સામે દિવાર પર એક આક્રૃતિ હતી .
વિક્રમ એ આક્રૃતિ ની નજીક ગયો પછી એને ધ્યાનથી જોયુ પોતા ના ગળા માં નું લોકેટ કાઢીને એ આક્રૃતિ માં બેસાડવાનો પ્રયત્ન કર્યો તો એ બરાબર ફીટ બેસી ગયુ એ પછી એણે લોકેટ ને ગોળ ફેરવ્યુ તો ચાવી લગાડતા તાળુ ખુલી જાય એમ લોકેટ સાથે આક્રૃતિ ય ગોળ ફરી ગઇ.
એ સાથે જ એક પુલ જમીન માં થી બહાર આવ્યો જે પેલે પાર લઇ જતો હતો એ જોતા જ બંને ના ચહેરા પર સ્માઇલ આવી.બંને એ પુલ મારફતે સામે ના રસ્તે ગયા.
પણ ત્રિશુળ ની આજુબાજુ ઘણા સાપ ફરતા હતા પણ વિક્રમ ના હાથ માં લોકેટ હોવા થી બધા સરકીને પોતા ના દરમાં જતા રહ્યા .વિક્રમે એ જુનું પણ અદ્ભુત દેખાતુ ત્રિશુળ હાથ માં લીધું અને એની જગ્યા પર થી લીધું.
***************************************
આખરે વિક્રમ અને અમર ને ત્રિશુળ મળી જ ગયુ.પણ આ બાજુ વિષાનંદે પણ અદિતિ ની બલિ ચડાવવા માટે ની વિધી નો સવાર થી જ પ્રારંભ કરી દીધો છે.શું અમર અને વિક્રમ બંને સમયસર પહોંચી ને અદિતિ ને બચાવી શકશે? જાણવા માટે વાંચતા રહો વિવાહ એક અભિશાપ.