lagninu zarnu - 3 - last part in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | લાગણીનું ઝરણું - (ભાગ ૩) છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

લાગણીનું ઝરણું - (ભાગ ૩) છેલ્લો ભાગ

લાગણીઓની પરીક્ષા

બેટા, તારી વાત પરથી તો બંને સારી લાગે છે પણ તારે બંને માંથી કોઈ એક ને જ પસંદ કરવાની છે તે પણ સત્ય છે. ઠીક છે બંને ને તું જયારે બહાર જવાનો હોય ત્યારે, એક દિવસ બન્ને આવે આપને ત્યાં એમ તે બંને ને જણાવજે. જય ઠીક છે તેમ કહી સીધો નેહા અને ઈશાનીને કોલ કરી બંને ને એક દિવસ તેની મમ્મી સાથે થોડો સમય સાથે વિતાવવાનું કહે છે. જેથી પરિવાર સાથે કોણે વધારે ફાવશે તેની પણ ખરી થઇ જાય. પછી તો શું બંને તૈયાર થઇ જાય છે. નેહા અને ઈશાની પોત પોતાના ઘરે જય વિશે બધી જ વાત જણાવે છે. અને બન્ને ના ઘરનાં ને પણ આ ગમે છે. બન્નેના ઘરના ને કોઈ વાંધો નથી કારણકે જય ના મમ્મી એ નેહા અને ઈશાનીના ઘરે તમામ વાતો કરી દીધી હતી. માટે નેહા અને ઈશાનીના ઘરનાંયે તો ૨ દિવસ રે જે એમ કીધું.. અને એમાય નાનપણ થી આ બધા મિત્રો રહ્યા એટલે નેહા અને ઈશાની ના માતા પિતા પહેલે થી જય ને ઓળખતા એટલે કઈ વાંધો ના આવ્યો.
પહેલા દિવસે તો બંને જય ની ફેમેલીને ગમી જાય છે. પણ બીજા દિવસે જયની મમ્મી બંનેની પરીક્ષા લેવાનું શરુ કરે છે. એન વાતે વાતે તમારા મા – બાપે તમને આ નથી શીખવાડ્યું તેવા શબ્દો બોલે છે. પરિણામ સ્વરૂપ ઈશાનીને તે ગમતું નથી. તે જયની મમ્મી ને શાંતિથી કહી દે છે ‘’ કે તમે બોલવું હોય તો મને બોલો પણ મારા મમ્મી પપ્પા ને ના બોલશો. ‘’ ...ત્યારે આમાં નેહા જે કંઇ કહે બધું સહન કરે છે.. અને સામે એક શબ્દ પણ નથી બોલતી..એમ કરતા બે દિવસ પસાર થઇ જાય છે. ત્યારબાદ ઈશાની અને નેહા પોતપોતાના ઘરે જાય છે. ઈશાની જાણી જાય છે જયની મમ્મી તેને નહી સ્વીકારે કારણકે જે છોકરી અત્યારથી સામે કહી દેતી હોય સ્વાભાવિક છે કે કોઈ પણ સાસુ એવું જ કરશે. આ તરફ નેહા નિશ્ચિત હોય છે કારણે કે તે એક શબ્દ પણ જયની મમ્મી સામે નથી બોલી.
એમ કરતા થોડાક દિવસો પસાર થઇ જાય છે. પણ આ થોડા દિવસો જય માટે ખુબ મુશ્કેલ હોય કેમ કે જય ને ઓફિસમાં કામતો બંને સાથે કરવાનું હોય છે. એક સામાન્ય લાગતો પ્રશ્ન ખુબ મુશ્કેલ અને ગૂંચવણ ભર્યો બની જાય છે. જયની મમ્મી જયને એક દિવસ કહે છે..’’ બેટા ! તું ઈશાની અને નેહા બોલાવી લે મારે બન્ને સાથે વાત કરવી છે. અને ફોન કરી બંને બોલાવે છે.. બન્ને આવે છે..બન્ને માંથી માત્ર નેહા જ આવે છે.
ઈશાની જાણતી હોય છે તે મનામ વિચારે છે કે આજે તો જયની મમ્મી નેહા ને જ લગ્ન માટે પસંદ કરશે. અને હું બસ જોતી જ રહીશ. તે આગળ કઈ વિચારે એ પેલા જયની મમ્મી ઈશાની બોલવાનું કહે છે...પછી તે પણ આવે છે....જયની મમ્મી કહે છે. ‘’ ઈશાની અને નેહા બેટા. પહેલા તો એક વાત કે લગ્ન કરવા માટે આમ પરીક્ષાના આપવાની હોય કેમ કે લગ્ન બે વ્યક્તિ સાથે નથી થતું એ બે પરિવાર સાથે થાય..લગ્ન બે પરિવારો ને જોડે છે. પણ તમને બન્ને ને જય ની ખુબ લાગણી છે તમે બન્ને એને પ્રેમ કરો છો..જય એ મને બધું કહ્યું અને મને પણ તમારી બંને સાથે ૨ દિવસ વિતાવવા મળ્યા. તેનાં આધારે હું મારા પુત્રના જીવનનો ફેસલો નથી કરી શકતી. ઈશાની અને નેહા મેં પહેલે થી જ તમારા ઘરનાં ને આ સમગ્ર વાત કહી દીધી હતી કારણકે તમારી મમ્મી અને હું બહેનપણી જ છીએ. અને મને માફ કરજો એ બે દિવસ દરમિયાન હું તમારા મમ્મી પપ્પા વિશે બોલી.
પણ બેટા નેહા તે મને સામે કઈ જવાબ જ ના આપ્યો. અને બેટા ઈશાની તે મારા મમ્મી પપ્પા વિશે કઈ ન બોલવું જોઈએ એવી સલાહ પણ આપી. અને તારી આ સલાહ મને બહુ જ ગમી. ખરેખર દીકરી બનવું તે કોઈ નાની વાત નથી. અને જયારે લગ્ન થાય ત્યારે એકદમ બીજા ઘરમાં જવું અને ત્યાના રીવાજ પ્રમાણે પોતાની જિંદગી ને ઢાળ આપવો તે ખુબ જ ભારે હોય છે. ઘણીવાર વહુ ને ઘણું પોતાના માતા પિતા વિશે સાંભળવું પડે છે. અને વહુ સાંભળે પણ છે. કદાચ તેનાં પતિના લીધે અથવા તો તેનાં માતા પિતાની ઈજ્જતના લીધે. પણ તે જે કઈ કર્યું મને ખુબ જ ગમ્યું. હંમેશા સ્ત્રીનું સન્માન સચવાય તે જ ખુબ જરૂરી છે. ઈશાની તે હિમત કરી તે મને ખુબ ગમ્યું...
નેહા બેટા તે સહન કર્યું પણ યાદ રાખજે આપણ ને જન્મ આપનાર વિશે કોઈ ખોટું ના હોવા છતાં ખોટું બોલી જાય તે ક્યારેય પણ સહનનાં કરવું જોઈએ. હું એમ નથી કહેતી કે ઝઘડો કરવો જોઈએ પણ જે કંઇ મુશ્કેલી હોય તેને વાતચીત થી તેનો હલ શોધવો જોઈએ. નેહા અને ઈશાની તમે બન્ને સારા છો. હું આવું હમણાં ‘’ આટલું કહી તે બેડ રૂમમાં જાય છે અને એક પેટી લઈને આવે છે. તે પેટી ખોલે છે અને કહે છે, ‘’ ઈશાની , આ લેટરો વાંચ ..બધા લેટરો તારા માટે જ જયએ લખ્યા છે. તે પણ પાંચમાં ધોરણથી. પણ તે તને હજુ સુધીના આપી શક્યો. તે તને એ જ દિવસે આ બધા લેટર આપવાનો હતો પણ તે જ દિવસે નેહા એ તેનાં દિલની વાત જયને કહી,.....અને નેહા ના મનમાં ખોટી વાત ના ઉદભવે એટલે જય આરીતે બધી સ્પષ્ટતા કરવા માંગતો હતો.
અને આ બધું હું નથી કેહતી જય એ જ એક પત્રમાં બધું લખ્યું છે. અને તે નેહા ને એક મિત્ર તરીકે દુખી જોવા નહોતો માંગતો. મેં તમને બન્ને ને જાણી જોઇને બોલાવ્યા પછી મેં આજે જયના રૂમની તપાસ કરી તો આ લેટરો મળ્યા. અને જે તમારી બન્નેની સમક્ષ હાજર છે. જય સાચું ને ? જય કહે છે. ‘’ હા મમ્મી. એકદમ સાચું છે,કારણ કે હું નેહાને દુખી નહોતો કરવા માંગતો અને સાલો ! પ્રેમ પણ કેવો છે જેની સાથે થાય છે તેની આગળ જ કાંઈ નથી બોલી શકાતું.
નેહા મને માફ કરજે પણ હું તને એક મિત્ર જ બનાઈ શકું છું...આઈ એમ રીયલી સોરી યાર ! અને આપણે એક કુટુંબના છે તેમ જ રહેવાનું છે ત્યારે નેહા કહે છે, ‘’ લાગણી ના સંબંધ આમ મિત્રતાના સંબંધમાં ફેરવાઈ જશે તે નહોતી ખબર..પણ મારું આ હદય તને ક્યારે પણ મિત્ર નહિ માને પણ માન્યા વગર હવે છુટકો નથી.
જય ઈશાનીને કહે છે ....ઈશાની મેં તને આટલી તકલીફ આપી એનાં માટે સોરી..વાત સામાન્ય હતી હાથે કરીને મેં તેને કોમ્પ્લીકેતેડ બનાવી છે.કદાચ આનું નામજ ઝીંદગી છે. આ લાગણીનું ઝરણું તો નેહા માટે પણ છે અને તારા માટે પણ...પરંતુ ફર્ક એટલો છે કે હું તને મારા જીવનસાથી તરીકે ની લાગણી છે જયારે નેહા વિશે માત્ર મિત્ર તરીકે ની લાગણી છે. ઈશાની કહે . ‘’ તે મારા બાળપણ ની એક એક યાદો ને સજાવી છે...બધું તે યાદ રાખ્યું છે મને શું ગમે છે શું નથી ગમતું....ઈશાની નેહાને પણ કહે છે. ‘’ સોરી યાર પણ હું જય ને કોઈ બીજા સાથે નથી જોઈ શકતી એટલે એ દિવસ મારાથી તને બોલાઈ ગયું હશે....
આ બધું પૂરું થયું એટલે જય રૂમમાંથી એક ઝાંઝર લાવે છે અને નીચે બેસીને કહે છે કે આ ઝાંઝર આખી લાઈફ માટે તારા પગમાં બાંધવા માંગું છું. તારા ઝાંઝરના અવાજ ને મારા દિલમાં ઉતારવા માંગું છું....બસ મારી આ લાગણીનું ઝરણું તારા આ પ્રેમાળ હદયના સાથે વહેડાવવા માંગું છું. આઈ વોન્ટ ટુ બિ યોર્સ ? ....ઈશાની શરમાઈ જાય છે..ત્યાંજ તાળી પાડતા પાડતા ઈશાની ના માતા પિતા આવે છે...બન્ને પરિવાર એક બીજા નું મો મીઠું કરાવે છે....બન્ને પરિવાર બેસીને ઈશાની અને જયની સગાઇ તારીખ નક્કી કરે છે...બીજી બાજુ નેહા ના પિતા પણ આવે છે તે પિતાને ભેટી ને ખુબ જ રડે છે..બેટા ! રડીશ નહી..જય તારો મિત્ર તો છે...........
મિત્રો લાગણીનું ઝરણું તો દરેક ઘરમાં બધા પાસે હોય છે ફરક માત્ર સંબંધ નો હોય છે. કે એ ઝરણું ક્યાં તોરણે બંધાવવા માંગે છે.....જેવી રીતે ઈશાની અને જય એકબીજા ના હૈયા ના તોરણે બંધાઈ ગયા અને ખુબ જ સારી પ્રેમાળ ઝીંદગી જીવવા લાગ્યાં.
સમાપ્ત.