વિક્રાંતને રાજીવે અટકાવ્યો એટલે તે જરા ડરી ગયો પરંતુ તેણે પોતાના હાવભાવ પર કાબૂ રાખ્યો હતો.
“બોલોને સાહેબ કઈ કામ હતું ?”
“કામ તો એવું હતું કે આવી બપોરે તમે વિરુભાની મુલાકાતે આવ્યા હતા ?”
“અરે સાહેબ હું તો મારા ઘર તરફ જતો હતો એમાં મારી નજર તમારા પર પડી અને તમે લોકો કૈંક તપસ કરી રહ્યા હતા એટલે મે જરા પૂછ્યું.”
“એમ કઈ બાજુ આવે તમારું મકાન ?”
“બસ આ રહ્યું આ સામે જ્યાં ચાર રસ્તા મડે છે ત્યાં રસ્તાની બાજુનું જ પહેલું મકાન.”
“ત્યારે તો તમારી મહેમાનગતિ માનવી પડશે.” રાજીવ અમસ્તા જ બોલ્યો.
પલભર માટે વિક્રાંતના ચહેરા પર ડરના હાવભાવ આવ્યા પરંતુ તરત જ તે સ્વસ્થ થયો અને કહ્યું “અરે,
સાહેબ તમરે તો આવી જ જવાનું હોય તમારા માટે તો અમારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા જ છે.”
રાજીવની અનુભવી નજરે વિક્રાંતના ચહેરા પર નો ડર પારખી લીધો હતો પરંતુ અત્યારે ત્યાં જવાનો કોઈ મતલબ નહોતો માટે તેણે કહ્યું “ આજે નહીં ફરી ક્યારેક આવીશું.”
“સારું ત્યારે હું રાજા લઉં.”
“ભલે ત્યારે.”
“સારું ત્યારે રામ-રામ.” કહીને વિક્રાંત ચાલવા લાગ્યો.
તે ગયો પછી રાજીવે દામોદરને કહ્યું “ આ માણસની હિલચાલ પર નજર રાખજો.”
“કેમ સાહેબ તમને આ માણસ માં એવું તે શું દેખાયું ?”
“આ ભાઈ તમારા કોઈ સગા થઈ છે!”
“ના સાહેબ એવું તો કંઇ નથી પણ..”
“પણ શું?”
“આ લોકો શેઠીયા છે.”
“તો શું શેઠીયાઓને માથા પર બે શિંગડા હોય છે? મને તો ના દેખાણા!”
“અરે! સાહેબ એવું નથી પણ આ લોકોને મે ક્યારેય કોઈ માથાકૂટ કરતાં નથી જોયા અને પાંચમા પુછાય
એવા માણસો છે.”
“પાંચમા પુછાય એવા માણસો પર જ નજર રાખવાની હોય છે દામોદર.”
“ભલે સાહેબ.” દમોદરે જવાબ આપ્યો.
@@@@@@@@@@@
નીકુલની આવી હાલત જોઈને અવિનાશે પૂછ્યું “શું થયું? કોનો કોલ હતો?”
નીકુલે કોઈ પણ પ્રતીભાવ ના આપ્યો.
“શું થયું નીકુલ?” અવિનશે ફરીથી પૂછ્યું.
“કે..શ..વ..ભાઈનો.” નીકુલ હીબકાં ભરતા બોલ્યો.
“શું થયું કેશવને?”
નીકુલ હવે રડી પડ્યો તેણે પોતાના બંને હાથ પોતાના ચહેરા પર રાખી દીધા.બધા તેની સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા. શું થયું હતું એ જાણવા માટે બધા રાહ જોઈ રહ્યા હતા.અનેરીએ તેને પાણીનો ગ્લાસ આપ્યો. થોડું પાણી પીધા બાદ નીકુલ શાંત પડ્યો અને ફોન પર થયેલી વાત બધાને કહેવા લાગ્યો.
તેની વાત સાંભળીને બધાને આધાત લાગ્યો “ શું? કેશવ હવે આપની વચ્ચે નથી તો પછી તને કોલ કોને કર્યો હતો?” અવિનાશ તેણે પૂછી રહ્યો હતો.
“મને આ માહિતી તેના કોઈ પડોશીએ આપી હતી, તેણે એમ પણ કહ્યું હતું કે અહિયાં બીજું તો હતું નહીં પરંતુ કેશવભાઈના મોબાઈલમાં લાસ્ટ કોલ મારો હતો એટલે તેઓએ મારા નંબર પર કોલ કર્યો હતો.”
“ખબર નહીં આપણી સાથે આ શું થઈ રહ્યું છે!” અત્યાર સુધી શાંત બેઠેલા વિરલે કહ્યું.
“પહેલા કેતન પછી કાજલ અને હવે કેશવ પણ ગયો વિક્રાંતકાકા નો વંશ જ ખતમ થઈ ગયો.
“ક્યાક આપણી સાથે પણ આવું તો નહીં થાય ને?”
“મોટાભાઇ આવી બધી વાતો અત્યારે અહિયાં કરવાનો કોઈ મતલબ નથી, અત્યારે તો ભાભી સાજા થઈ જાય એવી પ્રાથના કરો.” અવિનાશે વિરલને આશ્વશન આપતા કહ્યું જો કે તે પોતે પણ ખૂબ ડરી તો ગયો જ હતો પરંતુ અત્યારે જેમ બને તેમ જલ્દી હોસ્પિટલમાંથી નીકળી જવાનો વિચાર કરી રહ્યો હતો.
થોડીવાર પછી એક નર્શ બહાર આવી અને કહ્યું કે વિરલભાઈ ને અંદર બોલાવે છે.
(ક્રમશ:)