Riya shaym - 3 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 3

Featured Books
Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 3

ભાગ - 3
સમય જતાં વાર લાગતી નથી.
રીયા વેદ અને શ્યામ મોટા થાય છે.
સ્કૂલનો અભ્યાસ પૂરો કરી તેઓ ત્રણે કોલેજ જવાની ઉંમરે પહોંચતા...
રીયા પોતાના શહેરનીજ એક કોલેજ જોઈન કરી લે છે.
જ્યારે વેદ
વેદ પોતાનો કોલેજનો આગળનો અભ્યાસ
એક X સ્ટુડન્ટ તરીકે
ઘરેથીજ,
કોલેજનો અભ્યાસ શરૂ કરે છે.
વેદ પોતાના માટે એક X સ્ટુડન્ટ તરીકેનો વિકલ્પ એટલાં માટે વિચારે છે કે,
તે રોજનો કોલેજ આવવા-જવાનો સમય અને ખર્ચ બચાવી શકે,
તેમજ
એ બચેલા સમય અને પૈસાને તે પોતાના માટે તેમજ પોતાના જરૂરી ઘરખર્ચ માટે ખર્ચી શકે.
હવે વેદ
અભ્યાસ સીવાય મળતા બાકીના સમયમાં...
નાના-મોટા પ્રોગ્રામમાં ગાઈને પોતાનો શોખ પણ પૂરો કરે છે, સાથે-સાથે એ પ્રોગ્રામમાં ગાવાથી તેને મળતી રકમથી
ઘરમાં નાની-મોટી મદદ પણ કરતો રહે છે.
વેદનું, અભ્યાસ ઉપરાંત પોતાનુ એક સપનું છે.
તે પોતાનો એક હિટ...
સુપરહિટ આલ્બમ બનાવવા માંગે છે.
વેદ
જે નાના-મોટા પ્રોગ્રામમાં ગાઈને જે રકમ મળે છે તે
વેદના મમ્મી
બેંક મેનેજર RS સરને ત્યાં ઘરકામ કરીને જે આવક થાય છે તે
અને
ધીરજભાઈના સિક્યુરિટીમાં તેમને જે રકમ પગાર પેટે મળે છે તે
તેઓ ત્રણે
ત્રણેની આવકની રકમમાં તેમનુ ઘર સારામાંસારી રીતે ચલાવી ત્રણે હળીમળીને પોતાની દુનિયામાં મસ્ત અને ખુશ રહે છે.
આ તો થઈ રીયા અને વેદ ની સ્કૂલ જીવન પછીની... કોલેજકાળની વાત
હવે જાણીએ શ્યામની વાત
એ પોતાની લાઈફ માટે
કે પોતાના પરીવારનાં ભવિષ્ય વિશે શું વિચારી રહ્યો છે ?
કે
એનું શું કહેવું થાય છે ?
આમતો શ્યામના પરીવારમાં બેજ વ્યક્તી છે,
શ્યામ અને તેનાં પપ્પા પંકજભાઈ
જે આપણે જાણીએ છીએ.
તો જોઈએ એણે આગળ શું વિચારી રાખ્યું છે ?
કે,
શું નક્કી કર્યું છે ?
તો અત્યારે...
શ્યામની ચિંતામાં પંકજભાઈ ખુબજ ચિંતિત છે.
પત્ની વગરના પંકજભાઈને
અત્યારે કોઇ જ રસ્તો સુજી રહ્યો નથી.
કેમકે
શ્યામે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું
ત્યાં સુધી તો પંકજભાઈને બહુ વાંધો આવ્યો નથી.
પણ પંકજભાઈની ખરી ચિંતા હવે ચાલુ થઈ ગઈ છે.
કેમકે
શ્યામે તેનાં પપ્પા પંકજભાઈને એવું કહી દીધું છે કે...
તે
હવે આગળ ભણવા માંગતો નથી.
આગળ અભ્યાસ કરવાની શ્યામે
પંકજભાઈને સાફ ના કહી દીધી છે.
પંકજભાઈના શ્યામને આગળ ભણવા માટે સમજાવવાનાં લાખ પ્રયત્નો છતાં,
વેદ અને રીયાએ પણ એમની રીતે શ્યામને સમજાવ્યો
પરંતુ
શ્યામ આગળ અભ્યાસ માટેની કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો.
છેલ્લે પંકજભાઈના કહેવાથી
સ્કૂલના એક-બે સંચાલકો દ્રારા પણ શ્યામને આગળ ભણવા માટેના અઢળક સમજાવ્યા છતાં...
શ્યામ આગળ ભણવાની સાફ-સાફ ના પાડી દે છે.
એકવાર પંકજભાઈ શ્યામને આગળ અભ્યાસ ચાલુ રાખવા બાબતે થોડુ ઉગ્ર થઈ સમજાવતા...
શ્યામ ગુસ્સે થઈને પંકજભાઈને કહી દે છે કે...
હવે મને ભણવા બાબતે દબાણ કરશો
કે
કોઈના દ્વારા દબાણ કરાવશો
તો હું ન કરવાનું કરી લઈશ
કે પછી
ઘર છોડીને જતો રહીશ
શ્યામનાં મોઢે આ વાક્ય સાંભળી પંકજભાઈ ખૂબ ગભરાઈ જાય છે.
ત્યારબાદ પંકજભાઈ શ્યામને આ બાબતે સમજાવવાનું બંધ કરી, અને પછી શાંતિથી પોતાના દીકરા શ્યામને તેઓ...
હવે પછી ભણવા બાબતે કોઈ જ દબાણ નહીં કરે
કે
કોઈના દ્વારા દબાણ કરાવશે પણ નહીં.
એમ કહી પંકજભાઈ શ્યામને શાંત પાડે છે.
એક-બે દિવસ પછી
પંકજભાઈ શ્યામ પાસે બેસીને શ્યામને શાંતીથી સમજાવે છે કે...
બેટા શ્યામ
તારે આગળ ભણવું ના હોય તો, કોઈ વાંધો નહીં
પરંતુ
તુ આમ કોઈ કામકાજ વગર એકલો બેસી રહે
એનાં કરતા તુ કોઈ નાની-મોટી નોકરી કે પાર્ટ ટાઈમ જોબ કરે
તો
તારો પણ દિવસ જાય અને મને પણ તારી ચિંતા ઓછી થાય.
પપ્પાના સમજાવવાથી શ્યામ નોકરી માટે તૈયારતો થઈ જાય છે
પરંતુ
એનાં ગુસ્સાવવાળા સ્વભાવ ને લીધે
તે કોઈ નોકરી પર એક-બે દિવસથી વધારે ટકી શકતો નથી.
આ કારણે પંકજભાઈની મુંઝવણ ઓર વધી જાય છે.
છેલ્લે પંકજભાઈ તેમની આ મુંઝવણ બેંક સિક્યુરિટી ધીરજભાઈને જણાવે છે.
ધીરજભાઈ પંકજભાઈને આશ્વાસન આપતા જણાવે છે કે તમે ચિંતા ના કરો
આપણે આજે RS સરને વાત કરીએ
RS સર તમને આ તમારી મુંઝવણનો
ચોક્કસ કોઈ સારો રસ્તો કાઢી આપશે.
બાકી આગળ ભાગ 4 માં